ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પોલિસી ઓનલાઈન ખરીદો
Instant Policy, No Medical Check-ups

ભારતમાંથી જર્મની વિઝા

ભારતમાંથી જર્મની ટૂરિસ્ટ વિઝા વિશે બધું

જર્મનીની મુસાફરી માટે કદાચ એક કરતાં વધુ કારણ છે. તેના વાઇબ્રન્ટ અને કલાત્મક શહેરોથી લઈને તેના અનોખા અને આકર્ષક ગ્રામ્ય વિસ્તારો સુધી, જર્મની તમારી આગામી ટ્રાવેલ ડેસ્ટિનેશન માટે એક સુંદર દેશ છે. ઑક્ટોબર ફેસ્ટ અને બર્લિન ફિલ્મ ફેસ્ટિવલ જેવી ઇવેન્ટનું ઘર, જર્મની તમામ કળાશિક્ષાનું પણ પ્રખ્યાત કેન્દ્ર છે. પરંતુ, તમે આગળ વધો અને તમારા ટ્રાવેલ સપનાં રંગવાનું શરૂ કરો તે પહેલાં- વિઝા માટે અરજી કરો અને પછી સ્કાય ઈઝ લિમિટ.

શું ભારતીયોને જર્મની માટે વિઝાની જરૂર છે?

હા, ભારતીય પાસપોર્ટ ધારકોને જર્મની માટે શેંગેન વિઝાની જરૂર છે. આ સાથે, તમે શેંગેન વિસ્તારના અન્ય 25 દેશોની પણ મુલાકાત લઈ શકો છો. વિઝા મળ્યા પછી, ભારતીય નાગરિકોને મહત્તમ 90 દિવસ સુધી રહેવાની મંજૂરી આપવામાં આવે છે. જોકે, ખાતરી કરો કે તમારો પાસપોર્ટ જર્મનીમાં તમારા આગમનની તારીખથી ઓછામાં ઓછા 3-મહિના માટે માન્ય છે.

શું ભારતીય નાગરિકો માટે જર્મનીમાં વિઝા ઓન અરાઈવલ છે?

ના, જર્મની અને અન્ય યુરોપિયન દેશો વિઝા ઓન અરાઈવલ ઓફર કરતા નથી. જર્મની જવા ઇચ્છતા પ્રવાસી ભારતીય નાગરિકો માટે પૂર્વ-મંજૂર કરેલ વિઝાની આવશ્યકતા છે.

જર્મનીના ટૂરિસ્ટ વિઝા માટે જરૂરી દસ્તાવેજો

શેંગેન વિઝા માટે અરજી કરતી વખતે, તમારે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે:

ભારતીય નાગરિકો માટે જર્મની વિઝા ફી

ભારતીય નાગરિકો માટે વિઝાના પ્રકારને ધ્યાનમાં લીધા વગર જ જર્મની વિઝા ફીમાં પુખ્તો માટે લગભગ EUR 75 અને બાળકો માટે 37.50 EUR વસૂલવામાં આવે છે. પરંતુ અમુક લોકોને ફીમાંથી છૂટ/મુક્તિ આપવામાં આવેલ છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

જર્મનીના ટૂરિસ્ટ વિઝા માટે કેવી રીતે અરજી કરવી?

જર્મનીના ટૂરિસ્ટ વિઝા માટે અરજી કરવાની પ્રક્રિયા નીચે મુજબ સરળ છે:

  • વિઝા એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને તેને કાળજીપૂર્વક ભરો.
  • વિઝા એપ્લિકેશન સેન્ટર અથવા એમ્બેસીમાં એપોઇન્ટમેન્ટ લો.
  • ઉપર ઉલ્લેખિત વિઝા ફી ચૂકવો.
  • નિર્ધારિત તારીખે ઇન્ટરવ્યુમાં હાજરી આપો.
  • બધી જરૂરી માહિતી અને બાયોમેટ્રિક સબમિટ કરો.
  • પ્રતિનિધિઓના પ્રતિભાવની રાહ જુઓ.
  • તમારો પાસપોર્ટ એકત્રિત કરો અને વિઝાની મંજૂરી/અસ્વીકાર મેળવો.

જર્મની ટૂરિસ્ટ વિઝા પ્રોસેસિંગ ટાઈમ

જર્મની ટૂરિસ્ટ વિઝા પ્રોસેસિંગમાં લગભગ 15 દિવસ લે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં સમય 30 દિવસ સુધી પણ લંબાઈ શકે છે.

શું મારે જર્મની માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ખરીદવો જોઈએ?

શેંગેન વિઝાની આવશ્યકતાઓ મુજબ, તમામ ભારતીય પ્રવાસીઓ માટે જર્મનીનો ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ફરજિયાત છે. જોકે આ ફરજિયાતપણાને કારણે જ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ લેવો, એ તમારું કારણ ન હોવું જોઈએ! છેવટે, આપણે ગમે તેટલું પ્લાનિંગ કરીએ - કેટલીક વસ્તુઓ, ઘટનાઓ ઘટી જ જાય છે. આવી પરિસ્થિતિઓમાં જર્મની માટેનો ટ્રાવેલ ઇન્શ્યુરન્સ તમારો ઉદ્ધારક હશે- તમામ અણધાર્યા સંજોગો સામે તમારું રક્ષણ કરવા સજ્જ હશે. આ સંજોગો ફ્લાઇટમાં વિલંબ જેવા નાનાથી લઈને મોટી દુર્ઘટનાઓ જેવી કે મેડિકલ ઇમરજન્સી અથવા ટ્રિપ રદ કરવા સુધીના કંઈપણ કારણ હોઈ શકે છે.

નીચે આપેલા કેટલાક સંજોગોનો તમને સામનો કરવો પડી શકે છે અને ટ્રાવેલ ઇન્શ્યુરન્સ તમને તેના કારણે થતા કોઈપણ નુકસાનથી કેવી રીતે બચાવી શકે છે તેની માહિતી:

ભારતમાંથી જર્મની ટૂરિસ્ટ વિઝા વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

તમારી વિઝા અરજી અને સ્વીકૃતિ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ હોવો કાયદા હેઠળ ફરજિયાત છે. ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ન હોવાના કારણે વિઝા રિજેક્ટ થઈ શકે છે.

હા, તમારે પાછલા 3 મહિનાના તમારા બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ સબમિટ કરવા પડશે. સત્તાધીશો તેમના પર એક નજર નાખશે અને નક્કી કરશે કે તમે વિઝા માટે લાયક છો કે નહીં.

ના. જર્મનીમાં લગભગ દરેક અન્ય યુરોપિયન દેશની જેમ, વિઝા ઓન અરાઈવલ માટે કોઈ સ્કીમ નથી. તમારે પ્રાદેશિક જર્મન કોન્સ્યુલેટમાં અગાઉથી અરજી કરવી પડશે .

હા, જર્મની શેંગેન પ્રદેશનો એક ભાગ છે. તમે શેંગેન વિઝા પર જર્મની જઈ શકો છો. અરજી પ્રક્રિયા સમાન છે.

તમે જર્મનીના પ્રવાસન મંત્રાલયની ઓફીસિયલી વેબસાઈટ પર લોગ ઇન કરીને સરળતાથી આ ચાર્જિસ અંગે જાણી શકો છો. અમુક પ્રસંગોએ, જ્યારે દરોમાં ફેરફાર થાય છે ત્યારે લોકોને ફેરફારો વિશે જાગૃત કરવા માટે મુખ્ય પ્રકાશનોમાં જાહેરાતો આપવામાં આવે છે.