ભારતમાં આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીંગ લાઇસન્સ કેવી રીતે મેળવવું?
વિદેશ મુલાકાત સમયે, કેટલાક લોકો બસ જેવા સાર્વજનિક પરિવહન (પબ્લિક ટ્રાન્સપોર્ટ) નો વિકલ્પ પસંદ કરે છે, જ્યારે અન્ય લોકો બાઇક અને કાર પર વિદેશી રસ્તાઓ પર ફરવાનું પસંદ કરે છે.
ભારતીય ડ્રાઈવીંગ લાઇસન્સ સાથે તમે તમારા વાહન પર ભારતના દરેક ખૂણે ફરી શકો છો, પરંતુ વિદેશી રસ્તાઓ અને હાઇવે પર સવારી કરતી વખતે આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીંગ પરમિટ અથવા લાઇસન્સ ફરજિયાત છે.
આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીંગ પરમિટ/લાયસન્સ શું છે?
ભારતની રોડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી દેશની બહાર ફોર-વ્હીલર અથવા ટુ-વ્હીલર ચલાવવા માટે કાનૂની દસ્તાવેજ, આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીંગ લાયસન્સ ઈશ્યુ કરે છે.
વધુમાં, આ ડ્રાયવર્સ લાયસન્સનું અધિકૃત ભાષાંતર છે, જેમાં દસ્તાવેજોને વિદેશમાં સમજી શકાય તેવી ભાષાઓમાં રૂપાંતરિત કરવામાં આવે છે.
ભારતમાં આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીંગ લાઇસન્સ માટે કેવી રીતે અરજી કરવી?
વ્યક્તિ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયની વેબસાઇટ પર IDP માટે અરજી કરી શકે છે અથવા તેમના સંબંધિત RTO પાસેથી સીધી પરવાનગી મેળવી શકે છે.
સ્ટેપ 1: નીચેના ફોર્મ ભરો:
ફોર્મ 4A - વ્યક્તિ એક સક્ષમ રાઇડર છે તેનું પ્રમાણપત્ર
ફોર્મ 1A – રાઇડર માટે તબીબી ફિટનેસનું ફોર્મ
સ્ટેપ 2: ડ્રાઈવીંગ લાયસન્સ, ઓળખ અને રહેણાંક પુરાવાની વિગતો પ્રદાન કરો.
સ્ટેપ 3: બધા જરૂરી દસ્તાવેજો ફોર્મ સાથે સબમિટ કરો.
સ્ટેપ 4: ડ્રાઈવીંગ ટેસ્ટ આપો.
સ્ટેપ 5: દસ્તાવેજો જમા કરાવતી વખતે ₹ 1,000 ની ચુકવણી કરો.
આ સરળ સ્ટેપ્સને અનુસરીને, સફળતાપૂર્વક અરજી કરી શકશો, અને તમને 4 થી 5 કામકાજી દિવસોમાં તમારું IDL પ્રાપ્ત થશે.
ઓનલાઇન અરજી પદ્ધતિએ કોઈપણ વ્યક્તિ માટે આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીંગ લાઇસન્સ માટે અરજી કરવાનું સરળ બનાવ્યું છે. જો કોઈ ઑફલાઈન રૂટ લેવા ઈચ્છે છે, તો તેઓ તેમના સંબંધિત RTOમાં જઈને ફોર્મ ભરી શકે છે, ફી ભરી શકે છે અને આવશ્યક દસ્તાવેજો સબમિટ કરી શકે છે. RTO તમારા લાયસન્સને આંતરરાષ્ટ્રીયમાં અનુવાદિત કરશે.
આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીંગ લાયસન્સ માટે અરજી કરવાના પાત્રતા માપદંડ
IDL માટે અરજી કરવા માટેના પાત્રતા માપદંડ નીચે મુજબ છે -
18 વર્ષથી વધુ ઉંમર ધરાવતો ભારતીય નાગરિક હોવો જોઈએ.
વ્યક્તિ પાસે માન્યતા પ્રાપ્ત ભારતીય ડ્રાઈવીંગ લાઇસન્સ હોવું જોઈએ.
- માન્ય પાસપોર્ટ અને વિઝા ધરાવતો હોવો જોઈએ.
આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીંગ પરમિટ માટે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો
ભારતમાં આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીંગ લાઇસન્સ માટે અરજી કરવા માટે નીચે જણાવેલ દસ્તાવેજો આવશ્યક છે -
ફોર્મ 4A અને 1A
માન્યતા પ્રાપ્ત ડ્રાયવરના લાયસન્સની નકલ
પાસપોર્ટ અને વિઝાની નકલ
વેરિફિકેશન માટે ડુપ્લિકેટ એર ટિકિટ
₹ 1,000 અરજી ફી
જરૂરિયાત મુજબના પાસપોર્ટ સાઇઝના ફોટા
ભારતીય નાગરિકતાનો પ્રમાણિત પુરાવો
સરનામાના પુરાવાની નકલ
ઉંમરના પુરાવાની નકલ
હવે જ્યારે તમે આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીંગ પરમિટ માટે અરજી કરવા માટે આવશ્યક દસ્તાવેજો વિશે જાણો છો, તો ચાલો તેને રિન્યૂ કેવી રીતે કરવું તે જાણીએ.
