ડિજિટ ઇન્સ્યોરન્સ કરો

આઇટીઆર (ઇન્કમ ટેક્સ રિટર્ન) ફાઇલ કરવાના ફાયદા

એક ફોર્મ જેમાં ટેક્સ પેયર તેમની આવકની વિગતો, તેમની આવક પર ચૂકવવાપાત્ર ટેક્સ, છૂટ અને ચોક્કસ નાણાકીય વર્ષ માટે ડિડક્શનની માહિતી જાહેર કરતી વિગતોને ઇન્કમ ટેક્સ રિટર્ન તરીકે ઓળખવામાં આવે છે. ટેક્સ પેયરે આઇટીઆર ફાઈલ કરવા માટેના ઘણા કારણો છે, જેનું પ્રાથમિક કારણ કર ટેક્સ ડિડક્શન ક્લેમ કરવાનું છે. જોકે, દરેક વ્યક્તિએ આઇટીઆર ફાઇલ કરવાની જરૂર નથી.

આઇટીઆર ફાઇલ કરવાના ફાયદાઓ સમજાવવા અને ટેક્સ પેયરની અન્ય શંકાઓને સ્પષ્ટ કરવા માટે અમે ઇન્કમ ટેક્સ રિટર્ન અને તેના મહત્વ પર વ્યાપક ગાઈડલાઈન રજૂ કરીએ છીએ. કોના માટે આઇટીઆર ફાઇલ કરવું ફરજિયાત છે અને તે ફાઇલ ન કરવાના પરિણામો સહિતની અમે આઇટીઆર ફાયદાથી સંબંધિત દરેક વિગતો આવરી લઈશું.

તો હવે કોઈપણ વિલંબ વિના, ચાલો શરૂ કરીએ!

શું આઇટીઆર ફાઈલ કરવું જરૂરી છે?

દરેક વ્યક્તિએ ફરજિયાતપણે આઇટીઆર ફાઇલ કરવાની જરૂર નથી. અમુક પરિબળોના આધારે ટેક્સ પેયર નક્કી કરી શકે છે કે તેમના માટે આઇટીઆર ફાઇલ કરવી જરૂરી છે કે નહીં. આ સૂચક પરિબળો નીચે દર્શાવેલ છે:

  • છૂટ મર્યાદા કરતાં વધુ આવક- સામાન્ય ટેક્સ પેયર માટે ટેક્સ છૂટ લિમિટ એટલેકે મુક્તિ મર્યાદા રૂ. 2.5 લાખ, વરિષ્ઠ નાગરિકો માટે રૂ. 3 લાખ અને સુપર વરિષ્ઠ નાગરિકો માટે રૂ. 5 લાખ છે. આ લિમિટથી વધુ આવક કરપાત્ર આવક તરીકે ગણવામાં આવે છે.
  • વિદેશી એસેટના માલિક- ભારતની બહાર પોતાની અસ્કયામતો ધરાવનાર અને તેમાંથી આવક મેળવનાર વ્યક્તિએ આઇટીઆર ફાઇલ કરવું આવશ્યક છે.
  • વીજળીના બિલની ચૂકવણીની રકમ- નાણાકીય વર્ષમાં વીજળી માટે રૂ. 1 લાખથી વધુની ચુકવણી કરનાર વ્યક્તિએ આઈટી રિટર્ન ફાઇલ કરવું પડશે.
  • બેંક ડિપોઝીટ- નાણાકીય વર્ષમાં એક અથવા વધુ બેંક એકાઉન્ટમાં
    રૂ. 1 કરોડથી વધુ જમા કરાવનાર ટેક્સ પેયરે આઇટીઆર ફાઇલ કરવું પડશે.
  • વિદેશ પ્રવાસ ખર્ચ- જો કોઈ વ્યક્તિ નાણાકીય વર્ષ દરમિયાન વિદેશ પ્રવાસમાં રૂ. 2 લાખથી વધુ ખર્ચ કરે તો તેણે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જોઈએ.
  • આવક કરતી રજિસ્ટર્ડ કંપનીઓ- તમામ રજિસ્ટર્ડ કંપનીઓએ સમગ્ર નાણાકીય વર્ષમાં કોઈ નફો કર્યો હોય કે ન કર્યો હોય તે બાબતને ધ્યાનમાં લીધા વિના આઇટીઆર ફાઈલ કરવાનું રહેશે.
  • રિફંડ ક્લેમ- જેઓ ડિડક્શન થયેલ વધારાના ટેક્સ અથવા તેમણે ચૂકવેલા ઇન્કમ ટેક્સ પર રિફંડનો ક્લેમ કરવા તૈયાર છે તેઓએ આઈટી રિટર્ન ફાઇલ કરવું આવશ્યક છે.
  • વિદેશી કંપનીઓ અને એનઆરઆઈ- પોતાના ભારતીય વ્યવહારો પર વિશિષ્ટ સંધિના ફાયદાનો આનંદ માણતી વિદેશી કંપનીઓએ આઇટીઆર રિટર્ન ફાઇલ કરવાની જરૂર છે. વધુમાં, એક નાણાકીય વર્ષમાં રૂ. 2.5 લાખથી વધુની કમાણી કરતા એનઆરઆઈને પણ આઇટીઆર રિટર્ન ફાઇલ કરવાની જરૂર પડે છે.

