ડિજિટ ઇન્સ્યોરન્સ પર પધારો

મોટર ઇન્સ્યોરન્સના પ્રકાર

મોટર ઇન્સ્યોરન્સ શું છે?

મોટર ઇન્સ્યોરન્સ એ અન્ય કોઈપણ ઇન્સ્યોરન્સ પૉલિસીની જેમ જ છે, પરંતુ અન્ય ઇન્સ્યોરન્સથી વિપરીત, તે 'ફરજિયાત' છે! અને, તેનું નામ સૂચવે છે તેમ, તે એક એવો ઇન્સ્યોરન્સ છે જે તમામ પ્રકારના મોટર વાહનો-મોટરસાયકલ, કાર, જીપ, કોમર્શિયલ વાહનો વગેરે સાથે સંબંધિત છે.

તમારી સલામતી અને અન્ય લોકોની સલામતી માટે સરકાર દ્વારા મોટર ઇન્સ્યોરન્સને ફરજિયાત બનાવવામાં આવ્યો છે. અને તમને કોઈપણ દુર્ઘટનાના કિસ્સામાં જે લાભો આપે છે તેની સરખામણીમાં તમે જે વાર્ષિક પ્રીમિયમ ચૂકવો છો તે માત્ર એક નજીવી રકમ છે.

અહીં એક બીજી એવી ગેરસમજ છે જે ઘણા લોકો ધરાવે છે, કે મોટર ઇન્સ્યોરન્સ માત્ર મોટર વાહનને આવરી લે છે. ફરીથી ખોટું!

તો સૌ પ્રથમ, ચાલો આપણે મોટર ઈન્સ્યોરન્સ પોલિસીના પ્રકારોથી શરૂઆત કરીએ અને મોટાભાગે તેઓ શું આવરી લે છે તે જોઈએ! મોટર ઇન્સ્યોરન્સને 2 બાબતોના આધાર પર વર્ગીકૃત કરી શકાય છે

  • તમે જેના માટે ઇન્સ્યોરન્સ લઈ રહ્યાં છો એ વાહનનો પ્રકાર
  • તમે તમારા વાહનને જેટલી રકમ માટે કવર કરવા માંગતા હો તે રકમ

તેથી, માલિકીના વાહનના પ્રકારના આધારે ભારતમાં વિવિધ પ્રકારના ક્યા વ્હીકલ ઇન્સ્યોરન્સ ઉપલબ્ધ છે?

ભારતમાં મોટર ઇન્સ્યોરન્સના પ્રકાર

ખાનગી કાર માટેની ઇન્સ્યોરન્સ પૉલિસી

આ એવો મોટર ઇન્સ્યોરન્સ છે જેને કોઈપણ વ્યક્તિની માલિકીની કોઈપણ ખાનગી કાર માટે લેવાનું ભારત સરકાર દ્વારા ફરજીયાત બનાવવામાં આવેલું છે. તે વાહનને અકસ્માતો, આગ, કુદરતી આફતો, અને અન્ય ઘટનાઓ સામે કવર પૂરૂં પાડે છે અને તે માલિકને થતી કોઈપણ ઈજા સામે પણ કવર પૂરૂં પાડે છે. તે કોઈપણ થર્ડ પાર્ટીને થતાં કોઈપણ નુકસાન અને ઈજાઓ સામે પણ કવર પૂરૂં પાડે છે. કાર ઇન્સ્યોરન્સ મેળવો

ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસી

આ ઇન્સ્યોરન્સ પૉલિસી સ્કૂટર અથવા બાઇક જેવા ટૂ-વ્હીલર્સને કવર કરે છે અને તે લેવાનું ભારત સરકાર દ્વારા ફરજિયાત બનાવાયું છે. ટૂ-વ્હીલરને થતાં અકસ્માતો, આપત્તિઓ, આગ, ચોરી, વગેરે તેમજ થર્ડ-પાર્ટીને થતાં નુકસાન અને ઇજાઓ સામે કવર પૂરૂં પાડવામાં આવે છે. તે માલિક સવાર માટે ફરજિયાત વ્યક્તિગત અકસ્માતનું કવર પણ આપે છે અને તે મુસાફરો માટે પણ લઈ શકાય છે. બાઇક ઇન્સ્યોરન્સ મેળવો

