ડિજિટ ઇન્સ્યોરન્સ કરો

ઈન્કમટેક્ષ ફોર્મ 15G શું છે?

જો આપેલ નાણાકીય વર્ષમાં ઇન્ટરેસ્ટની ઈન્કમ ₹40,000 કરતાં વધી જાય તો ફિક્સ્ડ ડિપોઝિટ પર 10% અને સિનિયર સીટીઝન માટે ₹50,000 સ્ત્રોત પર ટેક્સ કપાત કરવામાં આવે છે. 15G ફોર્મ એ ડીકલેરેશન ફોર્મ છે જે ફિક્સ ડિપોઝિટ હોલ્ડર તેમની ઈન્ટરેસ્ટની ઈન્કમમાંથી TDS ડિડક્શન ટાળવા માટે સબમિટ કરે છે.

યોગ્યતા અથવા 15G ફોર્મ અને અન્ય માહિતી કેવી રીતે ડાઉનલોડ કરવી તે જાણવા માગો છો? જો હા, તો સ્ક્રોલ કરતા રહો.

ફોર્મ 15G માટે યોગ્યતા: કોણ તેને સબમિટ કરી શકે છે?

નીચેના ITR ફોર્મ 15G યોગ્યતાના માપદંડો પર એક નજર નાખો:

માપદંડ 15G માટે યોગ્યતા માપદંડ
નાગરિકતા ભારતીય
ઉંમર મર્યાદા 60 વર્ષ અથવા તેનાથી ઓછી
ટેક્સ લાયબિલિટી નીલ
ઇન્ટરેસ્ટ ઈન્કમ ઈન્ટરેસ્ટ સહિત કુલ ટેક્સેબલ ઈન્કમ બેઝિક છૂટની લિમિટ કરતાં ઓછી હોવી જોઈએ, એટલે કે નાણાકીય વર્ષ 2022-2023 સુધી ₹2,50,000 અને નાણાકીય વર્ષ 2023-24થી ₹3,00,000.

[સ્ત્રોત]

તમે ફોર્મ 15G કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો?

મોટાભાગની નાણાકીય સંસ્થાઓ તેમની બ્રાંચ પર ઈન્કમટેક્ષ ફોર્મ 15G ઓફર કરે છે. પરંતુ સુવિધા માટે, તમે તે જ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો. ઓફિસિયલ EPFO પોર્ટલની મુલાકાત લો. ઉપરાંત, તમે ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટની ઓફિસિયલ વેબસાઇટ પરથી ફોર્મ 15G ડાઉનલોડ કરી શકો છો.

[સ્ત્રોત]

ફોર્મ 15G ઓનલાઈન અને ઓફલાઈન કેવી રીતે ભરવું?

"15G ફોર્મ કેવી રીતે ભરવું" માટેની તમારી શોધ સમાપ્ત થઈ અને નીચે દર્શાવેલ સરળ સ્ટેપને અનુસરો:

ઓનલાઈન પ્રક્રિયા

જો તમારી બેંક તમને ફોર્મ 15G ઓનલાઇન સબમિટ કરવાની પરવાનગી આપે છે, તો તમે તેને ડાયરેક્ટ ઑનલાઇન સબમિટ કરી શકો છો. આ સરળ સ્ટેપ બાય સ્ટેપ ગાઇડલાઈનને અનુસરો:

  • સ્ટેપ 1: તમારી બેંકની ઓફિસિયલ વેબસાઇટની મુલાકાત લો. તમારા યુઝર આઈડી અને પાસવર્ડથી લોગ ઇન કરો.
  • સ્ટેપ 2: ઓનલાઈન ફિક્સ્ડ ડિપોઝિટ ટેબ પસંદ કરો. આ બીજા પેજ પર રીડાયરેક્ટ કરે છે જેમાં તમારા ફિક્સ્ડ એકાઉન્ટની વિગતો હોય છે.
  • સ્ટેપ 3: ફોર્મ 15G જનરેટ કરો. ઓનલાઈન ફોર્મ ખોલવા માટે તેના પર ક્લિક કરો.
  • સ્ટેપ 4: તમારું નામ, ઈન્કમટેક્ષ સ્ટેટસ અને અન્ય જેવી સંબંધિત વિગતો સાથે તમારી બેંકની બ્રાંચની વિગતો સાથે ફોર્મ ભરો જ્યાં તમે હાલમાં ફિક્સ ડિપોઝિટ રાખો છો.
  • સ્ટેપ 5: તમારી ઈન્કમની વિગતો લખો અને ઓનલાઈન સબમિટ કરતા પહેલા બધી વિગતો ચેક કરો.

