ડિજિટ ઇન્સ્યોરન્સ કરો

આઇટીઆર ઓનલાઈન કેવી રીતે ફાઇલ કરવું?

જો તમારી વાર્ષિક આવક રૂ. 2,50,000 કે તેથી વધુ હોય, તો સમયસર તમારા ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું ફરજિયાત બની જાય છે. ઇન્કમ ટેક્સ વિભાગે આખી પ્રોસેસને ઓનલાઈન કરી છે જેથી તમે તે જાતે કરી શકો, પાલનના ખર્ચમાં બચત કરી શકો.

આ લેખમાં, અમે આઇટીઆર ઓનલાઈન કેવી રીતે ફાઇલ કરવું તે વિશે શીખીશું.

આઇટીઆર ઓનલાઈન ફાઇલ કરવાની રીતો

તમારો ટેક્સ ઓનલાઈન ફાઇલ કરવા માટે, તમારે પહેલા ઈ-ફાઇલિંગ પોર્ટલ પર રજિસ્ટ્રેશન અથવા સાઇન ઇન કરવાની જરૂર છે.

ઈ-ફાઇલિંગ પોર્ટલ પર લોગ-ઈન/રજિસ્ટ્રેશન કરવાનાં સ્ટેપ.

  • https://www.incometax.gov.in/iec/foportal/ ની મુલાકાત લો
  • તમારું આઇટીઆર ફાઇલ કરવા માટે લોગ ઇન કરો અથવા સાઇન ઇન કરો. જો તમારી પાસે પહેલેથી જ એકાઉન્ટ છે, તો ‘Login Here' પર ક્લિક કરો. જો તમે પ્રથમ વખત તમારું આઇટીઆર ઈ-ફાઇલિંગ છે, તો સૌપ્રથમ Register Yourself બટન પર ક્લિક કરો.
  • લાગુ પડતા યુઝર પ્રકાર પર ક્લિક કરો. ઉપલબ્ધ વિકલ્પોમાં HUF, વ્યક્તિગત, વ્યક્તિગત/HUF સિવાયની વ્યક્તિ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, બાહ્ય એજન્સી, થર્ડ-પાર્ટી સોફ્ટવેર યુટિલિટી ડેવલપર, ટેક્સ કાપનાર અને કલેક્ટરનો સમાવેશ થાય છે.
  • સબમિટ બટન પર ક્લિક કરતા પહેલા વર્તમાન સરનામું, કાયમી સરનામું અને કેપ્ચા કોડ જેવી વિગતો યોગ્ય રીતે દાખલ કરો.
  • તમારી બેઝિક ડિટેલ્સ ભરો. તમારું નામ, પાન, DOB અને કોન્ટેકટ ડિટેલ્સ જેવી માહિતી પૂછવામાં આવશે. સાઈન ઇન કરવા માટે તમારે તમારા યુઝર આઈડી તરીકે તમારા પાનનો ઉપયોગ કરવાની જરૂર પડશે.
  • એકાઉન્ટ એક્ટિવેશન માટે તમને મેઇલમાં મળેલી લિંક પર ક્લિક કરો.

પોર્ટલ પર ઇન્કમ ટેક્સ રિટર્ન ઈ-ફાઇલ કરવાના સ્ટે૫

ઇન્કમ ટેક્સ રિટર્ન ઓનલાઈન ફાઇલ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ ગાઈડલાઈન અહીં રજૂ કરી છે.

