ડિજિટ ઇન્સ્યોરન્સ કરો

ક્રેડિટ રિપોર્ટ શું છે?

ક્રેડિટ રિપોર્ટને ક્રેડિટ માહિતી રિપોર્ટ, ક્રેડિટ ફાઇલ અથવા ક્રેડિટ હિસ્ટરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વ્યક્તિના ક્રેડિટ એકાઉન્ટ્સનો વિગતવાર રેકોર્ડ છે, જેમાં ક્રેડિટ કાર્ડ અને લોનનો સમાવેશ થાય છે. તે કોઈપણ સંભવિત ધિરાણકર્તાઓને તમારા ચુકવણી ઇતિહાસ, વર્તમાન અને ભૂતકાળના ક્રેડિટ મિશ્રણ અને તમે તમારી ક્રેડિટનું સંચાલન કેવી રીતે કરી રહ્યાં છો તેની માહિતી રજૂ કરે છે.

પછી આ અહેવાલનો ઉપયોગ વ્યક્તિના ક્રેડિટ સ્કોરની ગણતરી કરવા માટે થાય છે. ક્રેડિટ રિપોર્ટ અને ક્રેડિટ સ્કોરનો ઉપયોગ ધિરાણકર્તાઓ તમારી લોન અને ક્રેડિટ માટેની અરજીઓને મંજૂર કરાવવી કે નહિ તે નક્કી કરવામાં મદદરૂપ થશે.

ભારતમાં ક્રેડિટ રિપોર્ટ્સને જાળવી રાખતા ચાર ક્રેડિટ ઇન્ફર્મેશન બ્યુરો છે - ટ્રાન્સયુનિયન સિબિલ, એક્સપિરિયન, CRIF હાઇ માર્ક અને ઇક્વિફેક્સ. આ બ્યુરો તમારી બેંકો, ધિરાણકર્તાઓ અને અન્ય લેણદારો પાસેથી તમારા નાણાકીય વ્યવહારો વિશે માહિતી મેળવે છે.

તમારો ક્રેડિટ રિપોર્ટ શા માટે મહત્વપૂર્ણ છે?

ક્રેડિટ રિપોર્ટ અનિવાર્યપણે એક વ્યક્તિ તેના ક્રેડિટ એકાઉન્ટને કેવી રીતે હેન્ડલ કરે છે તેનો સારાંશ આપે છે તેથી તે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ક્રેડિટ રિપોર્ટનો ઉપયોગ સંભવિત ધિરાણકર્તાઓ અને લેણદારોને તમારી ક્રેડિટ માટેની અરજીઓ મંજૂર કરવી કે નહિ — અને તમને અનુકૂળ શરતો મળે કે નહીં તે નક્કી કરવામાં મદદે લે છે.

તમારા ક્રેડિટ રિપોર્ટ અન્ય લોકો પણ જોઈ શકે છે, જેમ કે ઇન્શ્યુરન્સ હેતુઓ માટે. આમ, તમારા ક્રેડિટ રિપોર્ટ નિયમિતપણે તપાસતા રહેવા મહત્વપૂર્ણ છે. આમ તમે ખાતરી કરી શકો છો કે ત્યાં માહિતી સચોટ અને સંપૂર્ણ છે.

તમારો ક્રેડિટ રિપોર્ટ કેવી રીતે મેળવવો?

તમે કોઈપણ સમયે તમારો ક્રેડિટ સ્કોર ચકાસી શકો છો પરંતુ, ભારતીય રિઝર્વ બેંકે આદેશ આપ્યો છે કે ચારેય લાયસન્સ પ્રાપ્ત ક્રેડિટ માહિતી કંપનીઓએ તમને દર 12 મહિને એક મફત ક્રેડિટ રિપોર્ટ પ્રદાન કરે છે. જો તમે તમારા ક્રેડિટ રિપોર્ટને વધુ વાર ચકાસવા માંગતા હોવ તો તમે વધારાના પેઇડ ક્રેડિટ રિપોર્ટ પસંદ કરી શકો છો. 

