ડિજિટ ઇન્સ્યોરન્સ કરો

ટીડીએસ રિટર્ન ફોર્મ: પ્રકારો અને સબમિશન પ્રોસેસ

ટેક્સ ડિડક્શન એટ સોર્સ (ટીડીએસ) એ આવકના વાસ્તવિક સ્ત્રોતમાંથી એકત્ર કરવામાં આવેલ ટેક્સ છે. આ ખ્યાલ મુજબ, એમ્પ્લોયર તેના કર્મચારીના સેલરી સોર્સ પર જ ટેક્સ કાપશે અને તેને કેન્દ્ર સરકારના એકાઉન્ટમાં ડિપોઝીટ કરશે.

તેવી જ રીતે, ટીડીએસ રિટર્ન ફોર્મનો હેતુ ચોક્કસ ક્વાર્ટરમાં ટીડીએસ સંબંધિત તમામ વ્યવહારોનો સારાંશ આપવાનો છે. એમ્પ્લોયરે જો કોઈ ટીડીએસ કાપ્યો હોય તો તેને ઇન્કમ ટેક્સ વિભાગમાં સબમિટ કરવાની જરૂર છે.

[સ્ત્રોત]

ટીડીએસ રિટર્ન ફોર્મના પ્રકાર કયા છે?

તમારા ટીડીએસ ડિડક્શનની પ્રકૃતિના આધારે, તમને મુખ્યત્વે 4 પ્રકારના ટીડીએસ રિટર્ન ફોર્મ મળશે, જેને ત્રિમાસિક ધોરણે ફાઇલ કરવાની જરૂર છે:

  • ફોર્મ 24Q
  • ફોર્મ 26Q
  • ફોર્મ 27Q
  • ફોર્મ 27EQ

આ ઉપરાંત વાર્ષિક રિટર્ન છે:

ફોર્મ 24 ઇન્કમ ટેક્સ એક્ટ, 1961ના સેક્શન 206 હેઠળ “સેલરી”નું વાર્ષિક રિટર્ન
ફોર્મ 26 "સેલરી" સિવાયની તમામ પેમેંટના સંદર્ભમાં ઇન્કમ ટેક્સ એક્ટ, 1961ના સેક્શન 206 હેઠળ ટેક્સ ડિડક્શનનું વાર્ષિક રિટર્ન
ફોર્મ 27E ઇન્કમ ટેક્સ એક્ટ, 1961ના સેક્શન 206C હેઠળ ટેક્સની વસૂલાતનું વાર્ષિક રિટર્ન

[સ્ત્રોત]

ટીડીએસમાં ફોર્મ 24Q શું છે?

ટીડીએસ રિટર્ન ફોર્મ 24Q સેક્શન 192 હેઠળ સેલરીમાંથી ડીડક્ટીબલ ટીડીએસનું ત્રિમાસિક સ્ટેટમેન્ટ છે. જો એમ્પ્લોયરે ટેક્સ કાપ્યો નથી અથવા ઓછા રેટ પર કાપ્યો નથી, તો તેણે ફોર્મમાં કારણોનો ઉલ્લેખ કરવાની જરૂર છે.

હેતુ

ફોર્મ 24Qમાં બે પરિશિષ્ટનો સમાવેશ થાય છે.

  • પરિશિષ્ટ I માં દરેક ચોક્કસ ચલણ સામે ટીડીએસના ડિડક્ટી પ્રમાણે વિભાજનની ડિટેલ્સ હોય છે.
  • બીજી બાજુ, પરિશિષ્ટ-II માં તે નાણાકીય વર્ષ માટે ક્રેડિટ અથવા ચૂકવેલ સેલરી અને ચોખ્ખા ચૂકવવાપાત્ર ટેક્સની ડિટેલ્સ શામેલ છે.

તમારે નાણાકીય વર્ષના તમામ ક્વાર્ટર માટે પરિશિષ્ટ I સબમિટ કરવાની જરૂર છે. તેનાથી વિપરિત, પરિશિષ્ટ-IIના કિસ્સામાં, તમારે તેને ફક્ત છેલ્લા ત્રિમાસિક ગાળામાં (જાન્યુ - માર્ચ) સબમિટ કરવાની જરૂર છે.

