ભારતમાં ઇન્શ્યુરન્સ કંપનીઓની યાદી
ઇન્શ્યુરન્સ પોલિસી તમારી ઈમરજન્સીની સ્થિતિમાં તમારી મદદે આવી શકે છે અને જ્યારે જરૂર પડે ત્યારે નાણાકીય સહાય આપી શકે છે. ઈમરજન્સી કોઈપણ સમયે આવી શકે છે, પછી ભલે તે તબીબી હોય કે અન્ય ત્યારે જ આ ઇન્શ્યુરન્સ પ્લાન અમલમાં આવશે અને તમને મદદરૂપ થશે.
જો કે, તમે સામાન્ય રીતે ઇન્શ્યુરન્સ વિશે વધુ જાણો તે પહેલાં, તમે તેના પ્રકારને આધારે વર્ગીકૃત કરવામાં સમર્થ હોવા જોઈએ.
સામાન્ય રીતે, તમે ઇન્શ્યુરન્સ પોલિસીને બે પ્રકારમાં વહેંચી શકો છો, જેમ કે લાઈફ ઇન્શ્યુરન્સ/જીવન વીમો અને જનરલ ઇન્શ્યુરન્સ/સામાન્ય વીમો. લાઈફ ઇન્શ્યુરન્સ પોલિસી માત્ર એક જ પોલિસી સૂચવે છે, ત્યારે જનરલ ઇન્શ્યુરન્સને વધુ પેટા કેટેગરીમાં વિભાજિત કરી શકાય છે.
કોઈપણ પોલિસી ધારકો માટે, લાઈફ અને જનરલ ઇન્શ્યુરન્સ પ્લાન વચ્ચેનો તફાવત અલગ અલગ છે.
પરિબળો | લાઈફ ઇન્શ્યુરન્સ | જનરલ ઇન્શ્યુરન્સ |
વ્યાખ્યા | ચોક્કસ રકમ સાથે વ્યક્તિના જીવનને આવરી લે છે. વીમાધારકના મૃત્યુ પછી, આ નાણાં નજીકના સંબંધીઓને ચૂકવવામાં આવે છે. | જીવન વીમા/લાઈફ ઇન્શ્યુરન્સ તરીકે વર્ગીકૃત કરી ન શકાતા તમામ ઇન્શ્યુરન્સ પ્લાનને સામાન્ય વીમો/જનરલ ઇન્શ્યુરન્સ પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. |
રોકાણ અથવા ઇન્શ્યુરન્સ | લાઈફ ઇન્શ્યુરન્સ એ રોકાણનો એક પ્રકાર છે. | સામાન્ય ઇન્શ્યુરન્સ પોલિસીઓ ક્ષતિપૂર્તિ/નુકશાન ભરપાઈ કરાર તરીકે કામ કરે છે. |
કરારની મુદત/કાર્યકાળ | લાંબા ગાળાના | ટૂંકા ગાળાના |
ઇન્શ્યુરન્સ ક્લેમ | ઇન્શ્યુર્ડ -રકમ મૃત્યુ લાભ તરીકે અથવા લાઈફ ઇન્શ્યુરન્સ પોલિસીની પરિપક્વતા/મેચ્યોરિટી પર વિતરિત કરવામાં આવે છે. | વીમેદાર વસ્તુ અથવા વીમાધારકને અણધાર્યા નુકસાન અથવા ક્ષતિ માટે નાણાકીય ભરપાઈ. |
પોલિસી વેલ્યુ | પોલિસીધારક લાઈફ ઇન્શ્યુરન્સ પોલિસીનું મૂલ્ય નક્કી કરે છે અને તેને અધારે પ્રિમિયમ નક્કી થાય છે. | જનરલ ઇન્શ્યુરન્સ ક્લેમ અથવા પોલિસીધારક દ્વારા સહન કરેલ નુકસાનની રકમ પર ભરપાઈની રકમ. |
ઇન્શ્યુરન્સ/ઇન્શ્યુરન્સધારક | લાઈફ ઇન્શ્યુરન્સ કરાર તૈયાર કરવામાં આવે ત્યારે પોલિસી ધારકોએ હાજર રહેવું આવશ્યક છે. | કરારની રચના અને અમલીકરણ દરમિયાન પોલિસીધારકો હાજર હોવો આવશ્યક છે. |
પ્રીમિયમ | લાઈફ ઇન્શ્યુરન્સ પ્લાન માટેનું પ્રીમિયમ આખા વર્ષ દરમિયાન ચૂકવવાપાત્ર છે. | જનરલ ઇન્શ્યુરન્સ પ્રીમિયમ એકસાથે ચૂકવણી દ્વારા સમાપ્ત કરવામાં આવે છે. |
હવે તમે જનરલ ઇન્શ્યુરન્સ અને લાઈફ ઇન્શ્યુરન્સ નો ફરક સમજી ગયા હશો તો ચાલો ભારતમાં આવા પ્લાન ઓફર કરતી વિવિધ ઇન્શ્યુરન્સ કંપનીઓ વિશે વધુ જાણીએ.