ભારતમાં આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીંગ લાઇસન્સ કેવી રીતે રિન્યૂ કરવું?
આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીંગ પરમિટની માન્યતા જારી થયા તારીખથી એક વર્ષની હોય છે.
અગાઉ, આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીંગ લાઇસન્સ રિન્યુ કરવું અશક્ય હતું, પરંતુ મોટર વ્હીકલ એક્ટમાં સુધારાથી તે શક્ય બન્યું છે. વ્યક્તિએ MoRTHની અધિકૃત વેબસાઇટ દ્વારા રિન્યૂ કરવાની જરૂર છે. સમગ્ર પ્રક્રિયા નીચે મુજબ છે -
સ્ટેપ 1: સંબંધિત ભારતીય દૂતાવાસ સાઇટ્સ પરથી પરચુરણ અરજી ફોર્મ (miscellaneous application form) ડાઉનલોડ કરો અને તેને ભરો.
સ્ટેપ 2: નીચે જણાવેલ દસ્તાવેજો સબમિટ કરો:
અરજદારના માન્ય પાસપોર્ટ અને વિઝા સ્થિતી (સ્ટેટસ) ની અસલ અને નકલ કોપી
માન્ય અને ઓરિજનલ IDP અને ભારતીય ડ્રાઈવીંગ લાઇસન્સ
યુટિલિટી બિલ, લીઝ એગ્રીમેન્ટ (કરાર) , રાજ્ય ઓળખ કાર્ડ અથવા મોર્ટગેજ ડીડ સહિત રહેઠાણનો પુરાવો
જરૂરિયાત મુજબના પાસપોર્ટ સાઇઝના ફોટા
સ્ટેપ 3: દસ્તાવેજો અને ફોર્મ સાથે ₹2,000ની આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીંગ લાઇસન્સ રિન્યૂઅલ ફી સબમિટ કરો. તમને દૂતાવાસ તરફથી ચુકવણીની રસીદ/પાવતી અને ઓળખનું પ્રમાણપત્ર મળશે.
સ્ટેપ 4: MoRTHની અધિકૃત વેબસાઇટ પરથી અરજી કરો અને દૂતાવાસના તમામ દસ્તાવેજો અપલોડ કરો.
પછી, ભારતીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય તમારા IDPને ફરીથી ઈશ્યુ કરશે અને તેને તમારા પોસ્ટલ સરનામા પર મોકલશે.
વધુમાં, જો વિદેશમાં ડ્રાઈવીંગ પરમિટ ફરીથી જારી કરવામાં કોઈ વધુ સમસ્યા હોય, તો તેની MoRTH સાથે પૂછપરછ કરવી જોઈએ. આમ, તમે સરળતાથી તમારા IDLની માન્યતા બીજા વર્ષ સુધી વધારી શકો છો.
આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીંગ પરમિટના લાભ/ફાયદા શું છે?
આંતરરાષ્ટ્રીય પરમિટ સાથે, તમે સંબંધિત વિદેશી સત્તાધીશો સાથે કોઈ મુશ્કેલીમાં પડ્યા વિના વિદેશી રસ્તાઓ પર વાહન ચલાવી શકો છો. તે ઉપરાંત, આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીંગ લાયસન્સના અન્ય ઘણા લાભ છે. આ ફાયદાઓ નીચે જણાવેલા છે.
કાર ભાડે લો અને વિદેશના રસ્તાઓ પર ચલાવો
તે ઓળખના પુરાવા તરીકે પણ કામ કરશે
વિદેશમાં કોઈ વધારાના ડ્રાઈવીંગ ટેસ્ટની આવશ્યકતા નથી
તમે આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીંગ લાઇસન્સ સાથે લગભગ 150 દેશોમાં વિઝીટ કરી શકો છો
આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીંગ પરમિટ હોય તો તમે વિદેશમાં અકસ્માત માટે ઇન્શ્યુરન્સનો ક્લેમ કરી શકો છો
વિદેશી સત્તાધીશો સાથે વાતચીત શક્ય બને છે
દેશભરના રસ્તાઓ અને જોવાલાયક સ્થળોનો અનુભવ કરો
તમારા માટે આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીંગ પરમિટ માટે અરજી કરવાનો અને તમારા વાહનને વિદેશ પ્રવાસ પર લઈ જવાનો સમય હવે પાકી ગયો છે. આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીંગ લાઇસન્સ રાખવાથી તમે સ્થાનિક સત્તાવાળાઓ સાથે મુશ્કેલીમાં પડ્યા વિના વિદેશી રસ્તાઓ અને હાઇવે પર કાર ભાડે લઈ શકો છો અને ચલાવી શકો છો.
આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યુરન્સ મેળવો
તમારી સુરક્ષા માટે એકલું IDL પૂરતું નથી. સંપૂર્ણ સુરક્ષા માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ખરીદો:
પ્રવાસ માટે તમારો હેતુ ગમે તે હોય, કામ હોય કે વેકેશન, ટ્રાવેલ ઇન્શ્યુરન્સ કવર ખરીદવાનું ચૂકશો નહીં. આ તમને આમાં મદદ કરશે:
રદ કરેલ ટ્રીપ: જો તમારે તમારો પ્રવાસ પ્લાન રદ કરવો પડે તો ગભરાશો નહીં અને તમારી ચિંતાઓ ઇન્શ્યુરન્સ કંપની પર છોડી દો. જો તમારી પાસે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ હોય, તો તમે સરળતાથી ટિકિટો અને બાકીનું બધું કેન્સલ કરી ભરપાઈ મેળવી શકો છો. તેમાં માંદગી, ઈજા, આતંકવાદી ઘટના અને અન્ય કિસ્સામાં પ્રવાસ રદ કરવાના ખર્ચને આવરી લેશે.
તબીબી ઈમરજન્સી: વિદેશમાં તબીબી ઈમરજન્સીનાં કારણે તમે વ્યથિત થઈ/ચિંતામાં મુકાઈ શકો છો. અને જો તે ડ્રાઈવીંગને કારણે થાય છે, તો વસ્તુઓ વધુ ખરાબ થઈ શકે છે! પરંતુ જો તમારી પાસે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ છે, તો તમારી બધી આશંકાઓ/ચિંતાઓ દૂર રહેવી જોઈએ.
ઈમરજન્સી ઈવેક્યુએશન: કોઈપણ વ્યક્તિ સાથે કોઈપણ સમયે મેડિકલ ઈમરજન્સી/તબીબી કટોકટી થઈ શકે છે. જ્યારે તમે રજા માટે અથવા કામ માટે બહાર હોવ ત્યારે કેમ વધારાની કાળજી નહિ લો? ટ્રાવેલ કવર ખરીદવાથી એરલિફ્ટ્સ અથવા મેડિકલ ઈમજરન્સીની સ્થિતિમાં ઘરે પાછા ફરવા તબીબી ફ્લાઈટ હિતના કટોકટીના સમયમાં મદદ મળશે.
સામાન નુકસાન/ચોરી, સામાનમાં વિલંબ અને ફ્લાઇટમાં વિલંબ: વિદેશમાં મુસાફરી કરતી વખતે દરેકે આવી વસ્તુઓ માટે તૈયાર રહેવું જોઈએ. માનવીય ભૂલ સામાન્ય છે પરંતુ તે તમને અમુક કિસ્સામાં વધુ મોંઘી પડી શકે છે. ટ્રાવેલ ઇન્શ્યુરન્સ કવર સાથે, તમે બેગના નુકસાન અથવા વિલંબ માટે વળતર મેળવવા પાત્રની ખાતરી સાથે નિશ્ચિંત રહી શકો છો.
ફોન સહાય: જ્યારે વિદેશમાં બેચેન અથવા પીડામાં હોય, ત્યારે તમે હંમેશા તે વ્યક્તિ સાથે જોડાવા ઈચ્છો છો જે તમને સલામતીની ખાતરી આપે છે. ટ્રાવેલ કવર સાથે, તમે વિશ્વભરમાં કોઈપણ સાથે સરળતાથી કનેક્ટ થઈ શકો છો અને તે પણ દિવસના કોઈપણ સમયે.
પર્સનલ લાયબિલિટી બોન્ડ: ટ્રાવેલ ઇન્શ્યુરન્સના આ લાભ હેઠળ, તમે કાર ડ્રાઈવીંગ કરતા હોવ ત્યારે ઊભી થતી કોઈપણ ઈમરજન્સી માટે તમને આવરી લેવામાં આવશે. આમાં તમારી ભાડે લીધેલી કારને નુકસાન અથવા તમારી જાતને આશંકિત ઇજાઓ પણ સામેલ છે. તેથી, જો તમારી પાસે તમને આવરી લેતી સારી આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પૉલિસી છે, તો તમારે તમારા વિદેશ પ્રવાસ દરમિયાન વધારાનો ગાડીનો ઇન્શ્યુરન્સ ખરીદવાની જરૂર નથી.
ભારતમાં આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીંગ લાઇસન્સ પરમિટ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો
શું આપણે વિઝા વિના ભારતમાં આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીંગ લાઇસન્સ મેળવી શકીએ?
માન્યતા પ્રાપ્ત ડ્રાઈવીંગ લાઇસન્સ, પાસપોર્ટ અને વિઝા ધરાવતા અરજદારોને જ આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીંગ લાઇસન્સ આપવામાં આવે છે. આમાંના કોઈપણ માન્ય દસ્તાવેજોની ગેરહાજરીમાં, વ્યક્તિ આંતરરાષ્ટ્રીય લાઇસન્સ માટે અરજી કરવા માટે અયોગ્ય છે.
આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીંગ લાઇસન્સ કેટલા સમય માટે માન્ય છે?
આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીંગ લાઇસન્સ તેની ઇશ્યૂ થયાની તારીખથી અથવા સ્થાનિક લાઇસન્સની માન્યતા, બેમાંથી જે વહેલું હોય ત્યારથી એક વર્ષ માટે માન્ય છે.