[સ્ત્રોત]

આવરી લેવાયેલા સેક્શન અને કોડ

સેક્શન (કલમ) પેમેંટ પ્રકાર
સેક્શન 192A કેન્દ્ર સરકારના કર્મચારીઓ સિવાય સરકારી કર્મચારીઓને મહેનતાણું આપવામાં આવે છે.
સેક્શન 192B બિનસરકારી કર્મચારીઓને મહેનતાણું આપવામાં આવે છે
સેક્શન 192C કેન્દ્ર સરકારના કર્મચારીઓને મહેનતાણું આપવામાં આવે છે

[સ્ત્રોત]

જરૂરી ડેટા

ટીડીએસ રિટર્ન ફોર્મ 24Q ફાઇલ કરવા માટે, તમારે નીચે જણાવેલ ઓળખપત્રોની સૂચિની જરૂર છે.

  • ચલન ડિટેલ્સ -
    • બ્રાંચનો BSR કોડ
    • સીરિયલ નંબર
    • તારીખ
    • રકમ
  • કર્મચારીની ડિટેલ્સ -
    • કર્મચારી રેફરન્સ નંબર
    • કર્મચારીનું PAN
    • કર્મચારીનું નામ
    • ટીડીએસ સેક્શન કોડ
    • અન્ય આવક ડિટેલ્સ
    • ચૂકવેલ અથવા ક્રેડિટ થયેલ રકમ
    • ટીડીએસ રકમ
    • સેસની રકમ

ફોર્મ 24Q માટે નિયત તારીખ

ફોર્મ 24Q રિટર્ન ફાઇલ કરવાની નિયત તારીખો નીચે જણાવેલ છે.

ત્રિમાસિકગાળો રિટર્ન ફાઇલ કરવાની નિયત તારીખ
એપ્રિલથી જૂન 31મી જુલાઈ
જુલાઈથી સપ્ટેમ્બર 31મી ઓક્ટોબર
ઓક્ટોબરથી ડિસેમ્બર 31મી જાન્યુઆરી
જાન્યુઆરીથી માર્ચ 31મી મે

[સ્ત્રોત]

ટીડીએસ ફોર્મ 26Q શું છે?

ટીડીએસ રિટર્ન ફોર્મ 26Qએ આઈટી એક્ટ, 1961ના સેલરી હેઠળના 200(3), 193 અને 194 સિવાયની અન્ય તમામ પ્રકારની પેમેંટમાંથી ટીડીએસ ડિડક્શન માટેનું ત્રિમાસિક નિવેદન છે.

હેતુ

ફોર્મ 26Qમાં માત્ર એક જ પરિશિષ્ટ હોય છે અને તે નાણાકીય વર્ષ માટે તમામ ક્વાર્ટર માટે સબમિટ કરવું આવશ્યક છે.

અહીં, કપાતકર્તાએ ઉલ્લેખ કરવો જરૂરી છે કે તે/તેણી શા માટે ટીડીએસ ડિડક્ટ કરી નથી રહ્યા અથવા ઓછો કાપવામાં આવે છે, ગમે તે લાગુ પડે છે.

જો બિન-સરકારી ડિડક્ટર દ્વારા ટીડીએસ ડિડક્ટ કરવામાં આવે છે, તો કપાત કરનારનો પાન ફરજિયાત છે. સરકારી કપાત કરનારના કિસ્સામાં 'પાન જરૂરી નથી'નો ઉલ્લેખ કરવાનો રહેશે.

