ભારતમાં જનરલ ઇન્શ્યુરન્સ કંપનીઓ
જીવનએ અનિશ્ચિત્તાઓનો ખેલ કહેવાય છે તેથી વ્યક્તિએ હંમેશા સારા અને ખરાબ બંને પ્રકારની અણધારીતાનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. સુખદ આશ્ચર્યને સંભાળવું સરળ હોય છે પરંતુ, આકસ્મિક પરિસ્થિતિ, ઈમરજન્સી યોગ્ય તૈયારી વિના તમારા અને તમારા કુટુંબ માટે મુશ્કેલ હોઈ શકે છે.
સદ્ભાગ્યે, જો તમે અગાઉથી આવા કવરેજનો લાભ લેતા હોવો તો ઇન્શ્યુરન્સ કંપની લગભગ તમામ પ્રકારની કટોકટીમાં નાણાકીય સહાય પ્રદાન કરે છે.
ભારતમાં ઇન્શ્યુરન્સ બે ભાગમાં વહેંચાયેલો છે - લાઈફ ઇન્શ્યુરન્સ અને નોન-લાઈફ ઇન્શ્યુરન્સ. આ પછીની પોલિસીઓને જનરલ ઇન્શ્યુરન્સ પ્લાન તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે, જેમાં વિવિધ પ્રકારના કવરેજનો સમાવેશ થાય છે.
દરેક વ્યક્તિને તમામ પ્રકારની જનરલ ઇન્શ્યુરન્સ પોલિસીની આવશ્યકતા હોતી નથી, ત્યારે તમને જરૂરી અને આવશ્યક ઇન્શ્યુરન્સ પોલિસી હોવાની કરવામાં આવે છે.
જનરલ ઇન્શ્યુરન્સ કંપની શું છે?
જનરલ ઇન્શ્યુરન્સ કંપની ગ્રાહકો માટે વિવિધ નોન-લાઈફ ઇન્શ્યુરન્સ બનાવતી, માર્કેટ કરતી અને સપોર્ટ આપતી એક એન્ટરપ્રાઇઝ છે. પોલિસી ધારકોએ આવી કંપનીને જનરલ ઇન્શ્યુરન્સ યોજના માટે પ્રીમિયમ ચૂકવવું આવશ્યક છે.
બદલામાં, જ્યારે કેટલીક પૂર્વ-જરૂરી શરતો પૂરી થાય છે ત્યારે આ કંપનીઓ આ વ્યક્તિઓને નાણાકીય લાભ આપે છે.
જનરલ ઇન્શ્યુરન્સ પોલિસીના પ્રકારને આધારે આ શરતો અલગ અલગ હોય છે. જનરલ ઇન્શ્યુરન્સના સૌથી સામાન્ય પ્રકારોમાં નીચેનાનો સમાવેશ થાય છે:
હેલ્થ ઇન્શ્યુરન્સ
મોટર ઇન્શ્યુરન્સ (કાર, બાઇક અને કોમર્શિયલ વાહનો માટે)
ટ્રાવેલ ઇન્શ્યુરન્સ
કન્ઝયુમર ડ્યુરેબલ પ્રોડકટનો ઇન્શ્યુરન્સ
કોમર્શિયલ ઇન્શ્યુરન્સ
પ્રોપર્ટી ઇન્શ્યુરન્સ (ઘર, દુકાન અને બાંધકામ/બિલ્ડિંગ માટે)
અગ્રિકલ્ચર ઇન્શ્યુરન્સ
આમાંના દરેક જનરલ ઇન્શ્યુરન્સ પ્રકારો અમુક પરિસ્થિતિઓ માટે જરૂરી છે. તેમ છતાં, હેલ્થ ઇન્શ્યુરન્સને બાદ કરતાં દરેકને આ તમામમાંથી દરેકની આવશ્યકતા હોતી નથી.
તબીબી/મેડિકલ ઇન્શ્યુરન્સ એ સૌથી મહત્વપૂર્ણ ઇન્શ્યુરન્સ કવરેજ પૈકીનું એક છે જે વ્યક્તિએ તેમની ઉંમર, આરોગ્યની સ્થિતિ અને અન્ય પરિબળોને ધ્યાનમાં લીધા વિના પસંદ કરવું જોઈએ.
