ટ્રાવેલ ઈન્સ્યોરન્સ જે પાસપોર્ટના નુકશાનને આવરી લે છે

Instant Policy, No Medical Check-ups

તમારો પાસપોર્ટ ખોવાઈ જાય ત્યારે બધું ખોવાઈ જતું નથી

આજે પાસપોર્ટ એ આપણા સૌથી મહત્વપૂર્ણ પ્રવાસ દસ્તાવેજોમાંનું એક માત્ર નથી પરંતુ સમગ્ર વિશ્વમાં આપણી મુસાફરીનું એક પ્રતિનિધિત્વ કરતું દસ્તાવેજ છે. પાસપોર્ટના પેજ પરના સ્ટેમ્પો વિશ્વભરમાં આપણે કરેલ મુસાફરી અને વિશ્વદર્શન દરમિયાન છોડેલ છાપનું પ્રતિબિંધ રૂપક છે.

તે માત્ર આપણી આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે જ નહીં પરંતુ ઓળખના હેતુઓ માટે પણ અનન્ય મહત્વ ધરાવે છે તેથી ફરી તેને મેળવવાની પ્રક્રિયા કંટાળાજનક અને અઘરી બની શકે છે! પાસપોર્ટ સંભવતઃ આપણી માલિકીની ટોચની પાંચ સૌથી મહત્વપૂર્ણ વસ્તુઓમાંથી એક છે. તમને જો એક સવાલ કરવામાં આવે કે "તમે આગમાં અટવાઓ અને તમને કહેવામાંં આવે કે કઈ 5 વસ્તુઓ તમારી સાથે લઈ જવા ઈચ્છો છો?", તો જવાબમાં પાંચમાંથી એક પાસપોર્ટનું નામ હશે જ.

હવે, કલ્પના કરો કે જ્યારે તમે વેકેશન પર હોવ અથવા વધુ ખરાબ તમે તમારી ફ્લાઇટ પર જતા પહેલા તમે પરિવહન માટે જરૂરી પાસપોર્ટ ગુમાવ્યો છે તો...! કેટલીકવાર આપણે ગમે તેટલા સાવચેત અને સચેત હોઈએ પરંતુ આ અનિચ્છનિય અને અકલ્પનીય વસ્તુઓ થઈ જ જાય છે. તો, આવી પરિસ્થિતિઓમાં તમે શું કરશો? સદભાગ્યે, જો તમે આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યુરન્સ સાથે તમારી સફર અગાઉથી સુરક્ષિત જ કરી લીધી હોય તો તેમાં વીમાકંપનીનુંં તમને પીઠબળ મળશે! આવી નિરાશાજનક પરિસ્થિતિઓમાં ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ખાતરી કરે છે કે તમારો પાસપોર્ટ ભલે ખોવાઈ જાય કે ગુમ થઈ જાય પરંતુ તમે તમારું મન ગુમાવશો નહીં!

પાસપોર્ટ લોસ કવર શું છે?

પાસપોર્ટ લોસ કવર એ ડિજિટના ટ્રાવેલ ઇન્શ્યુરન્સમાં સમાવિષ્ટ એક લાભ છે, જે કામચલાઉ પાસપોર્ટ મેળવવાના ખર્ચને આવરી લે છે અને જો તમે વેકેશન પર હોવ ત્યારે તમારો પાસપોર્ટ ગુમાવો છો તો નવો પાસપોર્ટ મેળવવાનો ખર્ચ પણ આવરી લે છે. તમે સંબંધિત દેશના આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યુરન્સ સાથે તમારી જાતને સુરક્ષિત કરી લીધી હોય તો તમને વિશ્વભરમાં ગમે ત્યાં આ નુકશાની માટે આવરી લેવામાં આવે છે, પછી ભલે તમે ક્યાંય ટ્રાવેલ કરી રહ્યાં હોવ.

આ કવર ક્યારે ઉપયોગમાં આવે છે?

જો તમે વેકેશનમાં હોવ ત્યારે તમારો પાસપોર્ટ ખોવાઈ જાય, તો તમારો પ્રવાસ ઇન્શ્યુરન્સ તમે જે દેશની મુલાકાત લઈ રહ્યાં છો તે દેશના સંબંધિત ભારતીય દૂતાવાસમાંથી પાસપોર્ટ રિપ્લેસમેન્ટ મેળવવાના ખર્ચને આવરી લેશે.

પાસપોર્ટ ખોવાઈ જાય તો મારે શું કરવું?

જો મારી ટ્રીપમાં મારો પાસપોર્ટ ખોવાઈ જાય તો?

તમારો પાસપોર્ટ ખોવાઈ ગયો! ચિંતા ના કરજો આ કઈં તમારી દુનિયાનો અંત નથી. તમારો પાસપોર્ટ ખોવાઈ ગયો છે અથવા ચોરાઈ ગયો છે તેવો ખ્યાલ આવે તે પછી સૌથી પહેલું કામ એ છે કે તેની પોલીસને જાણ કરવી અને લેખિત પોલીસ રિપોર્ટની માંગ કરવી. એકવાર તમે તમારા ગુમ થયેલા અથવા ચોરાયેલા પાસપોર્ટની જાણ કરો પછી, તમે નજીકના ભારતીય કોન્સયુલેટ અથવા દૂતાવાસમાંથી ડુપ્લિકેટ પાસપોર્ટ અથવા ઇમરજન્સી ટ્રાવેલ દસ્તાવેજ મેળવવા માટે પોલીસ રિપોર્ટનો ઉપયોગ કરી શકો છો. તમારે ફક્ત અમારી 24x7 ટ્રાવેલ આસિસ્ટન્ટ હેલ્પલાઈન પર અમને મિસ્ડ કોલ કરવાની જરૂર છે અને અમે તમને 10-મિનિટની અંદર કોલ-બેક કરીશું, જેથી તમને નજીકના ભારતીય દૂતાવાસ અથવા કોન્સ્યુલેટનું સરનામું સહિત કામચલાઉ અથવા ઇમરજન્સી પાસપોર્ટ કેવી રીતે મેળવવો તેની પ્રક્રિયામાં માર્ગદર્શન આપી શકીએ.

