ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો
Instant Policy, No Medical Check-ups

H-1B વિઝા માટે કેવી રીતે અરજી કરવી?

અમેરિકા એટલકે યુ.એસ.માં કામ કરવા ઈચ્છતા લોકો માટે H-1B વિઝા જરૂરી છે. આ અતિ મહત્વનો અને કિંમતી વિઝા છે, જેના માટે દર વર્ષે 2,00,000 અરજદારો અરજીઓ કરે છે! પરંતુ, કમનસીબે તેમાંથી માત્ર થોડા જ લોકો આ નામચીન વિઝા મેળવવામાં સફળ થાય છે.

તો, આ H1-B વિઝા શું છે અને તમે તેના માટે કેવી રીતે અરજી કરશો?

આ અંગે તમારા મનમાં ઉદ્દભવતા દરેક સવાલોના જવાબો અને અન્ય માહિતી નીચે ઉલ્લેખિત છે!

H-1B વિઝા શું છે?

H-1B વિઝા એ યુએસ સરકાર દ્વારા જારી કરવામાં આવતા વિઝાનો એક પ્રકાર છે. તે અન્ય દેશોના લોકોને યુએસમાં કામ કરવાની પરવાનગી આપે છે. તદુપરાંત, આ વિઝા માટે અરજી કરનાર કોઈપણ વિદેશીએ એવા ક્ષેત્ર/સ્થિતિમાં કામ કરવાનું રહેશે જ્યાં યુએસ મૂળના કામદાર ન મળી શકે. તેથી આ નિયમો ખૂબ કડક છે અને સખત રીતે લાગુ પણ કરવામાં આવે છે.

સૌ પ્રથમ, એ જાણવું જરૂરી છે કે તમારા એમ્પ્લોયર આ વિઝા માટે આંશિક ચૂકવણી કરે છે અને તમારા વતી જરૂરી ડોક્યુમેંટ સબમિટ કરે છે. તદુપરાંત, એમ્પ્લોયરે વિદેશીને લાવવાની જરૂરિયાતને સાબિત કરવાનું રહેશે કે તે દેશમાં પહેલાથી જ કોઈ વિશિષ્ટ વ્યક્તિઓ આ કામ કરી શકશે નહીં.

H-1B વિઝા માટે પાત્રતા માપદંડ

H-1B વિઝાની પાત્રતા માપદંડોના કેટલાક કડક નિયમો છે. તેના પાત્રતા માટેના માપદંડ નીચે મુજબ છે.

  • અરજદારો પાસે બેચલર ડિગ્રી, માસ્ટર ડિગ્રી અથવા તેની વિદેશી સમકક્ષ ડિગ્રી હોવી આવશ્યક છે.
  • તમારી પાસે ઉલ્લેખિત નોકરી માટે તમામ જરૂરી ડિગ્રી અવશ્ય હોવી જોઈએ. ઉદાહરણ તરીકે, ડૉક્ટર માટે MDની ડિગ્રી.
  • આ ફિલ્ડ/પોઝીશનનું વિસ્તૃત જ્ઞાન.
  • એમ્પલોયરે યુએસમાં જ અનુભવી વ્યક્તિનો અભાવ દર્શાવવો પડશે.
  • યુનાઇટેડ સ્ટેટ્સ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ નક્કી કરશે કે આ નોકરી કોઈ સ્પેશ્યલ સર્વિસ છે કે નહીં અને તમે આ ઓક્યુપેશનને માટે લાયક છો કે નહીં.
  • તમારા એમ્પ્લોયરે તમારા કોન્ટ્રાકટના નિયમો અને શરતોને લગતી લેબર સ્થિતિને લેબર ડિપાર્ટમેન્ટમાં પણ દાખલ કરવાની રહેશે.
  • તમે જે કામ માટે જઈ રહ્યા છો તે કરવા માટે તમારે પોતાની ક્ષમતા પણ સાબિત કરવી પડશે.

હવે તમારા મનમાં H-1B વિઝા કેવી રીતે મેળવવા તે જાણવા માટે ઉત્સુકતા હશે! તો આવો જાણીએ કેવી રીતે મેળવવા આ મહામૂલા વિઝા.

