ડિજીટ ઇન્સ્યોરન્સ કરાવો

પાસપોર્ટ માટે કેવી રીતે અરજી કરવી: ઓનલાઈન અને ઓફલાઈન પ્રક્રિયાની સમજૂતી

જો તમે તીર્થયાત્રા, કૌટુંબિક મુલાકાત, શિક્ષણ, પર્યટન વગેરે માટે વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યાં હોવ, તો પાસપોર્ટ લઈ જવા માટેની આવશ્યક વસ્તુઓની યાદીમાં પ્રધાન હોવો જોઈએ.

જો કે, પ્રથમ વખત ભારતની બહાર મુસાફરી કરનાર વ્યક્તિઓ વારંવાર પાસપોર્ટ માટે ઑનલાઇન અરજી કરવાની સાચી રીત વિશે મોટેભાગે મુશ્કેલીઓ અનુભવી શકે છે.

જો તમે તમારી જાતને આવી જ કોઈ પરિસ્થિતિમાં અનુભવો છો, તો આ પ્રક્રિયામાં તમને માર્ગદર્શન આપવા માટે અહીં સંપૂર્ણ લેખ છે.

વાંચતા રહો!

પાસપોર્ટ માટે ઓનલાઈન કેવી રીતે અરજી કરવી?

ઓનલાઈન પાસપોર્ટ અરજી માટે અહીં વિગતવાર પગલાંઓ છે -

  • પગલું 1: પાસપોર્ટ સેવાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને તમારી જાતની નોંધણી કરો. તમે તમારા હાલના એકાઉન્ટમાં પણ લોગીન કરી શકો છો.
  • પગલું 2: હવે, "નવા પાસપોર્ટ માટે અરજી કરો/ પાસપોર્ટ પુનઃ જારી" પર ક્લિક કરો. નોંધ લો કે "નવો પાસપોર્ટ" કેટેગરી હેઠળ પાસપોર્ટ માટે ઑનલાઇન અરજી કરવા માટે તમારી પાસે હાલનો ભારતીય પાસપોર્ટ હોવો ન જોઈએ.

  • પગલું 3: ચોક્કસ વિગતો સાથે પાસપોર્ટ ઓનલાઈન અરજી ફોર્મ ધ્યાનપૂર્વક ભરો અને "સબમિટ" પર ક્લિક કરો.
  • પગલું 4: હવે, પાછા હોમ પેજ પર જાઓ અને "સેવ કરેલી/સબમિટ કરેલી અરજીઓ જુઓ" પસંદ કરો.
  • પગલું 5: "સેવ કરેલી/ સબમિટ કરેલી અરજીઓ જુઓ" માંથી "ચુકવણી કરો અને અપોઈન્ટમેન્ટ શેડ્યૂલ કરો" પર ક્લિક કરો.
  • પગલું 6: તમે તમારી પસંદગીના પાસપોર્ટ સેવા કેન્દ્રમાં એપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો. પછી, ઓનલાઈન અથવા ઓફલાઈન ચુકવણી કરવા માટે પસંદ કરો અને આગળ વધો.

આ પ્રક્રિયા પૂરી કર્યા પછી, તમે 'પ્રિન્ટ અરજી રસીદ' પર ક્લિક કરીને તમારા અરજી સંદર્ભ નંબર સાથે અરજી રસીદની નકલ ડાઉનલોડ કરી શકો છો.

તમને એપોઈન્ટમેન્ટની વિગતો સાથેનો એક એસએમએસ પ્રાપ્ત થશે. આ નિશ્ચિત તારીખે પાસપોર્ટ સેવા કેન્દ્રની તમારી મુલાકાત વખતે તમારી એપોઇન્ટમેન્ટના પુરાવા તરીકે કામ આપશે.

તમારી યોગ્યતાના પુરાવા તરીકે તમારી મુલાકાત વખતે તમામ મૂળ દસ્તાવેજો સાથે રાખવાની ખાતરી કરો.

પાસપોર્ટ અરજી માટે જરૂરી દસ્તાવેજો

કોઈ મુશ્કેલી વગર એક નવા પાસપોર્ટની અરજી કરવા માટે વ્યક્તિઓએ નીચેના દસ્તાવેજો આપવા જ જોઈએ.

  • હાલના સરનામાનું પ્રૂફ/સાબિતી, જે નીચેમાંથી કોઈ પણ હોઈ શકે -

• કોઈ પણ વપરાશના બીલો 

• આયકર આકારણી ઓર્ડર, ચૂંટણી પંચ ફોટો આઈડી

• આધાર કાર્ડ, ભાડા કરાર.