ટ્રિપ પર પાસપોર્ટ ખોવાઈ જવાના કિસ્સામાં ડિજિટનો ટ્રાવેલ ઇન્શ્યુરન્સ શું કવર કરે છે?

પ્રક્રિયામાં તમને માર્ગદર્શન આપવા ઉપરાંત, ડિજિટ તમને તમારા ખોવાયેલા પાસપોર્ટને રિપ્લેસ કરવાનો ખર્ચ પણ ચૂકવશે. ક્લેમ કરી શકાય તેવા ખર્ચમાં નીચેનાનો સમાવેશ થાય છે:

1. તમારી મુસાફરી ચાલુ રાખવા અને/અથવા ભારત પાછા ફરવા માટે તમારા માટે ઇમરજન્સી પ્રમાણપત્ર (emergency certificate) જારી કરવા માટે નુકસાનના સ્થળે સંબંધિત સત્તાધીશોને ચૂકવવાપાત્ર નિયત ફી.

2. ઇમરજન્સી પ્રમાણપત્ર મેળવવાના સંબંધમાં તમારા દ્વારા કરવામાં આવતા કોઈપણ અને તમામ આકસ્મિક ખર્ચ માટે 50 ડોલરની નિશ્ચિત રકમ. ઉદાહરણ તરીકે, અમે તમને ભારતીય દૂતાવાસ અથવા કોન્સ્યુલેટ જવા-આવવાના કેબ ભાડા માટે પણ ચૂકવણી કરીએ છીએ. ફક્ત ખાતરી કરો કે તમે કેબ ભાડાની રસીદ સાથે રાખો છો.

3. ડુપ્લિકેટ પાસપોર્ટ મેળવવા માટે ભારતમાં સંબંધિત સત્તાધીશોને ચૂકવવાપાત્ર અરજી ફી પૂરી પાડવામાં આવે છે. જોકે સમગ્ર રકમ ભારતીય ચલણ, રૂપિયામાં ચૂકવવામાં આવે.

ટ્રાવેલ કરતી વખતેની જરૂરી સાવચેતી

તમારી ટ્રિપ દરમિયાન ઉભી થતી અમુક પરિસ્થિતિઓને હળવી કરવા માટે તમે ટ્રાવેલ કરતાં પહેલાં તમે ચકાસી શકો કે સાવચેતી રાખી શકો એવી કેટલીક બાબતો છે:

  • સૌપ્રથમ, તમારા પાસપોર્ટ અને વિઝાની ફોટોકોપી લઈ લો અને તમે તેને તમારો પાસપોર્ટ જ્યાં રાખો છો તે સ્થળ/જગ્યા કરતા અલગ જગ્યાએ રાખો. તમે તમારા ફોન પર દસ્તાવેજોની નકલ પણ રાખી શકો છો. પરંતુ જો તમારા પાસપોર્ટ સાથે તમારો ફોન પણ ચોરાઈ જાય અથવા ખોવાઈ જાય તો ? તેથી સલાહ છે કે તમે તમારી મુસાફરી શરૂ કરો તે પહેલાં તમારા પાસપોર્ટ અને વિઝાની એક નકલ પોતાને જ ઈમેલ કરો. આ રીતે, તમે જ્યાં પણ હોવ ત્યાં તમારા ઈમેલ એકાઉન્ટમાં લોગ ઇન કરી શકો છો અને દસ્તાવેજોની નકલ પ્રિન્ટ કરી શકો છો.
  • બીજી વસ્તુ જે કામમાં આવી શકે છે, તે છે ભારતીય કોન્સ્યુલેટ અને દૂતાવાસોની યાદી અને તમે વેકેશનમાં જે દેશોની મુલાકાત લેશો ત્યાંના તેમના સરનામા અને ફોન નંબર. અલબત્ત આ પ્રક્રિયામાં તમને મદદ કરવા માટે અમારી ટ્રાવેલ હેલ્પલાઇન પણ 24/7 ખુલ્લી જ છે.
  • છેલ્લે, અને સૌથી અગત્યનું, ખાતરી કરો કે તમે તમારી ટ્રિપના પ્રસ્થાન પહેલાં ડિજિટનો ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ખરીદ્યો છે જેથી કરીને જો કઈંક અઘટિત-અણધાર્યું બને તો તમે સુરક્ષિત રહો. ડિજિટ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ માત્ર તમારો પાસપોર્ટ ગુમાવવાના કિસ્સામાં જ તમારું રક્ષણ કરશે એવું નથી, તે તમારી મિસાફરી દરમિયાનના વિવિધ પ્રકારના અન્ય જોખમોને આવરી લે છે અને તમને યોગ્ય જરૂરી તમામ રક્ષણ પણ પુરૂં પાડે છે.