ઉપરોકત જણાવેલ કારણો સાથે અને પરિબળોમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ મહત્વપૂર્ણ છે.

[સ્ત્રોત]

આઇટીઆર ફાઇલ કરવાની નિયત તારીખ કઈ છે?

આઇટીઆરના ફાયદા ક્લેમ કરવા માટે નિયત તારીખ પહેલા ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ કરવાની નિયત અતિમ તારીખ બિન-ઓડિટ કેસો અને વ્યક્તિઓ માટે 31મી જુલાઈ અને ચોક્કસ નાણાકીય વર્ષમાં ઓડિટ કેસ માટે 31મી ઓક્ટોબર છે.

[સ્ત્રોત]

આઇટીઆર ફાઇલ કરવાના ફાયદા

ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાના ફાયદા ટેક્સ પેયરની કેટેગરી પ્રમાણે અલગ-અલગ હોય છે. ટેક્સ પેયરની કેટેગરીના આધારે અમે નીચેના સેક્શનમાં આઇટીઆર ફાઇલ કરવાના ફાયદાઓની માહિતી આપી છે.

  • લોનની સરળ પ્રોસેસિંગ- નાણાકીય સંસ્થાઓ લોન અરજી દરમિયાન પાછલા વર્ષ અથવા વર્ષોની આઇટીઆર રસીદો માંગે છે. તેઓ આ રસીદને ઉધાર લેનારની આવકના નિવેદનમાં સહાયક ડોક્યુંમેન્ટ માને છે. તેથી, જો કોઈ વ્યક્તિ હોમ અથવા કાર લોન મેળવવાનો પ્લાન ધરાવે છે તો આઇટીઆર ફાઇલ કરવું આવશ્યક છે. સેલરાઈઝડ અને સ્વ-રોજગાર ધરાવતા વ્યક્તિઓ આનાથી ઘણા ફાયદા મેળવી શકે છે કારણ કે તેમને આવકના પુરાવા તરીકે અન્ય કોઈ ડોક્યુંમેન્ટ પ્રદાન કરવાની જરૂર નથી અને સરળતાથી લોન મંજૂરી મેળવી શકે છે.
  • રિફંડ ક્લેમ કરવું- કોઈપણ વ્યક્તિ આઈટી વિભાગ પાસેથી આઇટીઆર ફાઇલ કરીને ટેક્સ રિફંડનો ક્લેમ કરી શકે છે. ઉચ્ચ આવકવાળા વર્ગમાં આવતા સેલરાઈઝડ અને સ્વ-રોજગાર ધરાવતા લોકો માટે આ ખૂબ જ ફાયદાકારક છે.
  • સરળ વિઝા પ્રક્રિયા- વિઝા ઍપ્લિકેશન પ્રોસેસ માટે આઇટીઆર રસીદ મહત્વપૂર્ણ છે. યુ.એસ. એમ્બેસી અને અન્ય લોકો વ્યક્તિના ટેક્સ અનુપાલન વિશે વધુ જાણવા માટે આ રસીદ માંગે છે. આ ડોક્યુંમેન્ટ અરજદારની આવકના પુરાવા તરીકે કામ કરે છે, દૂતાવાસ આવકની વિગતો તપાસશે અને ખાતરી કરશે કે તે/તેણી મુસાફરી ખર્ચની કાળજી લેવા સક્ષમ છે કે નહિ. સેલરાઈઝડ કર્મચારીઓ અને સ્વ-રોજગાર ધરાવતા લોકો આઇટીઆર ફાઇલ કરીને આનો ફાયદો મેળવી શકે છે.
  • મેડિકલ ઇન્સ્યોરન્સ- IT વિભાગ ચોક્કસ નાણાકીય વર્ષમાં ચૂકવવામાં આવેલા હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર રૂ. 50,000 સુધીનું ડિડક્શન ઓફર કરે છે. આ ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 80D હેઠળ આવે છે. મેડિકલ ઇન્સ્યોરન્સ પૂરો પાડવા પર, વરિષ્ઠ નાગરિકો આ ડિડક્શનનો ફાયદો લઈ શકે છે અને કોઈપણ મુશ્કેલી વિના સારવાર કરાવી શકે છે.
