ભારતમાં લાઈફ ઇન્શ્યુરન્સ કંપનીઓ
મોટાભાગના લોકો લાઈફ ઇન્શ્યુરન્સ પોલિસીને રોકાણના એક સ્વરૂપ તરીકે જુએ છે. જો કે, આ યોજનાઓ વીમાધારક વ્યક્તિના મૃત્યુ પર નોંધપાત્ર ચુકવણી પણ કરે છે.
આથી, આશ્રિત કુટુંબના સભ્યો ધરાવતા વ્યક્તિઓએ તેમના જીવનસાથી, બાળકો, વૃદ્ધ માતા-પિતા અને ભાઈ-બહેનો માટે કમનસીબ મૃત્યુની સ્થિતિમાં પણ નાણાકીય રીતે સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે આવી આકસ્મિક યોજનાઓ પસંદ કરવી આવશ્યક છે.
જો લાઈફ ઇન્શ્યુરન્સ પોલિસીધારક યોજનાની કવરેજ અવધિ દરમિયાન મૃત્યુ પામે છે, તો તેના/તેણીના કુટુંબના સભ્યો ડેથ બેનીફીટ/મૃત્યુ લાભનો દાવો કરી શકે છે.
આમ કરવાથી એકસાથે નાણાકીય લાભ થશે, જેનો ઉપયોગ કુટુંબના હયાત સભ્યો આરામદાયક જીવન જીવે તેની માટે ખાતરી કરી શકે છે. ભારતમાં કાર્યરત વિવિધ લાઈફ ઇન્શ્યુરન્સ કંપનીઓ આવા પ્લાન પ્રદાન કરવા અને ક્લેમ કરવામાં આવે ત્યારે સેટલમેન્ટ કરવા માટે જવાબદાર છે.
લાઈફ ઇન્શ્યુરન્સ કંપની શું છે?
લાઈફ ઇન્શ્યુરન્સ કંપની એક એવી સંસ્થા છે, જે તેના ગ્રાહકો માટે વૈવિધ્યસભર લાઈફ ઇન્શ્યુરન્સ પોલિસી બનાવે છે. પોલિસી ધારકો ઇન્શ્યુરન્સ કંપનીને પ્રીમિયમ ચૂકવે છે, જે અન્ય લાભ અને પરિબળો સાથે પસંદ કરેલ કવરેજ માટે વીમાની રકમ દ્વારા નક્કી કરવામાં આવે છે. લાઈફ ઇન્શ્યુરન્સ કંપનીએ પણ ગ્રાહકો દ્વારા ફાઈલ કરાયેલા તમામ દાવાને હેન્ડલ કરવા જરૂરી છે.
ક્લેમ ફાઇલ કર્યા પછી નાણાકીય વળતર આપતા પહેલા, લાઈફ ઇન્શ્યુરન્સ કંપનીઓએ પોલિસીધારકોના મૃત્યુની તમામ માહિતી અને સંજોગોને ચકાસતી હોય છે. અકસ્માત અથવા આત્મહત્યાથી મૃત્યુને ઘણીવાર લાઈફ ઇન્શ્યુરન્સ પોલિસી કવરેજમાંથી બાકાત રાખવામાં આવે છે.
આમ, જો કોઈ પોલિસીધારક આમાંથી કોઈ એક કારણને લીધે મૃત્યુ પામે છે, તો તેના/તેણીના કુટુંબના સભ્યો વીમાકૃત લાઈફ ઇન્શ્યુરન્સ પોલિસીમાંથી ડેથ બેનીફીટ/મૃત્યુ લાભનો દાવો કરવા માટે અયોગ્ય છે.
