ડિજીટ ઇન્સ્યોરન્સ કરાવો

ભારતમાં ઇન્કમ ટેક્સ સ્લેબ અને દરો

ટેક્સની ચોક્કસ ચૂકવણી મહત્વપૂર્ણ છે કારણ કે તે સરકાર માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે. ટેક્સ તરીકે એકત્રિત કરવામાં આવેલી આ રકમનો ઉપયોગ વિવિધ જાહેર ડેવલપમેન્ટ પ્રોજેક્ટો અને કલ્યાણકારી પ્રવૃત્તિઓ માટે થાય છે.

તદુપરાંત, ટેક્સ રેટ મોટાભાગે વેરિયેબલ હોય છે અને ભારત સરકાર દ્વારા પસાર કરાયેલા નવા પ્રસ્તાવના આધારે ફેરફારને પાત્ર છે. બીજા શબ્દોમાં કહીએ તો, આનો અર્થ એ છે કે દરેક નાણાકીય વર્ષમાં કેટલાક ફેરફારોનો સમાવેશ કરવામાં આવશે જેના વિશે ટેક્સ પેયરને જાણ હોવી આવશ્યક છે.

નાણાકીય વર્ષ 2023-24 ટૂંક સમયમાં શરૂ થશે તેથી ઇન્કમ ટેક્સ સફળતાપૂર્વક ફાઇલ કરવા માટે નવા ટેક્સ સ્લેબ વિશે જાણવું જરુરી અને મહત્વપૂર્ણ છે. તદુપરાંત, નવી ટેક્સ વ્યવસ્થાને જાણવાથી ટેક્સ પેયર રિટર્ન ફાઇલ કરવાની તારીખ પહેલાં તેમના બાકી ટેક્સ વિશે જાણી શકશે.

નાણાકીય વર્ષ 2022-23 માટે ટેક્સ ચૂકવવા જવાબદાર કરદાતાઓએ આકારણી વર્ષ 2023-24માં રકમ ચૂકવવી પડશે. તેથી, નાણાકીય વર્ષ 2022-23 અને આગામી નાણાકીય વર્ષ 2023-24 માટેના ટેક્સ રેટની સચોટ ગણતરી માટે ચાલો વ્યક્તિગત ટેક્સ રેટને સમજીએ. વધુ વિલંબ વિના, ચાલો શરૂ કરીએ!

નાણાકીય વર્ષ 2023-24 (AY 2024-25) માટે વ્યક્તિગત ઇન્કમ ટેક્સ સ્લેબ

 

નાણાકીય વર્ષ 2023-24 (AY 2024-25) માટે ઇન્કમ ટેક્સ સ્લેબ - નવી ટેક્સ વ્યવસ્થા

નાણાકીય વર્ષ 2023-24 માટે, નવી ટેક્સ વ્યવસ્થાને ડિફોલ્ટ સ્લેબ તરીકે પ્રસ્તાવિત કરવામાં આવી છે. સંશોધિત ટેક્સ રેટ આ છે:

ઇન્કમ ટેક્સ સ્લેબ કરવેરાનો દર
રૂ. 3,00,000 સુધી શૂન્ય
રૂ. 3,00,001 અને રૂ. 6,00,000ની વચ્ચે તમારી કુલ આવકની રૂ. 3,00,000થી ઉપરની રકમ પર 5%
રૂ. 6,00,001 અને રૂ. 9,00,00ની વચ્ચે રૂ. 15,000+ તમારી કુલ આવકમાંથી રૂ. 6,00,000થી ઉપરની રકમ પર 10%
રૂ. 9,00,001 અને રૂ. 12,00,000ની વચ્ચે રૂ. 45,000+ તમારી કુલ આવકમાંથી રૂ. 9,00,000થી ઉપરની રકમ પર 15%
રૂ. 12,00,001 અને રૂ. 15,00,000ની વચ્ચે રૂ. 90,000+ તમારી કુલ આવકમાંથી રૂ. 12,00,0000થી ઉપરની રકમ પર 20%
રૂ. 15,00,001 કરતાં વધુ રૂ. 1,50,000+ તમારી કુલ આવકમાંથી રૂ. 15,00,000થી વધુની રકમ પર 30%

ઉપરની ગણતરી કરેલ ટેક્સની રકમ પર 4%નો આરોગ્ય અને શિક્ષણ ઉપકર વત્તા સરચાર્જ વસૂલવામાં આવે છે

[સ્ત્રોત]

નાણાકીય વર્ષ 2023-24 (AY 2024-25) માટે પ્રસ્તાવિત નવી ટેક્સ વ્યવસ્થાના ફેરફારો

1 ફેબ્રુઆરી, 2023ના રોજ રજૂ કરાયેલ યુનિયન બજેટ 2023, નવી ટેક્સ વ્યવસ્થામાં નીચેના ફેરફારોની દરખાસ્ત કરે છે જે 1 એપ્રિલ, 2023 થી લાગુ થશે.

