ડિજિટ ઇન્સ્યોરન્સ કરો

ITR સ્વીકૃતિ ફોર્મ ઓનલાઇન કેવી રીતે ડાઉનલોડ કરવું?

જો તમારી વાર્ષિક ઈન્કમ રૂ. 2,50,000 થી વધુ છે, તો ITR ફાઇલ કરવું ફરજિયાત છે. જ્યારે તમે તમારો ઈન્કમ ટેક્ષ ચૂકવો છો, ત્યારે તમને એક સ્વીકૃતિ પ્રાપ્ત થાય છે. તમારે આ સ્વીકૃતિ પ્રિન્ટ કરવાની અને તેના પર સહી કરવાની જરૂર છે.

તમારે ITR-V ફોર્મ પ્રાપ્ત થયાના 30 દિવસની અંદર બેંગ્લોરના સેન્ટ્રલ હબ પર આ સહી કરેલા ડોક્યુમેન્ટ પોસ્ટ કરવાની જરૂર છે. વૈકલ્પિક રીતે, તમે ફાઇલિંગની તારીખથી 30 દિવસની અંદર તમારું ITR ઇ-વેરિફાઇ કરી શકો છો.

આ પોસ્ટમાં, અમે આ ITR V ડાઉનલોડ કેવી રીતે હાથ ધરવું તે શીખીશું.

[સ્રોત]

સ્વીકૃતિ કેવી રીતે ડાઉનલોડ કરવી

ITR-V- ડાઉનલોડ કરવા માટે આ સ્ટેપને અનુસરો:

સ્ટેપ 1: ની મુલાકાત લો

સ્ટેપ 2: જો તમારી પાસે પહેલેથી જ એકાઉન્ટ છે, તો 'અહીં લોગ ઈન કરો' વિકલ્પ પર ક્લિક કરો. જો કે, જો તમારી પાસે એકાઉન્ટ નથી, તો પોતાને રજીસ્ટર કરો અને નવું એકાઉન્ટ બનાવો પર ક્લિક કરો. ITR-V ડાઉનલોડ કરવાની વાત આવે ત્યારે આ એક મહત્વપૂર્ણ સ્ટેપ છે.

સ્ટેપ 3: લોગ ઈન પેજમાં તમારા ક્રેડેન્સીયલ(ઓળખપત્રો) દાખલ કરો.

સ્ટેપ 4: તમને નવા પેજ પર ડાયરેક્ટ કરવામાં આવશે, ટોપ મેનૂ પર મારા એકાઉન્ટ સેકશનને શોધો, ડ્રોપ-ડાઉનમાંથી 'ઈ-ફાઈલ રિટર્ન્સ/ફોર્મ્સ' વિકલ્પ પસંદ કરો.

સ્ટેપ 5: ડ્રોપ-ડાઉન મેનૂમાંથી 'ઈન્કમ ટેક્ષ રિટર્ન' પર ક્લિક કરો અને પછી 'ફાઈલ કરેલા રિટર્ન જુઓ' પર ક્લિક કરો અને ફોર્મ ડાઉનલોડ કરો આ સૌથી સરળ રીત છે કે તમે ITR V ઑનલાઇન ડાઉનલોડ કરી શકો છો.

તમારી સ્વીકૃતિ પૂર્ણ કરવા માટે તમારે આ ITR-V પ્રિન્ટ કરીને CPC બેંગ્લોરને પોસ્ટ કરવાની જરૂર છે. વૈકલ્પિક રીતે, તમે ITR ને ઈ-વેરીફાઈ કરી શકો છો.

આ પ્રોસેસ ઓનલાઈન કરવામાં આવી છે જેથી કરીને તમે તમારા ઘર અથવા ઓફિસના લોકેશન પર આરામથી અને સરળતાથી તેને કરી શકો. પરંતુ તમે આ પ્રોસેસ નજીકના સાયબર કાફેમાં પણ કરાવી શકો છો, અથવા તમે તમારા નજીકના ITOની મુલાકાત લઈ શકો છો અને જો તમે હજુ પણ ઈન્કમ ટેક્ષ રિટર્ન કેવી રીતે ડાઉનલોડ કરવું તે અંગે મૂંઝવણમાં હોવ તો તમારું ITR-V ડાઉનલોડ કરાવવા માટે અધિકારીની મદદ લઈ શકો છો.