  • નુકસાનનું વળતર- કોઈ પણ કંપની અને બિઝનેસને ચોક્કસ નાણાકીય વર્ષ દરમિયાન કોઈપણ સમયે નુકસાન થઈ શકે છે. નુકસાનની ભરપાઈ કરવા માટે, કંપનીઓએ IT રિટર્ન ફાઇલ કરવાની જરૂર છે. આ પ્રક્રિયાને અનુસરીને, વ્યક્તિ આગામી વર્ષમાં ટેક્સની ખોટને આગળ ધપાવી શકે છે. જોકે, ભવિષ્યમાં નુકસાની ક્લેમ કરવા માટે ટેક્સ પેયરે નિયત તારીખ પહેલાં આઇટીઆર ફાઇલ કરવાની જરૂર છે.
  • દંડ ટાળો- અગાઉ સૂચવ્યા મુજબ કેટલીક વ્યક્તિઓ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત છે. સમયસર આઇટીઆર ફાઇલ કરવાથી વ્યક્તિઓ અને કંપનીઓને ભારે દંડથી બચવામાં મદદ મળશે. જો વાર્ષિક આવક રૂ. 5 લાખથી વધુ ન હોય, તો આઇટી વિભાગ રૂ. 1000નો દંડ વસૂલે છે. અન્યથા પેનલ્ટી રૂ. 10,000 સુધી થઈ શકે છે.
  • અનુમાનિત ટેક્સેશન સ્કીમ- સ્વ-રોજગાર વ્યક્તિઓ ફોર્મ નંબર 4 સાથે આઇટીઆર ફાઇલ કરીને આ ટેક્સેશન સ્કીમનો લાભ લઈ શકે છે. આર્કિટેક્ટ, ડૉક્ટર અને વકીલ જેવા પ્રોફેશનલ તેમની આવકના માત્ર 50%ને નફા તરીકે ગણી શકે છે અને જો આવી આવક રૂ. 50 લાખથી ઓછી હોય તો તે મુજબ ટેક્સ લાદવામાં આવે છે. રૂ. 2 કરોડથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતા બિઝનેસ પણ આ સ્કીમ અપનાવી શકે છે અને તેમની આવકના 6% (ડિજિટલ વ્યવહારો માટે) અને 8% (નોન-ડિજિટલ વ્યવહારો માટે) નફા તરીકે જાહેર કરી શકે છે.
  • ઇન્ટરેસ્ટ ડિડક્શન- હોમ લોન માટે અરજી કરતી વખતે પણ આઇટીઆર ફાઇલિંગ વ્યાજમાં કપાતની મંજૂરી આપે છે. જો કોઈ એનઆરઆઈ પાસે ભારતમાં ભાડે આપેલી અથવા ખાલી પ્રોપર્ટી હોય, તો તે ટેક્સેબલ પ્રોપર્ટી બની જાય છે, જેના માટે તેણે/તેણીને ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની જરૂર હોય છે. અહીં આઇટીઆર ફાઇલ કરવાનો ફાયદો એ છે કે વ્યક્તિ હોમ લોનના વ્યાજ અને પ્રોપર્ટી ટેક્સ પર સ્ટાન્ડર્ડ 30% ડિડક્શનનો આનંદ માણી શકે છે.

[સ્ત્રોત]

ઉપરોક્ત જણાવેલ કિસ્સા સિવાયના સંજોગોમાં આઇટીઆર ફાઇલ કરવાના ફાયદા

આ ઉપરાંત, જો વ્યક્તિની વાર્ષિક કમાણી કરપાત્ર સ્લેબથી નીચે આવતી હોય તો તે NIL ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકે છે. NIL ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાના ઘણા ફાયદા છે. તેમાંના કેટલાક છે -

  • આઇટીઆર રસીદ સરનામાંનો પુરાવો બનીને કામ કરે છે.
  • NIL ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાથી વ્યક્તિને ક્રેડિટ કાર્ડ માટે સરળતાપૂર્વક અરજી કરવામાં મદદ મળશે.
  • કોઈ વ્યક્તિ વિવિધ કેસોમાં આવકના પુરાવા તરીકે ઇન્કમ ટેક્સ રિટર્નની રસીદ પણ રજૂ કરી શકે છે.
  • વિઝા ઍપ્લિકેશનમાં મદદ કરે છે.