  • IT કાયદાના આધારે ચૂકવવાપાત્ર ઇન્કમ ટેક્સ લાયાબિલિટીનું કેલક્યુલેશન કરો.
  • ફોર્મ 26 AS સાથે AYની તમારી ત્રિમાસિક ટીડીએસ પેમેંટની સમરી પ્રદાન કરો.
  • આઇટી વિભાગની વ્યાખ્યાઓના આધારે તમે જે કેટેગરીમાં આવો છો તે નક્કી કરો. તે મુજબ તમારું આઇટીઆર પસંદ કરો.
  • https://www.incometax.gov.in/iec/foportal/ ની મુલાકાત લો
  • ડાઉનલોડ સેક્શન પર જાઓ અને ‘IT Return Preparation Software’ પર ક્લિક કરો
  • આકરણી વર્ષ પસંદ કરો અને ઓફલાઇન ઉપયોગિતા ડાઉનલોડ કરો. તમને પસંદ કરવા માટે બે ડાઉનલોડ વિકલ્પો મળશે - MS Excel અથવા Java Utility ફાઇલ.
  • ફાઇલ ડાઉનલોડ કર્યા પછી તમારી મૂલ્યાંકિત આવક, ચૂકવવાપાત્ર ઇન્કમ ટેક્સ અને રિફંડ વિશે સંબંધિત માહિતી ભરો.
  • બધા ફરજિયાત ફિલ્ડ ભરાઈ ગયા છે તેની ખાતરી કરવા માટે 'Validate' પર ક્લિક કરો.
  • તમે વેલિડેશન પૂર્ણ કરી લો પછી, તમારી ફાઇલને XML ફાઇલમાં કન્વર્ટ કરવા માટે 'General XML' બટન પર ક્લિક કરો.
  • તમારા યુઝર આઈડી અને પાસવર્ડ સાથે આઇટીઆર ઈ-ફાઇલિંગ વેબસાઈટ પર લોગ-ઈન કરો.
  • મુખ્ય મેનૂમાંથી, ઈ-ફાઇલ વિકલ્પ પર જાઓ. ડ્રોપ-ડાઉન દેખાવા માટે તમારા કર્સરને ત્યાં લઈ જાઓ. ઇન્કમ ટેક્સ રિટર્ન વિકલ્પ પસંદ કરો.
  • પાન, આઇટીઆર ફોર્મ નંબર, આકરણી વર્ષ અને સબમિશન મોડ જેવી જરૂરી સંબંધિત માહિતી સાથે તમામ ફિલ્ડ ભરો. સબમિશન મોડ પર ક્લિક કરો; એક ડ્રોપ-ડાઉન દેખાશે. Upload XML વિકલ્પ પસંદ કરો.
  • Continue બટન પર ક્લિક કરીને તમે હમણાં જ ભરેલી તમારી XML ફાઇલ અપલોડ કરો.
  • સબમિટ કરો અને લિસ્ટમાંથી વેરિફિકેશન મોડ પસંદ કરો. તમે EVC, આધાર ઓટીપી, વગેરે જેવા વિકલ્પોમાંથી પસંદ કરી શકો છો.

આ રીતે તમે આઇટીઆર ઓનલાઈન મેળવી શકો છો.

આઇટીઆર ફાઇલિંગ કરતી વખતે જરૂરી ડોક્યુંમેન્ટ

હવે તમે જ્યારે આઇટીઆર ઓનલાઈન કેવી રીતે ફાઇલ કરવું તે સમજી ગયા છો, તો અહીં એવા ડોક્યુંમેન્ટ વિશે માહિતી આપીશું, જે તમને સરળ અને સફળ ફાઇલિંગ માટે જરૂરી બનશે-