ભારતમાં જનરલ ઇન્શ્યુરન્સ કંપનીઓની યાદી
કંપનીનું નામ | સ્થાપના વર્ષ | હેડ ક્વાર્ટર (નું સ્થળ) |
નેશનલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 1906 | કલકત્તા |
ગો ડીજીટ જનરલ ઇન્શ્યુરન્સ લિમિટેડ | 2016 | બેંગ્લોર |
બજાજ એલાયન્ઝ જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2001 | પૂણે |
ચોલામંડલમ્ એમએસ જનરલ ઇન્શ્યુરન્સ કું. લિમિટેડ લિમિટેડ | 2001 | ચેન્નાઈ |
ભારતી એક્સા જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2008 | મુંબઇ |
HDFC અર્ગો જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2002 | મુંબઇ |
ફ્યૂચર જનરલી ઇન્ડિયા ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2007 | મુંબઇ |
ધી ન્યુ ઇન્ડિયા ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 1919 | મુંબઇ |
ઇફ્કો ટોકિયો જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2000 | ગુરુગ્રામ |
રિલાયન્સ જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2000 | મુંબઇ |
રોયલ સુંદરમ્ જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2001 | ચેન્નાઈ |
ધી ઓરીએન્ટલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 1947 | નવી દિલ્હી |
ટાટા એઆઇજી જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2001 | મુંબઇ |
એસબીઆઇ જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2009 | મુંબઇ |
એકો (Acko) જનરલ ઇન્શ્યુરન્સ લિમિટેડ | 2016 | મુંબઇ |
નવી જનરલ ઇન્શ્યુરન્સ લિમિટેડ | 2016 | મુંબઇ |
ઝુનો જનરલ ઇન્શ્યુરન્સ લિમિટેડ (અગાઉ એડલવીઝ જનરલ ઇન્શ્યુરન્સ તરીકે ઓળખાતી) | 2016 | મુંબઇ |
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ (ICICI Lombard) જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2001 | મુંબઇ |
કોટક મહિન્દ્રા જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2015 | મુંબઇ |
લિબર્ટી જનરલ ઇન્શ્યુરન્સ લિમિટેડ | 2013 | મુંબઇ |
મેગ્મા HDI જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2009 | કલકત્તા |
રાહેજા QBE જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2007 | મુંબઇ |
શ્રીરામ જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2006 | જયપુર |
યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 1938 | ચેન્નાઈ |
યુનિવર્સલ સોમ્પો જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2007 | મુંબઇ |
એગ્રીકલ્ચર ઇન્શ્યુરન્સ કંપની ઓફ ઈન્ડિયા લિમિટેડ | 2002 | નવી દિલ્હી |
આદિત્ય બિરલા હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ | 2015 | મુંબઇ |
મણિપાલ સિગ્ના હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ | 2012 | મુંબઇ |
ECGC લિ. | 1957 | મુંબઇ |
મેક્સ બુપા હેલ્થ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2008 | નવી દિલ્હી |
કેર હેલ્થ ઇન્શ્યુરન્સ લિમિટેડ | 2012 | ગુરૂગ્રામ |
સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2006 | ચેન્નાઈ |
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
જનરલ ઇન્શ્યુરન્સ પોલિસી શું છે?
લાઈફ ઇન્શ્યુરન્સ સિવાય તમામ પ્રકારના ઇન્શ્યુરન્સ પ્લાનને જનરલ ઇન્શ્યુરન્સ પ્લાન તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. દાખલા તરીકે, જો તમે નવું વાહન ખરીદો છો, તો તેમાં તમારા નાણાકીય હિતને સુરક્ષિત રાખવા માટેની પોલિસી એ જનરલ ઇન્શ્યુરન્સનું એક સ્વરૂપ છે. જો કે, આ વિશિષ્ટ પ્રકારના જનરલ ઇન્શ્યુરન્સને મોટર ઇન્શ્યુરન્સ તરીકે ઓળખવામાં આવે છે.
જનરલ/સામાન્ય અને લાઈફ ઇન્શ્યુરન્સ વચ્ચે શું તફાવત છે?
લાઈફ ઇન્શ્યુરન્સ આવરી લેવામાં આવેલ પોલિસીધારકને ડેથ બેનીફીટ/મૃત્યુ લાભ આપે છે. આમ, વીમાધારક વ્યક્તિના મૃત્યુ પછી, લાઈફ ઇન્શ્યુરન્સ પોલિસી વીમાધારક વ્યક્તિના કુટુંબના સભ્યોને નાણાકીય વળતર આપે છે. જો કે, જનરલ ઇન્શ્યુરન્સ પોલિસી કોઈ મૃત્યુ લાભ પ્રદાન કરતી નથી. તેના બદલે, આવા પ્લાનના વીમાધારક પોલિસીની અમુક શરતો પૂરી થાય ત્યારે વળતરનો દાવો કરી શકે છે.
તમે વિશ્વસનીય જનરલ ઇન્શ્યુરન્સ પ્રોવાઈડર કેવી રીતે પસંદ કરી શકો?
તમારી જરૂરિયાતો માટે સૌથી યોગ્ય હોય તેવી ઇન્શ્યુરન્સ કંપની પસંદ કરતા પહેલા તમારે ઘણા પરિબળોને ધ્યાનમાં લેવાની જરૂર છે.
સૌથી પહેલા બ્રાંડની પ્રતિષ્ઠા ચકાસવી, જે ફેસબુક અને ગૂગલ પરના રેટિંગમાંથી મેળવી શકાય છે.
આગળ, ક્લેમ સેટલમેન્ટ રેશિયોનું મૂલ્યાંકન કરવાથી તમને એ સમજવામાં મદદ મળશે કે જરૂરિયાતના સમયે કંપની પાસેથી કેટલી સરળતાથી વળતર મેળવી શકાય છે.
છેલ્લે, પોલિસી માટેના પ્રીમિયમ એક આદર્શ અને શ્રેષ્ઠ ઇન્શ્યુરન્સ પ્રોવાઈડર અંગેના તમારા નિર્ણયમાં મહત્વનો ફાળો ભજવશે.