  • નવી ઇન્કમ ટેક્સ વ્યવસ્થા હવે 1 એપ્રિલ, 2023થી ડિફોલ્ટ ટેક્સ પ્રણાલી છે. તેથી, વ્યક્તિ પર ફરજિયાતપણે જૂની ટેક્સ વ્યવસ્થા પસંદ ન કરવા પર નવી ટેક્સ વ્યવસ્થાના સ્લેબ અને દરો પર ટેક્સ લાદવામાં આવશે.
  • નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ હવે પાંચ ટેક્સ સ્લેબ છે; અગાઉ, ત્યાં છ હતા. 
  • નાણાકીય વર્ષ 2023-24 માટેના નવા કરવેરાના દરો તમામ કેટેગરીની વ્યક્તિઓ માટે સમાન છે એટલે કે 60 વર્ષ સુધીની ઉંમરના, 60થી 80 વર્ષની વચ્ચેની ઉંમરના અને 80 વર્ષથી વધુ અને HUF માટે. 
  • નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ સરકારે બેઝિક ટેક્સ મુક્તિ મર્યાદા 2.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરી છે.
  • કલમ 87A હેઠળની રિબેટ રૂ. 5 લાખથી વધારીને રૂ. 7 લાખ કરપાત્ર આવક કરવામાં આવી છે, ટેક્સ છૂટને રૂ. 12,500થી બમણી કરીને રૂ. 25,000 કરવામાં આવી છે. 
  • નોકરિયાત લોકો અને પેન્શનધારકો માટે નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ રૂ. 50,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન લાગુ થશે.
  • 5 કરોડથી વધુની આવક પર 37%નો સર્વોચ્ચ સરચાર્જ રેટ ઘટાડીને 25% કરવામાં આવ્યો છે. જોકે, જો કોઈ વ્યક્તિ જૂની ટેક્સ વ્યવસ્થા પસંદ કરે તો સરચાર્જ દર યથાવત રહે છે.

નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ કૌટુંબિક પેન્શનરો માટે રૂ. 15,000ની સ્ટાન્ડર્ડ ડિડક્શનની મંજૂરી છે.

[સ્ત્રોત]

નાણાકીય વર્ષ 2023-24 (AY 2024-25) માટે ઇન્કમ ટેક્સ સ્લેબ - જૂની ટેક્સ વ્યવસ્થા

FY 2023-24 માટે 60 વર્ષથી ઓછી ઉંમરના સ્વાનિક વ્યક્તિઓ અને HUF અને એનઆરઆઈ માટે જૂની ટેક્સ વ્યવસ્થા નીચે મુજબ છે:

ઇન્કમ ટેક્સ સ્લેબ કરવેરાનો દર
રૂ. 2,50,000 સુધી શૂન્ય
રૂ. 2,50,001 અને રૂ. 5,00,000ની વચ્ચે તમારી કુલ આવકમાંથી રૂ. 2,50,000થી ઉપરની રકમ પર 5%
રૂ. 5,00,001 અને રૂ. 10,00,000ની વચ્ચે રૂ. 12,500 + તમારી કુલ આવકમાંથી રૂ. 5,00,000થી ઉપરની રકમ પર 20%
રૂ. 10,00,001થી વધુ રૂ. 1,12,500 + તમારી કુલ આવકમાંથી રૂ. 10,00,000થી વધુની રકમ પર 30%

નાણાકીય વર્ષ 2023-24 માટે ઇન્કમ ટેક્સની ગણતરી કરતી વખતે યાદ રાખવાના કેટલાક મુખ્ય મુદ્દાઓ છે:

  • ફાઇનાન્સ એક્ટ 2020 પસાર થયા પછી, વ્યક્તિગત અને HUF પાસે જૂની અથવા નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ ટેક્સ ચૂકવવાનો વિકલ્પ છે. નવી ટેક્સ વ્યવસ્થા સ્થાનિક અને બિન-સ્થાનિક વ્યક્તિઓ તેમજ HUF બંનેને ઘટાડેલા રેટ પર ટેક્સ ચૂકવવાની મંજૂરી આપે છે.
  • આ છૂટછાટવાળી નવી ટેક્સ વ્યવસ્થા પસંદ કરનાર કોઈપણ ટેક્સમાં કપાત અને છૂટનો દાવો કરી શકશે નહીં. આમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન, HRA, LTA, અને કલમ 80C, કલમ 24(b), કલમ 80D, કલમ 80E, કલમ 80TTA, કલમ 80 TTB, વગેરે હેઠળના ડિડક્શનનો સમાવેશ થાય છે.

