ભારતમાં પાસપોર્ટ ફરી ઇશ્યુ કરવા માટે કેવી રીતે અરજી કરવી?
પાસપોર્ટ-એ એક ન બદલી શકાય તેવો દસ્તાવેજો છે અને તમારે વિદેશમાં પ્રવાસ કરતી વખતે અવશ્ય સાથે રાખવાની જરૂર છે. સામાન્ય રીતે, આ દસ્તાવેજોની માન્યતા 10 વર્ષની હોય છે, તે પછી તમારે તમારા પાસપોર્ટને ફરી ઇશ્યુ માટે અરજી કરવાની જરૂરિયાત રહે છે.
ભારતીય પાસપોર્ટ ફરી ઇશ્યુ સંદર્ભે તમારે જાણવા જેવી જરૂરી બાબતો વિશે આ લેખમાં ચર્ચા કરવામાં આવી છે. આ માહિતી તમને પાસપોર્ટના પુન: જારી અને નવીકરણ (ફરી ઇશ્યુ અને રીન્યૂઅલ) વચ્ચેના તફાવતોને સમજવામાં પણ મદદ કરશે.
પાસપોર્ટ ફરી ઇશ્યુ એટલે શું?
પાસપોર્ટ ફરી ઇશ્યુનો અર્થ એ છે કે પાસપોર્ટ ધારકને નવી પુસ્તકની આવશ્યકતા હોય. એક બાબત જાણી લો કે પાસપોર્ટ રીઇશ્યુ અને રિન્યુઅલ-એ એક જ વસ્તુ નથી. બંને વચ્ચેનો મુખ્ય તફાવત નીચે દર્શાવેલ છે. તદુપરાંત, પાસપોર્ટ ફરી ઇશ્યુ કરવો વિવિધ સંજોગોમાં જરૂરી હોઈ શકે છે. આ કારણોની નીચે વિસ્તૃત ચર્ચા પણ કરી છે.
ચાલો પહેલા પાસપોર્ટ રીઇશ્યુ અને રીન્યૂઅલ વચ્ચેના તફાવતના મુખ્ય મુદ્દાઓ સમજીએ.
પાસપોર્ટ ફરીથી જારી કરવો ક્યારે જરૂરી છે?
તમે આ બે શબ્દો વચ્ચેના તફાવતોથી વાકેફ છો, ત્યારે હવે જાણીએ કે તમારે વર્તમાન દસ્તાવેજોને ક્યારે ફરી ઇશ્યુને ધ્યાનમાં લેવું જોઈએ -
તમારા પાસપોર્ટની માન્યતા આગામી 3 વર્ષમાં સમાપ્ત થવાની છે અથવા તે પહેલાથી જ સમાપ્ત થઈ ગઈ છે.
તમારા હાલના પાસપોર્ટને નોંધપાત્ર નુકસાન થયું છે, અથવા જો ખૂબ જ ખરાબ થઈ ગયો છે.
તમારી હાલની બુકલેટ પરના તમામ પેજ ખતમ થઈ ગયા છે.
તમારે અમુક જરૂરી વિગતો જેમ કે જન્મ તારીખ, નામ, રહેણાંક સરનામું અને અન્યમાં ફેરફારો કરવાની આવશ્યકતા હોય તો.
જો તમે તમારો પાસપોર્ટ ખોવાઈ ગયો હોય, તો ફરીથી જારી કરાવવું જરૂરી છે. આ તમારે કિસ્સામાં પાસપોર્ટ ફરી ઇશ્યુની અરજીની સાથે FIRની નકલ સબમિટ કરવી જરૂરી રહેશે.
જો તમારો હાલનો પાસપોર્ટ ઓછામાં ઓછો 3 વર્ષ પહેલા એક્સપાયર્ડ/સમાપ્ત થઈ ગયો હોય તો તમારે ફરીથી પાસપોર્ટ માટે અરજી કરવી પડશે.
જો તમે ઉપર જણાવેલ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરો છો, તો પાસપોર્ટ ફરી ઇશ્યુની પ્રક્રિયાને સમજવી મહત્વપૂર્ણ છે.
પાસપોર્ટ ફરી ઇશ્યુ કરવા માટે અરજી કેવી રીતે કરવી
જો તમે વિચારી રહ્યા હોવ કે પાસપોર્ટ ફરીથી કેવી રીતે જારી કરવો, તો તેના માટે તમારી પાસે ઓનલાઇન અને ઓફલાઇન બંને વિકલ્પો ઉપલબ્ધ છે. આ બંને પદ્ધતિઓમાં અરજી કરવા માટેના વિગતવાર સ્ટેપ અહિં જણાવાયા છે.
