ડિજિટ ઇન્સ્યોરન્સ કરો

ઇન્કમ ટેક્ષ એક્ટ સેક્શન 148 વિશે વ્યાપક માર્ગદર્શિકા

ઇન્કમ ટેક્ષ એક્ટ સેક્શન 148 અનુસાર જો કોઈ વ્યક્તિની ટેક્સેબલ ઇનકમ આઇટી (IT) ડિપાર્ટમેન્ટના અસેસમેન્ટમાંથી છટકી ગઈ હોય, તો અસેસિંગ ઓફિસર તે ટેક્સ કમ્પલાયન્ટ છે તે સાબિત કરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ રજૂ કરવા માટે નોટિસ ઇશ્યૂ કરશે. આ આર્ટિકલ આઈટીએ (ITA) ના આ સેક્શનના મહત્વપૂર્ણ પાસાઓનો સારાંશ આપે છે. તેથી જો તમે તેના વિશે જાણવા માટે ઉત્સુક છો, તો સ્ક્રોલ કરતા રહો!

ઇન્કમ ટેક્ષ એક્ટ સેક્શન 148 શું છે?

ઇન્કમ ટેક્ષ એક્ટ સેક્શન 148 હેઠળ, જો ટેક્સપેયર ઇન્કમ ગણતરીમાંથી છટકી જાય છે, તો અસેસિંગ ઓફિસર તેમને નોટિસ ઇશ્યૂ કરી શકે છે. તેમણે નીચે જણાવ્યા પ્રમાણેના ડૉક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે:

  • એસેસીનું ઇન્કમ ટેક્ષ રિટર્ન
  • એસેસી સિવાય અન્ય વ્યક્તિનું ઇન્કમ ટેક્ષ રિટર્ન

યાદ રાખો, અસેસીએ ઇન્કમ ટેક્ષ રિટર્ન 30 દિવસની અંદર અથવા નોટિસમાં ઉલ્લેખિત તારીખ મુજબ રજૂ કરવું આવશ્યક છે.

[स्रोत]

ઇન્કમ ટેક્ષ એક્ટ સેક્શન 148 હેઠળ નોટિસ ઇશ્યૂ કરવા માટે કોણ લાયક છે?

સેક્શન 151 મુજબ, નીચેના નિર્દેશકો ઇન્કમ ટેક્ષ એક્ટ સેક્શન 148 હેઠળ નોટિસ ઇશ્યૂ કરવા માટે એલીજીબિલિટી ક્રાયટેરિયાનો સારાંશ આપે છે:

  • જો સીઆઇટી (CIT) અથવા પીસીઆઇટી (PCIT) અથવા ડીઆઇટી (DIT) અથવા પીડીઆઇટી (PDIT) ની પૂર્વ મંજૂરી સાથે સંબંધિત અસેસમેન્ટ વર્ષના અંતથી 3 વર્ષની અંદર એઓ દ્વારા નોટિસ ઇશ્યૂ કરવામાં આવે છે.
  • જો પીસીસીઆઇટી (PCCIT) અથવા પીડીજીઆઇટી (PDGIT) ની પૂર્વ મંજૂરી સાથે સંબંધિત અસેસમેન્ટ વર્ષના અંતથી 3 વર્ષ પછી એઓ દ્વારા નોટિસ ઇશ્યૂ કરવામાં આવે છે, જ્યાં પીસીસીઆઇટી અથવા પીડીજીઆઇટી નથી, ત્યાં સીસીઆઇટી (CCIT) અથવા ડીજીઆઇટી (DGIT) ની પૂર્વ મંજૂરી સાથે.

[स्रोत]

સેક્શન 148 હેઠળ નોટિસ ઇશ્યૂ કરતા પહેલા કયા પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ?

અસેસિંગ ઓફિસર પ્રશ્નમાં રહેલ ટેક્સપેયરને નોટિસ ઇશ્યૂ કરતા પહેલા નીચેના પરિબળોને ધ્યાનમાં લે છે:

  • ટેક્સપેયરની ટેક્સેબલ ઇન્કમ આપેલ અસેસમેન્ટ વર્ષ માટે અસેસમેન્ટમાંથી છટકી ગઈ છે તે સાબિત કરવા માટે અસેસિંગ ઓફિસર સાચા પુરાવાના આધારે નોટિસ ઇશ્યૂ કરશે.
  • અસેસિંગ ઓફિસરે નોટિસ મોકલતા પહેલા ફરજિયાતપણે લેખિત નોટિસ આપવી જોઈએ. આ લેખિત નોટિસમાં અસેસમેન્ટમાંથી ઇન્કમ ટેક્ષ ઈવેજન માટે પ્રશ્નમાં રહેલ ટેક્સપેયર પર શંકા કરવાનું કારણ જણાવવું આવશ્યક છે.
  • ધારો કે ટેક્સપેયરે જરૂરી ડૉક્યુમેન્ટ અને વધારાની માહિતી આપી છે જે દર્શાવે છે કે તેણે રી-અસેસમેન્ટ અથવા અસેસમેન્ટ પૂર્ણ કર્યું છે. તે કિસ્સામાં, અસેસિંગ ઓફિસર અભિપ્રાયોમાં તફાવતના આધારે નોટિસ ઇશ્યૂ કરી શકતા નથી.
  • અસેસિંગ ઓફિસરને જો તેને આપવામાં આવેલી માહિતી સિવાયની કોઈ નવી માહિતી મળે તો તે નોટિસ ઇશ્યૂ કરી શકે છે.
  • ટેક્સપેયર તેની ટેક્સેબલ ઇન્કમ સંબંધિત કોઈપણ માહિતી જાહેર કરવામાં નિષ્ફળ થઈ શકે છે. તે કિસ્સામાં, ઇન્કમ ટેક્ષ એક્ટ સેક્શન 148 અને સેક્શન 147 એઓને તે વ્યક્તિને નોટિસ આપવા માટે અધિકૃત કરે છે.

સમયગાળો જેની અંદર અધિકારીઓ સેક્શન 148 હેઠળ નોટિસ ઇશ્યૂ કરી શકે

નીચેના સમયગાળાની નોંધ લો કે જેમાં અધિકારી ટેક્સ ઈવેજન માટે ટેક્સપેયરને નોટિસ આપી શકે છે:

  • સેક્શન 149 મુજબ, સેક્શન 148 હેઠળ નોટિસ ઇશ્યૂ કરવામાં આવશે
    • સંબંધિત અસેસમેન્ટ વર્ષના અંતથી 3 વર્ષ સુધી અથવા
    • સંબંધિત અસેસમેન્ટ વર્ષના અંતથી 10 વર્ષ સુધી, અસેસિંગ ઓફિસર પાસે ટેક્સેબલ ઇન્કમની હાજરી દર્શાવતા એકાઉન્ટ, ડૉક્યુમેન્ટ, અથવા પુરાવાઓ હોવા આવશ્યક છે. આ ઇન્કમ કોઈ એસેટ, અથવા ટ્રાન્સેક્શન, ઈવેન્ટ, પ્રસંગ સંબંધિત એક્સપેન્ડીચર, અથવા એકાઉન્ટ બુકમાં એન્ટ્રી સ્વરૂપમાં હોવી જોઈએ. વધુમાં, બાકી રહી ગયેલી ઇન્કમ પચાસ લાખ રૂપિયા જેટલી અથવા તેનાથી વધુ હોવી જોઈએ અથવા તે રકમ સુધી પહોંચવાની સંભાવના હોવી જોઈએ.

બીજા શબ્દોમાં કહીએ તો, જો અસેસિંગ ઓફિસર પાસે નોંધપાત્ર અઘોષિત ઇન્કમ હોવાનું સૂચવતા વાસ્તવિક પુરાવા હોય, સંબંધિત અસેસમેન્ટ વર્ષના અંતને ત્રણ વર્ષથી વધુ સમય વીતી ગયો હોય, તો પણ સેક્શન 148 હેઠળ દસ વર્ષ સુધીમાં નોટિસ ઇશ્યૂ કરી શકાય છે.

જો કે, નોંધ લો કે ઓફિસર નીચેના કારણોને આધારે નોટિસ મોકલી શકે છે:

  • ટેક્સપેયર સેક્શન 139, 148 અથવા 142(1) મુજબ તેના ઇન્કમ ટેક્ષ રિટર્ન સબમિટ કરવામાં નિષ્ફળ જાય છે; અથવા,
  • વ્યક્તિ અસેસમેન્ટના ટેક્સેબલ અસેસિંગ માટે જરૂરી હકીકતલક્ષી માહિતી જાહેર કરવામાં નિષ્ફળ જાય છે.