[સ્ત્રોત]

નાણાકીય વર્ષ 2022-23 (AY 2023-24) માટે વ્યક્તિગત ઇન્કમ ટેક્સ સ્લેબ

નાણાકીય વર્ષ 2022-23 લગભગ સમાપ્ત થઈ રહ્યું છે ત્યારે, કરદાતા તરીકે તમારી ફરજ છે કે આ ચોક્કસ વર્ષ માટે લાગુ ઇન્કમ ટેક્સ સ્લેબ વિશે જાણો, નિર્ધારિત તારીખ - 31 જુલાઈની, 2023 પહેલાં તમારો ઇન્કમ ટેક્સ ચૂકવો અને રિટર્ન ફાઇલ કરો.

નાણાકીય વર્ષ 2022-23 (AY 2023-24) માટે ઇન્કમ ટેક્સ સ્લેબ - નવી ટેક્સ વ્યવસ્થા

નાણાકીય વર્ષ 2022-23 માટેના નવા ટેક્સ રેટ 31મી માર્ચ 2023 સુધી માન્ય છે અને નાણાકીય વર્ષ 2022-23 માટે 31 જુલાઈ 2023 સુધી રિટર્ન ફાઇલ કરવાની જરૂર હોય તેવા ટેક્સ પેયરે ધ્યાનમાં લેવા જોઈએ.

ઇન્કમ ટેક્સ સ્લેબ કરવેરાનો દર
રૂ. 2,50,000 સુધી શૂન્ય
રૂ. 2,50,001 અને રૂ. 5,00,000ની વચ્ચે તમારી કુલ આવકની રૂ. 3,00,000થી ઉપરની રકમ પર 5%
રૂ. 5,00,001 અને રૂ. 7,50,000ની વચ્ચે રૂ. 12,500 + તમારી કુલ આવકમાંથી રૂ. 5,00,000થી વધુની રકમ પર 10%
રૂ. 7,50,001 અને રૂ. 10,00,000ની વચ્ચે રૂ. 37,500 + તમારી કુલ આવકમાંથી રૂ. 7,50,000થી ઉપરની રકમ પર 15%
રૂ. 10,00,001 અને રૂ. 12,50,000ની વચ્ચે રૂ. 75,000 + તમારી કુલ આવકમાંથી રૂ. 10,00,000થી વધુની રકમ પર 20%
રૂ. 12,50,001 અને રૂ. 15,00,000ની વચ્ચે રૂ. 1,25,000 + તમારી કુલ આવકમાંથી રૂ. 12,50,000થી વધુની રકમ પર 25%
રૂ. 15,00,000થી વધુ રૂ. 1,87,500 + તમારી કુલ આવકમાંથી રૂ. 15,00,000થી વધુની રકમ પર 30%

[સ્ત્રોત]

નાણાકીય વર્ષ 2022-23 (AY 2023-24) માટે ઇન્કમ ટેક્સ સ્લેબ - જૂની ટેક્સ વ્યવસ્થા

નાણાકીય વર્ષ 2022-23 માટે, હાલની (જૂની) ઇન્કમ ટેક્સ પ્રણાલી મુજબ 60 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ અને HUF માટે ઇન્કમ ટેક્સ સ્લેબ દરો નીચે મુજબ છે:

ઇન્કમ ટેક્સ સ્લેબ કરવેરાનો દર
રૂ. 2,50,000 સુધી શૂન્ય
રૂ. 2,50,001 અને રૂ. 5,00,000ની વચ્ચે તમારી કુલ આવકમાંથી રૂ. 2,50,000થી ઉપરની રકમ પર 5%
રૂ. 5,00,001 અને રૂ. 10,00,000ની વચ્ચે રૂ. 12,500 + તમારી કુલ આવકમાંથી રૂ. 5,00,000થી ઉપરની રકમ પર 20%
રૂ. 10,00,000થી વધુ રૂ. 1,12,500 + તમારી કુલ આવકમાંથી રૂ. 10,00,000થી વધુની રકમ પર 30%