H-1B વિઝા માટે કેવી રીતે અરજી કરવી?

H-1B વિઝા માટે અરજી કરવા માટે મુખ્યત્વે ચાર સ્ટેપ છે. આ રહ્યાં -

  • તમને યુ.એસ.માં નોકરી પર રાખવા જરૂરી કે ઈચ્છુક કોઈ કંપની અથવા સંસ્થા શોધવી
  • લેબર કન્ડીશન અપૂર્વલ (LCA) મેળવવી
  • ફોર્મ I-129 ભરવું
  • તમારા દેશમાં યુએસ કોન્સ્યુલેટની વિઝીટ કરીને આ પ્રક્રિયા પૂર્ણ કરવી.

હવે, આપણે H-1B વિઝા માટે કેવી રીતે અરજી કરવી તે વિશે વિગતવાર સમજીશું.

  • સ્ટેપ 1 : તમને સ્પોન્સર કરવા માટે તમારે યુએસમાં એક કંપનીની જરૂર રહેશે. તેનો અર્થ એ છે કે તમને કામ ઓફર કરવા માટે તમારે એવી કંપનીની જરૂર પડશે જેના માટે કોઈ કાયદેસર યુએસ કામદારો ઉપલબ્ધ નથી.
  • સ્ટેપ 2 : એકવાર તમે નોકરી મેળવી લો.બાદમાં તમારા એમ્પ્લોયરે H-1Bની અરજી પ્રક્રિયા શરૂ કરવી જોઈએ.
  • સ્ટેપ 3 : આગળ, આ કંપનીએ વેતન સંબંધિત અમુક નિયમો સાથે શરૂ કરીને લેબર ડિપાર્ટમેન્ટમાં લેબર કન્ડિશન્સ એપ્રૂવલ (LCA) ફાઇલ કરવી આવશ્યક છે.
  • સ્ટેપ 4 : આગળ, એમ્પ્લોયરને નોન-ઇમિગ્રન્ટ વર્કર માટેની અરજી પેટે ફોર્મ I-129 ભરવાનું રહેશે. આમાં સામાન્ય રીતે લગભગ 3થી 4 મહિનાનો સમય લાગે છે અને તેમાં સબમિટ કરવાની ફી, રિઝ્યુમ, કન્ફર્મેશન લેટર, સપોર્ટ લેટર, ટ્રેનિંગ સર્ટિફિકેટો, એજ્યુકેશન અને એક્સપિરિયન્સ ઈવેલ્યુએશન ડોક્યુમેંટનો સમાવેશ થાય છે.
  • સ્ટેપ 5 : અરજી મંજૂર થયા પછી, વ્યક્તિએ ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે સ્વદેશ એટલકે પોતાના વતનમાં અમેરિકન કોન્સ્યુલેટની મુલાકાત લેવી આવશ્યક રહેશે. આમાં લગભગ 2થી 3 દિવસનો સમય લાગશે.

H-1B વિઝા માટે જરૂરી ડોક્યુમેંટ

તમે પહેલાથી જ જોયું એમ H-1B વિઝાની અઢળક આવશ્યકતાઓ છે. અહીં આપણે H-1B વિઝા માટે જરૂરી ડોક્યુમેંટની ચર્ચા કરીશું.

બે કિસ્સા છે. પહેલો કિસ્સો એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ યુએસની બહાર રહે છે અને બીજો કેસ છે જ્યારે વ્યક્તિ પહેલેથી જ યુ.એસ.માં હોય છે.

H-1B વિઝા માટે આ જરૂરી ડોક્યુમેંટ છે.

