એક્સપાયરી પહેલાં તમારી કાર અને બાઇક ઈન્સ્યોરન્સ રિન્યૂ કરો, પછી ભલે તમે ક્વોરેન્ટાઇન થયા હોવો
વર્તમાન કોવિડ-19 મહામારીને કારણે ઘણા લોકો ઘરે જ રહેતા હોવાથી, વાહનો ઘણીવાર ઘરે-ઓફિસે જ નિષ્ક્રિય પડ્યાં હોય છે અને દરરોજ વધુને વધુ ધૂળ ખાતા થાય છે.
આ પરિસ્થિતિમાં તમે વિચારતા હોવો છો કે વાહનનો ઉપયોગ થતો નથી અને તેને નુકસાન નહિ થાય તો હવે મોટર ઈન્સ્યોરન્સને રિન્યૂ કરવાનો કોઈ અર્થ નથી.
પરંતુ તમે ખોટા હોઈ શકો છો. કાર અને બાઈક માત્ર ગેરેજમાં પાર્ક કરેલી હોય તો પણ અન્ય ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, તેથી જ તે જરૂરી છે કે તમે તમારી કાર અને બાઇકનો ઈન્સ્યોરન્સ સમાપ્ત થાય તે પહેલાં રિન્યૂ કરો.
વધુ જાણો :
લોકડાઉન દરમિયાન તમારા વાહનને શું નુકસાન થઈ શકે છે?
લોકડાઉન દરમિયાન તમારી કાર અથવા બાઇક નિષ્ક્રિય હોય તો પણ તેને અસર કરી શકે તેવી ઘણી બાબતો છે. અને સારા સમાચાર એ છે કે આમાંથી મોટા ભાગની તમારી મોટર ઈન્સ્યોરન્સ પોલિસી દ્વારા આવરી લેવામાં આવે છે.
જોકે જો તમે તમારી પોલિસીને સમયસર રિન્યૂ કરવાનું યાદ રાખો તો જ તમારા ઈન્શ્યોર્ર કપરી સ્થિતિમાં મદદ પૂરી પાડી શકે છે.
જો તમે રિન્યૂ નહિ કરો તો શું થશે ? જવાબ નીચે જણાવ્યાં છે
ચોરી
એક દિવસ સવારે તમે જાગો અને તમારી મનગમતી કાર અથવા બાઇક આગલી રાતે જ્યાં મુકીને સૂઈ ગયા હતા ત્યાં ન હોય તો ? ભારતમાં વાહનોની ચોરી અસામાન્ય વાત નથી.
તોડફોડ
આ સિવાય તેમાં કોઈ ચોક્કસ હેતુસર અથવાઅ ભૂલથી તોડફોડ અથવા નુકસાન થઈ શકે છે. ઉદાહરણ તરીકે નજીકમાં બોલ સાથે રમતા બાળકો દ્વારા થતું નુકશાન. આવા નુકસાનનું રિપેરિંગ કામ ખૂબ ખર્ચાળ હોઈ શકે છે
કુદરતી આપત્તિઓ
એવા પ્રદેશોમાં જ્યાં ભૂસ્ખલન, ધરતીકંપ અને પૂર જેવી કુદરતી આફતો સામાન્ય છે ત્યાં વાહનને ગંભીર નુકસાન પહોંચવાની આશંકા સૌથી વધુ છે.
પરંતુ જો તમે આવા વિસ્તારમાં ન રહેતા હોવ તો પણ, ઝાડની ડાળી જેવી નાની વસ્તુ તમારા વાહનને અથડાઈ શકે છે અને નુકસાન પહોંચાડી શકે છે.
તમારે એક્સપાયરી પહેલા કાર અને બાઇકનો ઈન્સ્યોરન્સ શા માટે રિન્યૂ કરાવવો જોઈએ?
જેમ કે અમે કહ્યું કે જો તમે સમયસર તમારો ઈન્સ્યોરન્સ રિન્યુ નહીં કરો, તો તમારો ઈન્સ્યોરન્સ પ્રોવાઈડર તમારા ક્લેઈમને મંજૂર જ નહિ કરે અને નુકસાન થાય તો તમામ રિપેરિંગ ખર્ચ માટે જાતે જ ચૂકવણી કરવી પડશે.
આ સિવાયના અન્ય કારણો નીચે મુજબ છે
નો ક્લેઈમ રિજેક્શન
ઈન્સ્યોરન્સ કંપની સૌપ્રથમ તમારી કાર અને બાઇક ઈન્સ્યોરન્સ પોલિસીના કાર્યકાળ એટલેકે ટેન્યોરની સમીક્ષા કરશે. જો તમે તેની સમયસીમા સમાપ્ત થયા પછી ક્લેઈમ કરો છો, તો તેને તપાસ વિના જ નકારવામાં આવશે.