[સ્રોત]

[સ્રોત]

રિટર્ન વેરીફાઈ કરવાની અન્ય રીતો

જો તમે ITR ની સ્વીકૃતિ કેવી રીતે ડાઉનલોડ કરવી તે સમજી શકતા નથી, તો ઈન્કમ ટેક્ષ ડીપાર્ટમેન્ટ તમારા રિટર્નને વેરીફાઈ કરવા માટે અન્ય ઘણી રીતો આપી છે જેમ કે-

  • આધાર કાર્ડ નંબર અને OTP દ્વારા વેરીફીકેશન
  • નેટ બેન્કિંગ મારફતે EVC જનરેશન
  • બેંક એકાઉન્ટ મારફતે EVC જનરેશન
  • ડિમેટ એકાઉન્ટ મારફતે EVC જનરેટીંગ
  • ATM કાર્ડ મારફતે EVC જનરેટીંગ

[સ્રોત]

ITR-V ફોર્મ ડાઉનલોડ કરવા માટે જરૂરી વિગતો

જો તમારી પાસે પહેલેથી જ એકાઉન્ટ છે, તો તમારે તમારા યુઝરનેમ અને પાસવર્ડની જરૂર પડશે. જો તમારી પાસે પહેલેથી એકાઉન્ટ નથી, તો તમારે એક એકાઉન્ટ બનાવવાની જરૂર પડશે.

તમારે તમારા PANની પણ જરૂર પડશે કારણ કે તે પાસવર્ડ તરીકે જરૂરી છે.

આટલી વિગતો સાથે, તમે તમારું ITR-V ડાઉનલોડ કરી શકશો. આના વિના, ITR સ્વીકૃતિ ઓનલાઈન ડાઉનલોડ કરવું અશક્ય છે.

ITR-V ફોર્મ પર વિગતો

  • પાન
  • નામ
  • સરનામું
  • સ્ટેટસ
  • ફોર્મ નં.
  • આ સેક્શન હેઠળ ફાઈલ કરેલ
  • ઈ-ફાઈલિંગ સ્વીકૃતિ નંબર
  • ટેકસેબલ ઈન્કમની વિગતો
  • ડિવિડન્ડ વિતરણ ટેક્સની વિગતો
  • અધિકૃત ઈન્કમ ટેક્ષની વિગતો
  • અને એક ડીકલેરેશન જેના પર તમારે સહી કરવાની જરૂર છે

તમારું કાર્ય માત્ર CPC પર સ્વીકૃતિ પોસ્ટ કરવાથી સમાપ્ત થતું નથી; ITR પ્રોસેસ થવા તરફ સ્ટેટસ આગળ વધે છે તેની ખાતરી કરવા માટે તમારે તમારું એકાઉન્ટ ચેક કરવાનું ચાલુ રાખવું પડશે.

ITR સ્વીકૃતિ મેળવવા માટે ઉપર દર્શાવેલ આ સરળ પ્રોસેસને અનુસરો.

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું મારું ITR-V CPC પર પોસ્ટ કરવું ફરજિયાત છે?

બે વિકલ્પો છે:

વિકલ્પ A: તમારા રિટર્નની પ્રોસેસ શરૂ કરવા માટે IT ડીપાર્ટમેન્ટ માટે CPC પર તમારું ITR-V મોકલો. જો તેઓ તમને ઈશ્યુ કર્યાના 30 દિવસની અંદર તમારું ITR-V પ્રાપ્ત ન કરે તો તમારું રિટર્ન અમાન્ય માનવામાં આવે છે.

વિકલ્પ B: ITR ફાઇલ કર્યાના 30 દિવસની અંદર તમારું ITR ઇ-વેરિફાઇ કરો.

અમાન્ય રિટર્ન શું છે?

અમાન્ય રિટર્નનો અર્થ છે કે તમારું રિટર્ન ધ્યાનમાં લેવામાં આવ્યું ન હતું, તેથી તમારે તમારા રિટર્ન સમયસર ફાઇલ કર્યા હોવા છતાં તમારે તેને ફરીથી ફાઇલ કરવાની જરૂર પડશે.