ડિજીટ ઇન્સ્યોરન્સ કરાવો

ડુપ્લિકેટ પાસપોર્ટ કેવી રીતે મેળવવો - પ્રક્રિયાની સમજૂતી

પાસપોર્ટ એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જેની સમયસીમા પૂરી થાય તે પહેલા અપડેટ થવો જોઈએ. જો તમે તેને ગુમાવો છો, તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અને ભારતીય મિશનને જાણ કરો. ડુપ્લિકેટ પાસપોર્ટ નુકસાન થયેલા અથવા ખોવાયેલા પાસપોર્ટના કિસ્સામાં અલગ પ્રક્રિયા ધરાવે છે. ચાલો તેના પર એક નજર કરીએ.

ભારતમાં ડુપ્લિકેટ પાસપોર્ટ માટે કેવી રીતે અરજી કરવી?

જો કોઈ વ્યક્તિ અપવાદરૂપ કેસના કિસ્સામાં ડુપ્લિકેટ પાસપોર્ટ મેળવવા માંગે છે અથવા જો તે ખોવાઈ જાય, તો તે તેનો મેળવવા માટે સરળતાથી ઓનલાઈન અથવા ઑફલાઈન માર્ગ અપનાવી શકે છે. પરંતુ તે પહેલાં, વ્યક્તિએ તેના માટે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો જાણવા જોઈએ.

 

ડુપ્લિકેટ પાસપોર્ટ માટે ઓનલાઈન કેવી રીતે અરજી કરવી?

ડુપ્લિકેટ પાસપોર્ટ માટે કેવી રીતે અરજી કરવી તેની પ્રક્રિયા અહીં છે. ડુપ્લિકેટ પાસપોર્ટ માટે ઓનલાઈન અરજી કરવા માટે ભારત સરકારના વિદેશ મંત્રાલયની પાસપોર્ટ સેવાની ઓફિસિયલી વેબસાઈટની મુલાકાત લો.

 પગલું 1:પાસપોર્ટ સેવા પોર્ટલ પર રજીસ્ટેશન કરો.

 પગલું 2: બધી જરૂરી માહિતી દાખલ કરી નવું એકાઉન્ટ બનાવો, અને પછી તમને પાસપોર્ટ સેવા એકાઉન્ટને એક્ટિવ કરવા માટે એક લિંક મળશે.

 પગલું 3: ડુપ્લિકેટ પાસપોર્ટ માટે ઓનલાઈન ફોર્મ ભરો.

 પગલું 4: ફોર્મ સબમિટ કરતા પહેલા, વિગતો બરાબર તપાસો.

 પગલું 5: તમને એક સંમત્તિ મળશે. પાસપોર્ટ સેવા વેબસાઇટ દ્વારા તમારી પાસપોર્ટ અરજીની સ્થિતીને ટ્રૅક કરવા માટે તેનો ઉપયોગ કરો.

ડુપ્લિકેટ પાસપોર્ટ ઑફલાઇન માટે કેવી રીતે અરજી કરવી?

ઑફલાઇન ડુપ્લિકેટ પાસપોર્ટ ફાઇલ કરવા માટે તમે નીચેની પ્રક્રિયાને અનુસરી શકો છો -

પગલું 1: ફોર્મ્સ અને એફિડેવિટ્સ વિભાગ હેઠળ ઈ-ફોર્મ ડાઉનલોડ કરો.

પગલું 2: પછી પસંદ કરો કે તમારે નવો પાસપોર્ટ જોઈએ છે કે પછી ભારતીય પાસપોર્ટ ફરીથી જારી કરવો છે.

પગલું 3: ઈ-ફોર્મ સાથે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ/પોલીસ મંજૂરી પ્રમાણપત્ર (પીસીસી) ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ કરો.

પગલું 4: જૂના પાસપોર્ટ પુસ્તિકા નંબર, જન્મ તારીખ, ઉંમર, સરનામું, નામ, ભારતીય પાસપોર્ટ ફરીથી જારી કરવાનું કારણ જેવી જરૂરી વિગતો સાથે ફોર્મ ભરો.

પગલું 5: સરનામાના પુરાવા, ઓળખના પુરાવા અને જૂની પાસપોર્ટ પુસ્તિકા જેવા દસ્તાવેજો સાથેનું ફોર્મ પાસપોર્ટ ઓફિસમાં સબમિટ કરો.