આઇટીઆર ઓનલાઇન ફાઇલ કરવાના ફાયદા

તમારું આઇટીઆર ઓનલાઇન ફાઇલ કરવાથી ઘણા ફાયદા થાય છે. ચાલો ફાયદાઓ પર એક નજર કરીએ-

  • સરળ પ્રોસેસિંગ- તમારું આઇટીઆર ફાઇલ કરવા માટે જનરેટ થતી સ્વીકૃતિ ઝડપી છે. તમે કાગળ પર તમારું રિટર્ન ફાઇલ કરો છો તેના કરતાં તમને ઝડપથી રિફંડ પણ મળે છે.
  • વધુ ચોકસાઈ-ફાઇલિંગ સોફ્ટવેર વેલિડેશન સાથે બિલ્ટ-ઇન છે અને સીમલેસ ઇલેક્ટ્રોનિક કનેક્ટિવિટી ભૂલોની શક્યતાને ઘણી હદ સુધી ઘટાડે છે. પેપર ફાઇલિંગ આ ભૂલોને ઓળખી શકતું નથી. તદુપરાંત, જ્યારે ડેટા પેપર ફાઇલિંગમાંથી ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે, ત્યારે આવો ડેટા દાખલ કરનાર વ્યક્તિ ભૂલ કરી શકે છે.
  • સરળ એક્સેસ- ઇ-ફાઇલિંગ ગમે ત્યારે અને ગમે ત્યાંથી થઇ શકે છે કારણ કે તે ઓનલાઇન અને ઓફલાઇન છે. તેથી, તમે તમારા ઘરેથી પોતાના આરામના સમયમાં પણ કરી શકો છો.
  • ગોપનીય- ઓનલાઇન ફાઇલિંગ વધુ સારી સુરક્ષા અને સિક્યુરિટી પ્રદાન કરે છે કારણ કે તમારો ડેટા અન્ય લોકો માટે એક્સેસેબલ નથી.
  • હિસ્ટ્રી- રિટર્ન ફાઇલ કરતી વખતે તમે તમારા જૂના રેકોર્ડને સરળતાથી એક્સેસ કરી શકો છો. આ ડેટા સુરક્ષિત રાખવામાં આવે છે.
  • રસીદનો પુરાવા- તમને ફાઇલિંગનું કન્ફર્મેશન તરત જ મળે છે અને તે તમને તમારા રજિસ્ટર્ડ મેઇલ આઈડી પર મેઇલ દ્વારા પણ મોકલવામાં આવે છે.
  • સરળ ફંડ ટ્રાન્સફર- તમને હમણાં ફાઇલ કરવાનો અને પછીથી પેમેન્ટ કરવાનો વિકલ્પ પણ મળે છે. તમે તમારા એકાઉન્ટમાંથી ટેક્સ ડેબિટ કરવાનો દિવસ પણ પસંદ કરી શકો છો.

ઇન્કમ ટેક્સ રિટર્ન ઓનલાઇન સબમિટ કેવી રીતે કરવું તે શીખ્યા પછી આ કેટલાક ફાયદા છે જે તમારે જાણવા આવશ્યક છે.

આઇટીઆર ઓનલાઇન ડાઉનલોડ કરવાનાં સ્ટે૫

ઓનલાઇન ઇન્કમ ટેક્સ રિટર્ન કેવી રીતે ફાઇલ કરવું તે જાણાવા સુધી જ તમારું સર્ચિંગ સમાપ્ત નથી થતું. તમારે તેને વેરિફાઈ પણ કરવું પડશે. જરૂરી સ્ટે૫ અહિંયા વર્ણવાયા છે -

  • ભારતીય આવકવેરા વિભાગની ઓફિસિયલ વેબસાઇટ વિઝીટ કરો અને લોગ ઇન કરો.
  • ‘E-filling' અને પછી 'Income tax Returns' પસંદ કરો અને પછી તમારા ઇ-ફાઇલ કરેલા ટેક્સ રિટર્ન જોવા માટેનો વિકલ્પ પસંદ કરો.
  • તમારું આઇટીઆર-V ડાઉનલોડ કરવા માટે સ્વીકૃતિ નંબર પર ક્લિક કરો. તમે તમારા ઇન્કમ ટેક્સ રિટર્નને ઈ-વેરિફાઈ પણ કરી શકો છો.
  • 'ITR-V/Acknowledgement' સિલેક્ટ કરી ડાઉનલોડ પ્રક્રિયા શરૂ કરો.
  • સ્વીકૃતિના મુદ્દાના 30 દિવસની અંદર ડોક્યુંમેન્ટ પ્રિન્ટ કરો, સાઈન કરો અને CPC બેંગલુરુને મોકલો.