ઓફલાઈન પ્રક્રિયા

સ્ટેપ 1: 15G ફોર્મ ડાઉનલોડ કરો.

સ્ટેપ 2: ફોર્મમાં બે સેક્શન છે. ભાગ I માં, આ વિગતો ભરો:

  • ટેક્સપેયરનું નામ
  • પાન કાર્ડની વિગતો
  • ઈન્કમટેક્ષ સ્ટેટસ (પછી ભલે તમે વ્યક્તિગત રૂપે હોવ અથવા HUF અથવા AOPમાંથી આવતા હોવ)
  • પાછલું વર્ષ (અહીં, પાછલા વર્ષનો અર્થ તમારા ટેક્સ ડિડક્શન ક્લેમ કરવા માટેનું પાછલું નાણાકીય વર્ષ છે)
  • રેસીડેન્સીયલ સ્ટેટસ (નગર, શહેર, રાજ્ય, ફ્લેટ નંબર વગેરે)
  • સંપર્કની વિગતો (ઇમેઇલ એડ્રેસ અને ફોન નંબર)
  • 1961 ના ઈન્કમટેક્ષ એક્ટ હેઠળ તમારું એસેસમેન્ટ કરવામાં આવ્યું છે કે કેમ તે ઉલ્લેખ કરવા માટે સાચા બોક્સમાં ટિક કરો.
  • તમારી અંદાજીત ઈન્કમ
  • જો તમે પાછલા નાણાકીય વર્ષ દરમિયાન 15G ફોર્મ સિવાય અન્ય ફોર્મ ભર્યા હોય તો ઉલ્લેખ કરો
  • તમારી ઈન્કમની વિગતો ભરો જેના માટે તમે આ ફોર્મ ભરી રહ્યા છો. આ મુજબની વિગતો લખો
  • ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટનો ઓળખ નંબર
  • ઈન્કમનો પ્રકાર
  • ટેક્સ ડિડક્ટીબલ સેક્શન
  • ઈન્કમની રકમ

સ્ટેપ 3: બેંકમાં યોગ્ય રીતે સહી કરેલ ફોર્મ સબમિટ કરો.

ડિડક્ટર ફોર્મ 15G નો ભાગ II ભરશે. ડિડક્ટર એટલે ગવર્નમેન્ટમાં TDS ડિપોઝીટ કરવા માટે જવાબદાર વ્યક્તિ.

ઈ-ફાઇલિંગ ફોર્મ 15G: ડિડક્ટરને શું જાણવાની જરૂર છે?

જો તમે ડિડક્ટર છો, તો તમારે ફોર્મ 15G ઈ-ફાઈલ કરવાની જરૂર છે. તદનુસાર, તમારી પાસે તે માન્ય હોવું આવશ્યક છે. ઉપરાંત, ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટની ઓફિસિયલ વેબસાઇટ પર પોતાને રજીસ્ટર કરો.

તૈયારી

ડિડક્ટર ટેક્સપેયરને યુનિક આઇડેન્ટીફિકેશન નંબર (UIN) આપશે. નાણાકીય વર્ષના દરેક ક્વાર્ટરમાં 15G ફોર્મનું સ્ટેટમેન્ટ ફાઇલ કરવા માટે આ ઓળખ નંબર જરૂરી છે. તેમાં નીચેની માહિતી શામેલ છે:

  • આલ્ફાન્યૂમેરિક અક્ષરોના 9 ડીજીટ
  • નાણાકીય વર્ષ
  • TAN

ઈ-ફાઈલિંગ

  • ઈ-ફાઈલિંગ માટે ઓફિસિયલ ગવર્નમેન્ટ વેબસાઈટની મુલાકાત લો. "ઈ-ફાઈલ" પસંદ કરો અને "ઓનલાઈન ફોર્મ તૈયાર કરો અને સબમિટ કરો" પર ક્લિક કરો

  • "ફોર્મ 15G" પસંદ કરો અને XML ઝિપ ફાઇલ બનાવો

  •  ઝિપ ફાઇલ માટે તમારા ડિજિટલ હસ્તાક્ષર બનાવો

  •  ફરીથી, અહીં લોગ ઇન કરો.

  • "ઇ-ફાઇલ" વિભાગ પર નેવિગેટ કરો અને તમારું ફોર્મ 15G અપલોડ કરો

  •  ફોર્મ પસંદ કરો અને "વેલીડેટ" પર ક્લિક કરો

  •  વિગતો માન્ય કર્યા પછી, ઝિપ અને સહી કરેલી ફાઇલ જોડો અને તેને અપલોડ કરો.

