ફોર્મ 15G અને ફોર્મ 15H વચ્ચે શું તફાવત છે?
ટેક્સ લિમિટ કરતા ઓછી કુલ ઈન્કમ ધરાવતી વ્યક્તિઓ ફોર્મ 15G અથવા ફોર્મ 15H સબમિટ કરીને ઇન્ટરેસ્ટ પર TDS બચાવી શકે છે. જ્યારે ઈન્કમટેક્ષ એક્ટના સેક્શન 194A હેઠળ નાણાકીય વર્ષમાં લિમિટ ₹40,000ની થ્રેશોલ્ડને ક્રોસ કરે ત્યારે બેંક ઇન્ટરેસ્ટની ઈન્કમ પર TDS ડિડકટ કરે છે. સિનિયર સીટીઝન માટે રકમ ₹50,000 રાખવામાં આવી છે. અહીં, બે ફોર્મની ઉપલબ્ધતા ઘણીવાર વ્યક્તિઓને મૂંઝવણમાં મૂકે છે કે તેમના માટે કયું ફોર્મ એપ્લિકેબલ છે.
તેથી જ વ્યક્તિઓને યોગ્ય ફોર્મ પસંદ કરવામાં મદદ કરવા માટે 15G અને 15H વચ્ચેના તફાવત અંગેનું કોમ્પ્રીહેન્સિવ નોલેજ જરૂરી છે.
તેથી, ચાલો ફોર્મ 15G અને ફોર્મ 15H ના ટૂંકા વર્ણન સાથે આ ચર્ચા શરૂ કરીએ અને તેમના તફાવતો સાથે તેને અનુસરીએ.
ફોર્મ 15G શું છે?
ફોર્મ 15G એ ટેક્સપેયર દ્વારા કરવામાં આવેલ એક ડીક્લેરેશન ફોર્મ છે જેમાં તેઓ બેંકને TDS ના નોન-ડિડક્શન માટે વિનંતી કરે છે કારણ કે તેમની ઈન્કમ મિનીમમ છૂટની લિમિટથી ઓછી છે.
ઈન્કમટેક્ષ એક્ટ 1961 ચોક્કસ સંજોગોમાં ટેક્સ લાયબિલિટી પર રાહત આપે છે. જો કોઈ વ્યક્તિની ટેકસેબલ ઈન્કમ ₹2,50,000 થી ઓછી હોય, તો તે ઈન્કમટેક્ષ ચૂકવવા માટે જવાબદાર નથી.
અહીં, જો વ્યક્તિઓ ફિક્સ્ડ ડિપોઝિટ પર ઇન્ટરેસ્ટ મેળવે છે, તો બેંક વ્યક્તિના એકાઉન્ટમાં ઇન્ટરેસ્ટની રકમ ડિપોઝીટ કરાવતા પહેલા TDS ડિડકટ કરી શકે છે. જો કે, જો કુલ ઈન્કમ ₹2,50,000 ની લિમિટને પાર ન કરી જાય, તો વ્યક્તિઓ ફોર્મ 15G નો ઉપયોગ કરી શકે છે અને જો રકમ ₹40,000 થી વધુ હોય તો પણ ઇન્ટરેસ્ટની ઈન્કમ પર TDS ડિડક્શન ટાળી શકે છે.
જો વ્યક્તિઓ ફોર્મ 15G સબમિટ કરે છે, તો તેઓ સંપૂર્ણ ઇન્ટરેસ્ટની ઈન્કમ મેળવી શકે છે કારણ કે બેંકો કોઈપણ TDS ડિડકટ કરશે નહીં. ફોર્મ 15G સબમિટ કરવા માટે સક્ષમ થવા માટે, વ્યક્તિની ઉંમર 60 વર્ષથી ઓછી હોવી જોઈએ.
હવે તમે ફોર્મ 15G વિશે જાણશો, ચાલો 15G અને 15H તફાવતને વધુ સારી રીતે સમજવા માટે ફોર્મ 16H પર ધ્યાન આપીએ.