[સ્ત્રોત]

નાણાકીય વર્ષ 2023-24 (AY 2024-25) માટે સિનિયર અને અતિ સિનિયર સિટિઝન માટે ઇન્કમ ટેક્સ સ્લેબ

નાણાકીય વર્ષ 2023-24 (AY 2024-25) માટે ઇન્કમ ટેક્સ સ્લેબ - નવી ટેક્સ વ્યવસ્થા (બંને સિનિયર અને અતિ સિનિયર સિટિઝન માટે સમાન)

નાણાકીય વર્ષ 2023-24 માટેની નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ, ટેક્સના રેટ ઉંમરને ધ્યાનમાં લીધા વિના તમામ કરદાતાઓ માટે સમાન છે. ટેક્સ સ્લેબ નીચે મુજબ છે.

ઇન્કમ ટેક્સ સ્લેબ આવકવેરા સ્લેબ કરવેરાનો દર
રૂ. 3,00,000 સુધી શૂન્ય
રૂ. 3,00,001 અને રૂ. 6,00,000ની વચ્ચે તમારી કુલ આવકની રૂ. 3,00,000થી ઉપરની રકમ પર 5%
રૂ. 6,00,001 અને રૂ. 9,00,00ની વચ્ચે રૂ. 15,000+ તમારી કુલ આવકમાંથી રૂ. 6,00,000થી ઉપરની રકમ પર 10%
રૂ. 9,00,001 અને રૂ. 12,00,000ની વચ્ચે રૂ. 45,000+ તમારી કુલ આવકમાંથી રૂ. 9,00,000થી ઉપરની રકમ પર 15%
રૂ. 12,00,001 અને રૂ. 15,00,000ની વચ્ચે રૂ. 90,000+ તમારી કુલ આવકમાંથી રૂ. 12,00,0000થી ઉપરની રકમ પર 20%
રૂ. 15,00,000થી વધુ રૂ. 1,50,000+ તમારી કુલ આવકમાંથી રૂ. 15,00,000થી વધુની રકમ પર 30%

[સ્ત્રોત]

નાણાકીય વર્ષ 2022-23 અને નાણાકીય વર્ષ 2023-24 (AY 2023-24 અને AY 2024-25) માટે સિનિયર સિટિઝન માટે ઇન્કમ ટેક્સ સ્લેબ - જૂની ટેક્સ વ્યવસ્થા

60થી 80 વર્ષની વચ્ચેના કરદાતાઓ માટે જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળના ટેક્સ રેટ નાણાકીય વર્ષ 2022-23 અને 2023-24 બંને માટે સમાન છે, જે નીચે મુજબ છે:

ઇન્કમ ટેક્સ સ્લેબ કરવેરાનો દર
રૂ. 3,00,000 સુધી શૂન્ય
રૂ. 3,00,001થી રૂ. 5,00,000 સુધી તમારી કુલ આવકની રૂ. 3,00,000થી ઉપરની રકમ પર 5%
રૂ. 5,00,001થી રૂ. 10,00,000 સુધી રૂ. 10,000 + તમારી કુલ આવકમાંથી રૂ. 5,00,000થી વધુની રકમ પર 20%
રૂ. 10,00,000થી વધુ રૂ. 1,10,000 + તમારી કુલ આવકમાંથી રૂ. 10,00,000થી વધુની રકમ પર 30%

આ સાથે, તમારી પાસેથી ટેક્સની રકમનો વધારાનો 4% આરોગ્ય અને શિક્ષણ ઉપકર પણ વસૂલવામાં આવશે.

[સ્ત્રોત]

નાણાકીય વર્ષ 2022-23 અને નાણાકીય વર્ષ 2023-24 (AY 2023-24 અને AY 2024-25) માટે અતિ સિનિયર સિટિઝન માટે ઇન્કમ ટેક્સ સ્લેબ - જૂની ટેક્સ વ્યવસ્થા

80 વર્ષથી વધુ ઉંમરના કરદાતાઓ માટે

પાછલા વર્ષ દરમિયાન કોઈપણ સમયે, જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ ટેક્સનો રેટ નાણાકીય વર્ષ 2022-23 અને 2023-24 બંને માટે સમાન છે, જે નીચે મુજબ છે:

ઇન્કમ ટેક્સ સ્લેબ કરવેરાનો દર
રૂ. 5,00,00 સુધી શૂન્ય
રૂ. 5,00,001થી રૂ. 10,00,000 સુધી તમારી કુલ આવકમાંથી રૂ. 5,00,000થી વધુની રકમ પર 20%
રૂ. 10,00,001થી વધુ તમારી કુલ આવકમાંથી રૂ. 10,00,000થી ઉપરની રકમ પર 30%

અતિ સિનિયર સિટિઝનએ પણ ગણતરી કરેલ ટેક્સની રકમ પર વધારાનો 4% આરોગ્ય અને શિક્ષણ ઉપકર ચૂકવવાનો રહેશે.