[સ્ત્રોત]

આવરાયેલ સેક્શન અને કોડ

સેક્શન (કલમ)                   

પેમેંટ પ્રકાર

 

193

સિક્યુરિટી પર ઇન્ટરેસ્ટ

 

194

ડિવિડન્ડ

 

194A

સિક્યુરિટી પરના ઇન્ટરેસ્ટ સિવાયનું વ્યાજ

 

194B

લોટરી અને ક્રોસવર્ડ પઝલમાંથી જીત

 

194BB

ઘોડા દોડમાંથી જીતેલ રકમ

 

194C

કોન્ટ્રાક્ટર અને પેટા કોન્ટ્રાક્ટરનું પેમેંટ

 

194D

ઇન્સ્યોરન્સ કમિશન

 

194EE

(NSS) રાષ્ટ્રીય બચત યોજના હેઠળ ડિપોઝીટના સંદર્ભમાં પેમેંટ

 

194F

મ્યુચ્યુઅલ ફંડ અથવા યુટીઆઈ દ્વારા યુનિટ્સની પુનઃખરીદી પર પેમેંટ

 

194G

લોટરી ટિકિટના વેચાણ પર કમિશન, ઇનામ વગેરે

 

194H

કમિશન અથવા બ્રોકરેજ

 

194I(a)

ભાડું

 

194I(b)

ભાડું

 

194J

પ્રોફેશનલ અથવા તકનીકી સર્વિસ માટે ફી

 

194LA

ચોક્કસ સ્થાવર પ્રોપર્ટીના સંપાદન પર વળતરનું પેમેંટ

 

194LBA

ચોક્કસ સ્થાવર પ્રોપર્ટીના સંપાદન પર વળતરમાંથી અમુક ચોક્કસ આવક

 

194DA

લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી સંદર્ભે પેમેંટ

 

194LBB

ઈન્વેસ્ટમેન્ટ ફંડ યુનિટના સંદર્ભમાં આવક

 

194IA

ખેતીની જમીન સિવાયની અમુક સ્થાવર પ્રોપર્ટીના ટ્રાન્સફર પર પેમેંટ

 

194LC

ભારતીય કંપની અથવા બિઝનેસ ટ્રસ્ટ તરફથી વ્યાજની આવક પર ટીડીએસ

 

194LD

અમુક બોન્ડ અને સરકારી સિક્યોરિટીઝ પર વ્યાજની આવક પર ટીડીએસ

 

194LBC

સિક્યોરિટાઇઝેશન ટ્રસ્ટમાં રોકાણના સંદર્ભમાં આવક

 

192A

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ સ્કીમ, 1952ના ટ્રસ્ટીઓ દ્વારા એકત્ર કરવામાં આવેલ બેલેન્સમાંથી કર્મચારીને ચૂકવેલ પેમેંટ.

 

194N

રૂ. 1 કરોડથી વધુની રોકડ ઉપાડ પર ટીડીએસ

 

194M

રેસીડન્ટ કોન્ટ્રાક્ટર અને પ્રોફેશનલને પેમેંટ પર ટીડીએસ

 

194O

1લી એપ્રિલ 2020થી સેક્શન 194O હેઠળ ઇ-કોમર્સ વ્યવહારો પર ટીડીએસ

 

જરૂરી ડેટા

ટીડીએસ રિટર્ન ફોર્મ 26Q ફાઇલ કરવા માટે તમારે નીચે જણાવેલ ઓળખપત્રોની જરૂર પડશે.

  • ચલણ ડિટેલ્સ -
    • સીરિયલ નંબર
    • ટીડીએસ રકમ
    • સરચાર્જ રકમ
    • BSR કોડ
    • શિક્ષણ ઉપકર રકમ
    • વ્યાજની રકમ
    • કુલ ટેક્સ ડિપોઝીટ
    • ડિમાંડ ડ્રાફ્ટ નંબર અથવા ચેક નંબર (જો લાગુ પડતો હોય તો)
    • કલેક્શન કોડ
    • ટેક્સ ડિપોઝીટ તારીખ
    • ટીડીએસ ડિપોઝીટની પદ્ધતિ
  • પેમેંટ ડિટેલ્સ -
    • નામ
    • સરનામું
    • પાન નંબર
    • કોન્ટેકટ ડિટેલ્સ
  • લેનારની ડિટેલ્સ -
    • નામ
    • ઇમેઇલ આઈડી
    • પૂરું સરનામું
    • કોન્ટેકટ ડિટેલ્સ
    • પાન નંબર
    • ટેલીફોન નંબર

[સ્ત્રોત]

ફોર્મ 26Q માટે નિયત તારીખ

અહીં તમને ફોર્મ 26Q ફાઇલ કરવાની નિયત તારીખો મળશે.