ભારતમાં ડુપ્લિકેટ પાસપોર્ટ માટે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો

જ્યારે તમે પાસપોર્ટ ફરીથી જારી કરવા માટે અરજી કરો છો, ત્યારે તેને સામાન્ય પ્રક્રિયાને અનુસરવાની રહે છે. જરૂરી દસ્તાવેજો છે:

  • પાસપોર્ટ કેવી રીતે ખોવાઈ ગયો અથવા ક્ષતિગ્રસ્ત થયો તેની વિગતો સાથે એફિડેવિટ (અનુશિષ્ટ 'L')

  • નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (પરિશિષ્ટ ‘M’) અથવા પૂર્વ માહિતી પત્ર (પરિશિષ્ટ ‘N’)

  •  વર્તમાન સરનામાનો પુરાવો - એમ્પ્લોયર તરફથી પ્રમાણપત્ર, ટેલિફોન બિલ, આવકવેરો, આકારણી ઓર્ડર, પાણીનું બિલ, ગેસ કનેક્શન, આધાર કાર્ડ, ચૂંટણી ફોટો આઈડી કાર્ડ, જીવનસાથીના પાસપોર્ટની નકલ, નોંધણી કરાયેલ ભાડા કરાર

  • એફઆઈઆર રિપોર્ટ

  •  જન્મ તારીખનો પુરાવો - માધ્યમિક શાળાનું પ્રમાણપત્ર, મ્યુનિસિપલ સત્તાવાળા દ્વારા જન્મનું પ્રમાણપત્ર.

  • જૂના પાસપોર્ટ (છેલ્લું અને પ્રથમ પાના ) ના ઈસીઆર અને બિન-ઈસીઆર પેજની ફોટોકોપી.

  • પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ

તમારા જૂના પાસપોર્ટમાં ઉલ્લેખિત વિગતો, જેમ કે પાસપોર્ટ નંબર, ઈશ્યુ કર્યાનું સ્થળ, ઈશ્યુ કરવાની તારીખ અને સમાપ્તિ તારીખ, પણ અરજી ફોર્મ સાથે સબમિટ કરવી જોઈએ.

ડુપ્લિકેટ પાસપોર્ટ અરજી માટે જરૂરી ફી

પાસપોર્ટ ખોવાઈ જવાના કિસ્સામાં, વ્યક્તિ ડુપ્લિકેટ પાસપોર્ટ માટે પણ અરજી કરી શકે છે. નીચે આપેલ કોષ્ટક અરજી પ્રક્રિયાના ફી માળખાને રજૂ કરે છે.

 

કેટેગરી અરજી ફી વધારાની તત્કાલ ફી
પુનઃ જારી અથવા નવો પાસપોર્ટ (36 પેજ) 10-વર્ષની માન્યતા સાથે ₹ 1,500 ₹ 2,000
પુનઃ જારી અથવા નવો પાસપોર્ટ (60 પેજ) 10ની માન્યતા સાથે ₹ 2,000 ₹ 2,000
સગીર માટે પુનઃ જારી અથવા નવો પાસપોર્ટ ( 36 પેજ) 5 વર્ષની માન્યતા સાથે અથવા 18 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી ₹ 1,000 ₹ 2,000
પાસપોર્ટ ફેરબદલી( 36 પેજ) જ્યારે ખોવાઈ જાય, ચોરાઈ જાય અથવા નુકસાન થાય ₹ 3,000 ₹ 2,000
પાસપોર્ટ ફેરબદલી (60 પેજ) જ્યારે ખોવાઈ જાય, ચોરાઈ જાય અથવા નુકસાન થાય ₹ 3,500 ₹ 2,000
પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (પીસીસી) ₹ 500 લાગુ પડતું નથી
વ્યક્તિગત વિગતો બદલવા અથવા ઈસીઆર કાઢી નાખવા માટે પાસપોર્ટ ફેરબદલી (10-વર્ષની માન્યતા સાથે 36 પેજ) ₹ 1,500 ₹ 2,000
વ્યક્તિગત વિગતો બદલવા અથવા ઈસીઆર કાઢી નાખવા માટે પાસપોર્ટ ફેરબદલી (10-વર્ષની માન્યતા સાથે 60 પેજ) ₹ 2,000 ₹ 2,000
સગીરો માટે વ્યક્તિગત વિગતો બદલવા અથવા ઈસીઆર કાઢી નાખવા માટે પાસપોર્ટ ફેરબદલી (36 પેજ, 5-વર્ષની માન્યતા). ₹ 1,000 ₹ 2,000
અરજીની પ્રક્રિયા અને જરૂરી ફી જાણવા ઉપરાંત વ્યક્તિએ તેના માટે અરજી કરી શકે તેવા કિસ્સાઓ વિશે પણ જાણવું જોઈએ. વધુ જાણવા માટે આગળ વાંચો.

ડુપ્લિકેટ પાસપોર્ટ માટે તમે ક્યારે અરજી કરી શકો?

