કેપિટલ ગેઇન્સ ટેક્સ: લોંગ-ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ
ભારતમાં આવકની કેટેગરીના આધારે ટેક્સેશન બદલાય છે. આ સંદર્ભે, ટેક્સ પેયર ઘણીવાર મૂંઝવણનો સામનો કરે છે કે કેપિટલ ગેઇન્સ શું છે. જો તમે આ જ વસ્તુ વિશે આશ્ચર્ય પામી રહ્યા હોવ, તો તમે યોગ્ય પેજ પર આવ્યા છો!
અહીં ઊંડાણપૂર્વકની નજર કરીશું અને તમારા પ્રશ્નનો જવાબ પણ આપીશું કે 'કેપિટલ ગેઇન્સ ટેક્સ શું છે, કેપિટલ ગેઇન્સ ક્યાંથી આવ્યું અને કેમ લાગુ પડે છે?'
કેપિટલ ગેઇન્સ વિશે સમજણ: ચાર્જેબિલિટી
જ્યારે નીચેની શરતો પૂરી થાય છે ત્યારે કેપિટલ ગેઇન્સ થાય છે:
તે કેપિટલ એસેટ હોવી જોઈએ
તે પાછલા વર્ષમાં ટ્રાન્સફર થયેલ હોવું આવશ્યક છે
ટ્રાન્સફરના પરિણામે નફો અથવા ફાયદા હોવો જોઈએ
કેપિટલ ગેઇન એ આવકનો સંદર્ભ આપે છે, જે તમે કેપિટલ એસેટના વેચાણમાંથી મળે છે. હવે પ્રશ્ન એ થાય છે કે કેપિટલ એસેટ શું છે. ઇન્કમ ટેક્સ એક્ટ, 1961ના સેક્શન 2 (14) મુજબ કેપિટલ એસેટમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- ટેક્સ પેયરના બિઝનેસ અથવા પ્રોફેશન સાથે જોડાયેલી કોઈપણ પ્રોપર્ટી
- સેબી એક્ટ, 1992 હેઠળના નિયમો અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકાર (FII) દ્વારા રોકાણ તરીકે રાખવામાં આવેલ કોઈપણ સિક્યુરિટી
સરળ શબ્દોમાં કહીએ તો, કેપિટલ એસેટમાં નીચેનાનો સમાવેશ થઈ શકે છે -
- જ્વેલરી
- લીઝ રાઈટ્સ
- ટ્રેડમાર્ક અને પેટન્ટ
- બિલ્ડિંગ
- જમીન
- મશીનરી
- હાઉસ પ્રોપર્ટી
- કોઈપણ ભારતીય કંપનીમાં અધિકારો
હવે તમને સમજાયું હશે કે ઇન્કમ ટેક્સએક્ટ, 1961 મુજબ કેપિટલ એસેટ શું છે અને તેના બાકાતનું મૂલ્યાંકન કરવાનો મુદ્દો પણ બનાવો. કેપિટલ ગેઇન્સ હેઠળ ન આવતી હોય તેવી કેપિટલ એસેટ અહિં વર્ણવી છે -
- જોગવાઈઓ અનુસાર ભારતમાં રહેલી ગ્રામીણ ભારતમાં માલિકીની ખેતીની જમીન
- પર્સનલ ઉપયોગ માટેની માલિકીના ફર્નિચર અને કપડાં
- પ્રોફેશનલ અથવા બિઝનેસ-સંબંધિત ઉપયોગ માટે રાખવામાં આવેલ ઉપભોજ્ય (Consumable) વસ્તુઓ અથવા સ્ટોક
- સ્પેશિયલ બેરર બોન્ડ્સ અને સ્પેસિફાઈડ ગોલ્ડ બોન્ડ
- ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ, 2015 હેઠળ જારી કરાયેલ ડિપોઝીટ સર્ટિફિકેટ્સ
હવે જ્યારે તમને ઇન્કમ ટેક્સમાં કેપિટલ ગેઇન્સ શું છે તેનો સ્પષ્ટ ખ્યાલ આવી ગયો છે, તમારે આવા લાભો પરના કરની જટિલતાઓને સમજવાની શરૂઆત કરવી પડશે.
કેપિટલ ગેઇન્સ ટેક્સનો અર્થ શું છે?
કેપિટલ ગેઇન્સ ટેક્સ અથવા CGT ખાસ કરીને કેપિટલ એસેટના ટ્રાન્સફર પછી ઉભા થતા નફા પર લાદવામાં આવતો ટેક્સ છે. આના માટે, તમારે ચોક્કસ કેપિટલ એસેટને તમે ખરીદી માટે ચૂકવેલ કિંમત કરતાં વધુ કિંમતે ટ્રાન્સફર કરવાની જરૂર પડશે.