ભારતમાં ઉપલબ્ધ કેટલીક સામાન્ય પ્રકારની લાઈફ ઇન્શ્યુરન્સ પોલિસી નીચે મુજબ છે:
યુનિટ લિંક્ડ ઇન્શ્યુરન્સ પ્લાન
ટર્મ લાઈફ ઇન્શ્યુરન્સ
એન્ડોવમેન્ટ પ્લાન
સંપૂર્ણ લાઈફ ઇન્શ્યુરન્સ
મની બેક પોલિસી
રિટાયરમેન્ટ પ્લાન
ચાઇલ્ડ પ્લાન
આ સાત અલગ-અલગ લાઈફ ઇન્શ્યુરન્સ પોલિસીના પ્રકારો છે, જે ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો અને શરતોને પહોંચી વળવા માટે બનાવાયા છે.
ઉપર જણાવેલી પોલિસીમાંથી કઈ તમારી જરૂરિયાતોને અનુરૂપ છે તે નક્કી કરવા માટે તમારે તમારી જીવનની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેવી આવશ્યક છે.
ભારતમાં કાર્યરત લાઈફ ઇન્શ્યુરન્સ કંપનીઓની યાદી
કંપનીનું નામ | સ્થાપના વર્ષ | હેડ ક્વાર્ટર (નું સ્થળ) |
લાઈફ ઇન્શ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા | 1956 | મુંબઇ |
મેક્સ લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2000 | નવી દિલ્હી |
એચડીએફસી (HDFC) લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2000 | મુંબઇ |
આઈસીઆઈસીઆઈ (ICICI) પ્રુડેન્શિયલ લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2000 | મુંબઇ |
આદિત્ય બિરલા સનલાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2000 | મુંબઇ |
કોટક મહિન્દ્રા લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2001 | મુંબઇ |
પ્રામેરિકા લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2008 | ગુરુગ્રામ |
ટાટા એઆઇએ લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2000 | મુંબઇ |
બજાજ એલાયન્ઝ લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2001 | પૂણે |
એસબીઆઇ લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2001 | મુંબઇ |
એક્સાઇડ લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2001 | બેંગ્લોર |
રિલાયન્સ નિપ્પોન લાઈફ ઇન્શ્યુરન્સ કંપની | 2001 | મુંબઇ |
સહારા ઇન્ડિયા લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2000 | કાનપુર |
અવીવા લાઈફ ઇન્શ્યુરન્સ કંપની ઇન્ડિયા લિમિટેડ | 2002 | ગુરુગ્રામ |
પીએનબી મેટલાઇપ ઇન્ડિયા ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2001 | મુંબઇ |
ભારતી એએક્સએ લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2005 | મુંબઇ |
આઈડીબીઆઈ (IDBI) ફેડરલ લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2008 | મુંબઇ |
ફ્યુચર જનરલી ઇન્ડિયા લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2006 | મુંબઇ |
શ્રીરામ લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2005 | હૈદરાબાદ |
એગોન લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2008 | મુંબઇ |
કેનેરા એચએસબીસી (HSBC) ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2007 | ગુરુગ્રામ |
એડલવીસ ટોક્યો લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2009 | મુંબઇ |
સ્ટાર યુનિયન ડાઇ-ઇચી લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2007 | મુંબઇ |
ઇન્ડિયાફર્સ્ટ લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2009 | મુંબઇ |
પુરતું રિસર્ચ કર્યા બાદ જ યોગ્ય લાઈફ ઇન્શ્યુરન્સ કંપની પસંદ કરો તેની ખાતરી કરવી. તમારી ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ પ્લાન નક્કી કરતાં પહેલાં ક્લેમ સેટલમેન્ટ રેશિયો, પ્રતિષ્ઠા, પોલિસીનું પ્રીમિયમ અને અન્ય ફાયદાઓ ચકાસવા.
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
ભારતની સૌથી બેસ્ટ લાઈફ ઇન્શ્યુરન્સ કંપની કંપની કઈ છે?
તમારે પ્રતિષ્ઠિત સર્વિસ પ્રોવાઈડરોમાંથી એકનો શ્રેષ્ઠ લાઈફ ઇન્શ્યુરન્સ પ્લાન પસંદ કરવો જોઈએ. જો કે, દરેક કંપની અને પોલિસીના પોતાના ફાયદા અને ગેરફાયદાઓ છે. તમારે તમારા જીવનની ચોક્કસ પરિસ્થિતિ અને જરૂરિયાતોને આધારે શ્રેષ્ઠ વિકલ્પનો વિચાર કરવો જોઈએ.