ફોર્મ 15H શું છે?
ફોર્મ 15H નો હેતુ ફોર્મ 15G ની જેમ જ છે. તેનો અર્થ એ છે કે વ્યક્તિઓ ફિક્સ્ડ ડિપોઝિટમાંથી મેળવેલા ઇન્ટરેસ્ટ પર નાણાકીય વર્ષમાં TDS ડિડક્શન માટે ક્લેમ કરી શકે છે.
આ ફોર્મ ખાસ કરીને 60 વર્ષની વયે પહોંચી ગયેલી વ્યક્તિઓ માટે ફાળવવામાં આવે છે. કૃપા કરીને નોંધ કરો, ફોર્મની વેલીડીટી એક વર્ષની છે. તેથી, ફિક્સ્ડ ડિપોઝિટમાંથી જનરેટ થતા ઇન્ટરેસ્ટ પર TDS ડિડક્શન મેળવવા માટે, વ્યક્તિઓએ દર નાણાકીય વર્ષમાં ફોર્મ 15H સબમિટ કરવું પડશે.
ઉપરોક્ત બંને ફોર્મની વ્યાખ્યાની સ્પષ્ટ સમજણ સાથે, અમે હવે 15G અને 15H ફોર્મના તફાવતો પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ.
ફોર્મ 15G અને 15H વચ્ચેના તફાવતો
પેરામીટર્સ | ફોર્મ 15G | ફોર્મ 15H |
યોગ્યતા | વ્યક્તિઓ (કંપની અથવા ફર્મ નથી). 60 વર્ષથી ઓછી ઉંમરના ભારતીય રહેવાસીઓ આ ફોર્મ માટે યોગ્ય છે. | 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના ભારતીય રહેવાસીઓ આ ફોર્મ માટે યોગ્ય છે. |
જરૂરી ડોક્યુમેન્ટ | પાન કાર્ડ | પાન કાર્ડ |
ઉપયોગ | વ્યક્તિઓ એમ્પ્લોયર્સ પ્રોવિડન્ટ ફંડ વિથ્ડ્રોવલ, પોસ્ટ ઑફિસ ડિપોઝિટમાંથી ઇન્ટરેસ્ટ, બેંક ડિપોઝિટમાંથી ઇન્ટરેસ્ટ ઈન્કમ, રેંટલ ઈન્કમમાંથી ઇન્ટરેસ્ટ, લાઇફ ઇન્સ્યોરન્સ પૉલિસીમાંથી, કોર્પોરેટ બોન્ડ અને ડિબેન્ચર્સમાંથી ઇન્ટરેસ્ટ પર TDS ડિડક્શન કરવા માટે ફોર્મ 15G નો ઉપયોગ કરી શકે છે. | ફોર્મ 15H નો ઉપયોગ ફિક્સ ડિપોઝિટ પરના ઇન્ટરેસ્ટ, કોર્પોરેટ બોન્ડમાંથી, પોસ્ટ ઓફિસ, EPF વિથ્ડ્રોવલ પર, રેંટ પર TDSના નોન- ડિડક્શનને ક્લેમ કરવા માટે કરી શકાય છે. |
લાભો | આ ફોર્મ વ્યક્તિઓને (60 વર્ષથી ઓછી ઉંમરના)ને નાણાકીય વર્ષમાં ઇન્ટરેસ્ટની ઈન્કમમાંથી TDS ડિડક્શન પર બચત કરવામાં મદદ કરે છે. [બિનનિવાસી-ભારતીય અથવા એનઆરઆઈ (NRI) હોય તેવા વ્યક્તિઓ દ્વારા લાભ માટે ક્લેમ કરી શકાતો નથી.] | આ ફોર્મ વ્યક્તિઓને (60 વર્ષથી વધુ ઉંમરના) નાણાકીય વર્ષમાં ઇન્ટરેસ્ટની ઈન્કમમાંથી TDS ડિડક્શન પર બચત કરવામાં મદદ કરે છે.[ બિન-નિવાસી-ભારતીય અથવા એનઆરઆઈ (NRI) વ્યક્તિઓ દ્વારા લાભ માટે ક્લેમ કરી શકાતો નથી.] |