[સ્ત્રોત]

નાણાકીય વર્ષ 2022-23 (AY 2023-24) માટે સિનિયર અને અતિ સિનિયર સિટિઝન માટે ઇન્કમ ટેક્સ સ્લેબ

 

નાણાકીય વર્ષ 2022-23 (AY 2023-24) માટે ઇન્કમ ટેક્સ સ્લેબ - નવી ટેક્સ વ્યવસ્થા (સિનિયર અને અતિ સિનિયર સિટિઝન માટે સમાન)

નાણાકીય વર્ષ 2022-23 માટે 60થી 80 વર્ષની વચ્ચેના કરદાતાઓ અને 80 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વિશેષ (નવી) ટેક્સ વ્યવસ્થા હેઠળ ઇન્કમ ટેક્સ સ્લેબ દરો નીચે મુજબ છે:

ઇન્કમ ટેક્સ સ્લેબ કરવેરાનો દર
રૂ. 2,50,000 સુધી શૂન્ય
રૂ. 2,50,001થી રૂ. 5,00,000 સુધી રૂ. 2,50,000થી વધુ પર 5%
રૂ. 5,00,001થી રૂ. 7,50,000 સુધી રૂ. 12,500 + રૂ. 5,00,000થી વધુ પર 10%
રૂ. 7,50,001થી રૂ. 10,00,00 સુધી રૂ. 37,500 + રૂ. 7,50,000થી વધુ પર 15%
રૂ. 10,00,001થી રૂ. 12,50,000 સુધી રૂ. 75,000 + રૂ. 10,00,000થી વધુ પર 20%
રૂ. 12,50,001થી રૂ. 15,00,000 સુધી રૂ. 1,25,000 + રૂ. 12,50,000થી વધુ પર 25%
રૂ. 15,00,000થી વધુ રૂ. 1,87,500 + રૂ. 15,00,000થી વધુ 30%

[સ્ત્રોત]

નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ નાણાકીય વર્ષ 2022-23 અને નાણાકીય વર્ષ 2023-24 માટે રૂ. 50 લાખથી વધુની આવક માટે સરચાર્જ

ગણતરીના હેતુઓ માટે, અહીં એવા સરચાર્જ છે જે બંને નાણાકીય વર્ષ માટે ટેક્સની આકારણી કરવા માટે અનુસરવામાં આવશે. આ સરચાર્જ રૂ. 50 લાખથી વધુની કરપાત્ર આવક ધરાવતી વ્યક્તિઓ માટે છે, જે 1 એપ્રિલ, 2023થી લાગુ થશે.

નોંધનીય છે કે બજેટ 2023 પહેલા, રૂ. 5 કરોડથી વધુની આવક પરનો સર્વોચ્ચ સરચાર્જ 37% હતો, જે 1 એપ્રિલ, 2023થી ઘટાડીને 25% કરવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2022-23 અને 2023-24 માટે અન્ય તમામ સરચાર્જ દરો સમાન રહેશે.

કરપાત્ર આવક સરચાર્જ
રૂ. 50 લાખથી વધુ પરંતુ રૂ. 1 કરોડથી ઓછી આવક ધરાવતા લોકો માટે 10%
રૂ. 1 કરોડથી વધુ પરંતુ રૂ. 2 કરોડથી ઓછી આવક ધરાવતા લોકો માટે 15%
રૂ. 2 કરોડથી વધુ આવક ધરાવતા લોકો માટે 25%

[સ્ત્રોત]

નાણાકીય વર્ષ 2022-23 અને નાણાકીય વર્ષ 2023-24 માટે સ્થાનિક કંપનીઓ માટે ભારતમાં ઇન્કમ ટેક્સ રેટ

નાણાકીય વર્ષ 2022-23 અને નાણાકીય વર્ષ 2023-24 માટે સ્થાનિક કંપનીઓ માટે ભારતમાં ઇન્કમ ટેક્સ રેટ

ભારતમાં ઉપરોક્ત ઇન્કમ ટેક્સ સ્લેબ વ્યક્તિઓ અને HUF માટે માન્ય છે ત્યારે સ્થાનિક કંપનીઓ માટે લાગુ પડતા ટેક્સ સ્લેબ અલગ છે. નાણાકીય વર્ષ 2022-23 અને 2023-24 માટે નીચેના ટેક્સ રેટ સરચાર્જ યથાવત છે.

