પર્સનલ લોન માટે કેટલા ક્રેડિટ સ્કોરની આવશ્યકતા છે?
પર્સનલ લોન, જેને 'ઓલ-પર્પઝ લોન' પણ કહેવામાં આવે છે, તે એક અસુરક્ષિત લોન છે જે વિવિધ કારણોસર (જેમ કે ઘર સુધારણા, હેલ્થકેર અથવા લગ્ન વિષયક ખર્ચ) લઈ શકાય છે. આ લોનના ભંડોળનો ઉપયોગ કરવાની રીત પર કોઈ પ્રતિબંધ નથી.
આવી લોન માટે ક્વોલિફાય થવા માટે, સૌથી મહત્વપૂર્ણ પરિબળો પૈકી એક તમારો ક્રેડિટ સ્કોર છે. ક્રેડિટ સ્કોર એ એક એવો નંબર છે જે વ્યક્તિની "ક્રેડિટ યોગ્યતા" અથવા દેવું અથવા લોન ચૂકવવાની તેમની ક્ષમતા બતાવવા માટે હોય છે. ભારતમાં ચાર ક્રેડિટ બ્યુરો - ટ્રાન્સયુનિયન સિબિલ, એક્સ્પીરિઅન, CRIF હાઇ માર્ક અને ઈકવીફેક્સ દ્વારા વ્યક્તિના નાણાકીય ઇતિહાસનો ઉપયોગ કરીને ગણતરી કરવામાં આવે છે.
પર્સનલ લોન માટે તમારો ક્રેડિટ સ્કોર કેમ મહત્વનો છે?
ઉપર સૂચવ્યા મુજબ વ્યક્તિનો ક્રેડિટ સ્કોર (જેને સિબીલ સ્કોર તરીકે પણ ઓળખવામાં આવે છે)એ તેમની "ક્રેડિટ યોગ્યતા"નું માપ છે. તે સામાન્ય રીતે 300-900ની વચ્ચે ત્રણ-અંકની સંખ્યા તરીકે દર્શાવવામાં આવે છે (જેમાં 900 સૌથી વધુ શક્ય સ્કોર છે). તે તમારા ચુકવણી-ઇતિહાસ, વર્તમાન દેવું અને તમારા ક્રેડિટનો ઉપયોગ જેવા તથ્યોને ધ્યાનમાં લે છે .
બેંકો અને અન્ય ધિરાણ સંસ્થાઓ તમારી લોન ચૂકવવાની તમારી ક્ષમતા નક્કી કરવા માટે તમારો ક્રેડિટ સ્કોર અથવા સિબીલ સ્કોર જુએ છે. સારો અથવા ઉચ્ચ ક્રેડિટ સ્કોર દર્શાવે છે કે તમે ભૂતકાળમાં તમારી ક્રેડિટ માટે જવાબદારી ભર્યું વલણ અપનાવ્યું હતુ અને તે નાણાકીય સ્થિરતા દર્શાવે છે.
અને પર્સનલ લોન એ અસુરક્ષિત લોનનો એક પ્રકાર છે એટલે કે તેમાં કોઈ કોલેટરલ નથી અને તે ધિરાણકર્તાઓ માટે વધુ જોખમી છે તેથી તેઓ આ ક્રેડિટ સ્કોરનો ઉપયોગ લોન માટેની અરજીને મંજૂર કરવા અથવા નકારવા માટે કરે છે. ઉચ્ચ ક્રેડિટ સ્કોર આ મંજૂરી મેળવવામાં મદદ કરી શકે છે.
નોંધ: ધિરાણકર્તાઓ અન્ય પરિબળોને પણ ધ્યાનમાં લેશે, જેમ કે તમારા રોજગાર, પગાર, રહેઠાણનું શહેર વગેરે.
પર્સનલ લોન માટે સારો ક્રેડિટ સ્કોર કેટલો છે?
વિવિધ ક્રેડિટ બ્યુરો ક્રેડિટ સ્કોરની ગણતરી કરવા માટે વિવિધ સ્કોરિંગ મોડલ્સનો ઉપયોગ કરે છે. જોકે, સામાન્ય રીતે 700-750થી ઉપરનો ક્રેડિટ સ્કોર સારો માનવામાં આવે છે.
પર્સનલ લોન અસુરક્ષિત લોન હોવાથી તેના માટે ઉંચો સ્ટાન્ડર્ડ ક્રેડિટ સ્કોર જરૂરી છે. બેંકો પર્સનલ લોન માટે 750 અને 900 ની વચ્ચેનો લઘુત્તમ ક્રેડિટ અથવા સિબીલ સ્કોર પસંદ કરે છે. તમારો સ્કોર વધુ હોય ત્યારે તમારી લોન ઝડપથી મંજૂર થવાની શક્યતા વધુ હોય છે અને તમે વ્યાજના દર પર શ્રેષ્ઠ ઓફર મેળવી શકો છો.
તમે 600-700 સુધીના સ્કોર સાથે પણ લોન મેળવી શકશો પરંતુ તેમાં ઊંચા વ્યાજ દરો અને અન્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પર્સનલ લોન માટે આનાથી નીચેના સ્કોર ઘણીવાર ખૂબ ઓછા ગણવામાં આવે છે.
તમે ઓછા ક્રેડિટ સ્કોર સાથે પર્સનલ લોન કેવી રીતે મેળવી શકો છો?
જો તમારો ક્રેડિટ સ્કોર ઓછો અથવા ખરાબ હોય (ઉદાહરણ તરીકે 600થી નીચેનો) હોય તો પણ પર્સનલ લોન મેળવવી શક્ય છે. સામાન્ય રીતે લોન માટે અરજી કરતા પહેલા તમારા ક્રેડિટ સ્કોરને સુધારવાનો પ્રયાસ કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ, જો તમે આમ ન કરી શકો તો તમે નીચેનામાંથી એક કરી શકો છો:
સહ-અરજદાર અથવા બાંહેધરી આપનાર શોધો: સહ-અરજદાર અથવા બાંહેધરી આપનાર સાથે લોન માટે અરજી કરો, ઉદાહરણ તરીકે સારા ક્રેડિટ સ્કોર ધરાવતા કુટુંબના નજીકના સભ્યને સહભાગી બનાવો. આ તમારી યોગ્યતા સુધારી શકે છે.
સારી આવક અને બેંક બેલેન્સનો પુરાવો બતાવો: જો તમારી આવક સ્થિર હોય અને બેંક બેલેન્સ સારું હોય, તો તે ધિરાણકર્તાઓને લોનની ચુકવણી કરવાની તમારી ક્ષમતાની ખાતરી આપી શકે છે.
અલગ-અલગ ધિરાણકર્તાઓ તરફ જુઓ: ઓછા ક્રેડિટ સ્કોર ધરાવતા લોકોને ઊંચા વ્યાજ દરે લોન ઓફર કરતા ધિરાણકર્તાઓની તમારી શોધને વિસ્તૃત કરો.
લોનની રકમમાં ઘટાડો કરો: જો તમારો ક્રેડિટ સ્કોર સારો છે પરંતુ વધારે નથી (ઉદાહરણ તરીકે 600થી ઉપર), તો લોનની ઓછી રકમ પસંદ કરો, જે ધિરાણકર્તા માટે ઓછું જોખમ બનશે.
મહેરબાની કરીને નોંધ કરો કે લોનની મંજૂરી ઘણા પરિબળો પર આધારિત છે અને જો તમારો ક્રેડિટ સ્કોર ઓછો હોય તો આ પદ્ધતિઓ પણ મંજૂરીની ખાતરી કરી શકશે નહીં.
તેથી પર્સનલ લોન એ અસુરક્ષિત લોન હોવાથી તમારે કોઈપણ પ્રકારની કોલેટરલની ગીરવે રાખવાની જરૂર નથી તેથી ધિરાણકર્તાઓ લોનની ચૂકવણી કરવાની તમારી ક્ષમતા નક્કી કરવા માટે તમારા ક્રેડિટ સ્કોર પર ધ્યાન આપે છે. તમારો સિબીલ સ્કોર અને અન્ય ક્રેડિટ બ્યુરોનો ક્રેડિટ સ્કોર આ ધિરાણકર્તાઓને તમારા ડિફોલ્ટના જોખમનું મૂલ્યાંકન કરવામાં મદદ કરી શકે છે.
આમ ઉચ્ચ સ્કોર હોવો દર્શાવે છે કે તમે જવાબદાર ઉધાર લેનારા છો અને સમયસર બિલ અને EMI ચૂકવ્યા છો. આ સુનિશ્ચિત કરે છે કે લોન માટેની તમારી અરજીઓ મંજૂર થાય છે, જ્યારે નીચા સ્કોરથી લોન પર ડિફોલ્ટ થવાનું વધુ જોખમ સૂચવે છે અને તમારી અરજી નકારવામાં આવી શકે છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો
સારો ક્રેડિટ સ્કોર કેટલો હોય છે?
સામાન્ય રીતે, ક્રેડિટ સ્કોર રેન્જ નીચે મુજબ છે:
- 300-579 - નબળો
- 580-669 – વ્યાજબી
- 670-739 - સારો
- 740-799 - ખૂબ સારો
- 800-900 – ઉત્તમ/શ્રેષ્ઠ
700-750થી ઉપરનો ક્રેડિટ સ્કોર સામાન્ય રીતે સારો માનવામાં આવે છે. કારણ કે વિવિધ ક્રેડિટ બ્યુરો ક્રેડિટ સ્કોરની ગણતરી કરતી વખતે વિવિધ સ્કોરિંગ મોડલનો ઉપયોગ કરે છે. તમારો ક્રેડિટ રિપોર્ટ કયા બ્યુરો દ્વારા તૈયાર કરવામાં આવે છે કે તેને આધારે ક્રેડિટ સ્કોર બદલાઈ શકે છે.
શું તમારી પાસે ક્રેડિટ સ્કોર નથી?
જો તમે ક્યારેય ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો નથી અથવા ક્યારેય લોન લીધી નથી તો તમારી પાસે ક્રેડિટ હિસ્ટરી હશે નહીં. ક્રેડિટ સ્કોરિંગ મોડલ્સ તમારો સ્કોર નક્કી કરવા માટે આ માહિતીનો ઉપયોગ કરે છે તેથી તેઓ સ્કોર જનરેટ કરી શકતા નથી.
જો તમારો સિબીલ ક્રેડિટ સ્કોર ઓછો હોય તો તેને કેવી રીતે સુધારવો?
ઉચ્ચ ક્રેડિટ સ્કોર હોવો મહત્વપૂર્ણ છે, તેથી અહીં કેટલીક રીતો છે જેનાથી તમે તમારા સિબીલ સ્કોરને સુધારી શકો છો:
- તમારો ક્રેડિટ સ્કોર અને ક્રેડિટ રિપોર્ટ નિયમિતપણે તપાસો જેથી તમને ખ્યાલ આવે કે તમે ક્યાં ઊભા છો અને કોઈપણ ભૂલ હોય તો તેને ઝડપથી સુધારી શકો.
- તમારા EMI અને ક્રેડિટ કાર્ડના બિલો નિયમિત અને સમયસર ચૂકવો; કોઈપણ ચૂકી ગયેલી પેમેન્ટ અને વિલંબને ટાળવાનો પ્રયાસ કરો.
- તમારી ક્રેડિટ કાર્ડની મર્યાદાનો વધુ પડતો ઉપયોગ કરશો નહીં અને તમારા ક્રેડિટનો ઉપયોગને 30%થી વધુ ન કરો.
- ટૂંકા ગાળામાં બહુવિધ લોન અથવા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવાનું ટાળો.
- તમારા જૂના ક્રેડિટ કાર્ડ રદ કરશો નહીં - તેઓ ધિરાણકર્તાઓને ખાતરી આપી શકે છે કે તમારી પાસે જવાબદાર ક્રેડિટ-ઇતિહાસ છે.