તમે આ રીતે તમારો ક્રેડિટ રિપોર્ટ તપાસી શકો છો:

  • સ્ટેપ 1: ક્રેડિટ બ્યુરોની ચાર વેબસાઇટ્સમાંથી એક પર જાઓ, જેમ કે CIBIL (સિબિલ) , Experian (એક્સ્પીરિઅન), CRIF Highmark (crif હાયમાર્ક), અથવા Equifax (ઈકવીફેક્સ)

  • સ્ટેપ 2: "ફ્રી ક્રેડિટ રિપોર્ટ" વિકલ્પ પર ક્લિક કરો.

  • સ્ટેપ 3: લોગ ઇન કરવા માટે તમારી વિગતો દાખલ કરો, જેમ કે તમારું નામ, મોબાઇલ નંબર અને ઇ-મેઇલ એડ્રેસ.

  • સ્ટેપ 4: તમને તમારી જન્મતારીખ, રહેઠાણનું સરનામું અને સરકાર દ્વારા માન્ય આઈડી કાર્ડ (પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવીંગ લાઇસન્સ, મતદાર ID વગેરે) નો ઉપયોગ કરીને તમારી ઓળખ ચકાસવા માટે કહેવામાં આવશે.

  • સ્ટેપ 5: એકવાર આ માહિતીની ચકાસણી થઈ જાય, પછી તમને તમારા ક્રેડિટ હિસ્ટરી/ઇતિહાસ વિશે થોડા વધુ પ્રશ્નો પૂછવામાં આવશે.

  • સ્ટેપ 6: જો તમને પેઇડ ક્રેડિટ રિપોર્ટ મળી રહ્યો છે, તો પછી NEFT દ્વારા જરૂરી ફી ચૂકવો અથવા જરૂરી રકમનો ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે જોડો.

  • સ્ટેપ 7: વેબસાઇટ દ્વારા અથવા કુરિયર, પોસ્ટ અથવા ઇ-મેઇલ દ્વારા ફોર્મ સબમિટ કરો.

  • સ્ટેપ 8: એકવાર અધિકૃત/પ્રમાણિત થયા પછી, તમારી સંપૂર્ણ ક્રેડિટ રિપોર્ટ તમારા નોંધાયેલા ઇ-મેઇલ એડ્રેસ અથવા રહેઠાણના ફિઝિકલ સરનામા પર મોકલવામાં આવશે.

તમારા ક્રેડિટ રિપોર્ટમાં કઈ માહિતી શામેલ છે?

ક્રેડિટ રિપોર્ટ ક્રેડિટ બ્યુરોને વિવિધ બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા વ્યક્તિ વિશે ક્રેડિટ સંબંધિત પ્રવૃત્તિ અંગે આપવામાં આવેલ માહિતી જેમકે પુન:ચુકવણી રેકોર્ડ, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ, લોન અથવા ક્રેડિટ કાર્ડ માટેની અગાઉની અરજી વગેરે ડેટાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ તમમા ડેટાને પછી એક વ્યાપક સર્વગ્રાહી દસ્તાવેજોમાં રિપોર્ટમાં સંકલિત કરીને સમગ્ર રિપોર્ટ બનાવવામાં આવે છે.

સામાન્ય રીતે, ક્રેડિટ રિપોર્ટમાં નીચેની માહિતી શામેલ હોય છે.

ઓળખ અને કોન્ટેકટ માહિતી

આ વિભાગમાં સમાવિષ્ટ છે:

  • વ્યક્તિગત માહિતી: તમારું નામ, જન્મ તારીખ, લિંગ અને KYC.

  • કોન્ટેકટ ડિટેલ: તમારું સરનામું (અને ભૂતકાળના સરનામાં) અને કોન્ટેકટ નંબર.

  • રોજગાર માહિતી: બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા પ્રદાન કરવામાં આવેલ તમારી માસિક અથવા વાર્ષિક આવક.

ક્રેડિટ સ્કોર

આ ત્રણ-અંકનો 300થી 900 વચ્ચેનો નંબર છે જેની ગણતરી તમારા ક્રેડિટ ઇતિહાસના આધારે કરવામાં આવે છે.

ક્રેડિટ સમરી

તમારી ક્રેડિટની બાકી રકમ (એટલે કે ક્રેડિટ કાર્ડ અને લીધેલી લોનની સંખ્યા અને રકમ), ક્રેડિટના પ્રકારો અને ક્રેડિટનું સંચાલન કેવી રીતે થાય છે જેવી મહત્વની ક્રેડિટ માહિતીનો સમાવેશ થાય છે.