તેથી, વારસામાં મળેલી પ્રોપર્ટી અથવા કેપિટલ એસેટ આ ટેક્સેશન માટે લાયક નથી. આવા કિસ્સાઓમાં, કોઈ વ્યવહાર થતો નથી, પરંતુ માત્ર એક વ્યક્તિથી બીજામાં હાથ બદલાય છે. પરંતુ જ્યારે વારસદાર સંપત્તિને ટ્રાન્સફર કરે છે, ત્યારે તેના પર કેપિટલ ગેઇન્સ લાગુ પડે છે.
કેપિટલ ગેઇન્સના પ્રકાર
કેપિટલ ગેઇન્સ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલા છે -
- શોર્ટ-ટર્મ કેપિટલ ગેઇન્સ
- લોંગ-ટર્મ કેપિટલ ગેઇન્સ
લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ શું છે તેનું મૂલ્યાંકન કરતા પહેલા, તમારે સમજવું જોઈએ કે આ બંને વચ્ચે મુખ્ય તફાવત કેપિટલ એસેટના ટ્રાન્સફર પહેલાનો સમયગાળો છે.
લોંગ ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સ શું છે?
મોટાભાગના કિસ્સાઓમાં, 36 મહિનાથી વધુ સમય માટે માલિકીની કોઈપણ કેપિટલ એસેટના ટ્રાન્સફર પર નફો લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ તરીકે ઓળખાય છે. આ કમાણી પરના ટેક્સને લોંગ ટર્મના કેપિટલ ગેઇન્સ ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે.
જોકે, કેટલીક એસેટને 12 મહિના કે તેથી વધુ સમય માટે રાખવામાં આવેલ હોય તો પણ લોંગ ટર્મની ગણવામાં આવે છે. તેમાં શામેલ છે:
- ક્વોટેડ અથવા અનક્વોટેડ (ભાવ બોલાતા કે ન બોલાતા હોય તેવા) યુનિટ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા બોન્ડ્સ.
- ભારતીય સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ ડિબેન્ચર્સ, બોન્ડ અને સરકારી સિક્યુરિટી જેવી તમામ સિક્યુરિટી.
- ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ.
- ઝીરો-કૂપન બોન્ડ.
- માન્ય ભારતીય સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીના ઈક્વિટી અથવા પ્રેફરન્સ શેર.
24 મહિનાથી વધુ સમયથી રાખવામાં આવેલ જમીન અને બિલ્ડિંગ સહિત અનલિસ્ટેડ શેર અને સ્થાવર પ્રોપર્ટીને લોંગ ટર્મ કેપિટલ એસેટ તરીકે ગણવામાં આવશે.
લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સનું કેલક્યુલેશન કરવા માટે અમુક સરળ સ્ટે૫ અનુસરો:
- સ્ટે૫ 1: કેપિટલ એસેટના વેચાણ પછી પ્રાપ્ત થયેલી કુલ રકમથી શરૂઆત કરો.
- સ્ટે૫ 2: કોસ્ટ ઓફ ટ્રાન્સફર + સંપાદનનો અનુક્રમિત ખર્ચ + સુધારણાની અનુક્રમિત કિંમત બાદ કરો.
હવે, યોગ્ય કેલક્યુલેશન કરવા માટે, તમારે જાણવું જોઈએ કે આ દરેક શબ્દો શું કહેવા માંગે છે. આગળ વાંચો -
- કોસ્ટ ઓફ ટ્રાન્સફર = ટ્રાન્સફર માટે સંપૂર્ણ અને વિશિષ્ટ રીતે કરવામાં આવેલ જાહેરાતો, સોદાઓ અને કાનૂની ખર્ચ માટે કરવામાં આવેલ કુલ એક્સપેન્સ
- સંપાદનનો અનુક્રમિત ખર્ચ (Indexed cost of acquisition) = ટ્રાન્સફરના વર્ષ માટેનો Cost of inflation index (CII) X સંપાદન કોસ્ટ/ (CII) એક્વિઝિશનના વર્ષ માટે અથવા નાણાકીય વર્ષ 2001-02 માટે, જે બાદનું હોય
- સુધારણાની અનુક્રમિત કિંમત (Indexed cost of improvement) = સુધારણા ખર્ચ X એસેટ ટ્રાન્સફર વર્ષનું CII માટે/ સંપત્તિ સુધારણા વર્ષનું (CII)
શોર્ટ-ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ શું છે?
