ડિજિટ ઇન્સ્યોરન્સ કરો

ઈન્કમટેક્ષ એક્ટની સેક્શન 80DDB

તાજેતરના વૈશ્વિક હેલ્થકેર કટોકટીએ વધતા મેડિકલ એક્સપેન્સ પર નોંધપાત્ર રીતે બચત કરવા માટે હેલ્થકેર ઇન્સ્યોરન્સ પર લોકોની નિર્ભરતામાં વધારો કર્યો છે. જો કે, જે વ્યક્તિઓને નિયમિત હેલ્થકેર ઇન્સ્યોરન્સ પ્રિમીયમ પરવડી શકે તેમ નથી તેઓ IT એક્ટની સેક્શન 80DDB દ્વારા તેમની ટેક્સ લાયબિલિટી પર બચત કરી શકે છે. આ હેઠળ, તમે તમારા ડીપેન્ડન્ટ અથવા તમારા પર થતા મેડિકલ એક્સપેન્સ પર 80DDB ડિડક્શનનો આનંદ માણી શકો છો.

સારું લાગે છે ખરું ને?

હવે જ્યારે તમે જાણો છો કે ઈન્કમટેક્ષમાં 80DDB શું છે, ચાલો યોગ્યતા, ક્લેમ પ્રોસેસ અને અન્ય પરિબળો વિશે વાત કરીએ જેથી તમને વધુ સારી રીતે સમજવામાં મદદ મળે.

80DDB ડિડક્શન: કોણ તેનો લાભ લઈ શકે છે?

સેક્શન 80DDB હેઠળ ટેક્સ સંબંધિત લાભોનો ક્લેમ કરવા માટે યોગ્યતાના માપદંડો પર એક નજર નાખો--

  • માત્ર વ્યક્તિઓ અને હિન્દુ અનડિવાઈડેડ ફેમીલી (HUF) સેક્શન 80DDB માટે યોગ્ય છે. અને
  • વ્યક્તિ અથવા HUF ભારતનો નાગરિક હોવો આવશ્યક છે. બિન-નિવાસી વ્યક્તિઓ અથવા કોર્પોરેટ એસેસી આ સેક્શન હેઠળ લાભ માટે ક્લેમ કરી શકતા નથી. અને
  • યોગ્ય બનવા માટે, તમારે ટેક્સપેયર હોવા જોઈએ અને તમારા ડીપેન્ડન્ટને અસર કરતા રોગોની સારવાર માટે તમારે મેડિકલ એક્સપેન્સ ઉઠાવ્યા હોવા જોઈએ.

આ સંદર્ભમાં, ડીપેન્ડન્ટનો સંદર્ભ લો:

  • જો એસેસી વ્યક્તિ છે, તો ડીપેન્ડન્ટમાં વ્યક્તિના જીવનસાથી, બાળકો, ભાઈ-બહેનો અને માતાપિતાનો સમાવેશ થાય છે.
  • જો એસેસી HUF છે, તો હિંદુ અનડિવાઈડેડ ફેમીલીના કોઈપણ મેમ્બરને ડીપેન્ડન્ટ ગણી શકાય.

[સ્ત્રોત]

80DDB રોગોનું લિસ્ટ: રોગનું નામ જેની સામે તમે ડિડક્શન માટે ક્લેમ કરી શકો છો

નીચે જણાવેલ ઈન્કમટેક્ષ એક્ટની સેક્શન 80DDB હેઠળ ઉલ્લેખિત રોગો પર એક નજર નાખો -

ન્યુરોલોજીકલ રોગો

આ ડિડક્શન 40% અને તેનાથી વધુ ન્યુરોલોજીકલ ડિસેબિલિટીથી પીડિત દર્દીઓને કવર કરે છે. રોગોમાં સમાવેશ થાય છે -