ત્રિમાસિકગાળો રિટર્ન ફાઇલ કરવાની નિયત તારીખ
પ્રથમ ત્રિમાસિકગાળો 31મી જુલાઈ
બીજો ત્રિમાસિકગાળો 31મી ઓક્ટોબર
ત્રીજો ત્રિમાસિકગાળો 31મી જાન્યુઆરી
ચોથો ત્રિમાસિકગાળો 31મી મે

[સ્ત્રોત]

ટીડીએસ ફોર્મ 27Q શું છે?

ટીડીએસ રિટર્ન ફોર્મ 27Q એ આઈટી એક્ટ, 1961ના સેક્શન 200(3) હેઠળ એનઆરઆઈ અને વિદેશીઓને ચૂકવવાપાત્ર સેલરી સિવાયના વ્યાજ, ડિવિડન્ડ અથવા અન્ય રકમમાંથી ઈ-ટીડીએસનું ત્રિમાસિક સ્ટેટમેન્ટ છે.

હેતુ

ફોર્મ 27Q માં પાંચ પરિશિષ્ટનો સમાવેશ થાય છે. પરિશિષ્ટ Iમાં કપાત કરનાર (ડિડક્ટર)‌ કેટગરીની ડિટેલ્સ હોય છે, જ્યારે પરિશિષ્ટ-II માં સેક્શન કોડ હોય છે. તેવી જ રીતે, પરિશિષ્ટ III નીચા, ઉચ્ચ અથવા કોઈ પણ ડિડક્શન ન થવા પાછળનું કારણ જણાવે છે. છેલ્લે, પરિશિષ્ટ IV રેમિટન્સની પ્રકૃતિ જણાવે છે અને પરિશિષ્ટ V રેસીડન્ટ દેશ જણાવે છે.

નાણાકીય વર્ષના દરેક ક્વાર્ટર માટે ફોર્મ 27Q સબમિટ કરવાની જરૂર છે.

[સ્ત્રોત]

આવરી લેવામાં આવેલ સેક્શન

સેક્શન (કલમ)

પેમેંટ પ્રકાર
194E સ્પોર્ટ્સ એસોસિએશન અથવા એનઆરઆઈ સ્પોર્ટ્સમેનને કરવામાં આવેલ પેમેંટ
194LB ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેટ ફંડ પર ઇન્ટરેસ્ટ પેમેંટ
194LC લોન અથવા લાંબા ગાળાના બોન્ડ તરીકે વિદેશી ચલણમાં ઉછીના લીધેલા નાણાં/લોન માટે ભારતીય કંપની અથવા ટ્રસ્ટ દ્વારા વ્યાજ તરીકે કરવામાં આવેલ પેમેંટ.
195 નોન-રેસીડન્ટ ભારતીય નાગરિકને કરવામાં આવેલ પેમેંટ
196B ઑફશોર ફંડ પેટે પેમેંટ
196C નોન-રેસીડન્ટ ભારતીય નાગરિકને ભારતીય કંપનીના શેર અથવા વિદેશી ચલણ બોન્ડના રૂપમાં પેમેંટ
196D સિક્યુરિટીના સ્વરૂપમાં વિદેશી રોકાણકારોને પેમેંટ.
194LD અમુક બોન્ડ્સ અને સરકારી સિક્યુરિટી પર વ્યાજની આવક પર ટીડીએસ (નાણાકીય વર્ષ 2013-14થી લાગુ)
194LBA બિઝનેસ ટ્રસ્ટ યુનિટમાંથી ચોક્કસ આવક (નાણાકીય વર્ષ 2014-15 Q3 પછીથી લાગુ)
194LBB ઇન્વેસ્ટમેન્ટ ફંડના એકમોના સંબંધમાં આવક (નાણાકીય વર્ષ 2015-16 પછીથી લાગુ)
192A માન્ય પ્રોવિડન્ટ ફંડ (RPF) ના ટ્રસ્ટીઓ દ્વારા એકત્ર કરવામાં આવેલ બેલેન્સમાંથી કર્મચારીને ચૂકવેલ પેમેંટ. નાણાકીય વર્ષ 2015-16 પછીના સ્ટેટમેન્ટ માટે અને જ્યાં પેમેંટની તારીખ 01/06/2015 અથવા તે પછીની છે ત્યાં લાગુ.
194LBC સિક્યોરિટાઇઝેશન ટ્રસ્ટમાં રોકાણના સંદર્ભમાં આવક. નાણાકીય વર્ષ 2016-17 પછીના સ્ટેટમેન્ટ માટે લાગુ પડે છે અને જ્યાં પેમેંટની તારીખ 01/06/2016 અથવા તે પછીની છે.

