કોમ્પ્રીહેન્સીવ મોટર ઈન્સ્યોરન્સ

ક્રોપ્રિહેન્સિવ ઈન્સ્યોરન્સ પોલિસી

વાહન ચલાવવું એ આરામ અને સગવડની વાત છે પરંતુ અમુક સમયે રસ્તા પર ટુ-વ્હીલર કે ફોર વ્હીલર ચલાવવાથી આપણને અણધાર્યા અકસ્માતો થઈ શકે છે. આવી ઘટનાઓ માટે ક્રોપ્રિહેન્સિવ ઈન્યો્રન્સ ખરીદવો એ વ્યક્તિની માલિકીના વાહન અને સંલગ્ન સાધનો તૂટી જવાનાના નુકશાન સામે રક્ષણ આપે છે.

ક્રોપ્રિહેન્સિવ ઈન્સ્યોરન્સ શું છે ?

વાહન અને થર્ડ પાર્ટીને આકસ્મિક નુકસાન વખતે માલિકના નાણાકીય હિત(શારીરિક ઈજા અથવા મિલકતને નુકસાન માટે)નું સંરક્ષણ કરતી ઈન્સ્યોરન્સ પોલિસીને ક્રોપ્રિહેન્સિવ વીમા તરીકે ઓળખવામાં આવે છે.

વીમા માટેની બજારની માંગને તર્કસંગત બનાવવા માટે નિયમનકાર IRDAએ મોટર ઈન્શોરન્સ પોલિસી રજૂ કરી. તે હવે એક ક્રોપ્રિહેન્સિવ પેકેજ પોલિસી અને થર્ડ પાર્ટી જવાબદારી પોલિસી તરીકે ઉપલબ્ધ છે.

ક્રોપ્રિહેન્સિવ ઈન્યોરન્સ એ સુરક્ષાની ખાતરી છે:

a) વાહનનું પોતાનું નુકસાન

b) અકસ્માતમાં સામેલ કોઈપણ તૃતીય પક્ષની જવાબદારી.

કોઈપણ દુર્ઘટના માટે વીમા કંપની ઘટનામાં મૃત્યુના વળતર સિવાયના કિસ્સામાં રિપેરિંગ માટેના ક્લેયમની પતાવટ કરવા માટે જવાબદાર છે. માર્ગ અકસ્માતને કારણે મૃત્યુની ઘટનામાં વ્યક્તિના નોમિનીને MACT દ્વારા નુકસાનની ભરપાઈ કરવામાં આવશે. વ્યક્તિ પોતાના વાહન માટે ખરીદી શકે તે મહત્તમ કવરેજને કોમ્પ્રીહેન્સિવ કવર કહેવાય છે.

ક્રોપ્રિહેન્સિવ વીમામાં શું આવરી લેવામાં આવે છે?

થર્ડ પાર્ટી લાયબિલિટી ઈન્સ્યોરન્સથી વિપરીત ક્રોપ્રિહેન્સિવ ઈન્યો્રન્સ ખરીદવો ફરજિયાત નથી. માલિકની પસંદગી છે કે તે ક્રોપ્રિહેન્સિવ વીમા કવર ખરીદીને તેઓ પોતાના નુકસાનને બચાવવા માંગે છે કે નહીં.

અકસ્માત જેટલો મોટો હશે તેટલી જ નુકસાનની પણ મોટી હોઈ શકે છે તેથી રિપેરિંગ માટે જરૂરી રકમ પણ વધી શકે છે. ક્રોપ્રિહેન્સિવ ઈન્યો્રન્સ નીચે જણાવેલ બબાતોનું કવરેજ આપે છે :

  • વાહન : કારને થયેલ નુકસાન માટેના રિપેરિંગ ખર્ચને ક્રોપ્રિહેન્સિવ મોટર પોલિસી હેઠળ આવરી લેવામાં આવે છે. અકસ્માતને કારણે નુકસાન થઈ શકે છે. આ સિવાય કોઈપણ બાહ્ય બળ દ્વારા કાચને નુકસાન અને વિન્ડશિલ્ડનું નુકસાન, કોઈ પ્રાણી દ્વારા અથડાવું વગેરે કારને નુકશાન પહોંચાડી શકે છે અને ગાડી પર ડેન્ટ પણ પડી શકે છે પરંતુ ચિંતા કરશો નહિ આ યોજના હેઠળ- આ તમામ નુકશાન આવરી લેવામાં આવશે!

  • થર્ડ પાટી લાયાબિલિટી કવર : ક્રોપ્રિહેન્સિવ કવરનો આ ફરજિયાત ભાગ છે. TP લાયબિલિટી થર્ડ પાર્ટીને અથવા વીમાધારકની કાર દ્વારા અન્યની મિલકતને થયેલી નુકશાનીને આવરી લે છે.