  • એટેક્સિયા
  • પાર્કિન્સન રોગ
  • મોટર ન્યુરોન રોગ
  • ડીમેન્ટીઆ
  • હેમીબોલિઝમસ
  • કોરિયા
  • ડાયસ્ટોનિયા મસ્ક્યુલોરમ ડિફોર્મન્સ
  • અફેસીયા

અન્ય રોગોનો શામેલ છે

  • ગંભીર મૂત્રપિંડ સંબંધી સમસ્યા
  • જીવલેણ કેન્સર
  • થેલેસેમિયા
  • હિમોફીલિયા
  • એડ્સ(AIDS)

[સ્ત્રોત]

સેક્શન 80DDB હેઠળ ડિડક્શન માટે ક્લેમ કેવી રીતે કરવો?

80DDB હેઠળ ટેક્સ લાભ માટે ક્લેમ કેવી રીતે કરવો તેના પર નીચેના સૂચકાંકોની નોંધ લો:

80DDB ડિડક્શન મેળવતા પહેલા ધ્યાનમાં લેવા માટેના 3 પરિબળો

તમારા ટેક્સ ડિડક્શનને ક્લેમ કરવા માટે, પહેલા આ સૂચકાંકોને ધ્યાનમાં લો:

  • એક યોગ્ય ટેક્સપેયર તરીકે, તમારે મેડિકલ સર્ટીફિકેટની હાર્ડ કોપી પ્રદાન કરવાની જરૂર છે. સરકારી હોસ્પિટલ અથવા સરકાર દ્વારા માન્ય હોસ્પિટલમાં કામ કરતા નિષ્ણાત પાસેથી મેડિકલ સર્ટીફિકેટ મેળવો. સર્ટીફિકેટમાં દર્દીનું નામ અને ઉંમર, રોગની પ્રકૃતિ અને સર્ટીફિકેટ આપનાર નિષ્ણાતનું નામ અને રજિસ્ટ્રેશન નંબર જેવી વિગતો હોવી જોઈએ.
  • ખાતરી કરો કે તમે ઉલ્લેખિત રોગ માટે યોગ્ય મેડિકલ ટ્રીટમેન્ટ ખર્ચ કર્યો છે. આ ખર્ચમાં મેડિકલ પ્રેક્ટિશનરોને ચૂકવવામાં આવતી ફી, ડાયગ્નોસ્ટિક ટેસ્ટનો ખર્ચ, દવાઓ અને સારવાર સાથે સીધા સંબંધિત અન્ય ખર્ચનો સમાવેશ થઈ શકે છે. કરેલા ખર્ચના યોગ્ય રેકોર્ડ અને રસીદ રાખો.
  • જો તમે ડીપેન્ડન્ટ ફેમેલી મેમ્બર માટે ડિડક્શન ક્લેમ કરી રહ્યાં છો, તો ખાતરી કરો કે તેઓ ઈન્કમટેક્ષ એક્ટ અનુસાર ડીપેન્ડન્ટની વ્યાખ્યાને પૂર્ણ કરે છે.

તમારી 80DDB ડિડક્શન માટે ક્લેમ કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

1. મેડિકલ સર્ટીફિકેટ

ટેક્સપેયર તરીકે, તમારે તમારું ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટને અધિકૃત મેડિકલ પ્રેક્ટિસનર દ્વારા ઈશ્યુ કરાયેલ મેડિકલ સર્ટીફિકેટ સબમિટ કરવાની જરૂર છે. આ મેડિકલ સારવાર અથવા જે સારવાર કરવામાં આવી છે તેના પુરાવા તરીકે સેવા આપે છે.