મૃત વ્યક્તિઓ માટે આઇટીઆર ફાઇલ કરવાના ફાયદા

જો મૃત વ્યક્તિઓ નાણાકીય વર્ષના મધ્યમાં મૃત્યુ પામે છે તો તેમના માટે પણ આઇટીઆર ફાઇલ કરવું જોઈએ. તેનું કેલક્યુલેશન તેમના મૃત્યુની તારીખ સુધીની કમાણી પર કરવામાં આવે છે.

આવા કિસ્સામાં, તેમના કાનૂની વારસદારોએ IT રિટર્ન ફાઇલ કરવું જોઈએ. ઇન્સ્યોરન્સ કંપનીઓને કોર્ટ ટ્રાયલ દરમિયાન અકસ્માત માટે રકમ મંજૂર કરવા માટે આવકના પુરાવાની જરૂર હોય છે. તેથી, આઇટીઆર રસીદો રજૂ કરીને વ્યક્તિ સરળતાથી ક્લેમની રકમ મેળવી શકે છે.

આઇટીઆર ફાઇલ ન કરવાના પરિણામો

હવે જ્યારે તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાના ફાયદાઓ વિશે જાણો છો, તો અહીં કેટલાક પરિણામો આપ્યા છે, જે આઇટીઆર ફાઇલ કરવામાં નિષ્ફળ જવાના કિસ્સામાં કોઈને પણ સામનો કરવો પડી શકે છે:

  • જો કોઈ વ્યક્તિ કરપાત્ર સ્લેબમાં આવે તો તેને ઇન્કમ ટેક્સની નોટિસ પ્રાપ્ત થશે.
  • જો કોઈ વ્યક્તિ સાચા કારણોસર આઇટી રિટર્ન ફાઇલ કરી શકતી નથી, તો અધિકૃત સંસ્થા વિગતવાર પત્ર અને સહાયક ડોક્યુંમેન્ટ સ્વીકારશે. આવા કિસ્સામાં, તે માફી રાહત માટે અરજી કરી શકે છે.
  • મોડેથી આઇટીઆર ફાઇલ કરવાના કિસ્સામાં, આઈટી વિભાગ વ્યક્તિ પાસેથી દંડ વસૂલશે. સામાન્ય રીતે, જો વ્યક્તિની આવક રૂ. 5 લાખથી વધુ હોય તો તેને રૂ.10,000નો દંડ સહન કરવો પડે છે. જો આવક આ રકમથી ઓછી હોય, તો દંડ રૂ. 1000 છે.
  • ટેક્સ ઈવેજન જેવી ગંભીર પરિસ્થિતિઓ દરમિયાન, ટેક્સ પેયરને સખત કેદની સજા થઈ શકે છે.

જોકે, એવી કેટલીક વ્યક્તિઓ છે જેમણે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની જરૂર નથી. કેન્દ્રીય બજેટ 2021માં નાણામંત્રીની જાહેરાત મુજબ 75 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આઇટીઆર ફાઇલિંગમાંથી સંપૂર્ણ છૂટ મળી શકે છે.

આઇટીઆર ફાઇલ કરવાના ફાયદાઓ પરની આ વ્યાપક માર્ગદર્શિકામાંથી પસાર થઈને, વ્યક્તિ ઈ-ફાઇલિંગ ટેક્સ રિટર્નના ફાયદાઓને સમજી અને સ્વીકારી શકે છે અને કોઈપણ વિલંબ કર્યા વિના ફાઈલ કરી શકે છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

નાણાકીય વર્ષ 2022-23 માટે આઇટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ કઈ છે?

નોન-ઓડિટી મૂલ્યાંકનકર્તા માટે નાણાકીય વર્ષ 2022-23 માટે આઇટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ 2023 છે.

શું એનઆરઆઈ ભારતમાં ફ્લેટ વેચવા પર કેપિટલ ગેઈન ટેક્સને પાત્ર હશે?

જો એનઆરઆઈ ભારતમાં ફ્લેટ વેચે તો તે કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવા માટે જવાબદાર રહેશે.

આઇટીઆર ફાઇલ કરવા માટે કંપનીએ કયા ફોર્મનો ઉપયોગ કરવો જોઈએ?

કંપનીઓએ આઇટીઆર ફોર્મ 6નો ઉપયોગ કરીને આઇટીઆર ફાઇલ કરવું જોઈએ.