પાસપોર્ટ ફરી ઇશ્યુ માટે ઓનલાઇન કેવી રીતે અરજી કરવી?
પાસપોર્ટ ઓનલાઇન ફરીથી ઈશ્યુ કરવામાં નીચેના પગલાં અનુસરો –
સ્ટેપ 1: પાસપોર્ટ સેવા પોર્ટલ વિઝીટ કરો અને જો તમારી પાસે પહેલેથી એકાઉન્ટ ન હોય તો રજિસ્ટર કરો.
સ્ટેપ 2: એકવાર રજિસ્ટર થયા પછી, સાઇન ઇન કરો અને 'Apply for Fresh Passport/Reissue of Passport' સિલેક્ટ કરો.
સ્ટેપ 3: હવે, વ્યક્તિની તમામ જરૂરી વિગતો સાથે ઓનલાઇન ફોર્મ ભરો અને 'Submit' પર ક્લિક કરો.
સ્ટેપ 4: હવે, તમામ જરૂરી અરજી ફી ચૂકવવા માટે 'Pay and Schedule Appointment’ ક્લિક કરો. ધ્યાનમાં રાખો કે તમે એપોઈન્ટમેન્ટ શેડ્યૂલ કરતા પહેલા માત્ર ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો.
ત્યારબાદ, આ પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે પાસપોર્ટ રીઇશ્યુના તમામ દસ્તાવેજો સાથે પાસપોર્ટ સેવા કેન્દ્ર પર જાઓ.
પાસપોર્ટ ઓફલાઇન ફરી ઇશ્યુ માટે કેવી રીતે અરજી કરવી?
જો તમે આ ઓફલાઇન પદ્ધતિ થકી અરજી કરવા માંગાતા હોવ તો પણ તમારે એકવાર પાસપોર્ટ સેવા વેબસાઇટની વિઝીટ કરવાની જરૂર રહેશે.
આગામી સ્ટેપ નીચે જણાવેલ છે –
સ્ટેપ 1: ‘Forms and Affidavits’ સેક્શન પર નેવિગેટ કરો અને ઈ-ફોર્મ ડાઉનલોડ કરવા માટે “Reissue of Passport” સિલેક્ટ કરો.
સ્ટેપ 2: આ પોર્ટલ પરથી પોલીસ મંજૂરી પ્રમાણપત્ર (PCC) પણ ડાઉનલોડ કરો. ઈ-ફોર્મ સાથે આ પીસીસીની પ્રિન્ટઆઉટ લો.
સ્ટેપ 3: સમગ્ર ફોર્મ વ્યવસ્થિત રીતે ભરો, પાસપોર્ટ ફરી ઇશ્યુ માટે આવશ્યક તમામ દસ્તાવેજો જોડો અને તેને તમારી નજીકની પાસપોર્ટ કચેરીમાં જમા કરાવો.
આ અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પાસપોર્ટ ફરી ઇશ્યુ માટે ઓનલાઇન પેમેન્ટ કરો.
પાસપોર્ટ ફરી ઇશ્યુ માટે કયા દસ્તાવેજો જરૂરી છે?
પાસપોર્ટ ફરી જારી કરવા માટેના ફોર્મની સાથે, તમારે આ પ્રક્રિયા માટે નીચેના દસ્તાવેજો સબમિટ કરવા આવશ્યક છે -
ઉંમરનો પુરાવો
રહેઠાણના સરનામાનો પુરાવો
ઓળખનો પુરાવો
અરજદારના 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ
તમારી હાલની પાસપોર્ટ બુકલેટના પ્રથમ અને છેલ્લા પાનાની પ્રમાણિત ફોટોકોપી
વર્તમાન પાસપોર્ટ બુકલેટ
એપોઈન્ટમેન્ટ અરજીની રસીદ અથવા ઓનલાઇન અરજી પેજનું અંતિમ પાનું. આ પેજને અરજી ફી ચૂકવણી અને એપોઇન્ટમેન્ટ શેડ્યૂલનો પુરાવો માનવામાં આવે છે.
શું પાસપોર્ટ ફરી ઇશ્યુ માટે પોલીસ વેરિફિકેશન જરૂરી છે?