ભારતની લાઈફ ઇન્શ્યુરન્સ કંપનીઓની યાદી
કંપનીનું નામ | સ્થાપના વર્ષ | હેડ ક્વાર્ટર (નું સ્થળ) |
ભારતીય જીવન ઇન્શ્યુરન્સનિગમ (LIC) | 1956 | મુંબઇ |
મેક્સ લાઇફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2000 | નવી દિલ્હી |
એચડીએફસી (HDFC) લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2000 | મુંબઇ |
આઈસીઆઈસીઆઈ (ICICI) પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2000 | મુંબઇ |
આદિત્ય બિરલા સનલાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2000 | મુંબઇ |
કોટક મહિન્દ્રા લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2001 | મુંબઇ |
પ્રામેરિકા લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2008 | ગુરુગ્રામ |
TATA AIA લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2000 | મુંબઇ |
બજાજ આલિયાન્ઝ લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2001 | પૂણે |
એસબીઆઈ લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2001 | મુંબઇ |
એક્સાઈડ લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2001 | બેંગ્લોર |
રિલાયન્સ નિપ્પોન લાઈફ ઇન્શ્યુરન્સ કંપની | 2001 | મુંબઇ |
સહારા ઈન્ડિયા લાઈફ ઇન્શ્યુરન્સ કો. લિમિટેડ | 2000 | કાનપુર |
અવિવા લાઈફ ઇન્શ્યુરન્સ કંપની ઈન્ડિયા લિમિટેડ | 2002 | ગુરુગ્રામ |
પીએનબી મેટલાઈફ ઈન્ડિયા ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2001 | મુંબઇ |
ભારતી એક્સા લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2005 | મુંબઇ |
આઈડીબીઆઈ ફેડરલ લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2008 | મુંબઇ |
ફ્યુચર જનરલ ઈન્ડિયા લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2006 | મુંબઇ |
શ્રીરામ લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2005 | હૈદરાબાદ |
એગોન લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2008 | મુંબઇ |
કેનેરા એચએસબીસી ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2007 | ગુરુગ્રામ |
એડલવાઈસ ટોકિયો લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2009 | મુંબઇ |
સ્ટાર યુનિયન ડાઇ-ઇચી લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2007 | મુંબઇ |
ઇન્ડિયાફર્સ્ટ લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2009 | મુંબઇ |
ભારતની સામાન્ય વીમો/ જનરલ ઇન્શ્યુરન્સ કંપનીઓની યાદી
કંપનીનું નામ | સ્થાપના વર્ષ | હેડ ક્વાર્ટર (નું સ્થળ) |
નેશનલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 1906 | કલકત્તા |
ગો ડીજીટ જનરલ ઇન્શ્યુરન્સ લિમિટેડ | 2016 | બેંગ્લોર |
બજાજ એલાયન્ઝ જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2001 | પૂણે |
ચોલામંડલમ્ એમએસ જનરલ ઇન્શ્યુરન્સ કું. લિમિટેડ લિમિટેડ | 2001 | ચેન્નાઈ |
ભારતી એક્સા જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2008 | મુંબઇ |
HDFC અર્ગો જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2002 | મુંબઇ |
ફ્યૂચર જનરલી ઇન્ડિયા ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2007 | મુંબઇ |