• સગીરના કિસ્સામાં, માતા પિતાની પાસપોર્ટ કોપી (પહેલું અને છેલ્લું પાનું)

  • જન્મતારીખની સાબિતી જે નીચેમાંથી કોઈ પણ હોઈ શકે -

• જન્મ અને મૃત્યુની નોંધણી કરનાર/રજિસ્ટ્રાર અથવા મ્યુનિસીપલ કોર્પોરેરશન અથવા બીજા નિયત સત્તાધિકારી દ્વારા જારી કરાયેલું જન્મનું પ્રમાણપત્ર. 

• આધાર કાર્ડ

• મતદાર આઈડી કાર્ડ

• આયકર વિભાગ દ્વારા જારી કરાયેલું પાન કાર્ડ

 

કોઈ પણ "નોન-ઈસીઆર (પહેલાનું ઈસીએનઆર)" કેટેગરી માટેની દસ્તાવેજી સાબિતી.

પાસપોર્ટ અરજીની ફી

નીચેનું કોષ્ટક પાસપોર્ટની ઓનલાઇન કે ઓફલાઈન અરજી કરવા માટે જરૂરી ફી દર્શાવે છે - 

સેવાઓ અરજી ફી તત્કાલ અરજી ફી
વિઝા પાનાના ઘસારાના કારણે નવા પાસપોર્ટ/પુનઃ ઈશ્યુ કરાયેલા પાસપોર્ટની 10 વર્ષની માન્યતા સાથેની વધારાની પુસ્તિકા (36 પેેજ). ₹ 1,500 ₹ 2,000
વિઝા પેજના ઘસારાના કારણે નવા પાસપોર્ટ/પુનઃ ઈશ્યુ કરાયેલા પાસપોર્ટ જોડે 10 વર્ષની માન્યતા સાથેની વધારાની પુસ્તિકા (60 પેજ). ₹ 2,000 ₹ 2,000
સગીર માટે (18 વર્ષ નીચેની ઉંમરના), 5 વર્ષની માન્યતા સાથેના અથવા સગીર 18 વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યા સુધી, જે વહેલું હોય તે (36 પેજ), નવો પાસપોર્ટ/પુનઃ ઈસ્યુ કરાયેલો પાસપોર્ટ ₹ 1,000 ₹ 2,000
ખોવાઈ ગયેલા, નુકસાન પામેલા કે ચોરાયેલા પાસપોર્ટની ફેરબદલી માટેનો પાસપોર્ટ (36 પેજ) ₹ 3,000 ₹ 2,000
ખોવાઈ ગયેલા, નુકસાન પામેલા કે ચોરાયેલા પાસપોર્ટની ફેરબદલી માટેનો પાસપોર્ટ (60 પેજ) ₹ 3,500 ₹ 2,000
પોલીસ મંજૂરી પ્રમાણપત્ર (પીસીસી) ₹ 500 શૂન્ય 
ઈસીઆર/ વ્યક્તિગત વિગતોમાં ફેરફાર (10 વર્ષની માન્યતા) ને દૂર કરવા માટે પાસપોર્ટની ફેરબદલી (36 પેજ) ₹ 1,500 ₹ 2,000
ઈસીઆર/ વ્યક્તિગત વિગતોમાં ફેરફાર (10 વર્ષની માન્યતા) ને દૂર કરવા માટે પાસપોર્ટની ફેરબદલી (60 પેજ) ₹ 2,000 ₹ 2,000
સગીરો માટે ઈસીઆર/ વ્યક્તિગત વિગતોમાં ફેરફાર (18 વર્ષ નીચેની ઉમર) ને દૂર કરવા માટે પાસપોર્ટની ફેરબદલી (36 પૃષ્ઠો), જેની 5 વર્ષની માન્યતા છે અથવા સગીર 18 વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી, જે વહેલું હોય તે. ₹ 1,000 ₹ 2,000

પાસપોર્ટ અરજીની પ્રક્રિયાનો સમય

પાસપોર્ટ અરજી ફોર્મ ભરતી વખતે અરજદારે જણાવેલા સરનામાં પર ભારતીય ડાકની સ્પીડ પોસ્ટ દ્વારા પાસપોર્ટ રવાના થાય છે.

સામાન્ય પાસપોર્ટ અરજદારો માટેનો પ્રક્રિયા સમય 30 થી 45 દિવસોછે. જો કે, તત્કાલ રીત હેઠળ અરજી કરેલા પાસપોર્ટનો અરજીનો સમય 7 થી 14 દિવસ છે.