યુએસ બહારના લોકો માટે H-1B વિઝા

  • સૌપ્રથમ, તમારે 2થી 3 પાસપોર્ટ સાઇઝના રંગીન ફોટોગ્રાફ્સની જરૂર પડશે
  • તમારી ડિગ્રીની નકલો
  • વધુમાં, તમારે તમારા વર્તમાન યુએસ લાયસન્સ અથવા અસ્થાયી લાયસન્સની કોપીની જરૂર પડશે અને રેઝ્યુમમાં જણાવેલ સહાયક સર્ટિફિકેટોની કોપી રાખો.
  • જો H-4 વિઝા માટે અરજી કરવામાં આવી રહી હોય, તો બાળકોના જન્મ પ્રમાણપત્ર અને લગ્ન પ્રમાણપત્રની નકલો સબમિટ કરો.
  • જોબનું વર્ણન અને સ્પોન્સર્ડ યુએસ કંપનીમાં તમે ભજવનાર ફરજ વિશે ટૂંકમાં વર્ણન.
  • લેબર સર્ટિફિકેટ અપૂર્વલ (LCA)
  • સૌથી અગત્યનું, તમારે તમારા એમ્પ્લોયર પાસેથી એપોઇન્ટમેન્ટ લેટરની જરૂર પડશે
  • આગળ, તમારે કોન્સ્યુલર જનરલ ઓફ ઈન્ડિયન કોન્સ્યુલેટ અને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસને એપોઇન્ટમેન્ટ લેટરની નકલ મોકલવાની રહેશે.
  • આગળ, તમારે અગાઉની કંપનીઓના તમામ એપોઇન્ટમેન્ટ લેટર અને રીલિવિંગ લેટરની જરૂર પડશે.
  • પાસપોર્ટ
  • પોસ્ટગ્રેજ્યુએટ સર્ટિફિકેટ્સ
  • કંપનીના ટેક્સ રિટર્ન પેપર
  • પછી, તમારે H-1B સ્ટેટ્સમાં યુએસમાં અગાઉના રોકાણની કોઈપણ તારીખોનો ઉલ્લેખ કરવાની જરૂર રહેશે
  • બે ડિમાન્ડ ડ્રાફ્ટ, પ્રોસેસિંગ ફી માટે $45 અને ઈસ્યુઅન્સ ફી માટે $100

યુએસની અંદર રહેતા લોકો માટે H-1B વિઝા

  • વર્તમાન પાસપોર્ટના બાયોગ્રાફિક અને વિઝા પેજની કોપી
  • ઓળખપત્ર મૂલ્યાંકનની કોપી
  • યુનિવર્સિટી અથવા કોલેજ ડિગ્રીની નકલ
  • વર્તમાન લાયસન્સની કોપી, જો કોઈ હોય તો
  • એમ્પલોયમેન્ટ હિસ્ટ્રી સાથે વર્તમાન રિઝ્યુમ
  • વર્તમાન યુએસ એડ્રેસ
  • H1-B સ્ટેટસ હેઠળ યુએસમાં અગાઉના રોકાણની તારીખો
  • દિવસ અને સાંજના ફોન નંબર
  • તમારી નોકરી અને ફરજોનું વિગતવાર વર્ણન
  • ઈ-મેઈલ એડ્રેસ
  • વિદેશી એડ્રેસ
  • ફોર્મ I-94 કાર્ડ કોપી
  • પહેલાની H1-B મંજૂરી નોટિસની કોપી
  • તાજેતરની પે-સ્લિપની નકલ
  • તાજેતરની W2 કોપી
  • સામાજિક સુરક્ષા નંબર
  • સ્પોન્સર યુએસ કંપની પાસેથી તમને મળેલ ટાઈટલ
  • વધુમાં, તમારે પાસપોર્ટ-સાઈઝના ફોટોગ્રાફ સબમિટ કરવાની જરૂર પડશે.