નો ક્લેઈમ બોનસ સાઈકલ
મોટર ઈન્સ્યોરન્સ કંપનીઓ સામાન્ય રીતે તમે કોઈ ક્લેઈમ ન કર્યા હોવા તેવા વર્ષો માટે બોનસ ઓફર કરે છે પરંતુ તેનો લાભ લેવા માટે તમારે તમારી પોલિસીને સમયસર રિન્યુ કરવાનું ચાલુ રાખવું પડશે. નહિંતર તમે તમારા NCB ગુમાવશો અને પોલિસી પણ બંધ થશે !
ઈન્સપેક્શનની જરૂર નથી
જ્યારે તમે તમારી મોટર ઈન્સ્યોરન્સ પોલિસી સમયસર રિન્યૂ કરો છો ત્યારે તે સામાન્ય પ્રોસેસ સાથે ગણતરીની મિનિટોમાં થઈ શકે છે પરંતુ જો તમે પોલિસી એક્સપાયર થયા પછી રિન્યૂ કરો છો તો ઈન્સ્યોરન્સ કંપનીઓ સ્થળ પર આવીને વાહનના અગાઉના ડેમેજની ચકાસણી કરી શકે છે અને સંભવિત તમારી નાણાકીય જવાબદારીઓ વધી શકે છે.
પ્રીમિયમમાં કોઈ વધારો નહિ
તમારી પોલિસીને સમયસર રિન્યુ ન કરવાનો અર્થ એ છે કે તમારે નવી મોટર ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદવી પફશે, જે હાલના રિન્યુ કરતાં વધુ ખર્ચાળ હોઈ શકે છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો
ડિજીટ સાથે મોટર ઈન્સ્યોરન્સ કેવી રીતે રિન્યૂ કરવો?
અમારી ઝડપી અને સરળ સ્માર્ટફોન-એનેબલ્ડ પ્રોસેસ વડે ડિજીટ સાથે હાલના કાર ઈન્સ્યોરન્સને રિન્યુ કરી શકાય છે.
ફક્ત "રિન્યૂ ડિજિટ પોલિસી-Renew Digit Policy" બટન પર ક્લિક કરો અથવા ચાલુ રાખવા માટે તમારો કાર નંબર દાખલ કરો. પછી તમારે વન-ટાઇમ પાસવર્ડ દ્વારા લોગ-ઈન કરવાનું અને એક સરળ પ્રક્રિયા ને ફોલો કરવાની રહેશે.
તમારા વ્હિકલ ઈન્સ્યોરન્સના રિન્યૂઅલ માટે ડિજિટ જ કેમ શ્રેષ્ઠ વિકલ્પ ?
તમારી જૂની કાર ઈન્સ્યોરન્સ પોલિસી અમારી પાસે હતી કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી. કાર ઈન્સ્યોરન્સ રિન્યૂઅલ માટે ડિજિટ પસંદ કરવાનું કારણ આ રિન્યૂ પ્રોસેસ સરળ અને ઝંઝટ-મુક્ત છે અને ઓનલાઇન ગણતરીની મિનિટોમાં થઈ શકે છે.
હું કેવી રીતે ખાતરી કરી શકું કે લોકડાઉન સમાપ્ત થયા પછી મારી કાર અથવા બાઇકમાં કોઈ સમસ્યા નથી?
તમે નિયમિતપણે ગાડી ચાલુ કરીને, એન્જિન ગરમ કરીને તમારી કાર અથવા બાઇક કાર્યક્ષમ સ્થિતિમાં રહે તેની ખાતરી કરી શકો છો. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર આવું કરવાથી બેટરી ખતમ થવાથી બચી શકે છે.
જો કોરોનાવાયરસ લોકડાઉન દરમિયાન મારી કારનો ઈન્સ્યોરન્સ પુરો થઈ જાય તો મારે શું કરવું જોઈએ?
જો તમારી કાર અથવા બાઇક ઈન્સ્યોરન્સ પોલિસી કોરોનાવાયરસ લોકડાઉન દરમિયાન પુરો થઈ જાય, તો તરત જ તમારી કાર ઈન્સ્યોરન્સ કંપનીનો સંપર્ક કરો અને રિન્યૂઅલ પ્રોસેસ પૂર્ણ કરો. પોલિસીને ઓનલાઈન રિન્યુ કરવીએ એક શ્રેષ્ઠ પદ્ધતિ છે કારણ કે તે કોઈ સંપર્ક વગરની પ્રક્રિયા છે.