પર્સનલ ઍક્સીડન્ટ કવર
મોટર ઈન્શ્યોરન્સમાં PA કવર શું છે?
અકસ્માતો એવી ઘટનાઓ છે જે ગંભીર નુકસાન અને શારીરિક ઇજાઓ પહોંચાડે છે, જેના લીધે વ્યક્તિ મરી પણ શકે છે. કોણ આવી ઘટનાઓનો શિકાર બનવા માંગશે, જે માત્ર નાણાકીય જ નહીં પરંતુ ભાવનાત્મક રીતે પણ નુકસાન પહોંચાડતી હોય છે.
મોટર ઈન્શ્યોરન્સ હોય કે પર્સનલ ઍક્સીડન્ટ કવર હોય, એક ઈન્શ્યોરન્સ પૉલિસી વ્યક્તિને નાણાકીય તેમજ અન્ય વ્યક્તિગત નુકસાનથી બચાવે છે. મોટર ઈન્શ્યોરન્સમાં પર્સનલ ઍક્સીડન્ટ પૉલિસી કવર એ માલિક-ડ્રાઈવરના લાભ માટે છે. મોટર પૉલિસી હેઠળ, વાહનના માલિક માટે આ કવર લેવો ફરજીયાત છે, પછી તે કોમ્પ્રીહેન્સિવ પેકેજ પસંદ કરે કે થર્ડ-પાર્ટી લાયબલિટી પૉલિસી.
મોટર ઈન્શ્યોરન્સ હેઠળ, ફરજિયાત PA પૉલિસી વાહનના માલિકના નામે જારી કરવામાં આવે છે. માન્ય ડ્રાઇવિંગ લાઈસન્સ ધરાવનાર વ્યક્તિ જ આ કવર મેળવી શકે છે. જો તમારી પાસે PA કવર ન હોય, તો તમે કાર ઈન્શ્યોરન્સ અથવા ટુ-વ્હીલર ઈન્શ્યોરન્સ ખરીદતી વખતે તેને લઈ શકો છો.
પર્સનલ ઍક્સીડન્ટ કવરમાં શું કવર કરવામાં આવે છે?
મોટર ઈન્શ્યોરન્સ પૉલિસી હેઠળ, શારીરિક ઇજાઓ, મૃત્યુ અથવા અકસ્માતના કારણે થયેલ કાયમી અપંગતાની સ્થિતિમાં PA કવર વળતર ચૂકવશે. કવરેજની મર્યાદા IRDA દ્વારા 15 લાખ રૂ નક્કી કરવામાં આવી છે. વિવિધ સંજોગોમાં ચૂકવવામાં આવનાર વળતરની ટકાવારી નીચે મુજબ છે:
આકસ્મિક મૃત્યુ માટે - માર્ગ અકસ્માતના કારણે અચાનક થયેલ મૃત્યુની સ્થિતિમાં ઈન્શ્યોરન્સ કંપની નોમિનીને ઈન્શ્યોરન્સની સંપૂર્ણ રકમ ચૂકવશે.
કાયમી સંપૂર્ણ અપંગતા માટે - કાયમી સંપૂર્ણ અપંગતાની સ્થિતિમાં, વળતર નીચે મુજબ હશે:
કવરેજ | વળતરની %વારી |
---|---|
મૃત્યુ | 100% |
2 અંગ કે 2 આંખો અથવા 1 અંગ કે 1 આંખ ગુમાવવી | 100% |
1 અંગ અથવા 1 આંખની દૃષ્ટિ ગુમાવવી | 50% |
કાયમી સંપૂર્ણ અપંગતા | 100% |
પર્સનલ ઍક્સીડન્ટ કવર શા માટે જરૂરી છે?
જ્યારે મનુષ્ય કોઈ જોખમ અનુભવે છે, ત્યારે તેમાંથી બહાર નીકળવા માટે તે હંમેશા કોઈ પ્લાન તૈયાર કરી લે છે. વધુ પડતા ટ્રાફિક અને ઝડપથી ચાલતા વાહનો વચ્ચે રસ્તા પર વાહન ચલાવવું, એ ડ્રાઇવિંગને તણાવપૂર્ણ બનાવે છે. અને એવું ઘણી વાર બને છે કે તમારી કોઈપણ ભૂલ વિના તામરી કારને કોઈ ઠોકી દે અને તમને ભારે નુકસાન ભોગવવો પડે.
કલ્પના કરો કે, ઝડપથી આવતી એક ટ્રક તમારી કાર સાથે એક બાજુથી અથડાય અને ડ્રાઈવરને ઇજા પહોંચાડે. અહીં નુકસાનની તીવ્રતા વધારે હોઈ શકે છે કારણ કે કોઈનો જીવ પણ ગયો હોઈ શકે છે! આવી ઘણી અણધારી ઘટનાઓ જીવલેણ સાબિત થઈ શકે છે અથવા કાયમી અપંગતા આપી શકે છે. અને જ્યારે આપણે જાણીએ છીએ કે આવી ઘટનાઓની સંભાવનાને નકારી શકાય તેમ નથી, ત્યારે PA કવર ખરીદવું જરૂરી બની જાય છે.
મોટર ઈન્શ્યોરન્સ હેઠળ, પર્સનલ ઍક્સીડન્ટ કવર જરૂરી બની જાય છે કારણ કે તે માલિક-ડ્રાઈવરને તમામ સ્થિતિમાં મહત્તમ નાણાકીય સહાય આપે છે. આ પૉલિસી ખાસ જરૂરી ત્યારે બને છે જ્યારે વ્યક્તિની કમાણીની ક્ષમતા પર અસર પડી રહી હોય.