ફોર્મ 15G કેવી રીતે, ક્યાં અને ક્યારે સબમિટ કરવું?

કેવી રીતે?

બેંકોમાં ઓનલાઈન અથવા ઓફલાઈન સબમિટ કરવા માટે ઉપર જણાવેલી સમાન પ્રોસેસને અનુસરો.

ક્યારે?

ફોર્મ 15G સબમિટ કરવાની કોઈ છેલ્લી તારીખ નથી. કેટલીક નાણાકીય સંસ્થાઓ વાર્ષિક ડિડક્શનને બદલે ક્વાટર મુજબ TDS ડિડક્શન કરે છે. તેથી, નાણાકીય વર્ષની શરૂઆતમાં ફોર્મ સબમિટ કરવું સમજદારીભર્યું છે.

ક્યાં?

બેંકો સિવાય, તમે નીચેના સ્થળોએ પણ ફોર્મ 15G સબમિટ કરી શકો છો:

  • એમ્પ્લોયી પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઈઝેશન (પ્રીમેચ્યોર EPF ઉપાડ સમયે)
  • બેંકો અને પોસ્ટ ઓફિસ
  • લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીઓ
  • કોર્પોરેટ બોન્ડ ઈશ્યુ કરતી કંપનીઓ

PF ઉપાડ માટે ફોર્મ 15G કેવી રીતે ભરવું?

હવે જ્યારે તમે ફોર્મ 15G ક્યાં સબમિટ કરવું તે વિશે જાણો છો, તો ફોર્મ 15G ભરવા માટેની સરળ પ્રોસેસ પર એક નજર કરીએ:

  • સ્ટેપ 1: મેમ્બર માટે EPFO UAN પોર્ટલમાં લોગ ઇન કરો.
  • સ્ટેપ 2: ઓનલાઈન સર્વિસ પસંદ કરો અને ક્લેમ કરો (ફોર્મ 19,10C, 31).
  • સ્ટેપ 3: બેંકના છેલ્લા 4 ડીજીટ ચેક કરો.
  • સ્ટેપ 4: "હું અરજી કરવા માંગુ છું" પસંદ કરો અને ફોર્મ 15G અપલોડ કરો.

બોટમ લાઇન: તમારે ફોર્મ 15G ગંભીરતાથી કેમ લેવાની જરૂર છે?

તેને સરળ રીતે કહીએ તો, જો તમારી ફિક્સ્ડ ડિપોઝિટમાંથી TDS કપાત કરવામાં આવે છે, તો તમે માત્ર TDS ની રકમ જ ગુમાવશો નહીં પરંતુ એપ્લિકેબલ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ પણ ગુમાવો છો. તેથી, ફોર્મ 15G ડાઉનલોડ કરો અને તમારી ટેક્સ લાયબિલિટી ઘટાડી દો. આ ITR 15G ફોર્મનો ઉપયોગ છે. પરંતુ જાણકાર નાણાકીય નિર્ણય લેવા માટે તમે આગળ વધતા પહેલા તમામ નિયમો અને શરતો વાંચવાનું સુનિશ્ચિત કરો.

વારંવાર પૂછાતા પ્રશ્નો

કોણ ફોર્મ 15G સબમિટ કરી શકતું નથી?

નીચેની વ્યક્તિઓ અને સંસ્થાઓની નોંધ લો જેઓ ફોર્મ 15G સબમિટ કરી શકતા નથી:

  • પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટરની કંપનીઓ
  • NRI અથવા બિન-નિવાસી ભારતીય
  • પાર્ટનરશીપ કંપનીઓ
  • વ્યક્તિઓની કુલ ઈન્કમ બેઝિક ટેક્સની છૂટની લિમિટ કરતાં વધી જાય છે.

[સ્ત્રોત]

શું કોઈ માઈનોર ઓનલાઈન ફોર્મ 15G સબમિટ કરી શકે છે?

ના. માઈનોર ઓનલાઇન ફોર્મ 15G સબમિટ કરી શકતો નથી.

શું તમારે ફરજિયાતપણે ફોર્મ 15G ભરવાની જરૂર છે?

ના, તે ફરજિયાત નથી. પરંતુ આપેલ નાણાકીય વર્ષમાં તમારી ઇન્ટરેસ્ટની ઈન્કમ ₹40,000 થી વધી જાય તો તે તમને તમારી ટેક્સ લાયબિલિટી ઘટાડવામાં મદદ કરશે.