H-1B વિઝા એપ્લિકેશન માટે ફોટોગ્રાફની જરૂરિયાતો

  • ઈમેજ ચોરસ હોવી જોઈએ અને તેના ન્યૂનતમ ડાયમેન્શન 600 x 600 પિક્સેલ હોવા જોઈએ.
  • ફોટો કલર (SRGB) કોડમાં હોવો જોઈએ.
  • ફાઇલનું ફોર્મેટ JPEG હોવું આવશ્યક છે.
  • ફોટો ફાઇલની સાઈઝ 240 KB અથવા તેનાથી ઓછી હોવી આવશ્યક છે.
  • તમારી ઈમેજમાં આગળના ભાગનો સંપૂર્ણ ચહેરો, ખભા અને ગરદન દેખાવવી આવશ્યક છે.
  • ચહેરાના હાવભાવ નોન-સ્માઈલિંગ અને ન્યુટ્રલ હોવા જોઈએ. આંખો ખુલ્લી જ હોવી જોઈએ. આ સિવાય તમારી નજર સીધી કેમેરા તરફ જ હોવી જોઈએ.
  • તમારું માથું ક્યારેય કોઈ પણ બાજુ નમેલું ન હોવું જોઈએ. તે હંમેશા ફ્રેમના સેન્ટરમાં જ હોવું જોઈએ.
  • બેકગ્રાઉન્ડ હળવા રંગનું હોવું જોઈએ. વધુમાં, ઈમેજમાં કોઈ પડછાયા ન હોવા જોઈએ.
  • ચહેરો ફોકસમાં હોવો જોઈએ અને આ ઈમેજ વધુ પડતી શાર્પ ન હોવી જોઈએ.
  • તદુપરાંત, ફોટો ઓવર કે ઓછો એક્સપોઝ ન હોવો જોઈએ.

H-1B વિઝા માટે ચાર્જિસ કેટલા છે?

 
H-1B વિઝાની કિંમત ઘણી મોંઘી હોય છે અને તેમાં વિવિધ તબક્કામાં અલગ-અલગ ફીની જરૂર પડે છે જે નીચે મુજબ છે -

હેતુ ચૂકવવાપાત્ર ફી
રજિસ્ટ્રેશન ફી $10
ફોર્મ I-129 માટે સ્ટાન્ડર્ડ ફી $460
ACWIA ટ્રેનિંગ ફી $750 - $1500
છેતરપિંડી નિવારણ અને ચકાસણી ફી $500
અડધા કામદારો H-1B અથવા L1 સ્ટેટસ ધરાવતી કંપનીઓ માટે પબ્લિક લો 114-113 ફી $4000
ફોર્મ I-907 સાથે H-1B વિઝા પ્રક્રિયાને ઝડપી બનાવા માંગતા લોકો માટે વૈકલ્પિક ફી $1440

H-1B વિઝા સંબંધિત અન્ય વિવિધ નાના-મોટા મુદ્દાઓ

  • H-1B વિઝાની લોટરી પ્રોસેસ શું છે?

H-1B વિઝાની મંજૂર થયેલી સંખ્યા પર વાર્ષિક મર્યાદા છે. આ લિમિટ પર પહોંચ્યા બાદ, અરજદારોએ રેન્ડમલી લોટરી દાખલ કરવી પડશે. જો તમારો નંબર પસંદ કરવામાં આવ્યો, તો તમે વિઝા પ્રોસેસમાંથી પસાર થઈ શકો છો. નહિંતર, તમારે અરજી કરવા માટે આગામી વર્ષ સુધી રાહ જોવી પડશે.

  • H-1B વિઝાનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?

H-1Bનું સ્ટેટસ ઓનલાઈન ચેક કરી શકાય છે. તેના માટે આ સ્ટેપ અનુસરો -

  • સ્ટેપ 1 : USCISના ઓફિશિયલ પોર્ટલની મુલાકાત લો.
  • સ્ટેપ 2 : રજિસ્ટ્રેશન કરવા પર તમને 13-અંકનો રીસિપ્ટ નંબર પ્રાપ્ત થશે. તે EAC, VSC, NSC, WACથી શરૂ થતો હશે.
  • સ્ટેપ 3 : આ નંબર દાખલ કરો અને H-1B ટ્રેકિંગ ચકાસી શકશો!

 

  • H-1B વિઝાની વેલિડિટી કેટલી છે?

H-1B 3 વર્ષ સુધી માન્ય છે. ત્યારબાદ વધુ ત્રણ વર્ષ માટે તેને વધારી શકાય છે. તે પછી તમારે F-1 વિદ્યાર્થી અથવા O-1 વર્કર માટે અરજી કરવાની જરૂર પડશે.