જરૂરી ડેટા

ટીડીએસ રિટર્ન ફોર્મ 27Q ફાઇલ કરવા માટે, તમારે નીચે જણાવેલ ઓળખપત્રોની સૂચિની જરૂર છે.

  • ચૂકવનારની ડિટેલ્સ
    • નામ
    • સરનામું
    • પાન નંબર
    • TAN નંબર
    • કોન્ટેકટ ડિટેલ્સ
    • નાણાકીય વર્ષ
    • આકરણીનું વર્ષ
    • તે ત્રિમાસિક ગાળાના અગાઉ ફાઇલ કરેલા રિટર્નનું ઓરીજનલ સ્ટેટમેન્ટ અથવા રસીદ નંબર
  • ચૂકવનારની ડિટેલ્સ
    •  નામ
    •  સરનામું
    •  કલેક્શન ડિવીઝનની બ્રાંચ
    •  કોન્ટેકટ ડિટેલ્સ
    •  પાન નંબર
    •  ટેલીફોન નંબર
    •  ઇમેઇલ આઈડી
  • ચલણ -
    •  ચલણનો સીરિયલ નંબર
    •  ટીડીએસ રકમ
    •  સરચાર્જ રકમ
    •  BSR કોડ
    •  શિક્ષણ ઉપકર રકમ
    •  વ્યાજની રકમ
    •  કુલ ટેક્સ ડિપોઝીટ
    •  ડિમાંડ ડ્રાફ્ટ નંબર અથવા ચેક નંબર (જો લાગુ પડતો હોય તો)
    •  કલેક્શન કોડ
    •  ટેક્સ ડિપોઝીટ તારીખ
    •  ટીડીએસ ડિપોઝીટની પદ્ધતિ
  • ડિડક્શન
    • ટેક્સ કલેક્ટરનું નામ
    • પાન નંબર
    • લેનારને ચૂકવેલ રકમ
    • ટીડીએસ રકમ

[સ્ત્રોત]

ફોર્મ 27Q માટે નિયત તારીખ

ફોર્મ 27Q ફાઇલ કરવાની નિયત તારીખો અહીં દર્શાવેલ છે.

ત્રિમાસિકગાળો રિટર્ન ફાઇલ કરવાની નિયત તારીખ
પ્રથમ ત્રિમાસિકગાળો 31મી જુલાઈ
બીજો ત્રિમાસિકગાળો 31મી ઓક્ટોબર
ત્રીજો ત્રિમાસિકગાળો 31મી જાન્યુઆરી
ચોથો ત્રિમાસિકગાળો 31મી મે

[સ્ત્રોત]

ટીડીએસમાં ફોર્મ 27EQ શું છે?

ટીડીએસ રિટર્ન ફોર્મ 27EQ એ 206C હેઠળના ટેક્સ કલેક્શન એટ સોર્સ (TCS) નું ત્રિમાસિક સ્ટેટમેન્ટ છે. ફોર્મ 27EQ ભરવા માટે TAN ફરજિયાત છે.

હેતુ

સરકાર, કોર્પોરેટ અને ટેક્સ કલેક્ટરોએ જે-તે નાણાકીય વર્ષના દરેક ક્વાર્ટર માટે ફોર્મ 27EQ સબમિટ કરવું આવશ્યક છે. ફોર્મ 27EQમાં ત્રણ પરિશિષ્ટનો સમાવેશ થાય છે જ્યાં પરિશિષ્ટ-I કપાત કરનાર કેટેગરી જણાવે છે. પરિશિષ્ટ-II કલેક્શન કોડની ડિટેલ્સ ધરાવે છે, ત્યારે પરિશિષ્ટ-IIIમાં ઓછા અથવા કોઈ કલેક્શન ન હોવા માટેની ટિપ્પણીઓ શામેલ છે. બિન-સરકારી ડિડકટરના કિસ્સામાં પાન રજૂ કરવું મેન્ડેટરી છે.