પાસપોર્ટ ફરીથી જારી કરવા માટે અરજી કરવાની પ્રક્રિયા ખોવાયેલા અને ક્ષતિગ્રસ્ત પાસપોર્ટ માટે સમાન છે. નીચે કેટલાક કિસ્સાઓ આપેલાછે જ્યાં તમે ડુપ્લિકેટ પાસપોર્ટ માટે અરજી કરી શકો છો:

  • નુકસાન થયેલો પાસપોર્ટ

નુકસાન થયેલા પાસપોર્ટને બે પ્રકારમાં વહેંચોમાં આવે છે:

  • આંશિક રીતે ક્ષતિગ્રસ્ત પાસપોર્ટ જ્યાં ધારકનું નામ, ફોટો અને પાસપોર્ટ નંબર અકબંધ હોય અથવા ઓળખી શકાય તેમ હોય.

  • સંપૂર્ણ રીતે નુકસાન થયેલ પાસપોર્ટ જ્યાં વિગતો બિલકુલ ફરી મેળવી શકાતી નથી

જો તમારો પાસપોર્ટ આંશિક રીતે નુકસાન પામેલો હોય, તો તમે તત્કાલ યોજના દ્વારા ફરીથી જારી કરવા માટે અરજી કરી શકો છો. બીજી બાજુ, જો તમારો પાસપોર્ટ સંપૂર્ણ રીતે નુકસાન પામ્યો હોય, તો તમે તત્કાલ યોજના હેઠળ તેને ફરીથી જારી કરી શકતા નથી કારણ કે તમારે પાસપોર્ટ મેળવવા માટે પાસપોર્ટ સેવા કેન્દ્રને જાણ કરવી પડશે.

  • પાસપોર્ટ ખોવાઈ જવો 

જો તમારો પાસપોર્ટ ભારતમાં ખોવાઈ ગયો હોય, તો પોલીસ સ્ટેશન અને પાસપોર્ટ ઓફિસમાં પણ રિપોર્ટ ફાઈલ કરો. જો તમે વિદેશમાં રહેતા હોવ, તો તરત જ ભારતીય મિશનનો સંપર્ક કરો. પાસપોર્ટ સેવા કેન્દ્રમાં પાસપોર્ટ અરજી ફોર્મ ભરીને અને જરૂરી દસ્તાવેજો સબમિટ કરીને ફરીથી જારી કરવા માટે અરજી કરો.

પાસપોર્ટ ફરીથી જારી કરવામાં 7 કાર્યકારી દિવસો લાગી શકે છે જ્યાં પોલીસ વેરિફિકેશન ફરજિયાત નથી. જો પોલીસ વેરિફિકેશનની જરૂર હોય, તો તેમાં 30 કાર્યકારી દિવસો લાગી શકે છે.

તમે સામાન્ય યોજના અથવા તત્કાલ યોજના હેઠળ તમારી અરજીઓ સબમિટ કરી શકો છો જો કે, છેલ્લા કિસ્સામાં પાસપોર્ટ માટે ડુપ્લિકેટ ફી વધારે હોય છે. અરજી રવાના કરવામાં લગભગ 30 દિવસ લાગે છે. તમે કોઈપણ પ્રશ્નો માટે 1800 258 1800 પર કૉલ કરી શકો છો અથવા પાસપોર્ટ સેવા પોર્ટલ ની મુલાકાત લઈ શકો છો

વારંવાર પૂછાતા પ્રશ્નો

ભારતમાં ખોવાયેલા પાસપોર્ટને ફરીથી ઈશ્યુ કરવામાં કેટલો સમય લાગે છે?

ડુપ્લિકેટ પાસપોર્ટને રવાના કરવા સાથેની અરજી પ્રક્રિયામાં 30 દિવસ જેટલો સમય લાગી શકે છે. જ્યારે તત્કાલ રીત સાથે લાગુ કરવામાં આવે ત્યારે પ્રક્રિયા સામાન્ય રીતે 15 દિવસમાં પૂરી થઈ જાય છે

શું પાસપોર્ટનું પુનઃ ઈશ્યુ થવો અને નવીકરણ એક જ વસ્તુ છે?

નવીકરણમાં, તમારા હાલના પાસપોર્ટમાં ફેરફાર કરવામાં આવશે. બીજી બાજુ, જ્યારે તમને નવા પાસપોર્ટની સંપૂર્ણપણે જરૂર હોય ત્યારે પાસપોર્ટ ફરીથી જારી કરવામાં આવે છે.

શું તમે જૂના વગર નવો પાસપોર્ટ મેળવી શકો છો?

હા જો તમે તમારું પાસપોર્ટ કાર્ડ અને માન્ય પાસપોર્ટ પુસ્તિકાનું નવીકરણ કરાવવા માંગતા હોવ, તો તમારા બધા દસ્તાવેજો સબમિટ કરો.