ધી ન્યુ ઇન્ડિયા ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 1919 | મુંબઇ |
ઇફ્કો ટોકિયો જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2000 | ગુરુગ્રામ |
રિલાયન્સ જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2000 | મુંબઇ |
રોયલ સુંદરમ્ જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2001 | ચેન્નાઈ |
ધી ઓરીએન્ટલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 1947 | નવી દિલ્હી |
ટાટા એઆઇજી જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2001 | મુંબઇ |
એસબીઆઇ જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2009 | મુંબઇ |
એકો (Acko) જનરલ ઇન્શ્યુરન્સ લિમિટેડ | 2016 | મુંબઇ |
નવી જનરલ ઇન્શ્યુરન્સ લિમિટેડ | 2016 | મુંબઇ |
ઝુનો જનરલ ઇન્શ્યુરન્સ લિમિટેડ (અગાઉ એડલવીઝ જનરલ ઇન્શ્યુરન્સ તરીકે ઓળખાતી) | 2016 | મુંબઇ |
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ (ICICI Lombard) જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2001 | મુંબઇ |
કોટક મહિન્દ્રા જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2015 | મુંબઇ |
લિબર્ટી જનરલ ઇન્શ્યુરન્સ લિમિટેડ | 2013 | મુંબઇ |
મેગ્મા HDI જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2009 | કલકત્તા |
રાહેજા QBE જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2007 | મુંબઇ |
શ્રીરામ જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2006 | જયપુર |
યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 1938 | ચેન્નાઈ |
યુનિવર્સલ સોમ્પો જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2007 | મુંબઇ |
એગ્રીકલ્ચર ઇન્શ્યુરન્સ કંપની ઓફ ઈન્ડિયા લિમિટેડ | 2002 | નવી દિલ્હી |
આદિત્ય બિરલા હેલ્થ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2015 | મુંબઇ |
મણિપાલ સિગ્ના હેલ્થ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2012 | મુંબઇ |
ECGC લિ. | 1957 | મુંબઇ |
મેક્સ બુપા હેલ્થ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2008 | નવી દિલ્હી |
કેર હેલ્થ ઇન્શ્યુરન્સ લિમિટેડ | 2012 | ગુરૂગ્રામ |
સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2006 | ચેન્નાઈ |
જનરલ ઇન્શ્યુરન્સ અથવા લાઈફ ઇન્શ્યુરન્સ પોલિસી પસંદ કરતાં પહેલાં, તમારે તેના પર પૂરતું રિસર્ચ/સંશોધન કરવું જરુરી છે. તેના દ્વારા તમે તમારા પૈસા માટે સૌથી વધુ મૂલ્ય પ્રદાન કરતા શ્રેષ્ઠ પ્લાન પસંદ કરી શકશો.
માત્ર પ્રીમિયમ દર/રેટના આધારે નિર્ણય લેવાને બદલે, પોલિસીની વિશેષતાઓ તપાસીને ખાતરી કરો.
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
જીવન અને જનરલ ઇન્શ્યુરન્સ વચ્ચે પ્રાથમિક તફાવત શું છે?
લાઈફ ઇન્શ્યુરન્સ પોલિસીઓ નિશ્ચિત મુદત/કાર્યકાળ માટે નોંધપાત્ર રકમની સામે વીમાધારક વ્યક્તિના જીવનને આવરી લે છે. જો આ સમયગાળા દરમિયાન વીમાધારક મૃત્યુ પામે છે, તો તે/તેણીના પરિવારના સભ્યો આ કવરેજની રકમ લાઈફ ઇન્શ્યુરન્સ કંપની પાસેથી ડેથ બેનીફીટ/મૃત્યુ લાભ તરીકે મેળવવા માટે હકદાર છે. જો કે, જનરલ ઇન્શ્યુરન્સ પ્લાનમાં ડેથ બેનીફીટ/મૃત્યુ લાભની કલમો હોતી નથી.