સેક્શન 148 હેઠળ નોટિસનો જવાબ આપતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

ઇન્કમ ટેક્ષ એક્ટ 1961 સેક્શન 148 હેઠળ ઇશ્યૂ કરાયેલ નોટિસનો જવાબ આપવા માટે નીચેના પરિબળોને ધ્યાનમાં લો:

  • સૌપ્રથમ, એવા કારણો શોધો કે જેનાથી એઓ (AO) નોટિસ મોકલવા પ્રેરાયા. જો કારણો ઉપલબ્ધ ન હોય, તો વ્યક્તિ તેની નકલ મેળવવા માટે વિનંતી કરી શકે છે.
  • જો વ્યક્તિને કારણો વાજબી લાગે, તો તેઓએ કાનૂની સમસ્યા ટાળવા માટે તરત જ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની જરૂર છે. જો તેઓએ સેક્શન 148 હેઠળ પહેલાથી જ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું હોય, તો તેઓએ એઓને એક નકલ સબમિટ કરવી આવશ્યક છે.
  • ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે સાવચેત રહો. કોઈપણ એકસ્પેન્સ અથવા ઇન્કમ દર્શાવવાનું ચૂકી જવાથી વ્યક્તિને કાનૂની પેનલ્ટીનો સામનો કરવો પડી શકે છે.

કાનૂની સમસ્યાઓઓને ટાળવા માટે ઇન્કમ ટેક્ષ એક્ટ સેક્શન 148 વિશેના નિર્દેશોને ધ્યાનમાં રાખો. જો કે, આવી અસુવિધા ટાળવા માટે વ્યક્તિએ ટેક્સ કંપલાયન્ટ રહેવા માટે દર અસેસમેન્ટ વર્ષે તેમની ઇન્કમ અસેસ કરાવવી આવશ્યક છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

અસેસમેન્ટમાંથી ₹ 50,00,000 કે તેથી વધુ રકમ ટાળવા પર રી-અસેસમેન્ટ અપ્લિકેબલ થાય તે માટે સમયમર્યાદા શું છે?

યુનિયન બજેટ 2021 અનુસાર, નિર્મલ સીતારામને પ્રસ્તાવ મૂક્યો કે જો કોઈ વ્યક્તિ ટેક્સ અસેસમેન્ટમાંથી ₹50,00,000 લાખ કે તેથી વધુ રકમથી છટકી (ટાળી) જાય છે, તો રી-અસેસમેન્ટ 10 વર્ષ સુધી માન્ય રહેશે.

[स्रोत]

શું ટેક્સપેયર ઇન્કમ ટેક્ષ એક્ટ સેક્શન 148 હેઠળ નોટિસની માન્યતાને પડકારી શકે છે?

એઓ દ્વારા અસેસ થયેલ ઇન્કમ માટે જણાવેલ કારણો ટેક્સપેયરને અમાન્ય લાગી શકે છે. તે કિસ્સામાં, તે હાયર ઓથોરીટી અથવા અસેસિંગ ઓફિસર સમક્ષ આવી નોટિસને પડકારી શકે છે. જો તે કેસ જીતી જાય, તો કોર્ટ ટેક્સેબલ ઇન્કમનું અસેસમેન્ટ બંધ કરી શકે છે. જો કે, જો ટેક્સપેયર તે કોર્ટની કાર્યવાહીમાં નિષ્ફળ જાય, તો એઓ રી-અસેસમેન્ટ સાથે આગળ વધી શકે છે.

ઇન્કમ ટેક્ષ એક્ટ સેક્શન 148 નો હેતુ શું છે?

ઇન્કમ ટેક્ષ એક્ટ સેક્શન 148 અસેસમેન્ટ રી-ઓપન કરવા માટે નોટિસ ઇશ્યૂ કરવા સંબંધિત છે. તેનો પ્રાથમિક હેતુ ઇન્કમ ટેક્ષ ઓથોરીટીઝને ટેક્સપેયરની ઇન્કમનું રી-અસેસમેન્ટ કરવા અને જો તેમની પાસે એવું માનવાનું કારણ હોય કે તે ઇન્કમ અસેસમેન્ટમાંથી છટકી ગઈ હોય તો જરૂરી એડ્જસમેન્ટ કરવા માટે સત્તા આપવાનો છે. આ સેક્શન એવા કેસોમાં રી-અસેસમેન્ટ માટે કાર્યવાહી શરૂ કરવા માટે એક કાનૂની ફ્રેમવર્ક પૂરું પાડે છે, જ્યાં આમ કરવા માટે માન્ય કારણ હોય.