કુલ ટર્નઓવર વિગતો ટેક્સ રેટ નાણાકીય વર્ષ 2022-23 ટેક્સ રેટ નાણાકીય વર્ષ 2023-24
નાણાકીય વર્ષ 2020-21 માટે રૂ. 400 કરોડ સુધી 25% NA
નાણાકીય વર્ષ માટે રૂ. 400 કરોડથી વધુ
2020-21
30% NA
નાણાકીય વર્ષ 2021-22 માટે રૂ. 400 કરોડ સુધી NA 25%
નાણાકીય વર્ષ માટે રૂ. 400 કરોડથી વધુ
2021-22
NA 30%
કંપનીએ સેક્શન 115BAનો વિકલ્પ પસંદ કર્યો છે ત્યારે 25% 25%
કંપનીએ સેક્શન 115BAAનો વિકલ્પ પસંદ કર્યો છે ત્યારે 22% 22%
કંપનીએ સેક્શન 115BABનો વિકલ્પ પસંદ કર્યો છે ત્યારે 15% 15%

ભારતમાં આ ઇન્કમ ટેક્સના રેટ ઉપરાંત, સ્થાનિક કંપનીઓ પર પણ નીચેના સેસ અને સરચાર્જ વસૂલવામાં આવશે -

આરોગ્ય અને શિક્ષણ ઉપકર – 4%

ચોખ્ખી આવકની વિગતો ઇન્કમ ટેક્સની રકમ પર સરચાર્જ રેટ
રૂ. 1 કરોડથી વધુ પરંતુ રૂ. 10 કરોડથી ઓછી ચોખ્ખી આવક ધરાવતી કંપનીઓ માટે 7%
રૂ. 10 કરોડથી વધુ ચોખ્ખી આવક ધરાવતી કંપનીઓ માટે 12%

પરંતુ, એ યાદ રાખવું અગત્યનું છે કે જે કંપનીઓએ કલમ 115BAA અને કલમ 115BAB હેઠળ કરપાત્રતા માટે પસંદગી કરી છે તેમના માટે આ સરચાર્જ રેટ તેમની કુલ આવકની રકમને ધ્યાનમાં લીધા વિના સીધો જ 10% હશે.

[સ્ત્રોત]

ભારતમાં ઇન્કમ ટેક્સ રેટ વિશે યાદ રાખવાના મુખ્ય મુદ્દા

હવે જ્યારે આપણે ટેક્સ-સ્લેબ અને ભારતમાં ઇન્કમ ટેક્સ છૂટ લિમિટ વિશે વિસ્તૃત ચર્ચા કરી છે, તો ચાલો તેના હેઠળના મુખ્ય મુદ્દાઓનો સારાંશ સમજીએ.

  • ભારતમાં આવક મેળવનાર દરેક વ્યક્તિ ઇન્કમ ટેક્સ ચૂકવવા માટે જવાબદાર છે. ઇન્કમ ટેક્સ વિભાગે કરપાત્ર આવકની ગણતરી કરવામાં માટે પાંચ હેડ નક્કી કર્યા છે. આ 5 છે:
    • પગાર
    • હાઉસ પ્રોપર્ટીમાંથી આવક
    • કેપિટલ ગેઈન્સ
    • બિઝનેસ અને અન્ય બિઝનેસમાંથી મળતી આવક
    • અન્ય આવકના સ્ત્રોતોમાં ફિક્સ ડિપોઝિટ અને સેવિંગ્સ એકાઉન્ટ્સ, લોટરી વગેરે પર મેળવેલ વ્યાજનો સમાવેશ થાય છે.
  • કેપિટલ ગેઈન સિવાયની દરેક આવક પર ભારતમાં ઈન્કમ ટેક્સ સ્લેબ રેટ અનુસાર ટેક્સ લાદવામાં આવે છે. કેપિટલ ગેઇન્સ પર એસેટ ક્લાસની પ્રકૃતિ અને હોલ્ડિંગ પિરિયડના આધારે ટેક્સ લાદવામાં આવે છે.
  • ભારતીય રહેવાસીઓ ભારતમાં તેમની વૈશ્વિક આવક સામેની ભારત અને વિદેશમાં કમાયેલી આવક પર ટેક્સ ચૂકવવા માટે જવાબદાર છે. દરેક નાણાકીય વર્ષ માટે વ્યક્તિનું રેસિડેન્શિયલ સ્ટેટસ અલગથી નક્કી કરવામાં આવે છે.
  • તમારે ભારતમાં તમારી ઇન્કમ ટેક્સ છૂટ તપાસવી જોઈએ અને તમારી કુલ કરપાત્ર રકમની ગણતરી કરતી વખતે તેનો ક્લેમ કરવો જોઈએ.
  • નાણાંકીય વર્ષ 2022-23 માટે તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન 31મી જુલાઈ, 2023 પહેલાં ફાઇલ કરવું જરૂરી છે.