તાજેતરની પ્રવૃત્તિ

આમાં તમે તાજેતરમાં નવા ખાતા માટે કરેલ અરજી, નવી મેળવેલ/સુરક્ષિત કરેલ ક્રેડિટ જેવી માહિતીનો સમાવેશ થાય છે. આ સિવાય બંધ કરવામાં આવેલા એકાઉન્ટ સહિતની વિવિધ માહિતી દર્શાવે છે.

ખાતા/એકાઉન્ટની માહિતી

તમારા એકાઉન્ટ નંબર અને ખાતાના પ્રકારોની વિગતો, વર્તમાન બેલેન્સ અને તમારી ચૂકવણીનો એકાઉન્ટ પ્રમાણેનો માસિક રેકોર્ડ. આ સિવાય તેમાં શું આ ચૂકવણી સમયસર કરવામાં આવી હતી, વિલંબ થયો હતો અથવા ચૂકી ગયા હતા વગેરે માહિતી પણ હોય છે.

પૂછપરછ

આ સેક્શનમાં ક્રેડિટ પૂછપરછની સંખ્યાની વિગતો છે. તમે જ્યારે પણ ક્રેડિટ માટે અરજી કરો છો, જેમ કે લોન અથવા ક્રેડિટ કાર્ડ, ત્યારે તમારી ક્રેડિટ રિપોર્ટ પર "કડક પૂછપરછ/hard inquiry" મૂકવામાં આવે છે. વધુ સંખ્યામાં પૂછપરછ સૂચવે છે કે તમે તમારી ક્રેડિટને અસરકારક રીતે સંચાલિત કરવામાં અસમર્થ છો.

ધિરાણકર્તાઓ તમારા ક્રેડિટ રિપોર્ટમાં શું જુએ છે?

ઉપર જણાવ્યા મુજબ, સંભવિત ધિરાણકર્તાઓ તમારી લોન અને ક્રેડિટ માટેની અરજીઓને મંજૂર કરશે કે કેમ તે નક્કી કરવા માટે તમારો ક્રેડિટ રિપોર્ટ જુએ છે. જોકે દરેક ધિરાણકર્તાઓ પાસે સંભવિત ઉધાર લેનારાઓની અરજીને ન્યાય આપવા માટે કોઈ સાર્વત્રિક નિયમો નથી, જોકે અમુક ધ્યાનમાં લેવાતા કેટલાક પરિબળો અહીં જણાવાયા છે:

  • ક્રેડિટ સ્કોર: કોઈપણ સંભવિત ધિરાણકર્તાની પ્રથમ છાપ તમારો ક્રેડિટ સ્કોર હશે, કારણ કે તે તમે લોન પર ડિફોલ્ટ કરી શકો છો કે શું તે અંગેની સંભવિતતા દર્શાવે. આથી જ સારો ક્રેડિટ સ્કોર (એટલે કે 700થી ઉપર) હોવો ખૂબ જ મહત્વપૂર્ણ/જરૂરી છે.

  • પુન: ચુકવણીનો ઇતિહાસ: ધિરાણકર્તાઓ અમુક ધ્યાનમાં લેતા મુખ્ય પરિબળોમાં એક સમયસર ચૂકવણી કરવાનો તમારો ટ્રેક રેકોર્ડ જુએ છે. તેઓ ભૂતકાળ અને વર્તમાન બંનેની મુદતવીતી ગયા બાદની ચૂકવણીઓ તેમજ લોન માટે કોઈપણ વન-ટાઇમ સેટલમેન્ટને પણ ધ્યાને લે છે.

  • તમારા પર કેટલું દેવું છે: આમાં તમારી પાસેની લોન અને ક્રેડિટ કાર્ડની સંખ્યા અને પ્રકારનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે, વધુ લોન લેવાથી નવી લોન માટે તમારી પુન: ચુકવણીની ક્ષમતામાં ઘટાડો થશે.

  • ધિરાણ પર નિર્ભરતા: ધિરાણકર્તાઓ "ક્રેડિટ-હંગ્રી બિહેવિયર" અથવા ધિરાણ પર વધુ નિર્ભરતા પર પણ ધ્યાન રાખે છે. આમાં ટૂંકા ગાળામાં જ વધુ વારંવાર લોન અથવા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવી અને વધારે ક્રેડિટનો ઉપયોગ સમાવિષ્ટ છે.

