ડિજિટ ઇન્સ્યોરન્સ કરો

ઇન્કમટેક્સ એક્ટના સેક્શન 80CCF વિશે સમજણ

દેશમાં માળખાકીય સુવિધા વિકસાવવા માટે નોંધપાત્ર ફંડની જરૂર પડે છે અને સરકાર આ નાણાકીય જરૂરિયાતને પહોંચી વળવા સંભવિત રોકાણકારોની શોધ કરે છે. સેક્શન 80CCF એ ઇન્કમટેક્સ એક્ટમાં દાખલ કરવામાં આવેલી જોગવાઈ છે, જે સરકાર સમર્થિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય ટેક્સ-સેવિંગ બોન્ડમાં રોકાણ કરવા સામે ચોક્કસ ટેક્સ પ્રોત્સાહનો આપીને ઈચ્છુક રોકાણકારોને આકર્ષિત કરે છે.

આ જોગવાઈ રોકાણકારો અને સરકાર બંને માટે આદર્શ છે, કારણ કે રોકાણકાર તેમની બચતને મહત્તમ કરી શકે છે અને ટેક્સ લાયાબિલિટીને ઘટાડી શકે છે. આ સાથે સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે જરૂરી ફંડ મેળવી શકે છે.

જો તમે આ સેક્શન વિશે વધુ જાણવા ઈચ્છો છો, તો સ્ક્રોલ કરતા રહો!

[સ્ત્રોત]

સેક્શન 80CCF હેઠળ ડિડક્શન લિમિટ કેટલી છે?

વ્યક્તિઓને 80C હેઠળ ઉલ્લેખિત ટેક્સથી વધારાના ટેક્સ ડિડક્શનનો આનંદ માણવાની મંજૂરી આપવા માટે સેક્શન 80CCF રજૂ કરવામાં આવ્યું છે. યોગ્ય વ્યક્તિઓ ઇન્કમટેક્સ એક્ટના સેક્શન 80CCF હેઠળ નિર્દિષ્ટ કરેલ આકરણી વર્ષમાં મહત્તમ રૂ. 20,000નું ડિડક્શન ક્લેમ કરી શકે છે. રોકાણકારો આ ડિડક્શનને અન્ય ઉપલબ્ધ ડિડક્શન સાથે ઉમેરી પણ શકે છે, આમ ટેક્સ પર મહત્તમ બચત થાય છે.

સેક્શન 80CCF હેઠળ ટેક્સ ફાયદા મેળવવા માટે યોગ્યતા ક્રાયટેરિયા શું છે?

ઇન્કમટેક્સ એક્ટના સેક્શન 80CCF હેઠળ ટેક્સ ફાયદાનો આનંદ માણવા માટે વ્યક્તિઓએ નીચેના યોગ્યતા ક્રાયટેરિયાને પૂર્ણ કરવાની જરૂર છે:

  • ભારતીય નિવાસી જ આ સેક્શન હેઠળ ટેક્સ ફાયદા મેળવવા માટે લાયક ઠરે છે.
  • વ્યક્તિઓ અને હિન્દુ અવિભાજિત પરિવારો ટેક્સ ડિડક્શનનો આનંદ માણી શકે છે. ઇન્કમટેક્સ એક્ટના સેક્શન 80CCF હેઠળ કોઈપણ કંપનીઓ, સંસ્થાઓ અથવા પેઢીઓ ટેક્સ ડિડક્શન મેળવવા માટે યોગ્ય પાત્ર નથી.
  • કોઈ વ્યક્તિ અન્ય રોકાણકાર સાથે સંયુક્ત રીતે સરકાર દ્વારા માન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડમાં રોકાણ કરી શકે છે. જોકે માત્ર પ્રાથમિક હિસ્સેદાર જ ટેક્સ ડિડક્શન ક્લેમ કરી શકે છે.
  • રોકાણકારોએ ઈન્ડસ્ટ્રીયલ ફાઈનાન્શિયલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, ઈન્ટીગ્રેટેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ કંપની અને સરકાર સમર્થિત NBFC દ્વારા જારી કરાયેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડમાં રોકાણ કરવાની જરૂર રહેશે.
  • માત્ર પુખ્ત વયના ટેક્સ પેયર સેક્શન 80CCF હેઠળ ટેક્સ ફાયદાનો ક્લેમ કરી શકે છે.

[સ્ત્રોત]

સેક્શન 80CCF હેઠળ ટેક્સ લાભ મેળવવા માટે કયા ડોક્યુમેંંટ જરૂરી છે?