આ તમામ માહિતી સાથે તમારી ઇન્કમ ટેક્સ લાયાબિલિટીનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા અત્યંત સરળ બની શકે છે.

તેથી, ખાતરી કરો કે તમે ટેક્સ સ્લેબ જુઓ, તમને લાગુ પડતો હોય તે નક્કી કરો અને ઇન્કમ ટેક્સ ફાઇલ કરવાની સમયમર્યાદા ચૂકી જવાના જોખમોને ટાળવા માટે આ નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલાં ચૂકવવાપાત્ર તમારા કુલ ટેક્સની સારી રીતે ગણતરી કરો અને ચૂકવો!

જો તમે પગારદાર વ્યક્તિ હોવ તો ઇન્કમ ટેક્સ બચાવવા માટેની ટિપ્સ

જો તમે પગારદાર કર્મચારી છો, તો ઘણી કાયદેસર રીતો છે જેના દ્વારા તમે ઇન્કમ ટેક્સ અધિનિયમ, 1961 હેઠળ ટેક્સ ચૂકવણી ઘટાડી શકો છો. આમ કરવા માટેની કેટલીક વધુ વ્યાપક રીતોમાં નેશનલ પેન્સન સ્કીમ, ટેક્સ-સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ, ઇન્સ્યોરન્સ પોલિસી પ્રીમિયમ, હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી વગેરેમાં રોકાણનો સમાવેશ થાય છે.

જો તમે પગારદાર કર્મચારી હોવ તો તમે તમારી ઇન્કમ ટેક્સની લાયાબિલિટી નીચે જણાવેલ કેટલીક રીતો દ્વારા ઘટાડી શકો છો:

કલમ 80C હેઠળ ઇન્કમ ટેક્સ ડિડક્શન

ઇન્કમ ટેક્સ એક્ટની આ કલમ હેઠળ, તમે તમારી કુલ આવકમાંથી વિવિધ ડિડક્શન ક્લેમ કરી શકો છો અને તમારી કુલ કરપાત્ર આવકમાં ઘટાડો કરીને તમારી ટેક્સ ચૂકવણીની લાયાબિલિટી ઘટાડી શકો છો.

આ સેક્શન તમારી કુલ કરપાત્ર આવકમાંથી રૂ. 1.5 લાખ સુધીના ડિડક્શનની મંજૂરી આપે છે અને વ્યક્તિઓ અને HUF દ્વારા તેનો લાભ લઈ શકાય છે. કલમ 80C હેઠળ લાગુ પડતા કેટલાક રોકાણ વિકલ્પો અને સ્કીમ નીચે મુજબ છે:

  • ટેક્સ-સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટ
  • ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમો
  • રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર
  • રાષ્ટ્રીય પેન્શન યોજના
  • કર્મચારી ભવિષ્ય નિધિ
  • સિનિયર નાગરિક બચત યોજના
  • જાહેર ભવિષ્ય નિધિ ફંડ
  • રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર
  • સુકન્યા સમૃદ્ધિ યોજના
  • હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ

કલમ 80D હેઠળ ઇન્કમ ટેક્સ ડિડક્શન

ઇન્કમ ટેક્સ એક્ટ, 1961ની કલમ 80D હેઠળ, તમે તમારા પોતાના અથવા પરિવાર માટેના હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમની ચૂકવણી પર રૂ. 25,000 સુધીના ડિડક્શનનો લાભ મેળવી શકો છો. વધુમાં, સિનિયર સિટિઝન માટે ચૂકવવામાં આવતા પ્રીમિયમ માટે ડિડક્શન લિમિટ રૂ. 50,000 સુધી લંબાવવામાં આવી છે. આરોગ્ય તપાસ માટે રૂ. 5,000 સુધીની રકમ પણ ડિડક્શન માટે માન્ય છે.