આના સામે ઈશ્યુ કરાય | આ ફોર્મ 60 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા ફિક્સ્ડ ડિપોઝિટ હોલ્ડર સામે ઈશ્યુ કરવામાં આવે છે. | આ ફોર્મ અને 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના ફિક્સ્ડ ડિપોઝિટ હોલ્ડર અને રિકરિંગ ડિપોઝિટ હોલ્ડર સામે ઈશ્યુ કરવામાં આવે છે. |
ઈશ્યુ કરનાર | ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ અને ભારતની તમામ મોટી બેંકો ફોર્મ 15G ઈશ્યુ કરે છે. | ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ અને ભારતની તમામ મોટી બેંકો ફોર્મ 15H ઈશ્યુ કરે છે. |
સમય અવધિ | નાણાકીય વર્ષ 2021-22 માટે, ફોર્મની વેલીડીટી 1 આખા વર્ષ માટે એટલે કે 2022-23 સુધી રહે છે. | નાણાકીય વર્ષ 2021-22 માટે, ફોર્મની વેલીડીટી 1 આખા વર્ષ માટે એટલે કે 2022-23 સુધી રહે છે. |
વેરિફીકેશન | વેલીડેશન સ્ટેટસ ઈ-ફાઈલિંગ પોર્ટલ દ્વારા ચેક કરી શકાય છે. | વેલીડેશન સ્ટેટસ ઈ-ફાઈલિંગ પોર્ટલ દ્વારા ચેક કરી શકાય છે. |
ફોર્મ 15G માટે એક વર્ષ માટે ઇન્ટરેસ્ટની કુલ ઈન્કમ તે વર્ષની છૂટની લિમિટ કરતાં ઓછી હોવી જોઈએ. 2021-22 (AY 2022-23) ના નાણાકીય વર્ષ માટે તે રકમ ₹2.5 લાખ છે.
ફોર્મ 15G અને ફોર્મ 15H વચ્ચેના તફાવત વિશે આશ્ચર્ય પામતી વ્યક્તિઓ હવે ઉપર જણાવેલ ભાગમાંથી વિગતવાર જવાબ મેળવી શકે છે. તેથી, તેઓ તેમની ઉંમર પ્રમાણે ફોર્મ નંબર સરળતાથી ઓળખી શકે છે અને ઈન્ટરેસ્ટની ઈન્કમ પર નોન-ડિડક્શન માટે ક્લેમ કરી શકે છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો
શું કોઈ કંપની અથવા ફર્મ ઈન્ટરેસ્ટ પર TDS ડિડક્શન માટે એપ્લિકેશન કરી શકે છે અને ફોર્મ 15G સબમિટ કરી શકે છે?
ના, કોઈ કંપની અથવા ફર્મ ઈન્ટરેસ્ટ પર TDS ડિડક્શન માટે એપ્લિકેશન કરી શકશે નહીં અને ફોર્મ 15G સબમિટ કરી શકશે નહીં.
શું હિંદુ અનડિવાઈડેડ ફેમીલી (HUF) માટે ફોર્મ 15H ઉપલબ્ધ છે?
ના, હિંદુ અનડિવાઈડેડ ફેમીલી (HUF) માટે ફોર્મ 15H ઉપલબ્ધ નથી.
શું ભારતના બિન-નિવાસીઓ ફોર્મ 15G અને 15H ના લાભ માટે ક્લેમ કરી શકે છે?
ના, ભારતના બિન-નિવાસીઓ ફોર્મ 15G અને 15H ના લાભ માટે ક્લેમ કરી શકતા નથી.