છ વર્ષ પછી વિઝા લંબાવવા માટે, અરજદારેના વર્તમાન એમ્પ્લોયર અથવા નવા એમ્પ્લોયરે ફોર્મ I-126 ફાઇલ કરવું આવશ્યક છે.

  • H-1B વિઝાની પ્રોસેસ કરવામાં કેટલો સમય લાગે છે?

પ્રોસેસ કરવામાં લગભગ 3-5 દિવસ લાગે છે. જોકે H1B પિટિશનમાં 3થી 6 મહિનાનો સમયગાળો લાગી શકે છે. જોકે, જો પ્રીમિયમ પ્રોસેસિંગની અરજી કરવામાં આવે, તો પ્રોસેસમાં 15 કેલેન્ડર દિવસ લાગે છે.

  • રીસિપ્ટ નંબર વિના H1B વિઝા સ્ટેટ્સ કેવી રીતે તપાસવું?

તમે 1-800-375-5283 પર કૉલ કરીને તમારા વિઝાનું સ્ટેટ્સ ચકાસી શકો છો. કોલ વોલ્યુમ પર આધાર રાખીને, તમે રીસિપ્ટ નંબર વિના તમારા H-1B વિઝાનું સ્ટેટ્સ ચકાસી શકો છો.

H-1B વિઝાના ફાયદા શું છે?

H-1B વિઝાના પુષ્કળ લાભો છે, ખાસ કરીને વ્યક્તિ અને તેમના પરિવાર માટે અનેક ફાયદાઓ રહેલા છે. જેમાં શામેલ છે -

  • યુએસ રોકાણ દરમિયાન પરિવારના સભ્યો (બાળકો અને 21 વર્ષની વય સુધીનો જીવનસાથી) વ્યક્તિ સાથે રહી શકે છે. જોકે, તેમણે H4 વિઝા માટે અરજી કરવી પડશે.
  • H4 વિઝા ધારકો શાળાએ જઈ શકે છે, બેંક ખાતા ખોલી શકે છે અને સામાજિક સુરક્ષા નંબર મેળવી શકે છે.
  • H-1B વિઝા માટેની જરૂરિયાતો સામાન્ય હોય છે, સરળ-ઝંઝટમુક્ત અરજી વિઝા મેળવવાનું સરળ બનાવે છે. તેના માટે સ્નાતકની ડિગ્રી અને યુએસ સ્થિત કંપની તરફથી નોકરીની ઓફર જરૂરી છે.
  • આ વિઝા માટે રોકાણનો સમયગાળો J-1 અથવા B-1 જેવા અન્ય વિઝા કરતાં પણ વધુ છે.
  • તમે યુ.એસ.માં પાર્ટ-ટાઇમ અને એકથી વધુ એમ્પલોયર્સ માટે પણ કામ કરી શકો છો.
  • તમે આ વિઝા હેઠળ યુ.એસ.માં કાયદેસર કાયમી રહેઠાણ મેળવી શકો છો.

નિષ્કર્ષ પર જઈએ તો શા માટે H-1B આટલા લોકપ્રિય અને પ્રખ્યાત વિઝા છે, તેની પાછળ હવે કોઈ રહસ્ય નથી. જોકે ભૂતકાળમાં એમ્પલોયર્સે તેનો દુરુપયોગ કર્યો હતો અને તેથી જ, હાલમાં નિયમો કડક છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

H1-B વિઝા માટે અરજદારોની સંખ્યાની વાર્ષિક મર્યાદા કેટલી છે?

વાર્ષિક માત્ર 85,000 અરજીઓ લોટરી દ્વારા પસંદ કરવામાં આવે છે.

જો તમે H1B વિઝા લોટરીમાં પસંદ ન થાઓ તો શું થશે?

જો તમે લોટરીમાં પસંદ ન થાવ તો USCIS તમારી પીટિશન અને અરજી ફી પરત કરશે.