ભારતમાં વિદ્યાર્થી પાસપોર્ટ માટે કેવી રીતે અરજી કરવી?
શું તમે વિદ્યાર્થી છો, વિદેશમાં અભ્યાસ કરવાનું વિચારી રહ્યાં છો?
જો હા, તો તમારે નાણાકીય આયોજન સિવાય તમારી મુસાફરી સંબંધિત આવશ્યક બાબતોની કાળજી લેવી જરૂરી છે. તેમાં વિદ્યાર્થી પાસપોર્ટ અને વિઝા તૈયાર કરાવવા સહિતની બાબતોનો સમાવેશ થાય છે.
જો તમારી પાસે આ દસ્તાવેજો ન હોય તો વિદ્યાર્થી પાસપોર્ટ અરજી, દસ્તાવેજીકરણ અને પાત્રતા સહિતની અન્ય વિગતો વિશે જાણવા માટે આ લેખ વાંચો.
ભારતમાં વિદ્યાર્થી પાસપોર્ટ મેળવવાના સ્ટેપ
સ્ટેપ 1: અધિકૃત પાસપોર્ટ સેવા વેબસાઇટની વિઝીટ કરો અને અરજી કરો.
સ્ટેપ 2: નજીકની પાસપોર્ટ કચેરીમાં એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરો અને જરૂરી દસ્તાવેજોની વ્યવસ્થા કરો.
સ્ટેપ 3: ફાળવેલ તારીખે પાસપોર્ટ ઓથોરિટીની વિઝીટ કરો અને વેરિફિકેશન પ્રક્રિયા દરમિયાન સ્વ-પ્રમાણિત દસ્તાવેજો રજૂ કરો.
સ્ટેપ 4: સ્વીકૃતિ રસીદ/એક્નોલેજમેન્ટ રીસિપ્ટ્સ/પાવતી મેળવો અને અપડેટ્સ માટે અરજીની સ્થિતી ચકાસો.
વિદ્યાર્થી પાસપોર્ટ માટે કયા દસ્તાવેજો આવશ્યક છે?
વિદ્યાર્થીઓ તેમના હેતુને અનુરૂપ સામાન્ય અથવા તત્કાળ પાસપોર્ટ માટે અરજી કરી શકે છે.
તેના માટે આવશ્યક દસ્તાવેજોમાં સમાવેશ થાય છે -
1. સરનામા પુરાવા (વર્તમાન રહેઠાણ)
આધાર કાર્ડ
નવું ટેલિફોન બિલ
સગીરના કિસ્સામાં, માતાપિતાના પાસપોર્ટની નકલ (પ્રથમ અને છેલ્લું પેજ)
પ્રતિષ્ઠિત એમ્પ્લોયર દ્વારા જારી કરાયેલ પ્રમાણપત્ર
મતદાર આઈડી કાર્ડ
આવકવેરા આકરણી આદેશ
વીજળી અથવા પાણી જેવા તાજેતરના ઉપયોગી બિલ
એક્ટિવ બેંક ખાતાની પાસબુકની ફોટોકોપી
ભાડા કરાર
2. જન્મ તારીખના પુરાવા
જન્મ પ્રમાણપત્ર
વિદ્યાર્થીના પાસપોર્ટ માટે માધ્યમિક શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આવશ્યક છે. માન્ય બોર્ડ અથવા શૈક્ષણિક સંસ્થાએ આ પ્રમાણપત્ર જારી કરેલ હોવા જોઈએ.
અરજદાર જ્યાં અભ્યાસ કરી રહ્યો હોય તેવી શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ તેના ઓળખ કાર્ડની નકલ.
યુનિવર્સિટી અથવા કોલેજ દ્વારા જારી કરાયેલ બોનાફાઇડ પ્રમાણપત્ર.
જો ઓરિજનલ દસ્તાવેજો ઉપલબ્ધ ન હોય તો તમે માન્ય કારણો સાથે પ્રમાણપત્ર અથવા પત્ર જમા કરાવી શકો છો. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ માટે પાસપોર્ટ અરજી સામે સંસ્થાના વડા દ્વારા પ્રમાણિત દસ્તાવેજોની ફોટોકોપી સબમિટ કરી શકાય છે.
વિદ્યાર્થી પાસપોર્ટ માટે આવશ્યક ફી કેટલી છે?
આ પાસપોર્ટ મેળવવા માટે વ્યક્તિગત ₹1500 ચૂકવવા પડશે. તેઓએ ઓફિસિયલી પાસપોર્ટ સેવા વેબસાઈટ પર ઓનલાઇન ચૂકવણી કરવાની રહેશે.
