ડિજિટ ઇન્સ્યોરન્સ કરો

ઇન્કમ ટેક્સ એક્ટનું સેક્શન 80D શું છે?

વૈશ્વિક હેલ્થ કટોકટીએ લોકોના નાણાકીય સ્વાસ્થ્ય પર અસર કરી છે, ખાસ કરીને મેડિકલ ઇન્સ્યોરન્સ કવરેજ વિનાના લોકો પર વધુ અસર થઈ છે. ઇન્સ્યોરન્સ પોલિસી અંગે જાગૃતિના અભાવ ઉપરાંત, લોકો તેને ખરીદવાનું ટાળે છે તેનું બીજું મહત્ત્વનું કારણ ઉંચું પ્રીમિયમ છે.

જોકે, સેક્શન 80D ડિડક્શન સાથે, ટેક્સ પેયર ભારે ખિસ્સા કાતરૂં હોસ્પિટલ બિલ પર નોંધપાત્ર રીતે બચત કરી શકે છે.

આનો મહત્તમ ફાયદો લેવા માટે, તમારે મેડિકલ ઇન્સ્યોરન્સ સંલગ્ન સેક્શન 80D ડિડક્શનની થોડી જટિલતાઓ જાણવી આવશ્યક છે. તમારે જાણવી જરૂરી બાબતો વિશે તમામ માહિતી અમે અહીં રજૂ કરી રહ્યાં છીએ!

[સ્ત્રોત]

સેક્શન 80D હેઠળ ટેક્સ ડિડક્શન ક્લેમ કરવા માટે પાત્રતા માપદંડ

ક્લેમ કરવાની પ્રક્રિયામાં તમારે ડોક્યુંમેન્ટનો કોઈ પુરાવો સબમિટ કરવાની જરૂર ન હોવા છતાં, તમારે જાણવું જોઈએ કે આ ડિડક્શન માટે કોણ લાયક ઠરશે:

  • સ્વ/પોતે
  • આશ્રિત માતાપિતા
  • જીવનસાથી
  • આશ્રિત બાળકો

સેક્શન 80D હેઠળ ડિડક્શન માટે કયા પેમેંટ માધ્યમો પાત્ર છે?

તમે આ સેક્શન હેઠળ ટેક્સ કપાતના ફાયદા ક્લેમ કરવા માટે રોકડ સિવાયના અન્ય કોઈપણ ચૂકવણી માધ્યમ થકી મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ માટેની પેમેંટ પદ્ધતિ પસંદ કરી શકો છો. વરિષ્ઠ નાગરિકો (60 વર્ષ અને તેથી વધુ વયના)ની સારવાર માટે ચૂકવવામાં આવેલી રકમ અને પ્રીવેન્ટિવ હેલ્થ ચેક-અપ માટેના મેડિકલ ખર્ચને પણ કવર કરશે.

પ્રીવેન્ટિવ હેલ્થ ચેકઅપ

પ્રીવેન્ટિવ હેલ્થ ચેકઅપ/નિવારક આરોગ્ય તપાસ શું છે તે સમજાવવા માટે અહીં તમારા એક વિશિષ્ટ પાસાની નોંધ લેવી પડશે. આ બીજું કંઈ નહિ પરંતુ, મેડિકલ પ્રોફેશનલ જે-તે વ્યક્તિના હેલ્થ સંબંધિત જોખમી પરિબળોને કાબૂમાં લેવા માટે ફરજિયાતપણે વાર્ષિક સ્વાસ્થ્ય તપાસ કરાવે તે જ છે.

ITAનું સેક્શન 80D તમને તમારા પોતાના અને તમારા પરિવારના સભ્યો બંને માટેના મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઉપરાંત પ્રીવેન્ટિવ હેલ્થકેર માટે નાણાકીય વર્ષ દીઠ રૂ. 5,000 સુધીની લિમિટના વધારાની ટેક્સ છૂટ ક્લેમ કરવાની મંજૂરી આપે છે. પ્રીવેન્ટિવ હેલ્થકેરની આ લિમિટ રૂ. 25,000 અથવા રૂ. 50,000ની બેઝિક લિમિટ હેઠળ આવે છે.

તેને વધુ સારી રીતે સમજવા માટે નીચેનું 80Dનું કેલક્યુલેશન જુઓ -

ચાલો ધારીએ કે તમે ચોક્કસ નાણાકીય વર્ષમાં તમારા મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ માટે રૂ. 17,000 ચૂકવવાના છો. ઉપરાંત, તમે તમારા અથવા તમારા જીવનસાથી અને આશ્રિત બાળકો માટે પ્રીવેન્ટિવ હેલ્થ ચેક-અપ પસંદ કર્યું છે. આ કિસ્સામાં, તમે તમારા ખર્ચના આધારે રૂ. 5,000 સુધીની વધારાની રકમનું સેક્શન 80D હેઠળ ટેક્સ ડિડક્શન મેળવી શકશો. આકરણી કરનાર કુલ રૂ. 22,000 સેક્શન 80D હેઠળ ક્લેમ કરી શકે છે.