રોકાણકારોએ સેક્શન 80CCF હેઠળ ટેક્સ ડિડક્શન ક્લેમ કરવા માટે નીચેના ડોક્યુમેંંટ આપવા જરૂરી છે:

  • પાન કાર્ડ
  • સરકાર દ્વારા માન્ય ઓળખનો પુરાવો
  • બેંક એકાઉન્ટની વિગતો (જો જરૂરી હોય તો)

ઇન્કમટેક્સ એક્ટના સેક્શન 80CCF હેઠળ ડિડક્શનનું કેલક્યુલેશન કેવી રીતે કરવું?

સેક્શન 80CCF હેઠળ ઇન્કમ ટેક્સ ડિડક્શન કેવી રીતે કામ કરે છે તે સમજવા માટે, ચાલો એક સરળ ઉદાહરણ લઈએ:

શ્રી અશોક રૂ. 5,00,000ની વાર્ષિક આવક કમાય છે. ઇન્કમ ટેક્સ સ્લેબ મુજબ, તેમની ટેક્સેબલ આવક રૂ. 2,50,000 જેટલી છે. તેઓ સેક્શન 80C હેઠળ ઉલ્લેખિત રૂ. 1,50,000 સુધીનું ટેક્સ ડિડક્શન મેળવવા માટે સ્કીમોમાં રોકાણ કરે છે. આ ઉપરાંત તેઓ સરકાર દ્વારા માન્ય બોન્ડમાં રૂ. 40,000નું રોકાણ કરે છે અને સેક્શન 80CCF હેઠળ રૂ. 20,000ના ટેક્સ ડિડક્શનનો આનંદ માણી શકે છે. આમ, આપેલ આકરણી વર્ષમાં તેમની કુલ ટેક્સેબલ આવક થાય છે -

વિગતો રકમ
વાર્ષિક આવક ₹ 5,00,000
ડિડક્શન: બેઝિક એક્સમ્શન લિમિટ - ₹ 2,50,000
ડિડક્શન: સેક્શન 80C હેઠળ ડિડક્શન - ₹ 1,50,000
વાર્ષિક નેટ ટેક્સેબલ આવક ₹ 1,00,000
સરકાર સમર્થિત બોન્ડમાં રોકાણ ₹ 40,000
ડિડક્શન: સેક્શન 80ccf હેઠળ મહત્તમ ડિડક્શન (સરકાર સમર્થિત બોન્ડમાં રોકાણમાંથી ડિડક્શન) - ₹ 20,000
આપેલ આકારણી વર્ષમાં શ્રી અશોકની કુલ ટેક્સેબલ આવક (રૂ. 1,00,000 - રૂ. 20,000) ₹ 80,000

સેક્શન 80CCF હેઠળ ટેક્સ ફાયદા મેળવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

ઇન્કમટેક્સ એક્ટના સેક્શન 80CCF હેઠળ ટેક્સ ફાયદાનો ક્લેમ કરતા પહેલા નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખો:

  • સરકાર દ્વારા માન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય ટેક્સ-સેવિંગ બોન્ડમાંથી મળતું વ્યાજ કરપાત્ર છે.
  • આ બોન્ડની મુદત 5 વર્ષથી વધુ હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં, આ બોન્ડનો લોક-ઇન સમયકાળ 5 વર્ષનો હોય છે. આ લોક-ઇન સમયકાળની સમાપ્તિ પછી, વ્યક્તિઓ આ બોન્ડ વેચી શકે છે.
  • વ્યક્તિઓ ડીમેટ અથવા ફિઝીકલ ફોર્મ દ્વારા રોકાણ કરી શકે છે.
  • રોકાણકારો બહુવિધ બોન્ડમાં રોકાણ કરી શકે છે, પરંતુ એસેસમેન્ટ વર્ષમાં મહત્તમ ડિડક્શન મર્યાદા એટલી જ રહેશે.
  • હિંદુ અવિભાજિત પરિવારમાં માત્ર એક જ સભ્ય આ સેક્શન હેઠળ ટેક્સ છૂટ ફાયદા માણી શકે છે.

આમ, સેક્શન 80CCF વિશેના આ મુદ્દાઓને ધ્યાનપૂર્વક ચકાસો. આમ કરવાથી ટેક્સ ફાયદા મેળવવાની પ્રક્રિયા સુવ્યવસ્થિત રહેશે અને આ સેક્શન હેઠળ ટેક્સ લાયાબિલિટી ઘટશે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

આ સેક્શન 80CCF ક્યારથી અમલમાં આવ્યું?

સેક્શન 80CCF 2010ના બજેટ સત્રમાં રજૂ કરવામાં આવ્યું હતુ અને 2011માં અમલીકરણ થયું હતુ.

શું ઇન્કમટેક્સ એક્ટનું સેક્શન 80CCFએ 80Cનો ભાગ છે?

હા, 80CCFએ ઇન્કમટેક્સ એક્ટની 80Cનું પેટા સેક્શન છે.