તમે ભારતીય ડાકના સ્પીડ પોસ્ટ પોર્ટલ પર ઉપલબ્ધ ટ્રેકિંગ યુટીલીટી ફીચર ઉપર જઈને ડીલીવરીની સ્થિતિ ટ્રેક કરી શકો છો.

પાસપોર્ટ અરજી માટે યોગ્યતાની જરૂરિયાતો

એક સફળ પાસપોર્ટ અરજીની પ્રક્રિયાનો આનંદ લેવા માટે વ્યક્તિઓએ નીચે જણાવેલ યોગ્યતાના પરિમાણો પૂરા કરવા જોઈએ -

  • ભારતીય નાગરિકો કે જે 18 વર્ષ કે તેથી ઉપરની ઉંમરના છે તેઓ એક પાસપોર્ટ માટે અરજી કરી શકે.
  • 18 વર્ષથી નીચેના બાળકો 5 વર્ષ માટે કે તેઓ 18ના થાય ત્યાં સુધી માટે એક માન્ય પાસપોર્ટ માટે અરજી કરી શકે છે.
  • 15 અને 18 વર્ષ વચ્ચેની ઉંમરના બાળકો 10 વર્ષ માટેનો એક માન્ય પાસપોર્ટ મેળવી શકે છે. માતાપિતા પણ બાળકો માટે એક એવા પાસપોર્ટનો વિકલ્પ લઈ શકે, જે તેમના 18 વર્ષના થવા સુધી માન્ય છે.

પાસપોર્ટની માન્યતા અને સમાપ્તિ

જો તમને એમ થતું હોય કે તમારો નવો પાસપોર્ટ ક્યાં સુધી માન્ય છે, તો અહીં એક ટૂંકી માહિતી છે

  • એક સામાન્ય પાસપોર્ટમાં 36/60 પેજ હોય છે અને તે ઈશ્યુ કરવાની તારીખથી લઈ 10 વર્ષ માટે માન્ય હોય છે.
  • 18 વર્ષથી નીચેના નાગરિકો માટે પાસપોર્ટની માન્યતા 5 વર્ષની હોય છે.
  • 15-18 વર્ષના સગીરો એક 10 વર્ષના માન્ય પાસપોર્ટનો વિકલ્પ લઈ શકે છે. તે ઉપરાંત, તમે એક એવા પાસપોર્ટ માટે વિચારી શકો જે તેમના 18 વર્ષના થાવ ત્યાં સુધી માન્ય હોય.

કેમકે હવે તમે ઓનલાઈન પાસોપોર્ટની અરજી માટેની જુદી જુદી જરૂરિયાતોથી વાકેફ છો, તમે અમારી જણાવેલી અરજીની પ્રક્રિયા માટે આગળ વધી શકો છો.

નોંધ લો કે તમને તમારો પાસપોર્ટ તાત્કાલિક જોવતો હોય તો, તમે તેના કારણો જણાવતી અરજી નજીકના આરપીઓને સબમિટ કરી શકો છો. ત્યાર બાદ તમારી વિનંતીને આધારે, રિજિયોનલ ઓફિસ તેનો ડિલિવરી સમય નક્કી કરશે.

પાસપોર્ટ માટે અરજી કરી રીતે કરવી તે વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

શું ચુકવણી કર્યા પછી હું પાસપોર્ટ અરજી માટેની એપોઇન્ટમેન્ટ ફરી શેડ્યુલ કરી શકું?

હા, શરૂઆતની એપોઇન્ટમેન્ટના એક વર્ષમાં તમે તમારી એપોઇન્ટમેન્ટ બે વખત મુલતવી કરી શકો છો.

 

પાસપોર્ટ અરજી માટે ચુકવણીના ક્યા ઓનલાઈન મોડ ઉપલબ્ધ છે?

એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરવા માટે ઓનલાઈન ચુકવણીના ઉપલબ્ધ મોડ નીચે મુજબ છે-

  • એસબીઆઈ વોલેટ 
  • એસબીઆઈ બેન્ક ચલન
  • ક્રેડિટ/ડેબિટ કાર્ડ (વિઝા અને માસ્ટરકાર્ડ)
  • ઇન્ટરનેટ બેન્કિંગ (એસબીઆઈ અને અન્ય બેંકો)

તત્કાલ પાસપોર્ટનો ટર્નએરાઉન્ડ સમય શું છે?

પોલીસ વેરિફિકેશનની રાહ જોયા વગર, તમારી અરજી ફોર્મના સફળ સબમીશન પછીના ત્રીજા દિવસે "ગ્રાન્ટેડ" ના આખરી સ્ટેટસ સાથે તમારો પાસપોર્ટ મોકલી અપાશે.