  • વ્યક્તિગત અકસ્માત કવર: ફરજિયાત કવર જે માલિક-ડ્રાઈવરને રક્ષણ આપે છે. તેની મર્યાદા રૂ.2 લાખથી વધારીને રૂ. રૂ.15 લાખ કરવામાં આવી છે.

  • કારની ચોરી: તમારી કાર ગુમ થઈ શકે છે, ચોરાઈ શકે છે અથવા તમામ સુરક્ષા રાખવા છતાં રિપેરિંગ ન થઈ શકે તેવા કિસ્સામાં મસમોટી નુકશાની ભોગવવી પડી શકે છે. તમારી કાર અને સમ ઈન્શ્યોર્ડના આધારે ક્રોપ્રિહેન્સિવ ઈન્યો્રન્સ તેની ભરપાઈ કરશે.

  • કુદરતી આફતો: કેટલીક આફતો જેમ કે આગ, તોફાનો અને વિસ્ફોટ, વૃક્ષો પડવા અને અન્ય ચીજવસ્તુઓ, ખડકો/વસ્તુઓ કાર પર પડવી, આ સિવાય તોફાન, પૂર, ટાયફૂન, કરા, પવન અને ધરતીકંપ કારને નુકસાન પહોંચાડે છે અને તેનો કોઈ ઉપયોગ થતો નથી. ઈન્સ્યોરન્સ પોલિસી આવા કિસ્સાઓમાં રિપેરિંગ અને નુકસાનનો ખર્ચ ભરપાઈ કરી આપશે.

  • એડ-ઓન કવર : વધારાના પ્રીમિયમની ચૂકવણી સાથે કેટલાક એડ ઓન કવર ઉમેરી શકાય છે. આ કવરમાં ઉદાહરણ તરીકે ઝીરો ડેપ્રિસિયેશન કવર, રોડસાઇડ આસિસ્ટન્સ, એન્જિન પ્રોટેક્શન, પેસેન્જર કવર અને અન્ય બાબતોનો સમાવેશ થાય છે.

ક્રોપ્રિહેન્સિવ અને થર્ડ પાર્ટી લાયાબિલિટી પોલિસી વચ્ચેનો તફાવત

ક્રોપ્રિહેન્સિવ ઈન્સ્યોરન્સ થર્ડ પાર્ટી લાયાબિલિટી ઈન્સ્યોરન્સ
કવરેજ તે વાહનના કવરેજ અને શારીરિક ઈજા અથવા મિલકતના નુકસાન માટે થર્ડ પાર્ટીની જવાબદારી પૂરી પાડે છે. આ કવર કોઈપણ જવાબદારી સામે રક્ષણ પૂરું પાડે છે જે માત્ર થર્ડ પાર્ટીની શારીરિક ઈજા અથવા મિલકતના નુકસાનને કારણે ઊભી થઈ શકે છે.
વાહનો/વ્હિકલ્સ નવા અથવા થોડાક જ જૂના વાહન માટેનો રિપેરિંગ ખર્ચ અણધાર્યો હશે તેને કોમ્પ્રિહેન્સિવ કવરની જરૂર છે. દુર્ઘટના અથવા માર્ગ અકસ્માત પછી આ રિપેરિંગની જરૂર પડશે. માલિક દ્વારા રિપેરિંગનો ખર્ચ મેનેજ કરી શકાય તેવા 10 વર્ષથી વધુ જૂના વાહનોને માત્ર થર્ડ પાર્ટી લાયબિલિટી ઈન્સ્યોરન્સની જરૂર પડશે. આ વાહનો માટે રિપેરિંગનો ખર્ચ વધુ હશે નહીં.
ઈન્સ્યોરન્સનો ખર્ચ ક્રોપ્રિહેન્સિવ કવર ખર્ચાળ છે કારણ કે તે ઇજાઓ, નુકસાન અને ચોરી સામે તે વધુ સુરક્ષા પ્રદાન કરે છે. ક્રોપ્રિહેન્સિવ કવર કરતા થર્ડ પાર્ટી લાયાબિલિટી ઈન્સ્યોરન્સ સસ્તો હશે.
ભાવ/કિંમત કોમ્પ્રિહેન્સિવ કવર માટેની કિંમત વેરિયેબલ છે કારણ કે તે વિવિધ વીમા કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવતા દરો અને ડિસ્કાઉન્ટ પર આધારિત છે. થર્ડ પાર્ટી લાયાબિલિટી ઈન્સ્યોરન્સ હેઠળ ભાવ ફિક્સ હોય છે કારણે કે રેગ્યુલેટર IRDAI દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે.

ક્રોપ્રિહેન્સિવ પોલિસી ખરીદવાના ફાયદા

નાણાકીય જોખમ અને જવાબદારીઓને દૂર રાખવા માટે તમારા વાહન માટે ક્રોપ્રિહેન્સિવ ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદવી શ્રેષ્ઠ છે. તેના વધુ ફાયદા છે કારણ કે: