ક્રેડિટ રેટિંગ શું છે?
ક્રેડિટ રેટિંગ એ વ્યક્તિઓ, જૂથો, વ્યવસાયો, બિન-લાભકારી સંસ્થાઓ, સરકારો અને દેશો જેવી સંસ્થાઓની ક્રેડિટ યોગ્યતાનું મૂલ્યાંકન કરવાનો એક માર્ગ છે. ઋણધારકો સમયસર લોન ચૂકવી શકશે કે નહીં તેવા નાણાકીય જોખમનું વિશ્લેષણ ખાસ ક્રેડિટ રેટિંગ એજન્સીઓ કરે છે.
ક્રેડિટ રેટિંગ એજન્સીઓ ધિરાણ અને ઉધારનો ઇતિહાસ, દેવું ચૂકવવાની ક્ષમતા-સામર્થ્ય, ભૂતકાળના દેવાં, ભવિષ્યની આર્થિક સંભાવના સહિતના વિવિધ પરિબળોને ધ્યાનમાં લઈને વિગતવાર અહેવાલનો ઉપયોગ કરીને આ રેટિંગનું સંકલન કરે છે.
સારી ક્રેડિટ રેટિંગ વિશ્વસનીયતામાં સુધારો કરે છે અને ભૂતકાળમાં સમયસર લોન ચૂકવવાનો સારો ઇતિહાસ દર્શાવે છે. તે બેંકો અને રોકાણકારોને લોન અરજીઓ મંજૂર કરવા અને ઓફર કરેલા વ્યાજના દર વિશે નિર્ણય લેવામાં મદદ કરે છે.
ક્રેડિટ રેટિંગના પ્રકાર
વિવિધ ક્રેડિટ એજન્સી એજન્સીઓ ક્રેડિટ રેટિંગ નક્કી કરવા માટે સમાન મૂળાક્ષરોના પ્રતીકોનો ઉપયોગ કરે છે. જો કે, આ રેટિંગ્સ પણ બે પ્રકારના ગ્રેડમાં વિભાજિત છે - 'ઇન્વેસ્ટમેન્ટ/રોકાણ ગ્રેડ' અને/અથવા 'સટ્ટાકીય ગ્રેડ'.
ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ: આ રેટિંગ ખ્યાલ આપે છે કે તમે કરેલું રોકાણ નક્કર છે અને લોન લેનારા મોટે ભાગે પરત ચુકવણીની શરતોને પૂર્ણ કરશે. આમ, તેમની કિંમત ઘણી વખત ઓછી હોય છે.
સટ્ટાકીય ગ્રેડ: આ રેટિંગ દર્શાવે છે કે રોકાણ વધુ જોખમકારક છે અને તેમાં ઘણી વખત વ્યાજ દર ઊંચા હોય છે.
શું ક્રેડિટ રેટિંગ અને ક્રેડિટ સ્કોર વચ્ચે કોઈ તફાવત છે?
ક્રેડિટ સ્કોર અને ક્રેડિટ રેટિંગ શબ્દો એકબીજાના બદલે ઉપયોગમાં લેવાય છે, પરંતુ આ બંને એક જ વસ્તુ નથી.
ઉપર સૂચવ્યા મુજબ, ક્રેડિટ રેટિંગનો ઉપયોગ વ્યક્તિઓને બદલે વ્યવસાય અથવા કંપનીની ક્રેડિટ યોગ્યતા નક્કી કરવા માટે થાય છે. આનો અર્થ એ થાય છે કે તેમની ચુકવણીમાં ડિફોલ્ટ થવાની સંભાવના છે. રેટિંગ સામાન્ય રીતે મૂળાક્ષરોના પ્રતીકોની શ્રેણીઓ તરીકે દર્શાવવામાં આવે છે, અને તેની ગણતરી કોર્પોરેટ નાણાકીય સાધન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
જો કે, ક્રેડિટ સ્કોર એ 300 અને 900ની વચ્ચેનો એક આંકડો છે, જે વ્યક્તિઓને તેમની ક્રેડિટ યોગ્યતાને રેટ કરવા માટે આપવામાં આવે છે. વ્યક્તિની ક્રેડિટ માહિતી અહેવાલના આધારે ક્રેડિટ બ્યુરો દ્વારા તેની ગણતરી કરવામાં આવે છે અને તે લોન અને ક્રેડિટ કાર્ડ માટે યોગ્ય મંજૂરી આપી શકાય કે નહિ તેનું માપદંડ છે.
ક્રેડિટ રેટિંગનું મહત્વ શું છે?
ક્રેડિટ રેટિંગ એ ઉધાર લેનારની ક્રેડિટ યોગ્યતાનું મૂલ્યાંકન હોવાથી, ઉચ્ચ ક્રેડિટ રેટિંગ સૂચવે છે કે કંપની અથવા એન્ટિટી ઉધાર લીધેલી ક્રેડિટની ચૂકવણી કરે તેવી શક્યતા વધુ છે. બીજી બાજુ, નીચા ક્રેડિટ રેટિંગનો અર્થ એ થઈ શકે છે કે તેમની ડિફોલ્ટર થવાની સંભાવના વધુ છે. આનાથી તેમના માટે નાણાં ઉછીના લેવાનું મુશ્કેલ બની શકે છે કારણકે ધિરાણકર્તાઓ તેમને ઉચ્ચ જોખમ ધરાવતા ઉધાર લેનારા ગણશે.
જો કે, ક્રેડિટ રેટિંગ અન્ય ઘણી રીતે મહત્વપૂર્ણ છે:
ધિરાણકર્તાઓ માટે
ધિરાણકર્તાઓ અને રોકાણકારો નાણાં ઉછીના લેતી એન્ટિટીના જોખમને ધ્યાનમાં લઈને વધુ સારા અને સરળ રોકાણના નિર્ણયો લઈ શકે છે.
ધિરાણકર્તાઓ સંભવિત ઉધાર લેનારાઓનું ક્રેડિટ રેટિંગ જાણતા હોય તો તેમને ખાતરી મળે છે કે તેમના નાણાં વ્યાજ સા
ઋણધારકો માટે
કંપનીઓનું ક્રેડિટ રેટિંગ ઊંચું હોય છે ત્યારે તેઓને ઓછા જોખમ તરીકે જોવામાં આવશે અને તેથી જ લોન અરજી વધુ સરળતાથી, ઝડપથી મંજૂર થાય છે.
બેંકો અને નાણાકીય સંસ્થાઓ જેવા ધિરાણકર્તાઓ પણ ઉચ્ચ ક્રેડિટ રેટિંગ ધરાવતી સંસ્થાઓ માટે ઓછા વ્યાજ દરે લોન આપશે.
આમ, ક્રેડિટ રેટિંગ ઉંચી રાખવાથી કંપનીને નાણાં એકત્ર કરવામાં અને વિસ્તરણ કરવામાં મદદ મળી શકે છે, જ્યારે ઉધાર લેવાના ખર્ચમાં પણ ઘટાડો થાય છે. અને ધિરાણકર્તાઓ માટે, આ રેટિંગ તેમને વધુ વિગતવાર નાણાકીય માહિતી મેળવવા અને વધુ સારા એકાઉન્ટિંગ ધોરણોને પ્રોત્સાહિત કરવામાં મદદ કરી શકે છે.
ભારતમાં ક્રેડિટ રેટિંગ એજન્સીઓ શું છે?
ક્રેડિટ એજન્સીઓ દ્વારા ક્રેડિટ રેટિંગનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ભારતમાં, ક્રેડિટ રેટિંગ એજન્સીઓ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એક્ટ, 1992નો ભાગ સેબી (ક્રેડિટ રેટિંગ એજન્સીઓ) રેગ્યુલેશન્સ, 1999 દ્વારા નિયંત્રિત થાય છે.
ભારતની કેટલીક ટોચની ક્રેડિટ રેટિંગ એજન્સીઓ છે:
ક્રેડિટ રેટિંગ ઇન્ફર્મેશન સર્વિસ ઑફ ઇન્ડિયા લિમિટેડ (ક્રિસિલ-CRISIL)
આ ભારતની પ્રથમ ક્રેડિટ રેટિંગ એજન્સીઓમાંની એક છે, જેની સ્થાપના 1987માં થઈ હતી. તે કંપનીઓ, બેંકો અને સંસ્થાઓને તેમની શક્તિ, બજાર હિસ્સો, બજાર પ્રતિષ્ઠા બોર્ડ, વગેરેનો ઉપયોગ કરીને રેટ કરે છે. કંપની યુએસએ, યુકે, હોંગકોંગ, પોલેન્ડ, આર્જેન્ટિના અને ચીનમાં કાર્યરત છે અને AAAથી લઈને D સુધીની રેન્જની 8 પ્રકારની ક્રેડિટ રેટિંગ ઓફર કરે છે.
ઈન્વેસ્ટમેન્ટ ઈન્ફોર્મેશન એન્ડ ક્રેડિટ રેટિંગ એજન્સી ઓફ ઈન્ડિયા (ICRA) લિમિટેડ
1991માં સ્થપાયેલ, ઈક્રા- ICRA કોર્પોરેટસને વિવિધ પરિસ્થિતિઓ, જેમ કે બેંક લોન, કોર્પોરેટ દેવા, મ્યુચ્યુઅલ ફંડ અને વધુ બાબતો માટે વ્યાપક/સર્વગ્રાહી રેટિંગ આપે છે.
