પાન કાર્ડ દ્વારા સિબિલ સ્કોર તપાસો
ક્રેડિટ સ્કોર અથવા સિબિલ સ્કોર તમારી ક્રેડિટ યોગ્યતા અથવા ચુકવણી ક્ષમતા નક્કી કરવા માટે જરૂરી છે. તેનો અર્થ એ છે કે ઉચ્ચ ક્રેડિટ સ્કોર સાથે તમારી લોન અરજી મંજૂર થવાની શક્યતા વધી જાય છે.
લોન માટે અરજી કરતા પહેલા તમારે એકવાર તમારો સિબિલ સ્કોર તપાસવો જરુરી છે. સ્કોર સામાન્ય રીતે 300થી 900 સુધીનો હોય છે. તમે સિબિલ વેબસાઇટ પર પાન કાર્ડ વડે તમારો સિબિલ સ્કોર ચકાસી શકો છો.
પાન કાર્ડનો ઉપયોગ કરીને સિબિલ સ્કોર કેવી રીતે તપાસવો?
તમે દર વર્ષે એકવાર તમારો સિબિલ ક્રેડિટ સ્કોર મફતમાં ચેક કરી શકો છો. જોકે સિબિલ વેબસાઇટ પર સબ્સ્ક્રિપ્શન પસંદ કરવાથી તમે તેને સમગ્ર વર્ષ દરમિયાન અનેક વખત ચેક કરી શકો છો.
પાન સાથે સિબિલ સ્કોર ઓનલાઇન તપાસવા માટે નીચેના પગલાં અનુસરો:
સ્ટેપ 1: સિબિલ પોર્ટલ પર વિઝીટ કરો અને “Get Your CIBIL Score” પર ક્લિક કરો.
સ્ટેપ 2: સબ્સ્ક્રિપ્શન માટે "Log in" સિલેક્ટ કરો અને બધી જરૂરી વિગતો દાખલ કરો.
સ્ટેપ 3: ID પ્રકાર તરીકે 'Income Tax ID' પસંદ કરો અને પાન કાર્ડનો ઉપયોગ કરીને સિબિલ સ્કોર તપાસવા માટે તમારો કાયમી એકાઉન્ટ નંબર (પાન નંબર) દાખલ કરો. ત્યારબાદ તમારી ઓળખની પુષ્ટિ કરો અને તમામ પ્રશ્નોના કાળજીપૂર્વક જવાબ આપો.
સ્ટેપ 4: એક એકાઉન્ટ બનાવવા માટે તમારી ચુકવણી સાથે આગળ વધો અને એક વખતના ઉપયોગના કિસ્સામાં સબ્સ્ક્રિપ્શન છોડો. જો તમે તમારો ક્રેડિટ સ્કોર નિયમિતપણે તપાસવા માંગતા હો, તો સબ્સ્ક્રિપ્શન સાથે આગળ વધો.
સ્ટેપ 5: પ્રમાણીકરણ/પુષ્ટિ માટે તમારા મેઇલ પર એક OTP જનરેટ કરવામાં આવશે. સફળ પ્રમાણીકરણ પછી તમારી સ્ક્રીન પર દેખાય છે તે ફોર્મ ભરો.
સ્ટેપ 6: તમારો સિબિલ સ્કોર તપાસવા માટે ફોર્મ સબમિટ કરો.
સિબિલ સ્કોર તપાસવા માટે પાન કાર્ડ શા માટે મહત્વપૂર્ણ છે?
સિબિલ સ્કોર તપાસવામાં પાન કાર્ડનું મહત્વ નીચે મુજબ છે:
પાન એ એક યુનિક આલ્ફાન્યૂમેરિક કોડ છે જે ભારતના નાગરિક માટે ઓળખના પુરાવા તરીકે કાર્ય કરે છે. તેથી, પાન સાથે સિબિલ ક્રેડિટ સ્કોર તપાસવાથી સમગ્ર સુરક્ષામાં વધારો થાય છે.
પાન તમારા નાણાકીય ખાતાઓ અને કર ચૂકવણીઓ સાથે જોડાયેલ છે તેથી પાન સિબિલ એગ્રીગેટર્સને તમારા સ્કોરને સરળતાથી એકત્રિત કરવામાં મદદ કરે છે.
પાન યુનિક હોવાથી એકથી વધુ પાન કાર્ડ હોવું એ ભારતમાં ફોજદારી ગુનો છે.
તેમજ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે. તેથી પાન કાર્ડ વડે સિબિલ સ્કોર તપાસવાથી બહુવિધ બેંકોમાંથી લોન લેનાર વ્યક્તિઓને ઓળખવામાં મદદ મળે છે.
પાન કાર્ડનો ઉપયોગ કરીને ક્રેડિટ સ્કોર તપાસતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
પાન સાથે તમારો સિબિલ સ્કોર તપાસતી વખતે ધ્યાનમાં રાખવા માટે અહીં નીચે કેટલાક મુદ્દાઓ જણાવાયા છે:
તમારો સિબિલ રિપોર્ટ મેળવવા માટે પાન કાર્ડ ફરજિયાત છે.
જો તમે તમારા પાન કાર્ડ સાથે આવું કરવાનું પસંદ કરો તો તમે તમારો સિબિલ ક્રેડિટ સ્કોર મફતમાં ચેક કરી શકો છો.
તમારા પાન કાર્ડ થકી વર્ષમાં અનેક વખત તમારો ક્રેડિટ સ્કોર ચેક કરવા માટે તમારે સબ્સ્ક્રિપ્શનની જરૂર પડશે.
જો તમે તમારું પાન કાર્ડ ગુમાવો છો અને નકલ માટે અરજી કરો છો તો તમારા ક્રેડિટ સ્કોરને અસર થશે નહીં.
પાન કાર્ડ ફક્ત તમારી ઓળખના પુરાવા તરીકે જ કામ કરતું નથી પરંતુ તે એક મહત્વપૂર્ણ નાણાકીય સાધન પણ છે. સૌથી આગળ, સિબિલ સ્કોર તપાસવા હવે પાન કાર્ડ ફરજિયાત છે. તેથી તમારા પાન સાથે ઝડપથી તમારો સિબિલ સ્કોર જનરેટ કરવા માટે ઉપર જણાવેલા પગલાં અનુસરો.
વારંવાર પૂછાતા પ્રશ્નો
શું ક્રેડિટ સ્કોર પાન કાર્ડ પર આધારિત છે?
સિબિલ સ્કોર તપાસવા માટે પાન કાર્ડ ફરજિયાત છે કારણ કે યુનિક/એક પાનનો માત્ર એક જ ક્રેડિટ સ્કોર હશે. જોકે ક્રેડિટ સ્કોર વ્યક્તિના ક્રેડિટ એક્સપોઝર, ચુકવણી-ઇતિહાસ, ક્રેડિટ પ્રકાર અને મુદત, અન્ય પરિબળો ઉપર આધાર રાખે છે.
શું હું પાન કાર્ડ વિના મારો સિબિલ સ્કોર ચકાસી શકું?
જો કે સિબિલ ચકાસણી માટે પાન ફરજિયાત છે. તેમ છતાં તમે તમારા આધાર, પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ નંબર સાથે પણ અરજી કરી શકો છો.