કોમર્શિયલ વ્હીકલ ઇન્સ્યોરન્સ

આ ઇન્સ્યોરન્સ એવા બધાં જ વાહનોને કવર કરે છે જેનો વ્યક્તિગત રીતે ઉપયોગ કરવામાં આવતો નથી. આ પ્રકારનો ઇન્સ્યોરન્સ એવા બધાં જ વાહનોને કવર પૂરૂં પાડે છે જેનો વ્યક્તિગત હેતુ માટે ઉપયોગ કરવામાં આવતો નથી. ટ્રક, બસ, ભારે કોમર્શિયલ વાહનો, હળવા કોમર્શિયલ વાહનો, બહુવિધ-ઉપયોગી વાહનો, ખેતી માટેના વાહનો, ટેક્ષી/કેબ, એમ્બ્યુલન્સ, ઑટો-રિક્ષા વગેરે એવા કેટલાંક વાહનો છે જેને આ ઇન્સ્યોરન્સ હેઠળ કવર પૂરૂં પાડવામાં આવે છે.  કોમર્શિયલ વ્હીકલ ઇન્સ્યોરન્સ મેળવો

ભારતમાં મોટર ઇન્સ્યોરન્સ પૉલિસીના પ્રકાર

થર્ડ પાર્ટી સર્વાગ્રહી

અકસ્માતમાં પોતાના ટૂ-વ્હીલરને નુકસાન થવું

×

આગના કિસ્સામાં ટૂ-વ્હીલરને થયેલું નુકસાન

×

પ્રાકૃતિક આપદાને લઈને થયેલું ટૂ-વ્હીલરને નુકસાન

×

ત્રીજા પક્ષના વાહનને નુકસાન

×

ત્રીજા પક્ષની સંપત્તિને નુકસાન

×

વ્યક્તિગત અકસ્માત કવચ

×

ત્રીજા પક્ષની વ્યક્તિને ઈજા/મૃત્યુ

×

બાઇક કે સ્કૂટરની ચોરી

×

આઈડીવીને કસ્ટમાઇઝ કરવું

×

કસ્ટમાઇઝ એડ-ઓનની સાથે અતિરિક્ત સુરક્ષા

×
Get Quote Get Quote

કોમ્પ્રિહેન્સીવ મોટર ઇન્સ્યોરન્સ પૉલિસી સાથેના એડ-ઑન

નીચે સૂચિબદ્ધ કેટલાક એવા 'એડ ઑન' કવર છે જે મૂળભૂત મોટર ઇન્સ્યોરન્સ પૉલિસીની કિંમત કરતાં સહેજ વધુ પ્રીમિયમની ચુકવણી કરીને મેળવી શકાય છે.

ઝિરો ડેપ્રિસિએશન

ઉંમર તેની ખામીઓ સાથે આવે છે. આ તમારા વાહનને પણ લાગુ પડે છે. તે જેટલું જૂનું થાય છે, તેટલું તમારી કાર અથવા બાઇકનું મૂલ્ય ઘટતું જાય છે અથવા તેમાં 'ઘટાડો' થાય છે. પરંતુ, ગભરાવાની જરૂર નથી, ઝીરો ડેપ્રિસિયેશન એડ-ઑન એ સુનિશ્ચિત કરે છે કે તમારા વાહનનું મૂલ્ય તમે જે દિવસે ખરીદ્યું તેટલું જ મૂલ્યવાન રહેશે. છેવટે, ઇન્સ્યોરર અંતિમ સેટલમેન્ટ દરમિયાન ડેપ્રિસિએશન ધ્યાનમાં લેશે નહીં!

એન્જીન પ્રોટેક્શન કવર

એન્જિન અને ગિયરબોક્સ પ્રોટેક્શન કવર એ એવું 'એડ ઑન' છે જે વાહનના એન્જિનને થતા નુકસાન માટે નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે. એન્જીનમાં પાણી દાખલ થવાથી માંડીને લુબ્રિકેટિંગ ઓઈલના લીકેજ સુધીના કોઈપણ નુકસાનને પોલિસી હેઠળ કવર આપવામાં આવે છે.

રોડસાઇડ આસિસ્ટન્સ

મધ્યરાત્રિના સમયે તમે એકલાં ડાકુથી પ્રભાવિત રસ્તા પર તમારા વ્હીલનો સમૂહ તૂટી જવાની તમે કેવી રીતે કલ્પના કરો છો? ડરશો નહીં, બચાવ માટે રોડ સાઇડ આસિસ્ટન્સ હાજર છે. તમારે ફક્ત તેમને એક કૉલ કરવાની જરૂર છે અને તેઓ સ્થળ પર આવશે અને તમારું વાહન રિપેર કરશે. જો શક્ય ન હોય તો, તેઓ તેને નજીકના સર્વિસ સ્ટેશન પર લઈ જશે. ઓછામાં ઓછું તમે ડાકૂ-મુક્ત હશો!  