લાઈફ ઇન્શ્યુરન્સ પ્લાન વ્યક્તિલક્ષી હોય છે, એટલે કે એક વ્યક્તિ માટે અત્યંત લાભદાયી પોલિસી અન્ય વ્યક્તિ માટે એટલી ઉપયોગી સાબિત ન પણ થાય. તેથી, કાળજીપૂર્વક ઉંડી વિચારણા કર્યા પછી આવા પ્લાન પસંદ કરો.
યુનિટ-લિંક્ડ ઇન્શ્યુરન્સ પ્લાન્સ શું છે?
યુનિટ-લિંક્ડ ઇન્શ્યુરન્સ પ્લાન અથવા ULIPએ લાઈફ ઇન્શ્યુરન્સ પોલિસીનો એક પ્રકાર છે, જે પોલિસી ધારકોને ડેથ બેનીફીટ/મૃત્યુ લાભ પ્રદાન કરવાની સાથે બચત યોજના તરીકે ડબલ થઈ જાય છે.
યુલિપનો મુખ્ય બેનેફિટ એ છે કે વીમાધારક વ્યક્તિ જીવે છે કે મૃત્યુ પામે છે તે ધ્યાનમાં લીધા વગર પોલિસીધારક અથવા તેના/તેણીના કુટુંબના સભ્યોને ફાયદો મળે છે. જો પોલિસીધારક મૃત્યુ પામે છે, તો તેના/તેણીના નોમિની / વારસદારને ડેથ બેનીફીટ/મૃત્યુ લાભ મળે છે. જોકે, વીમાધારક પોલિસીની મુદત સુધી જીવે છે, તો તે/તેણી આ ULIPમાંથી પરિપક્વ/મેચ્યોરિટી વેલ્યૂનો ક્લેમ કરી શકે છે.
ભારતમાં વિવિધ પ્રકારની ઉપલબ્ધ લાઈફ ઇન્શ્યુરન્સ પોલિસીઓ કઇ-કઇ છે?
ભારતીયો સાત પ્રકારની મુખ્ય લાઈફ ઇન્શ્યુરન્સ પોલિસીમાંથી એક પસંદ કરી શકે છે. તેમાં ટર્મ ઇન્શ્યુરન્સ પ્લાન, ULIP, રિટાયરમેન્ટ પ્લાન, ચાઈલ્ડ પ્લાન, મની બેક પોલિસી, સંપૂર્ણ લાઈફ ઇન્શ્યુરન્સ અને એન્ડોમેન્ટ પ્લાનનો સમાવેશ થાય છે.
તેમાંથી પ્રત્યેકમાં કેટલાક ફાયદા અને નુકશાની છે. એક અથવા બીજા પ્લાનની પસંદગી કરતા પહેલા તે અંગે ગંભીરતા પૂર્વક વિચારણા કરો.
લાઈફ ઇન્શ્યુરન્સ પ્રોવાઇડરની પસંદગી કરતી વખતે ક્લેમ સેટલમેન્ટ રેશિયો શા માટે મહત્વપૂર્ણ છે?
ક્લેમ સેટલમેન્ટ રેશિયો તમને એ નક્કી કરવામાં મદદ કરી શકે છે કે ક્લેમ મંજૂર કરતી વખતે ઇન્શ્યુરન્સ કંપની ખૂબ કડક છે કે નહીં.
નીચા રેશિયો સૂચવે છે કે કંપની ક્લેમને સરળતાથી સેટલ કરશે નહિ.
જો કે, ઉંચો રેશિયો સુવ્યવસ્થિત વળતર પ્રક્રિયાનું સૂચક છે. તેથી, આવી કંપની પાસેથી પોલિસી મેળવવી ફાયદાકારક રહેશે જેની પાસેથી તમે અસ્વીકારના જોખમ વિના ક્લેમ કરી શકો છો.