પાસપોર્ટ ફરી જારી કરવાની સફળ અરજી પછી તમારે પોલીસ વેરિફિકેશન પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર પડી શકે છે અથવા ન પણ હોઈ શકે. મોટાભાગે તમારા પાસપોર્ટને ફરી ઇશ્યુના સંજોગો પર આ બાબત આધાર રાખે છે.
દાખલા તરીકે, જો તમે નામ અથવા રહેઠાણનું સરનામું જેવી વ્યક્તિગત વિગતો બદલવા માટે ફરીથી પાસપોર્ટ જારી કરવા માટે અરજી કરી રહ્યાં છો, તો પાસપોર્ટ કચેરીને વેરિફિકેશનની જરૂર છે. આ વેરિફિકેશન પૂરી પાડવામાં આવેલ તમામ નવી વિગતો સચોટ છે કે નહિ તેની ચકાસણી માટે થાય છે.
જો કે, તમે પાસપોર્ટની મુદત પૂરી થયા પછી અથવા બુકલેટ સમાપ્ત થયા પછી અરજી કરો છો, તો પાસપોર્ટ ફરીથી ઈશ્યુ કરવા માટે પોલીસ વેરિફિકેશન જરૂરી રહેશે નહિ. આવા કિસ્સાઓમાં, સત્તાવાળાઓ દસ્તાવેજો ફરી જારી કર્યા બાદ પોલીસ વેરિફિકેશનનો આદેશ આપી શકે છે.
પાસપોર્ટ રીઈશ્યુ ફી કેટલી છે?
નીચે આપેલ કોષ્ટકમાં તમને ભારતમાં પાસપોર્ટ રીઈશ્યુ ફી અંગેની માહિતી મળશે.
કેટેગરી | સામાન્ય ફી | તત્કાલ ફી |
36 પેજ સાથેનો ફરી ઈશ્યુ થયેલ પાસપોર્ટ | ₹1500 | ₹2000 |
60 પેજ સાથેનો ફરી ઈશ્યુ થયેલ પાસપોર્ટ | ₹2000 | ₹2000 |
સગીરો માટે 36 પેજ સાથે ફરીથી જારી કરાયેલ પાસપોર્ટ | ₹1000 | ₹2000 |
જુનો પાસપોર્ટ ક્ષતિગ્રસ્ત, ખોટો અથવા ચોરાઈ જવાના કિસ્સામાં 36 પેજ સાથેનો ફરીથી જારી કરવામાં આવેલ પાસપોર્ટ | ₹3000 | ₹2000 |
જુનો પાસપોર્ટ ક્ષતિગ્રસ્ત, ખોટો અથવા ચોરાઈ જવાના કિસ્સામાં 60 પેજનો ફરીથી જારી કરવામાં આવેલ પાસપોર્ટ | ₹3500 | ₹2000 |
પાસપોર્ટ ફરીથી જારી કરવામાં કેટલા દિવસ થાય છે?
મૂળભૂત પ્રક્રિયામાં, સમગ્ર પ્રક્રિયા શરૂ થવાથી સમાપ્ત થવામાં 15 દિવસ જેટલો સમય લાગી શકે છે. જો કે, તત્કાલ મોડ દ્વારા અરજી કરતી વખતે, તમે આ પ્રક્રિયાને 7-10 દિવસમાં પૂર્ણ કરી શકો છો. પાસપોર્ટ રીઈશ્યુ કરવાનો ચોક્કસ સમય ઘણા પરિબળોને આધારે બદલાઈ શકે છે, જેમ કે પ્રી અને પોસ્ટ પોલીસ વેરિફિકેશનની જરૂરિયાત.
પાસપોર્ટ રીઈશ્યુ સ્ટેટસ કેવી રીતે તપાસવું?
તમે નીચે જણાવેલ પદ્ધતિઓમાંથી એકનો ઉપયોગ કરીને તમારી રીઈશ્યુ અરજીની સ્થિતી ઓનલાઇન ચકાસી શકો છો -
પાસપોર્ટ સેવા વેબસાઈટ દ્વારા
સ્ટેપ 1: પાસપોર્ટ સેવા વેબસાઇટ ની વિઝીટ કરો.
સ્ટેપ 2: 'Track Application Status' બાર પર ક્લિક કરો.