  • વ્યક્તિગત વિગતો: તમારી નાણાકીય સ્થિતિ અને તેની સ્થિરતાની ખાતરી કરવા માટે ધિરાણકર્તાઓ તમારા રોજગાર અને રહેણાંક ઇતિહાસને પણ ધ્યાનમાં લઈ શકે છે.

સામાન્ય રીતે, જો તમે જવાબદારીપૂર્વક ક્રેડિટ વપરાશનો લાંબો ટ્રેક રેકોર્ડ પ્રદર્શિત કરો છો, તો તમને ધિરાણકર્તાઓ દ્વારા ઓછા જોખમ તરીકે ગણવામાં આવશે અને ક્રેડિટ માટે મંજૂર થવાની અને વધુ સારા સોદા મળવવાની શક્યતા વધુ છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

ક્રેડિટ સ્કોર અને ક્રેડિટ રિપોર્ટ વચ્ચે શું તફાવત છે?

ક્રેડિટ સ્કોર 300થી 900 વચ્ચેનો ત્રણ-અંક (ડિજીટ) નો નંબર છે જે વ્યક્તિની ક્રેડિટ યોગ્યતા દર્શાવે છે. જો કે, ક્રેડિટ રિપોર્ટ (ક્રેડિટ ઇન્ફોર્મેશન રિપોર્ટ અથવા CIR તરીકે પણ ઓળખાય છે) એ તેમના ક્રેડિટ હિસ્ટરીની વધુ વિગતવાર ખ્યાલ આપે છે.

તમારો ક્રેડિટ રિપોર્ટ કેટલી વાર અપડેટ થાય છે?

સામાન્ય રીતે, ધિરાણકર્તાઓ, બેંકો અને અન્ય લેણદારો તમારી માહિતીને માસિક ધોરણે ક્રેડિટ બ્યુરોને ફોરવર્ડ કરશે (જોકે, તેઓ તેમની મોકલવાની તારીખમાં ફેરફાર સંભવ છે). આમ, તમારા લેણદારો તમારા ચુકવણી ઇતિહાસની વિગતો ક્યારે મોકલે છે તેના આધારે, તમારી ક્રેડિટ રિપોર્ટ સામાન્ય રીતે માસિક ધોરણે અપડેટ કરવામાં આવશે.

તમે તમારો ક્રેડિટ રિપોર્ટ કેટલી વાર તપાસી શકો છો?

RBIએ ફરજિયાત બનાવ્યું છે કે વ્યક્તિઓ દરેક ક્રેડિટ બ્યુરોમાંથી દર 12 મહિને એક ફ્રી ક્રેડિટ રિપોર્ટ મેળવી શકે છે.

ભલામણ કરવામાં આવે છે કે વર્ષમાં તમારે ઓછામાં ઓછા એક વખત તમારો ક્રેડિટ રિપોર્ટ ચકાસવો જોઈએ, જો કે દર ક્વાર્ટરમાં તપાસવું વધુ સારું મનાય છે. જોકે, તમારી ક્રેડિટ પ્રવૃત્તિ વધુ હોય, તો તમે તેને વધુ વખત તપાસી શકો છો.

અત્રે નોંધનીય છે કે તમારા ક્રેડિટ રિપોર્ટને જાતે ઍક્સેસ કરવી/મેળવવી એ "સોફ્ટ ઇન્ક્વાયરી" તરીકે ઓળખાય છે અને તે તમારા ક્રેડિટ રિપોર્ટ અથવા સ્કોરને અસર કરશે નહીં.

તમારો ક્રેડિટ સ્કોર નિયમિતપણે તપાસવું કેટલું મહત્વપૂર્ણ છે?

જો તમે નિયમિતપણે ક્રેડિટ એકાઉન્ટ્સ (જેમ કે ક્રેડિટ કાર્ડ અથવા લોન) નો ઉપયોગ કરો છો, તો નિયમિત ધોરણે તમારો ક્રેડિટ રિપોર્ટ અને તમારો ક્રેડિટ સ્કોર તપાસવો મહત્વપૂર્ણ છે. તમારો ક્રેડિટ સ્કોર શું છે તે જાણવાથી તમને ખરીદીના મોટા નિર્ણયો લેવામાં મદદ મળી શકે છે અને તમારો ક્રેડિટ સ્કોર ઊંચો રહે તેની ખાતરી કરવામાં પણ મદદ કરી શકે છે.