શું પર્સનલ ઍક્સીડન્ટ કવર લેવું ફરજિયાત છે?
મોટર વેહિકલ ઍક્ટ 1988 હેઠળ, માત્ર થર્ડ-પાર્ટી લાયબલિટી કવર ફરજિયાત હતું. સૌથી વધારે ક્લેઈમ શારીરિક ઇજા અથવા મિલકતના નુકસાન માટે નોંધાય હતા. TP ક્લેઈમ સિવાય, માલિક-ડ્રાઇવરના કેસ ઉપર ધ્યાન આપવાની જરૂર હતી. એટલે પછીથી, મોટર માલિકો માટે પર્સનલ ઍક્સીડન્ટ કવર ખરીદવાનું પણ ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. આ કવર પાછળનો ઉદ્દેશ્ય, અકસ્માતના કારણે થઈ શકે તેવા કોઈપણ નુકસાન અને ઇજા સામે માલિકને રક્ષણ કે લાભ આપવાનો હતો.
પરંતુ, જાન્યુઆરી 2019 થી, મોટર ઈન્શ્યોરન્સ પૉલિસી હેઠળ ફરજિયાતપણે PA કવર ખરીદવાના આ કાયદામાં થોડો ફેરફાર થયો છે. આ ફેરફારમાં નીચેની બે શરતોનો સમાવેશ થાય છે:
- પહેલો મુદ્દો એ છે કે, જો વાહન માલિક15 લાખ રૂની ઈન્શ્યોરન્સ રકમ સાથે સ્ટેન્ડ-અલોન ઍક્સીડન્ટ પૉલિસી ધરાવે છે, તો તેમને આ કવર લેવામાંથી છૂટ મળી શકે છે.
- આ કવર હેઠળનો સુધારો એ પણ સૂચિત કરે છે કે, જો વાહન માલિક-ડ્રાઈવર તેમની હાલની કાર અથવા ટુ-વ્હીલર માટે PA પૉલિસી ધરાવે છે, તો નવા વાહન માટે ખરીદવી જરૂરી નથી.
PA કવર ફરજિયાત છે અને તે કોમ્પ્રીહેન્સિવ પેકેજ પસંદ પૉલિસી કે થર્ડ-પાર્ટી લાયબલિટી પૉલિસી સાથે જોડાયેલું છે.
પર્સનલ ઍક્સીડન્ટ કવરનો લાભ?
જીવનનો અને અકસ્માતનો કોઈ ભરોસો નથી! તેથી, આપણને પર્સનલ ઍક્સીડન્ટ પૉલિસીની જરૂર છે. સ્ટેન્ડ-અલોન કવર સિવાય, વ્યક્તિ મોટર પૉલિસી હેઠળ PA પ્રોટેક્શન પણ ખરીદી શકે છે. તેમાં નીચે પ્રમાણેના લાભ શામેલ છે:
કેવી રીતે ક્લેઈમ કરવો?
પર્સનલ ઍક્સીડન્ટ પૉલિસી (જે મોટર ઈન્શ્યોરન્સનો એક ભાગ છે), તેની હેઠળ જે ક્લેઇમ છે, એને ફોર-વ્હીલર અથવા ટુ-વ્હીલરનાં માલિક-ડ્રાઈવર અથવા નોમિની ક્લેઈમ કરી શકે છે. પૉલિસીનો હેતુ એ છે કે નોમિની અથવા હયાત માલિક મહત્તમ લાભ મેળવી શકે. (પૉલિસીમાં નોંધેલ છે એમ).
માલિક-ડ્રાઈવરને ઇજા થઈ હોય તેવી અકસ્માતની સ્થિતિમાં PA કવરનો લાભ મેળવવા માટે, વ્યક્તિએ ક્લેઈમ ફાઈલ કરવો જરૂરી છે. ક્લેઈમ કરવા માટેની સૂચનાઓ નીચે મુજબ છે:
માલિક-ડ્રાઇવરનાં મૃત્યુની સ્થિતિમાં, નોમિની ક્લેઈમ ફાઈલ કરશે. તેમને પૉલિસી મુજબ ક્લેઈમની રકમ આપવામાં આવશે.
મોટર ઈન્શ્યોરન્સમાં પર્સનલ ઍક્સીડન્ટ કવર વિષે FAQs કે વારંવાર પૂછાતા પ્રશ્નો:
શું ટુ-વ્હીલર માટે PA કવર ફરજિયાત છે?
હા, તમામ ટુ-વ્હીલર માટે પર્સનલ ઍક્સીડન્ટ કવર ફરજિયાત છે. તમારી ટુ-વ્હીલર ઈન્શ્યોરન્સ પૉલિસી સાથે તેને ખરીદી શકાય છે.
મારા નામે બે ટુ-વ્હીલર છે, શું મારે 2 PA કવર ખરીદવાની જરૂર છે?
ના, એક વ્યક્તિ ફક્ત એક પર્સનલ ઍક્સીડન્ટ કવર ધરાવી શકે છે. PA કવર એ વ્યક્તિ માટે છે, વાહન માટે નહિ.
હું મારા નામે કાર અને બાઇક ધરાવું છું, શું મારે બંને વાહનો માટે અલગથી PA કવર ખરીદવાની જરૂર છે?
ના, એક PA કવર પૂરતું છે, કારણ કે PA કવર એ વ્યક્તિ માટે છે, વાહન માટે નહિ.
શું PA કવર માત્ર માલિક-ડ્રાઈવર માટે જ લાગુ પડે છે?
હા, PA કવર ફક્ત માલિક-ડ્રાઈવર માટે જ ફરજિયાત છે.