ડિજિટ ઇન્સ્યોરન્સ કરો

ભારતમાં 2025માં આવતા 15 લાંબા વીકેન્ડ

રજાઓ તમને રોજિંદા કામકાજી જીવનની રૂટિન લાઈફમાંથી રાહત આપે છે. આ આર્ટિકલ 2025ના લાંબા વીકેન્ડની સૂચિનો સારાંશ આપશે જેથી તમે તમારા પ્રિયજનો સાથે રોજિંદી કામકાજની ઉથપાથલ-ધમાલમાંથી છુટ્ટા થઈને આરામ કરવા માટે ટૂંકી ટ્રિપ/મુસાફરીનું પ્લાનિંગ કરવામાં મદદ કરશે.

2025ના ભારતમાં પડતા લાંબા વીકેન્ડની સૂચિ

નીચે દર્શાવેલ કોષ્ટક 2025માં આવતા લાંબા વીકેન્ડની વિગતો આપે છે . નીચેના ટેબલમાં ભારતના અમુક ચોક્કસ પ્રદેશ અથવા રાજ્યમાં ઉજવવામાં આવતા તહેવાર કે અન્ય પ્રસંગની ચોક્કસ રજાઓ છે જેનો ઉલ્લેખ પ્રતિબંધિત રજાઓ તરીકે કરવામાં આવ્યો છે.

તો ચાલો, કોઈપણ વિલંબ વિના 2025ના વીકેન્ડના કોષ્ટક પર નજર કરીએ -

રજાઓ તારીખો દિવસો
પોંગલ અથવા મકર સંક્રાંતિ (રાજ્ય મર્યાદિત) 11, 12, 13, અને 14 જાન્યુઆરી શનિવાર, રવિવાર, સોમવાર, અને મંગળવાર
હોળી અથવા હોળિકા દહન (રાજ્ય મર્યાદિત) 13, 14, 15, અને 16 માર્ચ ગુરુવાર, શુક્રવાર, શનિવાર, અને રવિવાર
ઈદ-ઉલ-ફિતર 29, 30, અને 31 માર્ચ શનિવાર, રવિવાર, અને સોમવાર
મહાવીર જયંતિ અને વૈશાખી (રાજ્ય મર્યાદિત) 10, 11, 12, અને 13 એપ્રિલ ગુરુવાર, શુક્રવાર, શનિવાર, અને રવિવાર
ગુડ ફ્રાઇડે અને ઈસ્ટર 18, 19, અને 20 એપ્રિલ શુક્રવાર, શનિવાર, અને રવિવાર
બુદ્ધ પૂર્ણિમા (રાજ્ય મર્યાદિત) 10, 11, અને 12 મે શનિવાર, રવિવાર, અને સોમવાર
સ્વતંત્રતા દિવસ અને જન્માષ્ટમી (રાજ્ય મર્યાદિત) 15, 16, અને 17 ઓગસ્ટ શુક્રવાર, શનિવાર, અને રવિવાર
ઈદ-એ-મિલાદ અને ઓણમ 5, 6, અને 7 સપ્ટેમ્બર શુક્રવાર, શનિવાર, અને રવિવાર
મહા નવમી, દશેરા, અને મહાત્મા ગાંધી જયંતિ (મર્યાદિત) 1, 2, 3, 4, અને 5 ઓક્ટોબર બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, અને રવિવાર
દિવાળી 18, 19, અને 20 ઓક્ટોબર શનિવાર, રવિવાર, અને સોમવાર
ભાઈ દૂજ (મર્યાદિત) 23, 24, 25, અને 26 ઓક્ટોબર ગુરુવાર, શુક્રવાર, શનિવાર, અને રવિવાર
ક્રિસમસ 25, 26, 27, અને 28 ડિસેમ્બર ગુરુવાર, શુક્રવાર, શનિવાર, અને રવિવાર

*ખાસ નોંધ: અમુક કિસ્સામાં તારીખ અને દિવસ બદલાઈ શકે છે.

નોંધ: ઉપરના ટેબલ પર નજર કર્યા પછી સમજાયું હશે કે શનિવાર, સોમવાર અને અન્ય એવા અમુક દિવસો હશે , જ્યાં તમારે લાંબી રજા માણવા માટે તમારા કાર્યસ્થળેથી રજા લેવાની જરૂર પડી શકે છે. વધુમાં, તે તમારા એમ્પ્લોયરની પોલિસી પર આધાર રાખે છે કે અમુક ચોક્કસ રજા-તહેવારને કામકાજી ગણવામાં આવે છે કે નહિ.

આ હતી 2025ના લાંબા વીકેન્ડની સૂચિ. તેમાંથી પસાર થાઓ અને તે મુજબ તમારી રજાઓનું આયોજન કરો.

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું 2025માં ડિસેમ્બરમાં કોઈ લાંબો વીકેન્ડ છે?

ના, 2025માં ડિસેમ્બરમાં કોઈ લાંબા વીકેન્ડ નથી.

શું દશેરા જાહેર રજા છે?

હા, ભારતમાં દશેરા જાહેર રજા છે.