ચૂકવણી બાદ વિદ્યાર્થી પાસપોર્ટ વેરિફિકેશન માટે નજીકની પાસપોર્ટ કચેરીમાં એપોઇન્ટમેન્ટ બુક કરી શકાશે.
કયા માધ્યમથી ચૂકવણી કરી શકાય છે -
ડેબિટ કાર્ડ
ઈન્ટરનેટ બેન્કિંગ
ક્રેડીટ કાર્ડ
SBI ચલણ
વધુમાં, કોઈ પણ વ્યક્તિ ઓનલાઇન ચલણ જનરેટ કરીને અને નજીકની SBI શાખાની મુલાકાત લઈ ચૂકવણી કરી શકે છે.
વિદ્યાર્થી પાસપોર્ટ માટે કોણ અરજી કરી શકે છે?
ભારતમાં વિદ્યાર્થી પાસપોર્ટ માટે અરજી કરવા માટે તમારે નીચેની લાયકાત/પાત્રતા શરતો પૂરી કરવી આવશ્યક છે -
18 વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓને પુખ્ત ગણવામાં આવશે. તેઓએ આવશ્યક દસ્તાવેજો સ્વ-પ્રમાણિત કરવા જરૂરી છે.
સગીર અરજદારના કિસ્સામાં માતા-પિતા દસ્તાવેજોને પ્રમાણિત કરી શકે છે.
સગીરો 18 વર્ષથી ઓછી ઉંમરના હોય ત્યાં સુધી નોન-ઇસીઆર મેળવવા માટે પાત્ર છે.
વિદ્યાર્થીઓ તેમના માતા-પિતાના નામે વર્તમાન સરનામાનો પુરાવો સબમિટ કરી શકે છે.
અત્રે નોંધનીય છે કે સગીર અરજદાર માટે, માતાપિતાની સંમતિ ફરજિયાત છે.
પાત્રતા/લાયકાત ધરાવતા અરજદારે વેરિફિકેશન માટે અધિકૃત કાગળો સબમિટ કરવા આવશ્યક છે. વિદ્યાર્થી પાસપોર્ટ માટે આવશ્યક દસ્તાવેજોની યાદી આપવામાં આવેલ છે.
વિદ્યાર્થી પાસપોર્ટ મેળવવામાં લાગતો સમય
અતિઆવશ્યક જાણકારી એ છે કે પાસપોર્ટ જારી કરવાની સમગ્ર પ્રક્રિયામાં 25 થી 30 દિવસનો સમય લાગી શકે છે. તેથી વહેલી તકે અરજી કરવી આવશ્યક છે.
આ પાસપોર્ટ ઇશ્યુ થયાના દિવસથી દસ વર્ષ માટે માન્ય રહેશે. જો કે, તમે વર્તમાન પાસપોર્ટની સમાપ્તિના એક વર્ષ પહેલા પાસપોર્ટ રિન્યૂ કરી શકતા નથી.
જો તમે વિદેશી યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ માટે અરજી કરી હોય, તો વિદ્યાર્થી પાસપોર્ટની આવશ્યકતાઓને જાણવી આવશ્યક છે. આ જાણકારી તમને સમગ્ર પ્રક્રિયાને સુવ્યવસ્થિત પાર પાડવામાં મદદ કરશે.
વધુમાં, તમે વહેલામાં વહેલી તકે પાસપોર્ટ પ્રાપ્ત કરી શકશો.
ભારતમાં વિદ્યાર્થી પાસપોર્ટ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો
શું મારે વિદ્યાર્થી પાસપોર્ટની માન્યતા માટે ધોરણ- 12ની માર્કશીટ સબમિટ કરવી જરૂરી છે?
હા, તમારે કૉલેજ વિદ્યાર્થી પાસપોર્ટ વેલિડેશન માટે આવશ્યક દસ્તાવેજો હેઠળ 12મા ધોરણની માર્કશીટ સબમિટ કરવી આવશ્યક છે.
વિદ્યાર્થી પાસપોર્ટ કેટલો ઝડપથી મેળવી શકાય?
સામાન્ય રીતે વિદ્યાર્થી પાસપોર્ટ પ્રક્રિયામાં 25 થી 30 દિવસનો સમય લાગે છે. જોકે, અંતિમ નિર્ણય પાસપોર્ટ અધિકારી પર નિર્ભર છે.
સગીર અરજદાર માટે દસ્તાવેજો કોણ પ્રમાણિત કરી શકે છે?
સગીર અરજદારો માટે, માતા-પિતા જ અરજદારના દસ્તાવેજોને પ્રમાણિત કરી શકે છે.