તમે કોની પાસેથી તે મેળવી શકો છો તે જાણવા માટે નીચેના કોષ્ટક પર એક નજર નાખો:

[1]

રોગ સર્ટીફિકેટ
ન્યુરોલોજીકલ રોગ ન્યુરોલોજીસ્ટનું પ્રિસ્ક્રિપ્શન (ન્યુરોલોજીમાં ડોક્ટરેટ ઓફ મેડિસિન અથવા કોઈપણ સમકક્ષ ડિગ્રી)
ગંગંભીર મૂત્રપિંડ સંબંધી સમસ્યાઓ નેફ્રોલોજિસ્ટનું પ્રિસ્ક્રિપ્શન (નેફ્રોલોજીમાં ડોક્ટરેટ ઑફ મેડિસિન અથવા અન્ય સમકક્ષ ડિગ્રી). અથવા તો, યુરોલોજિસ્ટ પાસેથી પ્રિસ્ક્રિપ્શન (માસ્ટર ઓફ ચિરુર્ગી અથવા અન્ય સમકક્ષ ડિગ્રી)
જીવલેણ કેન્સર ઓન્કોલોજિસ્ટનું પ્રિસ્ક્રિપ્શન (ઓન્કોલોજીમાં ડોક્ટરેટ ઑફ મેડિસિન અથવા અન્ય સમકક્ષ ડિગ્રી)
હેમેટોલોજીકલ ડિસઓર્ડર (થેલેસેમિયા અને હિમોફીલિયા) નિષ્ણાતનું પ્રિસ્ક્રિપ્શન (હિમેટોલોજીમાં ડોક્ટરેટ ઑફ મેડિસિન ડિગ્રી અથવા અન્ય સમકક્ષ ડિગ્રી)
એડ્સ(AIDS) ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન (જનરલ અથવા ઇન્ટરનલ મેડીસીનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા અન્ય સમકક્ષ ડિગ્રી)

નોંધ: મેડિકલ કાઉન્સિલ ઑફ ઈન્ડિયાએ ઉપર જણાવેલ મેડિકલ ડિગ્રીઓને માન્યતા આપવી જોઈએ.

ઉપરાંત, યાદ રાખવાની 2 બાબતો:

  • પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેતી વ્યક્તિ

આ કિસ્સામાં, તે/તેણી એ જ હોસ્પિટલમાંથી સર્ટીફિકેટ એકત્રિત કરી શકે છે. તેથી, તેણે અગાઉની સૂચના મુજબ સરકારી હોસ્પિટલમાંથી તે એકત્રિત કરવાની જરૂર નથી.

  • ગવર્નમેન્ટ હોસ્પિટલમાંથી સારવાર લેતી વ્યક્તિ

તેણે/તેણીએ ફૂલ-ટાઇમ કામ કરતા મેડિકલ પ્રેક્ટિસનર પાસેથી મેડિકલ સર્ટીફિકેટ મેળવવું આવશ્યક છે.

ઉપરાંત, યાદ રાખવાની 2 બાબતો:

Person Receiving Treatment at a Private Hospital

પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેતી વ્યક્તિ

આ કિસ્સામાં, તે/તેણી એ જ હોસ્પિટલમાંથી સર્ટીફિકેટ એકત્રિત કરી શકે છે. તેથી, તેણે અગાઉની સૂચના મુજબ સરકારી હોસ્પિટલમાંથી તે એકત્રિત કરવાની જરૂર નથી.

Person Receiving Treatment from Government Hospital

ગવર્નમેન્ટ હોસ્પિટલમાંથી સારવાર લેતી વ્યક્તિ

તેણે/તેણીએ ફૂલ-ટાઇમ કામ કરતા મેડિકલ પ્રેક્ટિસનર પાસેથી મેડિકલ સર્ટીફિકેટ મેળવવું આવશ્યક છે.

 

2. સેલ્ફ -ડીક્લેરેશન ડોક્યુમેન્ટ

તમારે સેલ્ફ-ડીક્લેરેશન સર્ટીફિકેટ દર્શાવવાની જરૂર છે. આ તમે કરેલા મેડિકલ એક્સપેન્સના પુરાવા તરીકે કામ કરે છે. આથી, આ ડોક્યુમેન્ટમાં વિકલાંગ ડીપેન્ડન્ટની તાલીમ અને પુનર્વસન સહિતના તમામ મેડિકલ એક્સપેન્સનો સમાવેશ થવો જોઈએ.