વધુમાં, જો તમારા ક્રેડિટ રિપોર્ટમાં કોઈ ભૂલો અથવા માહિતી અપડેટ કરવાની જરૂર હોય, તો તમે તેને જલ્દી ઓળખી શકો છો અને તેને સુધારી શકો છો.

તમારા ક્રેડિટ રિપોર્ટમાં કેવા પ્રકારની ભૂલો હોઈ શકે છે?

તમારા ક્રેડિટ રિપોર્ટમાં કેટલીક સામાન્ય ભૂલો હોઈ શકે છે તે છે:

  • જૂની માહિતી: જૂની અંગત માહિતી, જેમ કે સરનામું, કોન્ટેકટ નંબરો વગેરે.
  • ખોટી એકાઉન્ટ માહિતી: ખોટો એકાઉન્ટ નંબર, ખોટો ચુકવણી ઇતિહાસ અથવા અન્ય વિગતો. 
  • એકાઉન્ટ ભૂલો: તમારા નામ હેઠળના એકાઉન્ટ ચૂકી ગયા છે, અથવા કોઈ અન્ય વ્યક્તિનું ખોટું એકાઉન્ટ તમારામાં ઉમેરવામાં આવ્યું છે. આનાથી ખોટા અર્થઘટન કરાયેલા અહેવાલો અથવા ખોટી ઓળખ ઉભી થઈ શકે છે.
  • ક્લેરિકલ ભૂલો: તમારી જન્મતારીખ, સરનામું, કોન્ટેકટ નંબર વગેરેમાં ભૂલો પણ ખોટી અને ખરાબ ઓળખ આપી શકે છે.

આપેલા વિવાદ નિરાકરણ ફોર્મ (Dispute Resolution Form) નો ઉપયોગ કરીને શક્ય તેટલી વહેલી તકે આ ભૂલોને સુધારવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જો તેને વણઉકેલાયેલ છોડી દીધું તો તમારા ક્રેડિટ સ્કોરને અસર કરી શકે છે અને સૌથી ખરાબ કિસ્સામાં, ખોટી ભૂલભરી ઓળખ અને તમારી ઓળખની ચોરી જેવી ગંભીર સમસ્યા બની શકે છે.

તમારી ક્રેડિટ રિપોર્ટમાં ભૂલો કેવી રીતે સુધારવી?

તમારી ક્રેડિટ રિપોર્ટમાં ભૂલો કેવી રીતે સુધારવી?

જો તમને તમારી ક્રેડિટ રિપોર્ટમાં કોઈ સમસ્યા અથવા ભૂલ જણાય, તો સમસ્યાનું નિરાકરણ મેળવવા માટે આ પગલાં અનુસરો:

સ્ટેપ 1: નિયમિતપણે તમારા ક્રેડિટ રિપોર્ટને ચકાસો અને ભૂલોને ઓળખો.

સ્ટેપ 2: એકવાર ઓળખાઈ ગયા પછી, સંબંધિત અધિકારીને ભૂલની જાણ કરો. ઉદાહરણ તરીકે, જો ભૂલ નાણાકીય સંસ્થા તરફથી હતી, તો તેમને જાણ કરો, તેઓ દ્વારા સુધાર કર્યા બાદ ક્રેડિટ બ્યુરો ફેરફારો કરશે.

સ્ટેપ 3: જો સંબંધિત વ્યક્તિએ ભૂલની જાણ કર્યાના 30 દિવસની અંદર ફેરફારો કર્યા નથી, તો તમે ભૂલો સુધારવા માટે લોકપાલ (અથવા સરકારી અધિકારી) નો સંપર્ક કરી શકો છો.

સ્ટેપ 4: એકવાર ફેરફારો લાગુ થઈ ગયા પછી (અથવા જો ભૂલોને સુધારવી શક્ય ન હોય તો), ક્રેડિટ બ્યુરો તમને તેના વિશે જાણ કરશે.

તમે ભૂલની જાણ કરવા માટેના વિવાદ ફોર્મ (dispute forms) અહીં મેળવી શકો છો: CIBIL, Experian, CRIF Highmark, અથવા Equifax.