[સ્ત્રોત]

આવરી લેવામાં આવેલ સેક્શન

સેક્શન (કલમ)

પેમેંટ પ્રકાર
206CA માનવ વપરાશ માટે આલ્કોહોલિક દારૂ
206CB ફોરેસ્ટ લીઝ હેઠળ મેળવેલ લાકડું
206CC ફોરેસ્ટ લીઝ સિવાય કોઈપણ મોડ હેઠળ મેળવેલ લાકડું
206CD લાકડા અથવા તેંદુના પાંદડા સિવાય કોઈપણ અન્ય વન ઉત્પાદન (ફોરેસ્ટ પ્રોડક્ટ)
206CE સ્ક્રેપ
206CF પાર્કિંગની જગ્યા
206CG ટોલ પ્લાઝા
206CH ક્વોરિંગ અને માઈનિંગ
206CI તેંદુના પાંદડા
206CJ અમુક ખનિજોના વેચાણમાંથી ટી.સી.એસ
206CK જ્વેલરીના રોકડના કિસ્સા પર ટી.સી.એસ
206CL મોટર વ્હિકલ વેચાણ
206CM કોઈપણ માલનું રોકડમાં વેચાણ
206CN કોઈપણ સેવાઓ પૂરી પાડવી
206C1G(a) RBIના LRS હેઠળ ભારતની બહાર રેમિટન્સ (બજેટ 2020એ આ સેકશન દાખલ કરવાની દરખાસ્ત કરી છે.)
206C1G(b) ઓવરસીઝ ટૂર પ્રોગ્રામ પેકેજ (બજેટ 2020એ આ સેક્શન દાખલ કરવાની દરખાસ્ત કરી છે.)
206C1H કોઈપણ માલનું વેચાણ (માલ સિવાય કે જેના પર TCS ખાસ લાગુ પડે છે) (બજેટ 2020 એ આ સેક્શન દાખલ કરવાની દરખાસ્ત કરી છે.)

જરૂરી ડેટા

ટીડીએસ રિટર્ન ફોર્મ 27EQ ફાઇલ કરવા નીચેની ડિટેલ્સની જરૂર પડશે.

  • ડિડક્ટર્સ ડિટેલ્સ-
    • TAN
    • પાન
    • નાણાકીય વર્ષ
    • આકરણી વર્ષ
    • અગાઉ તે ક્વાર્ટર માટે ફાઇલ કરેલ સ્ટેટમેન્ટ
    • ઓરીજનલ સ્ટેટમેન્ટનો કામચલાઉ રસીદ નંબર
  • કલેક્ટર ડિટેલ્સ -
    • નામ
    • જો લાગુ હોય તો બ્રાંચ અથવા ડિવિઝન
    • રહેઠાણનું સરનામું, ફોન નંબર અને ઈમેલ આઈડી
  • કલેક્ટર-ઇન-ચાર્જ ડિટેલ્સ -
    • નામ
    • સરનામું
  • TCS ડિટેલ્સ -
    • કલેક્શન કોડ
    • TCS રકમ
    • સરચાર્જ રકમ
    • શિક્ષણ ઉપકર રકમ
    • વ્યાજની રકમ
    • કોઈપણ અન્ય રકમ
    • ટેક્સ ડિપોઝિટની કુલ રકમ
    • ડિમાંડ ડ્રાફ્ટ નંબર અથવા ચેક નંબર (જો લાગુ પડતો હોય તો)
    • BSR કોડ
    • ટેક્સ ડિપોઝીટ તારીખ
    • ટ્રાન્સફર વાઉચર નંબર/ચલણ સીરીયલ નંબર
    • ટીસીએસની બુક-એન્ટ્રી

[સ્ત્રોત]

ફોર્મ 27EQ માટે નિયત તારીખ

ફોર્મ 27EQ ફાઇલ કરવા માટેની નિયત તારીખો નીચે જણાવેલ છે.