ફરીથી, જો તમે તમારા અને તમારા સિનિયર નાગરિક માતા-પિતા બંને માટે પ્રીમિયમ ચૂકવતા હોવ તો તમે તમારા પ્રીમિયમ પર વાર્ષિક રૂ. 75,000 સુધીના ડિડક્શનનો ફાયદો લઈ શકો છો.

વધુ જાણો:

કલમ 80G હેઠળ સખાવતી દાનની કપાત

સખાવતી દાન માટે ક્લેમ કરી શકાય તેવા ડિડક્શન પર કોઈ ઉચ્ચ મર્યાદા નથી. જોકે, ત્યાં ચોક્કસ નિયમો છે જેનું તમારે પાલન કરવું આવશ્યક છે. દાખલા તરીકે, મોટાભાગની એનજીઓના કિસ્સામાં, તમે દાનમાં આપેલી રકમના 50% અથવા 100% સુધીના ડિડક્શન અને તમારી કુલ સમાયોજિત આવકના 10% સુધીના ડિડક્શનનો લાભ લઈ શકો છો.

કલમ 80E હેઠળ ઉચ્ચ અભ્યાસ માટે લોન માટે ડિડક્શન

આ કલમ હેઠળ, ઉચ્ચ અભ્યાસ માટે ચૂકવવામાં આવતી શિક્ષણ લોનના ઈ એમ આઈ પર ચૂકવવામાં આવતા વ્યાજ પર ડિડક્શન ઉપલબ્ધ છે. આ ડિડક્શન ક્લેમ કરવા માટે, લોન રાષ્ટ્રીયકૃત અથવા ખાનગી બેંક અથવા કોઈપણ નાણાકીય સંસ્થા પાસેથી વ્યક્તિએ પોતાના માટે, તેના જીવનસાથી અથવા બાળકો માટે લીધેલ હોવી જોઈએ.

આ ઉપરાંત, તમે તમારી ટેક્સ ચૂકવણીઓ પર બચત કરવા માટે, નેશનલ પેન્સન સ્કીમમાં રોકાણ, તમારા ઘરના ભાડા પર ડિડક્શન, બચત ખાતાની ડિપોઝીટ વગેરેનો ફાયદો લેવાનું પણ વિચારી શકો છો.

જોકે, તમે તેનો લાભ લેવાનું નક્કી કરો તે પહેલાં આ દરેક સ્કીમ અને રોકાણ વિકલ્પોની વિગતો ચકાસવાનું ભૂલશો નહીં!

[સ્ત્રોત]

ભારતમાં ઇન્કમ ટેક્સ સ્લેબ રેટ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

જો વ્યક્તિની વાર્ષિક આવક રૂ. 2.5 લાખ કરતાં ઓછી હોય તો શું ઇન્કમ ટેક્સ ભરવો જરૂરી છે?

વાર્ષિક આવક રૂ. 2.5 લાખથી ઓછી હોય તો પણ આઇટીઆર ફાઈલ કરવાની ફરજ પડે છે. તે સરળ લોન મંજૂરી, ઝડપી વિઝા પ્રક્રિયા અને ટેક્સ રિફંડ ક્લેમ કરવામાં પણ મદદ કરશે. આ કિસ્સામાં, તમારે રેકોર્ડ જાળવવા માટે "Nil Return" વિકલ્પ પસંદ કરવો પડશે. આ તમને વિવિધ હેતુઓ માટે રોજગારના પુરાવા તરીકે રેકોર્ડ રજૂ કરવામાં મદદ કરી શકે છે.

કલમ 87A હેઠળ કરપાત્ર આવક પર રિબેટનો લાભ લેવા માટે કોણ યોગ્યતા પાત્ર છે?

ડિડક્શન ક્લેમ કર્યા પછી રૂ. 5 લાખથી ઓછી કુલ વાર્ષિક આવક ધરાવનાર કોઈપણ નિવાસી વ્યક્તિ ITAની કલમ 87A હેઠળ ટેક્સ રિબેટ ક્લેમ કરી શકે છે.

શું કૃષિ પ્રવૃત્તિઓમાંથી પેદા થતી આવક કરપાત્ર છે?

ના, 1961ના ઇન્કમ ટેક્સ એક્ટ હેઠળ કૃષિ અથવા તેની કોઈપણ સંલગ્ન પ્રવૃત્તિઓ દ્વારા પેદા થતી આવક કરપાત્ર નથી.