ક્રેડિટ એનાલિસિસ એન્ડ રિસર્ચ લિમિટેડ (CARE)
એપ્રિલ 1993થી કેર (CARE) ક્રેડિટ રેટિંગ સર્વિસિસની શ્રેણી ઓફર કરે છે. તેમાં દેવું, બેંક લોન, કોર્પોરેટ ગવર્નન્સ, રિકવરી, નાણાકીય ક્ષેત્ર સહિતના વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. તેમના રેટિંગ સ્કેલમાં બે કેટેગરીનો પણ સમાવેશ થાય છે - લાંબા ગાળાના ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને શોર્ટ ટર્મ ડેટ રેટિંગ.
ઈન્ડિયા રેટિંગ એન્ડ રિસર્ચ પ્રાઈવેટ લિમિટેડ
અગાઉ Fitch Ratings India Pvt. Ltd. તરીકે જાણીતી હતી. આ કંપની કોર્પોરેટ ઇશ્યુઅર્સ, નાણાકીય સંસ્થાઓ, પ્રોજેક્ટ ફાઇનાન્સ કંપનીઓ, મેનેજ્ડ ફંડ્સ, શહેરી સ્થાનિક સંસ્થાઓ વગેરેની વિશ્વસનીયતાનું મૂલ્યાંકન કરવા માટે ક્રેડિટ રેટિંગ ઓફર કરે છે.
Acuité રેટિંગ્સ અને રિસર્ચ
અગાઉ સ્મોલ મીડીયમ એન્ટરપ્રાઇઝ રેટિંગ એજન્સી ઓફ ઇન્ડિયા લિમિટેડ અથવા (SMERA Ratings Ltd.) તરીકે ઓળખાતી આ ક્રેડિટ રેટિંગ એજન્સીની સ્થાપના 2011માં કરવામાં આવી હતી. તેના બે વિભાગો છે - SME રેટિંગ્સ અને બોન્ડ રેટિંગ્સ અને AAAથી લઈને D સુધીની ક્રેડિટ રેટિંગના 8 ફોર્મેટ પણ ઓફર કરે છે.
બ્રિકવર્ક રેટિંગ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ
આ ક્રેડિટ રેટિંગ એજન્સી બેંક લોન, મ્યુનિસિપલ કોર્પોરેશન, રિયલ એસ્ટેટ રોકાણ, એનજીઓ, કેપિટલ માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એસએમઇ વગેરેને રેટ કરે છે.
કંપનીની ક્રેડિટ રેટિંગ તપાસવા માટે, વ્યક્તિએ ઉપરોક્ત ક્રેડિટ રેટિંગ એજન્સીઓમાંથી એકનો સંપર્ક કરવાની જરૂર છે.
વિવિધ ક્રેડિટ રેટિંગ સ્કેલ શું છે?
વિવિધ ક્રેડિટ રેટિંગ એજન્સીઓ કંપનીની ક્રેડિટ યોગ્યતા/ધિરાણપાત્રતા અને લાંબા ગાળાના અને મધ્ય-ગાળાના ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સના રોકાણકારોને જે જોખમ ઊભું કરે છે તેનું પ્રતિનિધિત્વ કરવા માટે રેટિંગની લગભગ સમાન રેન્જ/શ્રેણી (AAAથી લઈને D) ઓફર કરે છે.
રેટિંગ સ્કેલ | પ્રતિક/સિમ્બોલ |
---|---|
ન્યૂનતમ ક્રેડિટ જોખમ / ઉત્તમ ક્રેડિટ રેટિંગ | AAA |
ખૂબ ઓછું ક્રેડિટ જોખમ / ખૂબ સારું ક્રેડિટ રેટિંગ | AA |
ઓછું ક્રેડિટ જોખમ / સારું ક્રેડિટ રેટિંગ | A |
મધ્યમ ક્રેડિટ જોખમ / સરેરાશ ક્રેડિટ રેટિંગ | BBB |
ઉચ્ચ ક્રેડિટ જોખમ / નીચું ક્રેડિટ રેટિંગ | B |
ખૂબ જ ઊંચું ક્રેડિટ જોખમ / નબળું ક્રેડિટ રેટિંગ | C |
ડિફોલ્ટ | D |
ક્રેડિટ રેટિંગને અસર કરતા પરિબળો કયા છે?
કંપનીના ક્રેડિટ રેટિંગને અસર કરતા ઘણા પરિબળો છે, જેમકે:
કંપનીનો નાણાકીય ઇતિહાસ:
ધિરાણ અને ઉધાર ઇતિહાસ
ભૂતકાળનું દેવું
ચૂકવણી ઇતિહાસ
નાણાકીય સ્ટેટમેન્ટ
વર્તમાન દેવાનું સ્તર અને પ્રકાર
કંપનીની ભાવિ આર્થિક સંભાવના:
દેવું ચૂકવવાની ક્ષમતા
અંદાજિત નફો
- વર્તમાન કામગીરી/પરફોર્મન્સ