વધુમાં, જો તમે સરકાર દ્વારા શરૂ કરાયેલી કોઈપણ પ્રકારની સ્કીમમાં ચોક્કસ કોન્ટ્રીબ્યુશન આપ્યું હોય, તો તમે આ સેક્શન હેઠળ ટેક્સ ફાયદા પણ મેળવી શકશો.

સેક્શન 80D હેઠળ ઉપલબ્ધ મહત્તમ ડિડક્શન કેટલું છે?

હવે આપણે 80Dની મહત્તમ લિમિટ અને આ સેક્શન હેઠળ તમે ખરેખર કેટલી બચત કરી શકો છો તે વિશે જાણીશું. અત્રે નોંધનીય છે કે આ ગણતરી વિવિધ પરિદૃશ્યોના સંદર્ભમાં બદલાય છે.

અહીં યોગ્યતા અનુસાર અલગ-અલગ ડિડક્શન લિમિટ છે -

  • તમારા ઇન્સ્યોરન્સ પ્રીમિયમ (તમારા જીવનસાથી, બાળકો અને તમારા પોતાના માટે) માટે ચૂકવેલ રકમ માટે મહત્તમ ડિડક્શન રૂ. 25,000 હશે.
  • વ્યક્તિઓ 60 વર્ષથી ઓછી ઉંમરના આશ્રિત માતાપિતા માટે રૂ. 50,000 સુધીના 80D ડિડક્શનનો લાભ લઈ શકે છે. જો તમારા માતા-પિતાની ઉંમર 60 વર્ષથી વધુ હોય, તો મહત્તમ લિમિટ રૂ. 75,000 સુધી વધી શકે છે.
  • જો મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ચૂકવનાર ટેક્સ પેયરની ઉંમર 60 વર્ષથી વધુ હોય, તો તે રૂ. 1,00,000 સુધીનું ડિડક્શન ક્લેમ કરી શકે છે.

સેક્શન 80D હેઠળ કયા પરિબળોને બાકાત રાખવામાં આવ્યા છે?

વ્યક્તિઓ સેક્શન 80D હેઠળ ડિડક્શન ક્લેમ કરી શકતા નથી, જો:

  • તેણે અથવા તેણીએ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમનું પેમેંટ રોકડમાં કર્યું છે અથવા મેડિકલ ખર્ચની કોઈપણ ચુકવણી રોકડમાં કરી છે
  • તેણે અથવા તેણીએ ભાઈ-બહેન, દાદા દાદી, કામ કરતા બાળકો અથવા અન્ય કોઈ સંબંધીઓ વતી પેમેંટ કર્યું છે.
  • તેની પાસે નોકરીપ્રદાતા કંપની દ્વારા આપવામાં આવેલ ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સ છે.

જેમ તમે જોઈ શકો છો, વરિષ્ઠ નાગરિકો માટે સેક્શન 80D હેઠળ ઉપલબ્ધ ટેક્સ ફાયદા ખૂબ નોંધપાત્ર છે. તેથી, આ ઉંમરે નાણાકીય જવાબદારીઓના બોજથી બચી શકો છો.

જનતા દ્વારા સારવાર પર નોંધપાત્ર રકમ ખર્ચવાની સાથે દેશ આર્થિક સંકટથી પીડાઈ રહ્યો છે. સેક્શન 80D ડિડક્શન સુવિધા કદાચ આ સમયે સૌથી વધુ લોકપ્રિય ટેક્સ-સેવિંગ સાધન છે. જો તમે આ સેક્શન હેઠળ આઇટીઆર ફાઇલ કરવાનો પ્લાન ઘડી રહ્યા હોવ, તો કોઈપણ મૂંઝવણને ટાળવા માટે અગાઉથી ઉપર દર્શાવેલ માહિતીને વિગતવાર વાંચો અને સમજો.

[સ્ત્રોત]

વારંવાર પૂછાતા પ્રશ્નો

80D ટેક્સ ફાયદા માટે લાયક બનવા માટે મારી આવકની રેન્જ શું હોવી જોઈએ?

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આવા કોઈ ઈન્કમ ક્રાયટેરિયાનો ઉલ્લેખ કરતું નથી. હિંદુ અવિભાજિત કુટુંબ (HUF) ના લોકો સહિત ટેક્સ ચૂકવતી સંસ્થાઓ પણ સેક્શન 80D હેઠળ ટેક્સ મુક્તિનો ક્લેમ કરી શકે છે.

શું કામકાજ કરતા બાળકો વતી મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમની ચૂકવણી કરનાર વ્યક્તિ સેક્શન 80D હેઠળ ડિડક્શન મેળવી શકે છે?

ના, ઇન્કમ ટેક્સ એક્ટનું સેક્શન 80D આવી સુવિધાઓ પ્રદાન કરતું નથી.

જો તમે અને તમારા માતા-પિતા બંને સહભાગી થઈ મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમની ચૂકવણી કરવાનું નક્કી કરો તો શું ITA હેઠળ 80D ડિડક્શન ઉપલબ્ધ થશે?

હા, તમે અને તમારા માતા-પિતા બંને, ઍપ્લિકેબલ મહત્તમ રકમ સુધી પ્રત્યેકને મળતી મર્યાદિત લિમિટ સુધી ટેક્સ છૂટ ક્લેમ કરી શકો છો.

[સ્ત્રોત]