36 મહિના કે તેથી ઓછા સમય માટે રાખવામાં આવેલી કેપિટલ એસેટમાંથી મેળવેલ નફો શોર્ટ ટર્મના કેપિટલ ગેઇન્સ તરીકે ઓળખાય છે. જોકે, આમાં પણ કેટલાક અપવાદો છે. ઉદાહરણ તરીકે , જમીન, બિલ્ડિંગ અથવા હાઉસ પ્રોપર્ટીના કિસ્સામાં, આ સમયગાળો ઘટાડીને માત્ર 24 મહિના કરવામાં આવ્યો છે. આમ, જો તમે 24 મહિનાથી વધુ સમય સુધી આવી સંપત્તિની માલિકી મેળવ્યા પછી વેચો છો, તો તેને લોંગ ટર્મના કેપિટલ ગેઇન્સ તરીકે વર્ગીકૃત કરવામાં આવશે.
શોર્ટ ટર્મના કેપિટલ ગેઇન્સ માટેનું કેલક્યુલેશન સૂત્ર લોંગ ટર્મના કેપિટલ ગેઇન્સ સમાન જ છે. તે નીચે મુજબ છે -
શોર્ટ ટર્મના કેપિટલ ગેઇન્સ = સંપત્તિનું સંપૂર્ણ મૂલ્ય - (સુધારણા ખર્ચ + સંપાદન ખર્ચ + ટ્રાન્સફર કોસ્ટ)
કેપિટલ ગેઇન ટેક્સના રેટ શું છે?
એસેટ | શરત | ટેક્સ રેટ |
ઈક્વિટી શેર્સ, ઈક્વિટી ઓરિએન્ટેડ ફંડ યુનિટ્સ, બિઝનેસ ટ્રસ્ટના યુનિટ્સ | LTCG 1 લાખથી ઉપર | ઈન્ડેકસેશન વગર 10% |
અન્ય | 20% | |
લિસ્ટેડ સિક્યોરિટીઝ, યુનિટ્સ અથવા ઝીરો-કૂપન બોન્ડ્સ | બેમાંથી જે નીચું હોય તે | ઇન્ડેક્સેશન સાથે 20% અથવા ઇન્ડેક્સેશન વિના 10% |
અન્ય એસેટ | - | 20% |
શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ રેટ શું છે?
એસેટ |
શરત |
ટેક્સ રેટ |
ઈક્વિટી શેર્સ, ઈક્વિટી ઓરિએન્ટેડ ફંડ યુનિટ્સ, બિઝનેસ ટ્રસ્ટના યુનિટ્સ |
સિક્યુરિટીના કિસ્સામાં, ટ્રાન્ઝેકશન લાગુ પડે છે |
15% |
સિક્યુરિટીના કિસ્સામાં, ટ્રાન્ઝેકશન લાગુ પડતા નથી |
વ્યક્તિના ઇન્કમ ટેક્સ રિટર્નમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ઉમેરવામાં આવે છે. વ્યક્તિની આવકનો સ્લેબ અંતિમ ટેક્સ નક્કી કરે છે
|
|
અન્ય એસેટ |
- |
વ્યક્તિના ઇન્કમ ટેક્સ રિટર્નમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ઉમેરવામાં આવે છે. વ્યક્તિની આવકનો સ્લેબ અંતિમ ટેક્સ નક્કી કરે છે
|
લાભના અવકાશને મહત્તમ કરવા માટે રોકાણ કરતા પહેલા તમારે કેપિટલ ગેઇન્સના આ પાસાઓ વિશે જાણવું આવશ્યક છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો
મેં 5 વર્ષ પહેલા ખરીદેલ એક ઘર વેચ્યું છે. આ ટ્રાન્ઝેકશન પર કયા પ્રકારનો કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગુ થશે?
આવા ટ્રાન્ઝેક્શનને લોંગ ટર્મના કેપિટલ ગેઇન્સ તરીકે ગણવામાં આવશે કારણ કે તમે 24 મહિનાથી વધુ સમય સુધી પ્રોપર્ટીને પ્રશ્નમાં રાખી છે. આમ, લાગુ પડતા ટેક્સનું યોગ્ય કેલક્યુલેશન કરવામાં આવશે.
ભારતમાં પ્રોપર્ટી વેચતા એનઆરઆઈ માટે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ પર ટેક્સનો રેટ શું છે?
20% લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ (2 વર્ષથી વધુ સમય માટે રાખવામાં આવેલ એસેટ) અથવા શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન (2 વર્ષથી ઓછી સમય માટે રાખવામાં આવેલ એસેટ) માટે સામાન્ય સ્લેબ રેટ ટેક્સ લાગુ થશે. જો કે, આ ટેક્સનું કેલક્યુલેશન આવા ટ્રાન્સફરથી થતા નફા પર કરવામાં આવશે, પ્રાપ્ત થયેલી સંપૂર્ણ રકમ પર નહીં.
સંદર્ભ
https://incometaxindia.gov.in/Documents/Left%20Menu/income-from-capital-gains.htm