ડેથ બેનીફીટ/મૃત્યુ લાભ સિવાય લાઈફ ઇન્શ્યુરન્સ પોલિસીના ફાયદા શું છે?
તમારે લાઈફ ઇન્શ્યુરન્સ પ્લાનને રોકાણના સ્વરૂપે વિચારવો જોઈએ. તમે પોલિસીની સમગ્ર મુદત દરમિયાન પ્રીમિયમ તરીકે થોડીક જ રકમ ચૂકવો છો.
જો વીમાધારક આ મુદત સુધી જીવે છે, તો ઇન્શ્યુરન્સ કંપનીઓ પોલિસી માટે આપેલ પ્રીમિયમની રકમના આધારે નોંધપાત્ર વળતર આપે છે. જોકે સમય સમાપ્તિ પછી, વીમાધારકના કુટુંબના સભ્ય ડેથ બેનીફીટ/મૃત્યુ લાભનો ક્લેમ કરી શકતા નથી.
જનરલ ઇન્શ્યુરન્સ પોલિસીના કિસ્સામાં દાવાની કિંમત (ક્લેમ વેલ્યુ) કેવી રીતે નક્કી કરવામાં આવે છે?
જનરલ ઇન્શ્યુરન્સ યોજનાઓના કિસ્સામાં, દાવાની રકમ થયેલ નુકસાન અથવા પોલિસીધારક દ્વારા સહન કરાયેલ નુકસાનની રકમ દ્વારા નક્કી કરવામાં આવે છે.
દાખલા તરીકે, કાર ઇન્શ્યુરન્સના દાવાના કિસ્સામાં, વીમાદાતા/ઇન્શ્યુરર થયેલા નુકસાનને ચકાસશે અને રિપેરિંગ/સમારકામ શરૂ કરવાના ખર્ચનું મૂલ્યાંકન કરશે. આ આકારણીના આધારે, ઇન્શ્યુરન્સ કંપની નાણાકીય વળતર આપે છે.
જો કે, લાઈફ ઇન્શ્યુરન્સ પોલિસીના કિસ્સામાં અન્ય પરિબળોને ધ્યાનમાં લીધા વિના ચૂકવણી અથવા દાવાની રકમ સમાન રહે છે.
જનરલ અને લાઈફ ઇન્શ્યુરન્સ પોલિસી વચ્ચે મુદતની શ્રેણીમાં શું તફાવત છે?
લાઈફ ઇન્શ્યુરન્સ પ્લાન લાંબા ગાળાના કરારો છે, જે કેટલાક કિસ્સાઓમાં 30-40 વર્ષ સુધીની રેન્જમાં હોઈ શકે છે. તેથી, આધેડ વયની વ્યક્તિઓ તેમના મૃત્યુની સ્થિતિમાં કુટુંબના સભ્યો માટે નાણાકીય પીઠબળ સુરક્ષિત કરવાના હેતુસર આવી પોલિસી પસંદ કરે છે.
જનરલ ઇન્શ્યુરન્સ પોલિસીની મુદત સામાન્ય રીતે એક વર્ષથી ત્રણ વર્ષની વચ્ચે ટૂંકી હોય છે. પોલિસી ધારકો તેમની હાલની પોલિસી લેપ્સ થાય તે પહેલા રિન્યૂ કવરેજ કરવાનું પસંદ કરી શકે છે.
આ પ્લાનનું રિન્યૂઅલ કરવામાં નિષ્ફળતા ચોક્કસ મુદત સમાપ્ત થતા તમામ પોલિસી લાભોને સસ્પેન્ડ કરશે.