ત્રિમાસિકગાળો રિટર્ન ફાઇલ કરવાની નિયત તારીખ
એપ્રિલથી જૂન 31મી જુલાઈ
જુલાઈથી સપ્ટેમ્બર 31મી ઓક્ટોબર
ઓક્ટોબરથી ડિસેમ્બર 31મી જાન્યુઆરી
જાન્યુઆરીથી માર્ચ 31મી મે

[સ્ત્રોત]

ફોર્મ 24Q, 26Q, 27Q અને 27EQ કેવી રીતે ડાઉનલોડ કરવું?

તમે આ સરળ સ્ટેપ થકી તમામ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.

  • TIN સત્તાવાર પોર્ટલ પર જાઓ.
  • પછી, Downloads > e-TDS/e-TCS > Quarterly Returns > Regular પર નેવિગેટ કરો.
  • તેમને ડાઉનલોડ કરવા માટે જરૂરી ફોર્મ પર ક્લિક કરો.

[સ્ત્રોત]

ટીડીએસ રિટર્નનું ઓનલાઈન સબમિશન

તમારું ટીડીએસ રિટર્ન ઓનલાઈન ફાઇલ કરવા માટે, તમારે આ સ્ટે૫ને જરૂર અનુસરવાની જરૂર છે.

  • TIN NSDLની ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ અને રિટર્ન પ્રિપેરેશન યુટિલિટી ફાઇલ ફોર્મેટ ડાઉનલોડ કરો. ત્યાં, તમને ડેટા સ્ટ્રકચર મળશે, જેમાં તમે તમારું ઇ-ટીડીએસ અથવા ઇ-ટીસીએસ રિટર્ન તૈયાર કરી શકો છો.
  • પછી, ફાઇલોને ચકાસવા માટે એનએસડીએલ દ્વારા પ્રદાન કરાયેલ ફાઇલ વેલિડેશન યુટિલિટી (FVU) નો ઉપયોગ કરો. જો કોઈ વેલિડેશન ભૂલ હશે તો FVU એક ભૂલ-Error રિપોર્ટ જનરેટ કરશે.
  • આગળ, જરૂરી વેરિફિકેશન પછી ઇન્કમ ટેક્સ વેબસાઈટ પર .fvu ફાઇલ અપલોડ કરો.

અહીં તમારા TAN અને પ્રોવિઝનલ રિસિપ્ટ નંબર (PRN) સાથે તમારા ફાઇલ કરેલા ટીડીએસ રિટર્નનું સ્ટેટસ અહિં પણ ચકાસી શકો છો.

હવે જ્યારે તમે ટીડીએસ રિટર્ન ફોર્મ માટે જરૂરી ડિટેલ્સ જાણો છો, તો તમારા ટેક્સ રિટર્નને અસરકારક રીતે હેન્ડલ કરવા માટે આ જ્ઞાનનો ઉપયોગ કરો.

[સ્ત્રોત]

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું તમે ટીડીએસ રિટર્ન ફોર્મમાં ડિડક્શન એન્ટ્રી ક્વાર્ટર 1 અને ક્વાર્ટર 2 ખસેડી શકો છો?

હા તમે કરી શકો છો. જોકે, તમારે ક્વાર્ટર 2 માટે રિટર્ન ફાઇલ કરતા પહેલા ક્વાર્ટર 1 માટે સુધારેલું રિટર્ન ફાઇલ કરવું પડશે

જો તમે ટીડીએસ રિટર્ન ફોર્મ મોડું સબમિટ કરશો તો શું થશે?

જો તમે નિયત તારીખ પહેલાં અથવા તેના પર તમારું ટીડીએસ રિટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળ થશો, તો ડિફોલ્ટ ચાલુ રહે ત્યાં સુધી તમે દરરોજ રૂ. 200 ચૂકવવા માટે જવાબદાર છો.

[સ્ત્રોત 1]

[સ્ત્રોત 2]