3. 80DDB ફોર્મ

નવા નિયમ અનુસાર, તમારે પ્રિસ્ક્રિપ્શન અને ફોર્મ 10-1 સબમિટ કરવાની જરૂર નથી. પરંતુ જો કોઈ ડીપેન્ડન્ટ ઓટીઝમ અને સેરેબ્રલ પાલ્સી જેવી વિકલાંગતાથી પીડિત હોય તો તે જરૂરી છે

[સ્ત્રોત]

80DDB માટે ફોર્મ કેવી રીતે ભરવું?

80DDB ફોર્મ ભરવા માટે સ્ટેપ મુજબ માર્ગદર્શિકા અનુસરો:

  • સ્ટેપ 1: દર્દીનું નામ, સરનામું, પિતાનું નામ ભરો.
  • સ્ટેપ 2: નામ અને વ્યક્તિનું સરનામું અને દર્દી કે જેના પર વ્યક્તિ નિર્ભર છે તેની સાથેનો સંબંધ લખો.
  • સ્ટેપ 3: રોગના નામનો ઉલ્લેખ કરો. ઉપરાંત, વિકલાંગતાની ગંભીરતાનો ઉલ્લેખ કરો (ઉદાહરણ તરીકે, 40% અથવા વધુ).
  • સ્ટેપ 4: મેડિકલ સર્ટીફિકેટ આપનાર ડૉક્ટરનું નામ, સરનામું, રજિસ્ટ્રેશન અને ક્વાલીફિકેશન ભરો. હોસ્પિટલનું નામ અને સરનામું જણાવો.
  • સ્ટેપ 5: "વેરીફીકેશન" વિભાગ ભરો. ઉપરાંત, ફોર્મ પર તમારી અને ગવર્નમેન્ટ હોસ્પિટલના હેડ દ્વારા યોગ્ય રીતે સહી કરેલી હોવી જોઈએ. તેણે/તેણીએ જનરલ અથવા ઇન્ટરનલ મેડિસિનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવવી આવશ્યક છે.

80DDB ડિડક્શન લિમિટ: તમારે શું ધ્યાનમાં રાખવાની જરૂર છે?

 

80DDB હેઠળ ડિડક્શન સંપૂર્ણપણે ડીપેન્ડન્ટની ઉંમર પર આધારિત છે કે જેના પર તમે મેડિકલ એક્સ[પેન્સ કર્યો છે. તો ચાલો ઉંમરની કેટેગરી પર એક નજર કરીએ:

કેટેગરી ઉંમરનું વર્ણન
સિનિયર સિનિયર તરીકે વર્ગીકૃત કરાયેલી વ્યક્તિઓ ભારતીય નિવાસી છે અને આપેલ વર્ષમાં 60 વર્ષ કે તેથી વધુ છે.
સુપર સિનિયર સુપર સિનિયર સીટીઝન એવા ભારતીય રહેવાસીઓ છે જેમની ઉંમર આપેલ વર્ષમાં 80 વર્ષ કે તેથી વધુ છે.

ટેક્સ ડિડક્શનની મહત્તમ લિમિટ વાસ્તવિક ચૂકવેલ મેડિકલ એક્સપેન્સ અથવા ₹40,000 બેમાંથી જે પ્રથમ આવે તે છે. આને ધ્યાનમાં લેતા, ડિડક્શનની રકમ નીચે મુજબ છે:

ઉંમર 80DDB ડિડક્શનની રકમ
60 વર્ષથી ઓછા ₹40,000 અથવા વાસ્તવિક મેડિકલ એક્સપેન્સ, જે ઓછું હોય તે
60 વર્ષ અથવા તેથી વધુ ₹1,00,000 અથવા વાસ્તવિક મેડિકલ એક્સપેન્સ, જે ઓછું હોય
80 વર્ષ અથવા તેથી વધુ ₹1,00,000 અથવા વાસ્તવિક મેડિકલ એક્સપેન્સ, જે ઓછું હોય

એમ્પ્લોયર અથવા ઇન્સ્યોરર દ્વારા વળતરની રકમ દ્વારા ઘટાડો

ઉદાહરણ: જો તમારા એમ્પ્લોયર અથવા ઇન્સ્યોરર મેડિકલ એક્સપેન્સ રીઇમ્બર્સ કરે છે, તો તે ક્રેડિટ 80DDB ડિડક્શન એડજસ્ટ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમે ₹60,000 નો મેડિકલ એક્સપેન્સ ઉઠાવો છો, તો તમે ₹40,000 ની ટેક્સની છૂટ માટે ક્લેમ કરી શકો છો. પરંતુ, ધારો કે તમારા ઇન્સ્યોરર ઉલ્લેખિત રોગો માટે ₹30,000 મેડિકલ એક્સપેન્સની રીઇમ્બર્સ કરે છે. પછી, તમે સેક્શન 80DDB ઈન્કમ ટેક્સ એક્ટ હેઠળ માત્ર ₹10,000ના ડિડક્શન માટે ક્લેમ કરી શકો છો.

યાદ રાખો, જો રીઇમ્બર્સ્મન્ટ ₹40,000 ની અનુમતિપાત્ર રકમ કરતાં વધી જાય, તો તમે ટેક્સ ડિડક્શનનો આનંદ માણી શકતા નથી. જો કે, જો ડીપેન્ડન્ટ સિનિયર સીટીઝન હોય, તો તમે ₹1,00,000 ની ટેક્સની છૂટનો આનંદ માણી શકો છો.

[સ્ત્રોત]

બોટમ લાઈન

વર્તમાન હેલ્થકેર સમસ્યાઓથી પીડિત દર્દીઓને મદદ કરવા માટે ગવર્નમેન્ટ પાસે ટેક્સ લાભ વધારવાનો પ્લાન છે. તેથી કોઈપણ મુશ્કેલી વિના 80DDB ડિડક્શનનો આનંદ માણવા માટે આ ઉપરોક્ત નિર્દેશોને ધ્યાનમાં રાખો.

વારંવાર પૂછાતા પ્રશ્નો

80DDB હેઠળ ડિડક્શન 80DD હેઠળની ડિડક્શનથી કેવી રીતે અલગ છે?

80DD માં, તમે વિકલાંગ ડીપેન્ડન્ટ પર કરવામાં આવતી મેડિકલ ટ્રીટમેન્ટ પર ટેક્સ ડિડક્શનનો આનંદ માણી શકો છો. તે જ સમયે, 80DDB સેલ્ફ અથવા ડીપેન્ડન્ટ બંનેની મેડિકલ ટ્રીટમેન્ટ પરના મેડિકલ એક્સપેન્સ પર કર લાભો સુનિશ્ચિત કરે છે.

શું લકવો 80DDB ડિડક્શન હેઠળ કવર કરવામાં આવે છે?

લકવો ન્યુરોલોજીકલ રોગ હેઠળ આવતો હોવાથી, તે 80DDB લિસ્ટ હેઠળ કવર કરવામાં આવ્યો છે.

શું તમે એક જ સમયે 80D અને 80DDB બંને ડિડક્શન ક્લેમ કરી શકો છો?

હા, તમે એક જ સમયે 80D અને 80DDB ક્લેમ કરી શકો છો. પરંતુ ચોક્કસ યોગ્યતાના માપદંડોને પૂર્ણ કરવાની ખાતરી કરો.

[સ્ત્રોત 1]

[સ્ત્રોત 2]