સ્ટેપ 3: નીચેના પેજ પર, એપ્લિકેશનનો પ્રકાર પસંદ કરો, જન્મ તારીખ અને ફાઇલ નંબર દાખલ કરો.
સ્ટેપ 4: તમારી અરજી પર ક્યાં સુધી, કેટલી પ્રક્રિયા થઈ છે તે જોવા માટે 'Track Status' પર ક્લિક કરો.
mPassport Seva Application દ્વારા
તમારા એન્ડ્રોઇડ અથવા આઇઓએસ ફોન પર mPassport Seva Application ડાઉનલોડ કરો અને રજિસ્ટર કરો. સ્થિતી ચકાસવા માટે તમારે તમારી જન્મ તારીખ અને એપ્લિકેશન ફાઈલ નંબર દાખલ કરવાની જરૂર પડશે.
વધુમાં, રીઇશ્યુ સ્ટેટસની ઓફલાઇન માહિતી મેળવવી પણ શક્ય છે. ઓફલાઇન માહિતી મેળવવાની કેટલીક રીતો અહિં વર્ણવી છે -
SMS ટ્રેકિંગ – તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 9704100100 પર SMS મોકલો. એસએમએસમાં 'STATUS FILE NUMBER' લખો.
નેશનલ કોલ સેન્ટર – ઓટોમેટેડ ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ સ્ટેટસ માટે સવારે 8 થી 10 વાગ્યાની વચ્ચે 18002581800 પર કૉલ કરો.
પાસપોર્ટનું રિન્યુઅલ અને રીઇશ્યુ કેવી રીતે અલગ પડે છે?
પાસપોર્ટના રિન્યુઅલ અને રીઇશ્યુ સંદર્ભે ભારતીયોમાં મોટાપાયે મૂંઝવણ છે. મોટે ભાગે, આ બંને શબ્દો એકબીજાના બદલે વાપરવામાં આવે છે. જો કે, બંનેનો અર્થ અને તેમની કાર્યક્ષમતાઓ અલગ છે.
જાણો કેવી રીતે અલગ છે આ બંને શબ્દો –
પાસપોર્ટ રીઇશ્યુ | પાસપોર્ટ રીન્યૂઅલ |
---|---|
પ્રમાણભૂત ભારતીય પાસપોર્ટની સમયમર્યાદા સમાપ્ત થઈ જાય તે પછી તેને રીઇશ્યુ કરવું જરૂરી છે. પ્રથમ વખત જારી કર્યાના 10 વર્ષ પછી પાસપોર્ટ એક્સપાયર થાય છે. | ટૂંકા ગાળાના પાસપોર્ટ ધારકો માટે રિન્યૂઅલ જરૂરી છે. સામાન્ય રીતે, આ વિશિષ્ટ પાસપોર્ટની માન્યતા 5 વર્ષની હોય છે, ત્યારબાદ વ્યક્તિ 10 વર્ષ સુધીના એક્સટેન્શન માટે અરજી કરી શકે છે. |
પાસપોર્ટ ધારકોને રીઇશ્યુ પછી નવી બુકલેટ મળે છે. | રિન્યૂઅલના કિસ્સામાં નાગરિકની વર્તમાન બુકલેટમાં કોઈ ફેરફાર થતો નથી. |
વારંવાર પૂછાતા પ્રશ્નો
શું પાસપોર્ટ ફરીથી જારી કર્યા પછી નંબર બદલાય છે?
પાસપોર્ટ ફરી જારી કરવાથી તમારો અગાઉનો પાસપોર્ટ નંબર બદલાતો નથી. માત્ર માન્યતા લંબાવવામાં આવે છે.
ફરીથી જારી કર્યા પછી તમારી જૂની પાસપોર્ટ બુકલેટનું શું થાય છે?
જો તમારી પાસે જૂની બુકલેટ હોય, તો તમારે તેને રીઇશ્યુ કરતી વખતે સબમિટ કરવાની જરૂર પડશે. જો અગાઉની બુકલેટ ખોવાઈ જાય, તો તમારી નવી બુકલેટ જારી કર્યા પછી તેને રદ અથવા અમાન્ય ગણવામાં આવે છે.
પાસપોર્ટ રીઇશ્યુ માટેની અરજી ફી કેટલી છે?
36 પેજના પાસપોર્ટની રીઈશ્યુ અરજી ફી રૂ. 1500 અને 60 પેજની ફી રૂ. 2000 છે.