કન્ઝ્યુમેબલ કવર

આજકાલ, મોટર ઇન્સ્યોરન્સ કંપનીઓ તમારા વ્હીકલમાં નવું ઑઇલ ભરવાથી શરૂ કરીને તમારા એન્જીન કવર પર ગૂમ થયેલાં નટને ફિક્સ કરવા સુધીની સેવાઓના ખર્ચને કવર કરવા માટે એક કન્ઝ્યુમેબલ કવર એડ-ઑન પ્રદાન કરે છે.

રિટર્ન ટૂ ઇનવૉઇસ કવર

ચોરી થાય અથવા જેની મરમ્મત ના થઈ શકે તેવી રીતે નુકસાન પહોંચે તો તેવા કિસ્સામાં, રિટર્ન ટૂ ઇનવૉઇસ એડ-ઑન તમને તમારી કાર/બાઇકના ઇનવૉઇસમાં દર્શાવેલ મૂલ્યની સંપૂર્ણ રકમ પાછી મેળવવાનો લાભ આપે છે, જેમાં એક નવા વાહનના રજીસ્ટ્રેશનનો ખર્ચ અને તેના રોડ ટેક્સનો પણ સમાવેશ થાય છે.

ટાયર પ્રોટેક્ટ કવર

જો એક અકસ્માત દરમિયાન ટાયરનું ડેમેજ થયું હોય તો એ કિસ્સા સિવાય સામાન્ય રીતે, ટાયરને થતાં નુકસાનનો સ્ટાન્ડર્ડ ઇન્સ્યોરન્સમાં સમાવેશ કરવામાં આવતો નથી. આથી જ આ ટાયર પ્રોટેક્ટ એડ-ઑન તમને ટાયર ફાટી જવા, ફૂલાઇ જવા અથવા કપાઇ જવા કે સંભવિત બીજી કોઈપણ સ્થિતિમાં તમારી કારના ટાયરને થયેલાં નુકસાનને કવર કરવાનો અને સુરક્ષા પૂરી પાડવાનો લાભ આપે છે.

તેથી, તમે વિચારી રહ્યા હશો કે કોઈ વ્યક્તિ આવો ઇન્સ્યોરન્સ શા માટે લેશે જેનાથી તેઓને વ્યક્તિગત રીતે કંઈપણ લાભ મેળવવાના નથી. ખરું ને?

ઠીક છે, જો તમે તમારા વાહનનો ઉપયોગ ફક્ત પ્રસંગોપાત જ કરો છો અને તમારી રોજિંદી સફર માટે નહીં, તો એવા કિસ્સામાં માત્ર થર્ડ પાર્ટી વીમો લેવાનું અર્થ-સભર બને છે, તેથી કોઈ દુર્ઘટના થવાની સંભાવના ઓછી રહેશે.

ઉપરાંત, જો તમે તમારી કાર બે-ત્રણ દિવસ કે મહિનામાં વેચવાનું આયોજન કરી રહ્યાં હોવ, તો આખા વર્ષ માટે કોમ્પ્રિહેન્સીવ ઇન્સ્યોરન્સ માટે આટલું ઊંચું પ્રીમિયમ ચૂકવવાનો કોઈ અર્થ નથી!

નોંધવા જેવો બીજો મુદ્દો એ છે કે કોમ્પ્રિહેન્સીવ ઇન્સ્યોરન્સની માંગણી કરતું ભારે પ્રીમિયમ આખરે મર્યાદિત બજેટ સાથે ખરીદનાર પર તેની અસર કરે છે! આ જ કારણ છે કે તેઓ માત્ર થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ સાથે જવાનું પસંદ કરે છે.

આટલું કહી દીધાં બાદ, અમે હજુ પણ થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ કરતાં કોમ્પ્રિહેન્સીવ ઇન્સ્યોરન્સની ભલામણ કરીએ છીએ, કારણ કે તેનાથી મળતાં લાભો તમે જે થોડું વધારે પ્રીમિયમ ચૂકવો છો તેનાં મૂલ્યને સાર્થક કરે છે.

આખરે જ્યારે તમારો મોટર ઇન્સ્યોરન્સ પસંદ કરવાની વાત આવે ત્યારે એ કહેવત સાચી પડે છે- “એક પૈસો બચાવવાના ડાહપણમાં સો રૂપિયા ગૂમાવવાની મૂર્ખામી😊!”