સંભવિત છે કે આઇટીઆર ફાઇલિંગ ઓનલાઇન કેવી રીતે કરવું તે અંગેના તમારા પ્રશ્નનો જવાબ ઉપરોક્ત સ્ટે૫માં તમને મળ્યો હશે.

[સ્ત્રોત]

તમારૂં રિફંડ સ્ટેટસ તપાસો

એકવાર તમારું રિફંડ નક્કી થઇ જાય, પછી તમે તેને અહીંથી ચકાસી શકો છો -

ઇન્કમ ટેક્સ ઇ-ફાઇલિંગ પોર્ટલ

  • ઇન્કમ ટેક્સ ઇ-ફાઇલિંગ પોર્ટલની મુલાકાત લો.
  • યુઝર આઇડી અને પાસવર્ડ નાખીને તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરો, કેપ્ચા દાખલ કરો અને પછી લોગ-ઈન પર ક્લિક કરો.
  • “View Filed Returns / Forms” વિકલ્પ પર ક્લિક કરો.
  • યોગ્ય વિકલ્પ બોક્સમાં ઇન્કમ ટેક્સ રિટર્ન પસંદ કરો અને પછી સંબંધિત આકારણી વર્ષ શોધો.
  • લેટેસ્ટ ઇન્કમ ટેક્સ સ્ટેટસ સ્ક્રીન પર દેખાશે.

એનએસડીએલ પોર્ટલ

  • તમારા રિફંડની સ્થિતિ ચકાસવા માટે એનએસડીએલ વેબસાઈટની મુલાકાત લો.
  • તમારો પાન, એસેસમેન્ટ યર અને કેપ્ચા દાખલ કરો, પછી સબમિટ પર ક્લિક કરો. તમને રિફંડની સ્થિતિ પ્રદર્શિત કરતા પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે.

હવે તમને આઈટી રિટર્ન ઓનલાઇન કેવી રીતે ફાઇલ કરવું તેનો સ્પષ્ટ ખ્યાલ આવી ગયો છે. તમારે તે અવશ્ય અને સમયસર કરવું જોઇએ.

વારંવાર પૂછાતા પ્રશ્નો

હું મારા રિફંડનો ક્લેમ ક્યારે કરી શકું?

જો તમારું રિટર્ન ફાઇલ કરવામાં આવે છે તો જ તમે તમારા રિફંડ માટે ક્લેમ કરી શકો છો. રિટર્ન અને રિફંડ ક્લેમ માટે ટાઈમ લિમિટ/સમય મર્યાદા સમાન છે. રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ સામાન્ય રીતે આગામી નાણાકીય વર્ષની જુલાઇ મહિનાની છેલ્લી તારીખ હોય છે.

મારા આઈટી રિફંડમાં વિલંબ કેમ થયો છે?

આઇટી રિફંડમાં વિલંબ થવાના વિવિધ કારણો હોઇ શકે છે જેમ કે મેન્યુઅલ ફાઇલિંગ, અઘોષિત આવક વગેરે.

જો હું આઇટીઆર ફાઇલ ન કરું તો શું થશે?

જો જો કે તમારી આવક રૂ. 5 લાખથી વધુ છે અને તમે આઇટીઆર ફાઇલ નહીં કરો તો તમને રૂ. 10000ની પેનલ્ટી લાગશે. આ નિર્ધારિત મર્યાદા કરતા આવક નીચે હશે અને તમે આઇટીઆર ફાઇલ નહિ કરો તો રૂ. 1000નો દંડ ચૂકવો પડશે. ઇરાદાપૂર્વક કરચોરી કરવા બદલ જેલની સજા પણ થઇ શકે છે. તમારી પાસે સમયસર આઇટીઆર ફાઇલ ન કરવાના સાચા કારણોને અપવાદ તરીકે લેવામાં આવશે.